JUNE 2022 CURRENT AFFAIRS

 JUNE 2022 current affairs gujarati

  • ઉતરાખંડ સરકાર આરોગ્ય સેવા માટે 2022માં ડ્રોન લોંચ કરશે, ઉતરાખંડ સરકાર દ્વારા ઉત્તરકાશી અને દહેરાદુન વચ્ચે હમણાં કોમર્શિયલ ડ્રોન કોરીડોર શરુ કરશે.

  • તાજેતરમાં મણીપુરમાં શિરુઈલીલી ફેસ્ટીવલ 2022ની ચોથી આવૃત્તિની શરૂઆત કરવામાં આવી, મણીપુર સરકારના પર્યટન વિભાગ દ્વારા વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેનો ઉદેશ્ય શિરુઈ લીલીના ફૂલો વિષે જાગૃતિ લાવવાનો છે, જે મણીપુરનું રાજ્ય ફૂલ પણ છે, ફૂલ મણીપુરના ઉખરુલ જિલ્લા માં જોવા મળે છે.

  • કોલકતા મ્યુનિસિપલ કોર્પોરેશને પીપલ્સ બાયોડાઈવર્સીટી રજીસ્ટર (PBR) બહાર પાડ્યું છે, એટલે કે કોલકતા દેશનું પ્રથમ મેટ્રો શહેર છે કે જેણે જૈવવિવિધતાનું વિગતવાર રજીસ્ટર તૈયાર કર્યું છે.

  • નેશનલ સુપરકોમ્પ્યુટીંગ મિશન (NSM) અંતર્ગત NIT તિરુચિરાપલ્લી ખાતે PARAM PORUL” નામના સુપર કમ્પ્યુટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

  • 26 વર્ષીય હરિયાણાની કેપ્ટન અભિલાષા બરાક પોતાની ટ્રેનીંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ફાઈટર એરક્રાફ્ટ કેરિયર તરીકે આર્મી એવિએશન કોર્પ્સમાં જોડાનારી પ્રથમ મહિલા ફાઈટર એવીએટર બની છે, નાસિકમાં આર્મી એવિએશનના DG અને કર્નલ કમાન્ડન્ટ દ્વારા તેમને આર્મીના અન્ય 36 પાઈલટની સાથે પ્રતિષ્ઠિત હોદ્દો એનાયત કરવામાં આવ્યો હતો.

  • તાજેતરમાં નરીન્દર બત્રાએ ભારતીય ઓલમ્પિક એશોશિએશનનાં પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે.

  • ચીન સ્પેસ ટેલીસ્કોપ વડે પૃથ્વીથી 32 પ્રકાશવર્ષ દુર પ્રથમ રહેવા યોગ્ય ગ્રહ શોધવાની યોજના બનાવી રહ્યું છે, પ્રોજેક્ટ ક્લોઝ્બાય હેબીટેબલ એકસોપ્લેનેટ સર્વે તરીકે ઓળખાય છે.

  • સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પોતાના પ્રસ્તાવમાં 21 મે ને સંવાદ અને વિકાસ માટે વિશ્વ (આંતરરાષ્ટ્રીય) સાંસ્કૃતિક વિવિધતા દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે.

  • તાજેતરમાં ઓસ્ટ્રેલીયાની લેબર પાર્ટીના નેતા એન્થોની આલ્બાનીઝે દેશના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા, તેઓ દેશના 31માં વડાપ્રધાન બન્યા હતા.

  • ઓસ્ટ્રેલીયાની રાજધાની : કેનબેરા (IMP)

  • મંકીપોક્સના દર્દીઓ માટે 21 દિવસના ક્વોરન્ટાઈનને ફરજીયાત બનાવનાર બેલ્જીયમ પ્રથમ દેશ બની ગયો છે.

  • સાંસ્કૃતિક અને વિદેશ રાજ્યમંત્રી શ્રીમતી મીનાક્ષી લેખીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા બ્રિકસ સંસ્કૃતિ મંત્રીઓની 7મી બેઠકમાં ભાગ લીધો હતો, જેનું આયોજન પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના દ્વારા કરવામાં આવ્યું હતું. (BRICS ની સ્થાપના : જુન 2006)

  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ 16 ઓગસ્ટ 2022થી બીજી ટર્મ માટે ટેડ્રોસ અધાનોમ ધેબ્રેયેસસને ડીરેક્ટર જનરલ તરીકે ફરીથી નિયુક્ત કર્યા છે, જીનીવામાં યોજાયેલી 75મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી દરમ્યાન તેમની નિમણુક કરવામાં આવી હતી.

  • તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિકસ ફોરમ (WEF) તેના ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્ષ 2021માં ભારત 54માં (2019માં 46માં ક્રમે) ક્રમે રહ્યું હતું, ભારત દક્ષીણ એશિયામાં ટોચનું પ્રદર્શન કરનાર દેશ છે, અને વૈશ્વિક ચાર્ટમાં જાપાન ટોચ પર છે.

  • ભારત સરકારના અધિકારી અનવર હુસૈન શેખને વિશ્વ વેપાર સંગઠન (WTO) વેપારમાં ટેકનીકલ અવરોધો અંગેની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. (ભારત 1995થી WTOનું સભ્ય છે)

  • નીખત ઝરીને શાનદાર દેખાવ કરતા થાઈલેન્ડના ઓલ્મ્પીયન જૂટામાસ જીત્પોંગને 5-0થી હરાવીને ઈસ્તંબુલની વિમન્સ વર્લ્ડ ચેમ્પીયનશીપમાં વર્લ્ડ ટાઈટલ જીતનારી (ગોલ્ડ જીતનાર) ભારતની પાંચમી મહિલા ખેલાડી તરીકેનું ગૌરવ મેળવ્યું હતું.

  • ઓડીશાની મહિલા ટીમે 12મી હોકી ઇન્ડિયા સીનીયર વિમેન્સ નેશનલ ચેમ્પિયનશીપની ફાઈનલમાં કર્ણાટકને હરાવીને સીનીયર નેશનલમાં ગોલ્ડમેડલ મેળવ્યો હતો, જેનું આયોજન ભોપાલ (MP) ખાતે થયું હતું.

  • IPLના ઇતિહાસમાં 700 ચોગ્ગા ફટકારનારો શિખર ધવન પ્રથમ ખેલાડી બન્યો છે, બીજા ક્રમે ડેવિડ વોર્નર અને ત્રીજા ક્રમ પર વિરાટ કોહલી છે.

  • તાજેતરમાં એશિયા કપ 2022 હોકી ટુર્નામેન્ટમાં ભારતે ઇન્ડોનેશિયાને 16-0 થી હરાવ્યું હતું.

  • તાજેતરમાં 5 જુન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સ્વીડન દેશે યજમાની કરી.

  • તાજેતરમાં 4 જુનના રોજ International Day of Children Victims of Aggression ની ઉજવણી કરવામાં આવી હતી.

  • ભારતના કોલસા મંત્રાલય (પાવર, સ્ટીલ અને ખાણ મંત્રાલયો) દ્વારા રાષ્ટ્રીય ખનીજ કોંગ્રેસનું 2022 નું આયોજન ઓડીશાના ભુવનેશ્વર ખાતે કરવામાં આવ્યું.

  • સુપ્રીમકોર્ટે કર્ણાટકમાં લોહ અયસ્ક અને ખનનને મંજુરી આપી છે.

  • G7 દેશોએ યુક્રેનને નાણાકીય સહાય આપવા મંજુરી આપી છે.

  • ગુજરાત સરકારે જમીન સંરક્ષણ માટે ઇશા આઈટરીચ સાથે સમજુતી કરી છે.

  • કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં 632 કરોડ રૂપિયાના ખર્ચે ઓલમ્પિક કક્ષાના રમત સંકુલનો શિલાન્યાસ કર્યો.

  • કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઉતરાખંડ માટે નવું ડીફેન્સ એસ્ટેટ સર્કલ બનાવવાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે, દેહરાદુનમાં ખાસ કરીને ઉતરાખંડ માટે નવા સંરક્ષણ એસ્ટેટ સર્કલના નિર્માણથી રહેવાસીઓ અને સંગઠનોને સંરક્ષણ જમીન વ્યવસ્થાપનની વિવિધ સેવાઓ સમયસર અને ઝડપી એક્સેસ મેળવવામાં મદદ મળશે.

  • ગુજરાતમાં ગાંધીનગર ખાતે બે દિવસીય રાષ્ટ્રીય શિક્ષણ મંત્રીઓના સંમેલનનું આયોજન કરવામાં આવશે.

  • પરમ અનંત સુપર કમ્પ્યુટર IIT ગાંધીનગર ખાતે કાર્યરત કરવામાં આવ્યું.

  • ગોવા સ્થાપના દિવસની ઉજવણી 30 મેના રોજ કરવામાં આવી હતી, 30 મે 1987ના રોજ ગોવાને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો.

  • 1 જુન : વિશ્વ દૂધ દિવસ

  • તાજેતરમાં S&P ગ્લોબલ રેટિંગ્સના અનુમાન પ્રમાણે ભારતનો GDP 2023માં 7.3% રહેશે.

  • તાજેતરમાં ઇન્ડિયા યુએઈ સ્ટાર્ટઅપ બ્રીજનું આયોજન મુંબઈ ખાતે  કરવામાં આવ્યું હતું.

  • તાજેતરમાં બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા ગાંધીનગરમાં આત્મનિર્ભર કિસાન સ્વર્ણિમ ભારત કી સાન નામે કિસાન સંમેલન યોજાયું હતું.

  • તેલંગાણા રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી : 2 જુન (2014)

  • તાજેતરમાં નાસાએ પોતાનું Insight mission” તેની ઉર્જા સમાપ્ત થવાથી બંધ કરવાની જાહેરાત કરી છે.

  • તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રવેગ ફિલ્ડ પેક ટેક્ટીકલ બેટરી છે જેનું નિર્માણ બેંગ્લોરની એક સ્ટાર્ટઅપ કંપનીએ કર્યું છે.

  • તાજેતરના ત્રીજો ગ્લોબલ ઓર્ગેનિક એક્સ્પો 2022 નવી દિલ્હીમાં શરુ કરવામાં આવ્યો.

  • જેસલમેર (રાજસ્થાન)માં અદાણી ગ્રીને ભારતની પ્રથમ 390 મેગાવોટની વિન્ડ-સોલાર હાઈબ્રીડ પાવર ફેસિલિટી લોંચ કરી છે.

  • તાજેતરમાં અરુણાચલમાં મળી આવેલી વાંદરાની નવી પ્રજાતિનું નામસેલા પાસ પરથી રાખવામાં આવ્યું છે, વિશ્વના વાંદરાની એક નવી પ્રજાતિ સેલા મકાક ને ભૌગોલિક રીતે અરુણાચલ મકાકથી સેલા દ્વારા અલગ કરવામાં આવી હતી, જે 13,700 ફૂટની ઉંચાઈ પર સ્થિત પૂર્વીય હિમાલયન પાસ છે.

  • જસ્ટીસ પીનાકી ચંદ્ર ઘોષે લોકપાલના વડા તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકપાલ અધ્યક્ષનો વધારાનો હવાલો જસ્ટીસ પ્રદીપ કુમાર મોહંતીને સોપ્યો છે.

  • INS ગોમતી ને નેવલ ડોકયાર્ડ ખાતે કેપ્ટન સુદીપ મલિકના કમાન્ડ હેઠળ સેવા મુક્ત કરવામાં આવ્યું.

  • જમ્મુકાશ્મીરના કઠુઆમાં ઉત્તર ભારતના પ્રથમ ઓદ્યોગિક બાયોટેક પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • તાજેતરમાં કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ નવી આરોગ્ય અને સુખાકારી એપ્લીકેશન AAYU લોન્ચ કરી છે.

  • ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વે મુજબ બિહારમાં ભારતનો સૌથી મોટો સ્વર્ણ સંગ્રહ છે, જ્યાં લગભગ 222.88 મીલીયન ટન સોનાનો ભંડાર છે.

  • કેન્દ્ર સરકારે સશસ્ત્ર સીમા દળના મહાનિદેશક તરીકે એસ.એલ. થાઓસેનની નિમણુક કરી છે.

  • (સશસ્ત્ર સીમા દળની સ્થાપના : 20 ડીસેમ્બર 1963)

  • (સશસ્ત્ર સીમા દળનું મુખ્યાલય : નવી દિલ્હી)

  • કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે વિશ્વ સાયકલ દિવસ પર દેશવ્યાપી ફિટ ઇન્ડિયા ફ્રીડમ રાઈડર સાયકલ રેલી નો શુભારંભ કરાવ્યો હતો.

  • (વિશ્વ સાયકલ દિવસ દર વર્ષે 3 જુનના રોજ ઉજવાય છે)

  • પંજાબ સરકારે કાગળના સ્ટેમ્પના સ્થાને -સ્ટેમ્પ શરુ કર્યા, પંજાબના મહેસુલ પ્રધાન બરામ શંકર ઝીમ્પાએ અહી -સ્ટેમ્પ સુવિધા શરુ કરી હતી.

  • ISROના ચેરમેન ડૉ.એસ.સોમનાથે કર્ણાટક ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપમેન્ટ બોર્ડ એરોસ્પેસ પાર્કમાં અનંત ટેકનોલોજીસના સ્પેસક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું.

  • દેશમાં પ્રથમ અને એશિયાનું સૌથી મોટું લીક્વીડ મિરર ટેલીસ્કોપ ઉતરાખંડમાં એક પહાડી મંદિરની ટોચ પર શરુ કરવામાં આવ્યું.

  • દિલ્હી સરકાર કોલોનીઓ અને રસ્તાઓનું નામ બાબાસાહેબ આંબેડકરના નામ પર રાખશે.

  • ફ્રેંચ રિવેરા ફિલ્મ ફેસ્ટીવલમાં નવાઝુદ્દીન સિદ્દીકીને સિનેમા જગતમાં તેમનાં યોગદાન બદલ એક્સેલન્સ ઇન સિનેમા એવોર્ડ થી સમ્માનિત કરવામાં આવ્યા.

  • બાંગ્લાદેશમાં BSF અને BGB વચ્ચે બોર્ડર કોઓર્ડીનેશન કોન્ફરન્સ શરુ.

  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) તમાકુના ઉપયોગને ઘટાડવાના રાજ્યના પ્રયત્નોને ધ્યાનમાં રાખીને વર્લ્ડ નો ટોબેકો એવોર્ડ 2022 માટે ઝારખંડની પસંદગી કરી છે.

  • ભારતીય મૂળની સ્વાતી ધીંગરાની બેંક ઓફ ઇંગ્લેન્ડની નાણાકીય સમિતિમાં નિમણુક કરવામાં આવી છે.

  • વૈશ્વિક માતા-પિતા (પેરેન્ટ્સ) દિવસ : 1 જુન

  • સચિન તેન્દુલકર યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ (યુનિસેફ) ના ગુડવિલ એમ્બેસેડર તરીકે રેકોર્ડ 20માં વર્ષ સુધી વંચિત બાળકોના કલ્યાણ માટે કામ કરવાનું ચાલુ રાખશે.

  • અમેરિકાનું ફ્રન્ટીયર જાપાનના ફૂગાકુને પાછળ છોડી વિશ્વનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર બન્યું.

  • જેવિયર ઓલીવાન META (મેટા) ના નવા ચીફ ઓપરેટીંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

  • મેટાના CEO : માર્ક ઝુકરબર્ગ

  • ભારતીય અમેરિકન હરિની લોગનએ 2022ની સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ હરીફાઈ - બી જીતી છે.

  • તાજેતરમાં ISSF જુનીયર વર્લ્ડ કપ 2022માં ભારતે 33 મેડલ જીત્યા છે, જેનું આયોજન જર્મનીના સુહલમાં થયું હતું.

  • ટોક્યો બ્રોન્ઝ મેડલ વિજેતા લવલીના બોરગોહેનની આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશન (IBA) એથ્લીટ કમિટીના પ્રમુખ તરીકે નિમણુક કરવામાં અવી છે.

  • વિમેન્સ ટી-20 ચેલેન્જમાં સુપરનોવા વેલોસીટીને હરાવીને ચેમ્પિયન બન્યું છે.

  • ઇન્ડોનેશિયાના જકાર્તામાં યોજાયેલા મેન્સ હોકી એશિયા કપ 2022માં જાપાન સામે 1-0 થી જીત મેળવી ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

  • વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કેપ્ટન ડેરેન સેમીને એક સમારંભ દરમ્યાન પાકિસ્તાનની સેવા આપવા બદલ સિતારા--પાકિસ્તાન એવોર્ડથી નવાજવામાં આવ્યો છે.

  • તાજેતરમાં બ્લુ ડેક બટરફ્લાયને સિક્કિમ રાજ્યની સ્ટેટ બટરફ્લાય જાહેર કરવામાં આવી.

  • તાજેતરમાં INAS 325 નૌસેના સ્કવાડ્રોનને ભારતીય નૌસેનામાં સામીલ કરવામાં આવી છે જે સ્વદેશ નિર્મિત ALH MK III નું સંચાલન પણ કરી રહી છે.

  • તાજેતરમાં ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનો 106મો સભ્ય દેશ નોર્વે બન્યો છે.

  • તાજેતરમાં વર્લ્ડ એકેડિટેશન ડે ની ઉજવણી 9 જૂનના રોજ કરવામાં આવી હતી.

  • તાજેતરમાં ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 600 બિલીયન ડોલરને પાર પહોચ્યો છે.

  • તાજેતરમાં ઇન્ડો કોરિયા સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટરના સહયોગથી ભારતના IIT ખડકપુરએ CrysXPP નામની એક વિધિ વિકસિત કરી છે.

  • તાજેતરમાં સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મને ગુજરાત સરકાર દ્વારા કર મુક્ત કરવામાં આવી છે.

  • તાજેતરમાં કેન્દ્ર સરકારની પ્રધાન મંત્રી જન ઔષધી યોજનાએ ૧૦૦ કરોડથી વધુના વેચાણનો લક્ષ્ય હાસિલ કર્યો છે.

  • તાજેતરમાં મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિતાઓને સાઉથ આફ્રિકા અને નામિબિયા દેશ માંથી લાવવામાં આવશે.

  • તાજેતરમાં વર્લ્ડ સમિટ ઓફ ઇન્ફોર્મેશન સોસાયટી 2022નું આયોજન જીનીવા ખાતે કરવામાં આવ્યું હતું.

  • તાજેતરમાં રાજસ્થાન રાજ્ય સરકારે સવાઈ માનસિંગ સ્ટેડીયમ જયપુર ખાતે થી રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ 2022 ની શરૂઆત કરી છે.

  • તાજેતરમાં યુરોપીય સ્પેસ એજન્સી VIGIL મિશન અંતર્ગત અંતરીક્ષ યાનને L1 અને L5 બિંદુઓ પર મોકલશે. VIGIL યુરોપીય સ્પેસ એજન્સીનું સોલાર મિશન છે.
  • તાજેતરમાં વિશ્વ સમુદ્ર દિવસની ઉજવણી 8 જૂનના રોજ કરાઈ.

  • તાજેતરમાં RBI દ્વારા HARBINGER 2021 ગ્લોબલ હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, હેકાથોનમાં ભારત ઉપરાંત કુલ 22 દેશો જોડાયા હતા.

  • તાજેતરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બાંગ્લાદેશમાં આવેલા જેસોર મિલેટ્રી સ્ટેશન ખાતે સંપ્રીતિ યુદ્ધઅભ્યાસના 10માં સંસ્કરણનું  આયોજન કરવામાં આવ્યું હતું.

  • તાજેતરમાં રાષ્ટ્રપતી રામનાથ કોવિંદએ ઉત્તરપ્રદેશ ખાતેથી સંત કબીર એકેડમી અને સંશોધન કેન્દ્ર સ્વદેશ દર્શન યોજનાનું લોન્ચિંગ કર્યું હતું.

  • તાજેતરમાં તુર્કીએ પોતાનું સંયુક્ત રાષ્ટ્રમાં નામ બદલીને Turkiye રાખ્યું છે.

  • તાજેતરમાં રાષ્ટ્રીય સુચના વિજ્ઞાન કેન્દ્રના નવા ડાયરેક્ટર જનરલ તરીકે રાજેશ ગેરા ની નિમણુક કરવામાં આવી છે.

  • તાજેતરમાં મિતાલી રાજે પોતાની નિવૃત્તિ અંગે જાહેરાત કરી છે.

  • તાજેતરમાં જાહેર થયેલા એન્વાયરમેન્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્ષ 2022માં ડેનમાર્ક પ્રથમ ક્રમે છે, યાદીમાં બીજા ક્રમપર યુ.કે. અને ત્રીજા ક્રમપર ફિનલેન્ડ છે, ભારત રેન્કિંગમાં સૌથી છેલ્લા ક્રમપર (180માં સ્થાને) રહ્યું છે.

  • તાજેતરમાં ભારતની DRDO દ્વારા ઓડીશા રાજ્યથી અગ્નિ-4 મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે, પરીક્ષણ ઓડીશાના .પી.જે.અબ્દુલ કલામ આઈસલેન્ડ ખાતેથી કરવામાં આવ્યું છે.

  • તાજેતરમાં જાહેર થયેલા ફૂડ સેફટી ઇન્ડેક્ષ 2022માં ગુજરાત બીજા ક્રમ પર છે.

  • તાજેતરમાં ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનો 107મો સભ્ય દેશ હંગેરી બન્યો છે.

  • તાજેતરમાં સમાચારમાં રહેલ ચિલ્કા તળાવ ઓડીશામાં આવેલ છે.

  • તાજેતરમાં જીલ્લા કૌશલ્ય વિકાસ યોજનામાં શ્રેષ્ઠતા માટે પુરસ્કારની બીજી આવૃત્તિ કે જે દિલ્હીમાં યોજાઈ હતી, આવૃત્તિમાં પ્રથમ જીલ્લો રાજકોટ છે.

  • તાજેતરમાં રામકૃષ્ણ મુક્કાવીલી UNGC દ્વારા વૈશ્વિક SDG પાયોનીયર તરીકે નામાંકિત થનાર પ્રથમ ભારતીય બન્યા છે.

  • તાજેતરમાં મનસુખ માંડવીયા દ્વારા આયુર્વેદ આહાર લોગો લોન્ચ કરવામાં આવ્યો છે.

  • હાલમાં આંતરરાષ્ટ્રીય એલ્યુમીનીયમ સંસ્થાનના અધ્યક્ષ સતીશ પાઈ બન્યા છે.

  • તાજેતરમાં લદ્દાખના પૈગોંગ સરોવરમાં 4G સર્વિસ ઉપલબ્ધ કરાવનાર પ્રથમ ટેલીકોમ કંપની રિલાયન્સ JIO બની છે.

  • તાજેતરમાં ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ સેલ્ફ સર્ટીફીકેશન પોર્ટલ શરુ કર્યું છે.

  • તાજેતરમાં બૈખો ઉત્સવ અસમ રાજ્યમાં મનાવવામાં આવ્યો.

  • તાજેતરમાં રાજસ્થાન રાજ્યએ ગર્ભવતી મહિલાઓ માટે કરોલી જીલ્લામાં વિશેષ આરોગ્ય સંભાળ અભિયાન આંચલ શરુ કરવામાં આવ્યું છે.

  • આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગનમોહન રેડ્ડી દ્વારા ACB 14400 નામની એપ લોંચ કરવામાં આવી છે, એપ ACB (એન્ટી કરપ્સન બ્યુરો) દ્વારા તૈયાર કરવામાં આવી છે.

  • 1 જૂન 2022ના રોજ તમામ પાત્ર લાભાર્થીઓને સંપૂર્ણ કોવીડ-19 રસીકરણ મળે તે સુનિશ્ચિત કરવા માટે દેશભરમાંહર ઘર દસ્તક 2.0 અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

  • રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતએ જાહેરાત કરી છે કે રાજ્યમાં વિવિધ રમતવીરો માટે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ આપવામાં આવશે અને સાથે સાથે ગ્રામીણ ઓલ્મ્પીક્સની પણ જાહેરાત કરી છે.

  • રાષ્ટ્રપતી કોવિંદએ UPના મગહરમાં કબીરચૌરા ધામ ખાતે સંત કબીર એકેડમી એન્ડ રીસર્ચ સેન્ટર નું ઉદ્ઘાટન કર્યું હતું.

  • તાજેતરમાં 15 જૂનના રોજ વિશ્વ પવન દિવસની ઉજવણી કરવામાં આવી, દિવસની શરૂઆત યુરોપમાં 2007માં અને વૈશ્વિક સ્તરે 2009માં થઈ હતી.

  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ ગોવામાં નેશનલ મ્યુઝીયમ ઓફ કસ્ટમ અને GST ધરોહર નું ઉદ્ઘાટન કર્યું.

  • તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીએ વૈશ્વિક પહેલ લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ (LIFE)” મૂવમેન્ટ શરુ કરી છે, તેમજ તેનું વિઝન એવી જીવનશૈલી જીવવાનું છે જે આપણા ગ્રહને અનુકુળ હોય અને તેણે નુકશાન પહોચાડે.

  • સ્વરૂપ કુમાર સાહાને પંજાબ એન્ડ સિંદ બેંકના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, સ્વરૂપ કુમાર સાહા કે જેઓ પંજાબ નેશનલ બેંકના એક્ઝીક્યુટીવ ડીરેક્ટર છે, તેઓએ એસ.કૃષ્ણનનું સ્થાન લીધું છે.

  • પંજાબ એન્ડ સિંદ બેકનું મુખ્યાલય : નવી દિલ્હી

  • પંજાબ એન્ડ સિંદ બેકની સ્થાપના : 24 જૂન 1908

  • ભારત અને ઇઝરાયલ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંરક્ષણ સહકારને મજબુત અને વધુ ગાઢ બનાવવાના ઉદેશ્યથીવિઝન સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે.

  • તાજેતરમાં તમિલનાડુ સરકારે નાન મુઘલવન (હું પ્રથમ) કાર્યક્રમ લોન્ચ કર્યો છે, કાર્યક્રમ હેઠળ તમિલનાડુ સરકારે હવે નલયા થીરન કૌશલ્ય કાર્યક્રમ શરુ કર્યો છે.

  • ભારતે ઓડીશાના .પી.જે.અબ્દુલ કલામ ટાપુ પરથી પરમાણુ ક્ષમતા ધરાવતી અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલ નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું, મિસાઈલની રેંજ 4000 કિલોમીટરની છે.

  • કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં નવનિર્મિત નેશનલ ટ્રાઇબલ રીસર્ચ ઇન્સ્ટીટયુટ નું ઉદ્ઘાટન કર્યું છે.

  • ઉત્તરપ્રદેશના અયોધ્યામાં પૂર્વ પ્રખ્યાત ક્રોસિંગનું નામ પ્રખ્યાત ગાયક ભારતરત્ન સ્વર્ગીય લતા મંગેશકરના નામ પરથી રાખવામાં આવશે.

  • તાજેતરમાં આસામમાં બૈખો ઉત્સવ ઉજવવામાં આવ્યો.

  • શુક્ર ગ્રહના વાતાવરણ વિષે માહિતી મેળવવા માટે DAVINCI 2029 નામનું મિશન NASA (અમેરિકા) દ્વારા લોન્ચ કરવામાં આવ્યું.

  • RBL બેંકના નવા MD & CEO આર.સુબ્રમણ્યમ કુમાર બન્યા છે.

  • એશિયા યુનિવર્સીટી રેન્કિંગની નવીનતમ આવૃત્તિ ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા 1 જૂન 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી, રેન્કિંગમાં ભારત ત્રીજો સૌથી વધારે પ્રતિનિધિત્વ ધરાવતો દેશ છે, જેમાં 71 ભારતીય સંસ્થાઓનો સમાવેશ થાય છે, અને યાદીમાં ટોપ 50માં સ્થાન મેળવનાર એકમાત્ર સંસ્થા ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ બેંગ્લોર છે, જે 42માં સ્થાને છે.

  • તાજેતરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વીપક્ષિય સંરક્ષણ સહકાર સંયુક્ત સૈન્ય તાલીમ કવાયત ભૂતપૂર્વ SAMPRITIX નું આયોજન 5 જૂનથી 16 જૂન 2022 દરમ્યાન બાંગ્લાદેશના જશોર મિલેટ્રી સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતુ.

  • બાંગ્લાદેશનાં વડાપ્રધાન : શેખ હસીના

  • ભારતીય સેનાએ બહુરાષ્ટ્રીય કવાયત ખાન ક્વેસ્ટ 2022માં ભાગ લીધો જેમાં મોંગોલિયામાં 16 અન્ય દેશોએ પણ ભાગ લીધો હતો, મોંગોલિયાના રાષ્ટ્રપતિ ઉખનાગિન ખુરેલસુખે યજમાન તરીકે કવાયતનું ઉદ્ઘાટન કર્યું હતું.

  • 8 જૂનના રોજ વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે ઉજવવામાં આવ્યો, વર્ષ 2022ની થીમ ટુગેધર વી આર સ્ટ્રોંગર રાખવામાં આવી હતી.

  • ભારતે ફાઈનલમાં પોલેન્ડને 6-4 થી હરાવીને સ્વીત્ઝરલૅન્ડના લુસાનેમાં રમાયેલી સૌપ્રથમ FIH હોકી 5s ચેમ્પિયનશીપ જીતી લીધી.

  • ભારતીય ગ્રાન્ડ માસ્તર ડી.ગુકેશએ સનવે ફોર્મેન્ટેરા ઓપન ચેસ ટુર્નામેન્ટ જીતી છે.

  • રાજસ્થાનના જોધપુરથી શરુ થયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટ માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, ભારત સરકારે 2015માં રમતગમતમાં તેમના યોગદાનમાટે પદ્મશ્રીથી નવાજ્યા હતા.

  • તાજેતરમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે હિમાચલ પ્રદેશ ડ્રોન નીતિ 2022ને મંજુરી આપી દીધી છે.

  • વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ગુજરાતમાં અમદાવાદના બોપલમાં ઈસરોના IN-SPACE સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે.

  • ભારતના મ્યુઝીક મેસ્ટ્રો .આર.રહેમાનને ઇન્ડો-યુકે કલ્ચર પ્લેટફોર્મના સીઝન ઓફ કલ્ચરના એમ્બેસેડર તરીકે નિમણુક કરવામાં આવ્યા છે.

  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનએ ગોવામાં નેશનલ મ્યુઝીયમ ઓફ કસ્ટમ્સ અને GST “ધરોહર નું ઉદ્ઘાટન કર્યું છે.

  • નેશનલ કમીશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડસ રાઈટ્સ (NCPCR) દ્વારા 12 થી 20 જૂન 2022 દરમ્યાન બાળ મજુરી વિરુદ્ધબાળ મજુરી નાબુદી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે.

  • ભારતમાં કર્નાટક ખાતે એશિયામાં સૌથી લાંબા દાંત ધરાવતો હાથી ભોગેશ્વરા નું 60 વર્ષની ઉમરે નિધન થયું છે.

  • તાજેતરમાં ગુજરાત રાજ્યએ 2019-20 દરમ્યાન પવન ઉર્જા ક્ષેત્રે 1468.45 મેગાવોટની સ્થાપિત ક્ષમતામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, સિદ્ધિ માટે 15 જૂનના રોજ નવી દિલ્હી ખાતે વાર્ષિક પુરસ્કારથી ગુજરાતનું સમ્માન કરવામાં આવ્યું હતું.

  • તાજેતરમાં ભારતમાં પ્રથમ ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ હૈદરાબાદ ખાતે સ્થાપવામાં આવ્યું છે.

  • તાજેતરમાં રણ અને દુષ્કાળ સામે લડવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 17 જૂનના રોજ મનાવવામાં આવ્યો.

  • તાજેતરમાં ચીન દેશએ અંતરીક્ષમાં 2030 સુધીમાં 1 મેગાવોટનું સોલાર પાવર સ્ટેશન સ્થાપવાની યોજના બનાવી છે.

  • તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીએ મહારાષ્ટ્રમાં શ્રીસંત તુકારામ મહારાજ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે.

  • તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ODI રેન્કિંગમાં ન્યુઝીલેન્ડ ટીમ પ્રથમ ક્રમાંક પર રહી છે.

  • તાજેતરમાં ગુજરાતની પહેલી શ્રમનિકેતન હોસ્ટેલ સાણંદ ખાતે બાંધવામાં આવશે.

  • તાજેતરમાં FIFA U-17 મહિલા વર્લ્ડ કપ - 2022નું આયોજન ભારતમાં કરવામાં આવશે, માટે સત્તાવાર ડ્રો 24 જૂન 2022માં કરવામાં આવશે.

  • તાજેતરમાં સમાચારમાં રહેલ પૃથ્વી-2 મિસાઈલની રેંજ 250 કિલોમીટર છે, મિસાઈલ DRDO દ્વારા વિકસાવવામાં આવી છે.

  • તાજેતરમાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) ના વડા તરીકે રંજના પ્રકાશ દેસાઈની નિમણુક કરવામાં આવી, તે જસ્ટીસ ચંદ્રમૌલી કુમાર પ્રસાદનું સ્થાન લેશે.

  • તાજેતરમાં છોકરી બાળ પંચાયત શરુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે.

  • યુવા સંસદ સભ્યોની 8મી વૈશ્વિક પરિષદ - 2022 ઈજીપ્ત ખાતે યોજાઈ હતી.

  • તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ વડોદરા નજીક ડભોઇ તાલુકાના કુંડેલા ગામમાં ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સીટીનો શિલાન્યાસ કર્યો.

  • તાજેતરમાં ચીનદેશએ SCO સભ્ય દેશ માટે સોલીડેરીટી 2023 નામની સંયુક્ત સરહદી અભિયાનનું આયોજન કરવાનો પ્રસ્તાવ મુક્યો છે.

  • તાજેતરમાં ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રાષ્ટ્રીય યોગ ઓલમ્પીયાડ 2022નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • તાજેતરમાં ફીફા વર્લ્ડ કપ 2026 ની મેજબાની કેનેડા, અમેરિકા અને મેક્સિકો દેશ કરશે.

  • ફીનલેન્ડની કુઓર્ટન ગેમ્સમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો.

  • દર વર્ષે વિશ્વ હાઈડ્રોગ્રાફી દિવસ 21 જૂનના રોજ મનાવવામાં આવે છે.

  • તાજેતરમાં ચર્ચામાં રહેલ અગ્નિવીર યોજનામાં ઉમેદવારોની ઉપલી વય મર્યાદા 23 વર્ષ કરવામાં આવી.

  • તાજેતરમાં કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટે ભારત અને દક્ષીણ એશિયાના શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટનો એવોર્ડ જીત્યો છે, તેનું નામ બેંગ્લોરના સ્થાપક કેમ્પે ગૌડા I ના નામ પરથી રાખવામાં આવ્યું છે.

  • તાજેતરમાં કતાર બ્રાન્ડ્ઝના મોસ્ટ વેલ્યુએબલ ગ્લોબલ બ્રાન્ડ્સ રીપોર્ટમાં 4 ભારતીય કંપનીઓને સ્થાન મળ્યું છે.

  • કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતના 37 સભ્યોની એથલેટીક્સ ટીમનું નેતૃત્વ નીરજ ચોપરા કરશે.

  • તાજેતરમાં ગુજરાતમાં અમદાવાદ શહેરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામા આવી.

  • તાજેતરમાં GST કાઉન્સિલની 47મી બેઠકનું આયોજન શ્રીનગરમાં કરવામાં આવશે, અધ્યક્ષતા નાણાપ્રધાન નિર્મલા સિતારમન દ્વારા કરવામાં આવશે.

  • તાજેતરમાં સમાચારમાં રહેલ પેમેન્ટસ વિઝન 2025 દસ્તાવેજ RBI દ્વારા બહાર પાડવામાં આવ્યો.

  • તાજેતરમાં એન.જે.ઓઝાને (મનરેગા) મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેંટી યોજના હેઠળ બે વર્ષ માટે લોકપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

  • તાજેતરમાં નવી દિલ્હીમાં જીલ્લા કૌશલ્ય વિકાસ યોજનામાં (DSDP એક્સેલેન્સ એવોર્ડ) શ્રેષ્ઠતા માટેના પુરસ્કારોની બીજીઆવૃત્તિ યોજાઈ હતી.

  • કર્નાટક સરકારે યોજનાઓ આધારિત સિંગલ-વિન્ડો રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રેશન એન્ડ ઇન્ટીગ્રેટેડ બેનીફીશીયરી ઇન્ફોર્મેશન સીસ્ટમ અથવાફ્રુટ્સ સોફ્ટવેર શરુ કર્યું છે.

  • કર્નાટકની રાજધાની બેન્ગ્લુરુંમાં ભારતનું પ્રથમ કેન્દ્રીયકૃત સર એમ. વિશ્વેશ્વરૈયા એસી રેલ્વે ટર્મિનલ કાર્યરત કરવામાં આવ્યું છે, તેમાં સોલાર રુફટોપ અને વરસાદી પાણીના સંગ્રહની સુવિધા પણ છે.

  • સમગ્ર ભારતમાં તમામ ATM પર રોકડ ઉપાડ શરુ કરવા માટે પેમેન્ટ સોલ્યુશન્સ પ્રોવાઈડર Omnicard પ્રથમ RBI લાઈસન્સ પ્રાપ્ત PPI (પ્રીપેઈડ પેમેન્ટ ઇન્સટ્રુમેન્ટ) બની ગયું છે.

  • તાજેતરમાં નિખાલસતા અને લોકભાગીદારીને પ્રોત્સાહિત કરવામાટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય એવોર્ડ પોર્ટલ શરુ કર્યું છે.

  • નેશનલ -ગવર્નન્સ સર્વિસ ડીલીવરી એસેસમેન્ટ (NeSDA) રીપોર્ટ 2021 તાજેતરમાં પ્રકાશિત થયો છે જેમાં કેરળ ટોચ પર રહ્યું છે.

  • કોઇમ્બતુર અને શિરડી વચ્ચે સંચાલિત થનારી પ્રથમ ટ્રેનને ભારતીય રેલ્વેની ભારત ગૌરવ યોજના હેઠળ એક ખાનગી ઓપરેટર દ્વારા મંજુરી આપવામાં આવી હતી.

  • તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં રાજભવન ખાતે જલ ભૂષણ ભવન અને ક્રાંતિકારીઓની ગેલેરી નું ઉદ્ઘાટન કર્યું છે, પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્યમંત્રી અજીત પવાર, પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે અને રાજ્યના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પણ હાજર રહ્યા હતા.

  • ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસીસ્ટમ રેન્કિંગ્સ (GSER) વૈશ્વિક અહેવાલમાં કેરળ એશિયામાં ટોચ પર છે.

  • તાજેતરમાં હિમાચલમાંઉન્મેશ ઇન્ટરનેશનલ લીટરેચર ફેસ્ટીવલનો પ્રારંભ થયો છે, ડબલિનના ગાયેટી થીયેટરમાં ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવ ઉન્મેશનો પ્રારંભ થયો, મહોત્સવનું ઉદ્ઘાટન કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલએ કર્યું હતું.

  • તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનએ આઠ વર્ષથી ઓછી ઉમરના વિદ્યાર્થીઓમાં કોવીડ રોગચાળાને કારણે શીખવાના અંતરને દુર કરવામાટે એનમ એઝુથુમ યોજનાની શરૂઆત કરી છે.

  • કેરીની નિકાસને વેગ આપવા માટે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરીટી (APEDA) દ્વારા બહેરીનમાં આઠ દિવસીય મેંગો ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે.

  • નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઔદ્યોગિક ડીકાર્બનાઈઝેશન સમીટ 2022નું ઉદ્ઘાટન કર્યું હતું.

  • ભારતીય રાજદ્વારી અમનદીપસિંહ ગીલને ટેકનોલોજી પર સંયુક્ત રાષ્ટ્રના વડાના દૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

  • તાજેતરમાં ઢાકામાં બંગાળની ખાડીના મલ્ટી-સેક્ટરલ ટેકનીકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન ઈનીશીએટીવ (BIMSTEC)ના સચિવાલયે BIMSTEC દિવસ 6 જૂનના રોજ પ્રાદેશિક સંગઠનની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી.

  • ચીન દેશએ ચંદ્રનો નવો ભૌગોલિક નકશો બહાર પાડ્યો છે, તે અત્યાર સુધીનું સૌથી વિગતવાર વર્ણન છે. વ્યાપક નકશો 1:2, 500,000 ના માપનો છે.

  • ભારત સરકારે 2022ના અંત સુધીમાં મધ્યપ્રદેશના કુનો પાલપુર ખાતે સૌથી ઝડપી પ્રાણી ચિત્તાને જંગલમાં લાવવામાટે દક્ષીણ આફ્રિકા અને નામિબિયા સાથે સમજુતી કરી છે. દક્ષીણ આફ્રિકામાંથી 12 અને નામિબિયા માંથી 8 ચિત્તા આગામી વર્ષોમાં લાવવામાં આવશે.

  • ઇન્ડોનેશિયન નૌકાદળ અને ભારતીય નૌકાદળના એકમો વચ્ચે 38મી ઇન્ડિયા-ઇન્ડોનેશિયા કોઓર્ડીનેટેડ પેટ્રોલ (IND-INDO CORPAT) 13 થી 14 જૂન દરમ્યાન આંદામાન સમુદ્ર અને મલાક્કા સામુદ્રધૂનીમાં યોજાઈ.

  • તાજેતરમાં બેલ્જીયમના બ્રેસેલ્સમાં પ્રથમ વખત ઇન્ડીયા-યુરોપીયન યુનિયન (EU) સિક્યોરીટી એન્ડ ડીફેન્સ કન્સલ્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • યુક્રેન યુદ્ધ બાદ રીફાઇનર્સ ભારે ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ રશિયન ક્રુડની ખરીદી કરી રહ્યા હોવાથી રશિયા ઈરાક પછી સાઉદી અરેબિયાને પાછળ છોડીને ભારતનું બીજા નંબરનું સૌથી મોટું ઓઈલ સપ્લાયર બની ગયું છે.

  • ઈજીપ્તના શર્મ-અલ-શેખમાં જળવાયું પરિવર્તનના વિષય પર ચર્ચા કરવા માટે યુવા સાંસદોની આઠમી વૈશ્વિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.

  • તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીને આવતા મહીને મમલ્લપૂરમમાં યોજાનારા 44માં ચેસ ઓલમ્પીયાડના લોગો અને માસ્કોટનું અનાવરણ કર્યું. 28 જુલાઈથી 10 ઓગસ્ટ વચ્ચે 180થી વધુ દેશોના આશરે 2000 જેટલા ખેલાડીઓ ભાગ લેવાના છે.

  • તાજેતરમાં યજમાન હરિયાણાએ આખરી દિવસે 52 ગોલ્ડમેડલ સાથે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021નું ટાઈટલ જીત્યું હતું, હરિયાણાએ 39 સિલ્વર અને 46 બ્રોન્ઝ ચંદ્રકો  પણ જીત્યા હતા, જેના કારણે કુલ ચંદ્રકોની સંખ્યા 137 થઈ હતી, ઇવેન્ટમાં મહારાષ્ટ્ર બીજા અને કર્નાટક ત્રીજા ક્રમ પર રહ્યું હતું.

  • બે વખતના ઓલ્મ્પીયન અને બે વખત એશીયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા લાંબા અંતરના મહાન હરી ચંદનું જલંધર ખાતે અવસાન થયું છે.

  • ભારતના જેવલીન થ્રોઅર નીરજ ચોપરાએ ફિનલેન્ડમાં પાવો નુરમી ગેમ્સમાં 89.30 મીટર દુર ભાલો ફેકીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.

  • મેક્સિકોના લાયોન ખાતે યોજાયેલી IWF યુથ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય વેઇટલીફ્ટ સનાપતી ગુરુનાયડુએ પુરુષોની 55 કિગ્રા વર્ગની ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

  • તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને દાખલ કરવા માટે 17મો શાળા પ્રવેશોત્સવ અભિયાન શરુ કર્યું છે.

  • ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (IIT) મદ્રાસે માનવીય હસ્તક્ષેપ વિના સેપ્ટિક ટેન્કને સાફ કરવા માટે એક રોબોટ વિકસાવ્યો છે.

  • તેલંગાણા સરકારે બેન્ગ્લુરુંમાં એલેસ્ટ સાથે હૈદરાબાદમાં ભારતનું પ્રથમ ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ સ્થાપવા માટે એક MoU પર હસ્તાક્ષર કર્યા છે, તેની સ્થાપના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના ઇન્ડિયા સેમીકન્ડકટર મિશન પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવશે.

  • તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ IISC બેન્ગ્લુરુંમાં સેન્ટર ફોર બ્રેઈન રીસર્ચનું ઉદ્ઘાટન કર્યું હતું, તેમજ બાગચી પાર્થસારથી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો પણ શિલાન્યાસ કર્યો હતો.

  • કર્નાટકના મુખ્યમંત્રી : બસવરાજ બોમ્મઈ

  • તાજેતરમાં આયુષ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે બે વ્યક્તિઓ અને બે સંસ્થાઓને વિશ્વમાં તેમના યોગદાનને માન્યતા આપવા માટે વર્ષ 2022 માટેયોગના વિકાસ અને  સંવર્ધનમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે પ્રધાનમંત્રી પુરસ્કાર આપવામાં આવ્યા.

  • બે વ્યક્તિઓમાં લદાખના લેહના મિસ્ટર ભિખ્ખુ સંઘાસેના અને બ્રાઝીલના શ્રી માર્કસ વિનીસીયસ રોજો રોડ્રીક્સ... અને
  • બે સંસ્થાઓ પૈકી ડિવાઈન લાઈફ સોસાયટી, ઉતરાખંડ અને બ્રિટીશ વ્હીલ ઓફ યોગા, યુનાઈટેડ કિંગડમ.

  • તાજેતરમાં બેન્ગ્લુરુંમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડો.બી.આર.આંબેડકર સ્કુલ ઓફ ઇકોનોમિક્સ (BASE) યુનિવર્સીટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું.

  • કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરીએ બાંધકામ કામદારોના કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે નિપુણ (NIPUN) પ્રોજેક્ટ શરુ કર્યો છે.

Post a Comment

0 Comments