અભયારણ્યો, ગુજરાતના અભયારણ્યો, ભારતના અભયારણ્યો

|| અભયારણ્યો ||

    * એવો વિસ્તાર કે જ્યાં કોઈ વિશિષ્ટ પ્રકારની પ્રજાતિઓ ના સંરક્ષણ માટે આરક્ષિત કરવામાં આવ્યો હોય અથવા તો કોઈ પણ પ્રજાતિઓના સંરક્ષણ માટે આરક્ષિત કરવામાં આવ્યો હોય તેને અભ્યારણ કહેવામાં આવે છે.

    * અભ્યારણ પણ રાષ્ટ્રીય ઉદ્યાન જેમ વન્ય જીવોની સુરક્ષા સંબંધિત છે.

    * માનવીના હરવા-ફરવા અને પાલતુ પ્રાણીઓ ના ચરણ પર પ્રતિબંધ નથી પરંતુ પ્રાણીઓના શિકાર કરવા પર પ્રતિબંધ છે.

    * અહીંયા કોઈ એક પક્ષી કે એક પ્રાણીઓને સાચવવા પર વધુ ધ્યાન આપવામાં આવે છે.

    * અભ્યારણમાં વૈજ્ઞાનિક સંશોધનો માટે પ્રવાસ-પર્યટન તથા દવાઓ ની બનાવટ માટે આરોગ્યલક્ષી સંશોધન વગેરે માટે છૂટછાટ આપવામાં આવે છે.

    * વન્યજીવ અભ્યારણ ની ઘોષણા રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે જેમાં સીમા નિર્ધારણ માટે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની માન્યતા અનિવાર્ય છે.

    * એક અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફેરવી શકાય છે જ્યારે એક રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં ફેરવી શકાતું નથી.

    * દેશમાં સૌથી વધુ 94 વન્યજીવ અભ્યારણ્ય અંદમાનનિકોબાર દ્વીપસમૂહ માં આવેલા છે.

    * દચિગામ એકમાત્ર અભ્યારણ છે કે જ્યાં કાશ્મીરી કસ્તુરી મૃગ મળી આવે છે.

    * ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય સુરખાબનગર અભયારણ્ય છે જે કચ્છમાં આવેલું છે અને સૌથી નાનું અભયારણ્ય પોરબંદર પક્ષી અભયારણ્ય છે.

❤ ગુજરાતના અભયારણ્યો ❤


(ફોટો ક્લીયર ના દેખાય તો ફોટા પર ક્લિક કરીને ફોટો ઓપન કરો, આભાર)

|| ગીર અભયારણ્ય ||

* આ અભયારણ્ય જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે.
* આ અભયારણ્ય નો સૌથી વધુ ભાગ જૂનાગઢ જિલ્લામાં છે.
* આ એક પ્રાકૃતિક અભ્યારણ છે.
* સ્થાપના :- 1965
* વિસ્તાર :- 1153.42 ચોરસ કિલોમીટર
* મુખ્ય પ્રજાતિઓ :- સિંહ, ચિત્તો, ઝરખ, દીપડો, ચિતલ, વાંદરા, સાબર, ચોશિંગા, કાળિયાર, પેંગોલિન, જંગલી બિલાડી...

|| નળ સરોવર પક્ષી અભ્યારણ ||

* આ અભયારણ્ય સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં આવેલું છે.
* આ અભયારણ્ય સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં અને અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલું છે.
* સ્થાપના  :- 1969 
* વિસ્તાર  :- 120.82 ચોરસ કિલોમીટર
* ગુજરાતની એકમાત્ર રામસર સાઈટ છે.
* આ સરોવરની મહત્તમ ઊંડાઈ 2.7 મીટર છે.
* આ જળાશય 12000 હેક્ટર જેટલો ફેલાવો ધરાવે છે. 
* આ અભયારણ્યમાં સરેરાશ 1,14,128 જેટલા પક્ષીઓનું આશ્રયસ્થાન છે. 
* નળ સરોવર નો સૌથી મોટો ટાપુ પાનવડ છે.
* આ અભયારણ્યની મુલાકાત નો શ્રેષ્ઠ સમય :- નવેમ્બરથી ફેબ્રુઆરી 
* મુખ્ય પ્રજાતિઓ :- સુરખાબ, બગલાઓ, બતક, બાજ, spoonbill, સ્થળાંતર પક્ષીઓ, યાયાવર પક્ષીઓ, જળચર પક્ષીઓ...

|| ઘુડખર અભયારણ્ય ||

* આ અભયારણ્ય કચ્છનું નાનું રણ અને સુરેન્દ્રનગર (ધાંગધ્રા) જિલ્લામાં આવેલ છે.
* સ્થાપના :- 1973 
* વિસ્તાર :- 4953.70 ચોરસ કિલોમીટર 
* આ અભયારણ્યની સ્થાપના 1973માં વન્યજીવન સુરક્ષા ધારો ૧૯૭૨ હેઠળ કરવામાં આવી હતી. 
* વન વિભાગ દ્વારા આ અભયારણ્યને યુનેસ્કોના મેન એન્ડ બાયોસ્ફિયર (MAB) કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યું છે.
* ભારતના મીઠાના કુલ ઉત્પાદનમાં થી 25% મીઠું આ વિસ્તારમાં પકવવામાં આવે છે. 
* ભારતનું સૌથી મોટું ઘુડખર અભયારણ્ય છે. 
* મુખ્ય પ્રજાતિઓ :- ઘુડખર, દીપડા, કાળિયાર, વરૂ, નીલગાય, શિયાળ, જંગલી ભૂંડ, પક્ષીઓ, રણલોકડી, ચિંકારા.... 

|| જેસોર રીંછ અભયારણ્ય ||

* આ અભયારણ્ય બનાસકાંઠા જિલ્લામાં (અમીરગઢ) આવેલું છે. 
* સ્થાપના :- 1978 
* વિસ્તાર :- 180.66 ચોરસ કિલોમીટર 
* ગુજરાતનું સૌથી મોટું રીંછ અભયારણ્ય છે. 
* મુખ્ય પ્રજાતિઓ :- દીપડો, રીંછ, સાંભર, નીલગાય, ભૂંડ, શાહુડી, જરખ, અન્ય પક્ષીઓ....

|| બરડો અભયારણ્ય ||

* આ અભયારણ્ય પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલું છે. 
* સ્થાપના :- ફેબ્રુઆરી 1979 
* વિસ્તાર :- 192.31 ચોરસ કિલોમીટર 
* આ એક પ્રાકૃતિક અભયારણ્ય છે. 
* આ અભયારણ્ય ઊંચાઈવાળા વિસ્તાર પર આવેલું છે. 
* આ અભયારણ્યનું ભૃપૃષ્ઠ ડુંગરાળ છે. 
* અહીં બિલેશ્વરી અને જોધરી નદી વહે છે.  
* અહીં ખંભાલા અને ફોડારા બંધો આવેલા છે.
* આ અભયારણ્ય એશિયાઈ સિંહો માટે તૈયાર કરવામાં આવ્યું હતું. 
* મુખ્ય પ્રજાતિઓ :- મુખ્યત્વે તૃણભક્ષી પ્રાણીઓ ઉપરાંત સિંહ, દીપડો, જંગલી, ભૂંડ, સાંભર, વાંદરા, નીલગાય, હરણ, ચિતલ....

|| મરીન અભયારણ્ય ||

* આ અભયારણ્યનું બીજું નામ સામુદ્રિક અભયારણ્ય તથા પીરોટન ટાપુ દરિયાઈ અભયારણ્ય છે. 
* આ અભયારણ્ય દેવભૂમિ દ્વારકા થી જામનગર સુધી વિસ્તરેલું છે. 
* આ અભયારણ્ય નો દરિયા કિનારો ઓખામંડળ થી જોડીયા સુધી ફેલાયેલો છે. 
* સ્થાપના :- 1980 
* વિસ્તાર :- 295.03 ચોરસ કિલોમીટર 
* મુખ્ય પ્રજાતિઓ :- ડોલ્ફિન, લોબસ્ટર, દરિયાઈ ઘોડા, ઓક્ટોપસ, માછલી, પરવાળા, દરિયાઈ જીવસૃષ્ટિ, જેલીફિશ, કાલુ માછલી, ડુગોંગ....

|| હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય ||

* આ અભયારણ્ય રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલું છે. 
* સ્થાપના :- 1980 
* વિસ્તાર :- 6.54 ચોરસ કિલોમીટર 
* આ અભયારણ્યની સ્થાપના 1980માં અને 1984 માં આ જગ્યાએ પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રની સ્થાપના થઈ હતી. 
* ગુજરાતનું સૌથી મોટું પ્રાકૃતિક તાલીમ કેન્દ્ર છે. 
* અહીં પ્રાકૃતિક શિક્ષણ આપવામાં આવે છે. 
* હિંગોળગઢ નું પ્રબંધન કાર્ય ગાંધીનગરની ગીર ફાઉન્ડેશન સંસ્થા કરે છે. 
* આ અભયારણ્યમાં ભીમકુઇ નામની પ્રસિદ્ધ જગ્યા આવેલી છે. 
* આ અભયારણ્યનો લીલોતરી ધરાવતો ટૂકડો અલગ તરી આવે છે.
* આ અભયારણ્યમાંથી એક ચોમાસું ઝરણું પણ વહે છે.
* મુખ્ય પ્રજાતિઓ :- ચિંકારા, હંસ, વરુ, શિયાળ, નીલગાય, ઝરખ, શાહુડી, સ્થળાંતરીય પક્ષીઓ....

|| નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય ||

* આ અભયારણ્ય કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે. 
* આ પ્રાકૃતિક અભયારણ્ય છે. 
* સ્થાપના :- 1981 
* વિસ્તાર :- 444 23 ચોરસ કિલોમીટર 
* મુખ્ય પ્રજાતિઓ :- ઝરખ, ચિંકારા, શિયાળ, જંગલી બિલાડી, ઘોરાડ, નીલગાય, હેણોતરો, વરુ, જંગલી શિયાળ....

|| ખીજડીયા પક્ષી અભયારણ્ય ||

* આ અભયારણ્ય જામનગર જિલ્લામાં આવેલું છે. 
* સ્થાપના :- 1981 
* વિસ્તાર :- 6.05 ચોરસ કિલોમીટર (605 હેક્ટર) 
* વિશ્વમાં આશરે 8600 જાતના પક્ષી હોવાનો અંદાજ છે જેમાં 1230 જાતના ભારતમાં, 453 જાતના ગુજરાતમાં અને 252 જાતના જામનગરમાં જોવા મળે છે. 
* જમીન પર, ઝાડ પર અને પાણીમાં તરતાં આમ ત્રણ પ્રકારના માળા અહીં જોવા મળે છે. 
* આ અભયારણ્યમાં સપ્ટેમ્બરથી એપ્રિલ દરમિયાન બહારથી આવતા પ્રવાસીઓ પક્ષીની 150 જાતો શિયાળો ગાળવા આવતી જોવા મળે છે.
* મુખ્ય પ્રજાતિઓ :- પક્ષી, કુંજ, પેઇન્ટેડ સ્ટોક, બગલા, જળ હળ, ઇન્ડિયન સ્કીમર.....

|| રતન મહાલ રીંછ અભ્યારણ ||

* આ અભયારણ્ય દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલું છે. 
* સ્થાપના :- 19 માર્ચ 1982 
* વિસ્તાર :- 55.65 ચોરસ કિલોમીટર 
* આ અભયારણ્યનો વિસ્તાર આઝાદી પહેલા ચાંપાનેર રાજ્યની હકુમત હેઠળ આવતો હતો.
* મુખ્ય પ્રજાતિઓ :- રીંછ, ચિંકારા, ઝરખ, નિલગાય, દીપડો....

|| શૂરપાણેશ્વર અભયારણ્ય ||

* આ અભયારણ્યનું બીજું નામ ડુમખલ અભયારણ્ય છે. 
* આ અભયારણ્ય નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા ખાતે આવેલું છે. 
* સ્થાપના :- 1982 
* વિસ્તાર :- 607.70 ચોરસ કિલોમીટર 
* આ અભયારણ્ય નર્મદા નદીના દક્ષિણ કાંઠે આવેલ છે. 
* આ અભયારણ્યની સીમા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. 
* આ અભયારણ્યના ઉંડાણના ભાગમાં ઝરવાણી ધોધ આવેલો છે જ્યાં કેવડિયા ખાતે પહોંચી શકાય છે. 
* આ અભયારણ્યની સ્થાપના સ્લોથ બિઅર રીંછના રક્ષણ માટે કરવામાં આવી હતી. 
* ભૂખરા ટપકા વાળી બિલાડી આ અભયારણ્ય ખાતે 1991ના સમયમાં જોવા મળી હતી.
* મુખ્ય પ્રજાતિઓ :- રીંછ, દીપડો, વાંદરા, ચોસિંગા, જરખ, ઉડતી ખિસકોલી....

|| સુરખાબનગર અભયારણ્ય ||

* આ અભયારણ્યનું બીજું નામ કચ્છ રણ અભ્યારણ્ય છે. 
* આ અભયારણ્ય કચ્છ જિલ્લાના રાપર તાલુકાના મોટા રણ ખાતે આવેલું છે. 
* સ્થાપના :- 1986 
* વિસ્તાર :- 7506.22 ચોરસ કિલોમીટર 
* આ અભયારણ્ય સૌથી મોટું અભયારણ્ય છે.
* મુખ્ય પ્રજાતિઓ :- ફ્લેમિંગો, સારસ, નીલગાય, શિયાળ, ઝરખ, ચિંકારા, પેલિકન....

|| પોરબંદર પક્ષી અભયારણ્ય ||

* આ અભયારણ્ય પોરબંદર જિલ્લામાં આવેલ છે. 
* સ્થાપના :- નવેમ્બર 1988   
* વિસ્તાર :- 0.09 ચોરસ કિલોમીટર 
* શહેરી માનવ વસ્તી વચ્ચે આવેલું હોય તેવું ગુજરાતનું એક માત્ર અભ્યારણ્ય છે. 
* આ અભયારણ્યમાં ૧૫૦થી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયા છે. 
* ફ્લેમિંગો માટે અહીં pink સેલિબ્રેશન યોજાય છે. 
* આ અભયારણ્ય ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય છે. 
* મુખ્ય પ્રજાતિઓ :- સુરખાબ, સારસ, રાજહંસ, પેલિકન, બતક, યાયાવર પક્ષીઓ....

|| ગાગા અભ્યારણ્ય ||

* આ અભયારણ્યનું બીજું નામ મહાગંગા અભયારણ્ય પણ છે. 
* આ અભયારણ્ય દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલું છે. 
* સ્થાપના :- નવેમ્બર 1988  
* વિસ્તાર :- ૩.૩૩ ચોરસ કિલોમીટર 
* આ અભયારણ્ય ખાસ વિસ્તાર તેમજ ગોરાડુ જમીન ધરાવે છે. 
* મુખ્ય પ્રજાતિઓ :- ઘોરાડ, પક્ષી, જળચર પક્ષી, વરુ, શિયાળ....

|| થોળ પક્ષી અભ્યારણ ||

* આ અભયારણ્ય મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલ છે.
* સ્થાપના :- 1988 
* વિસ્તાર :- 6.99 ચોરસ કિલોમીટર 
* થોળ તળાવ પાસે થોળ ગામ નજીક આવેલું કુત્રિમ તળાવ છે. 
* તે તળાવ સિંચાઈ માટે ૧૯૧૨માં બનાવવામાં આવ્યું હતું તે મીઠા પાણીનું તળાવ છે અને તેને 1988માં અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું. 
* અહીં 150 જાતના પક્ષી રહે છે જેમાં ૬૦ ટકા ( 90 જાતી ) પાણીનાં પક્ષીઓ છે. 
* આ વિસ્તારના પર્યાવરણને ૧૯૮૬ ના કાયદા મુજબ આ રક્ષિત કરવામાં આવ્યું છે. 
* મુખ્ય પ્રજાતિઓ :- રાજહંસ, બતક, સારસ, ફ્લેમિંગો, હંસ.....

|| રામપરા અભયારણ્ય ||

* આ અભયારણ્ય મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલું છે. 
* સ્થાપના :- 1988 
* વિસ્તાર :- 15.10 ચોરસ કિલોમીટર 
* અભયારણ્ય ની ફરતે આવેલ  ટેકરી આ અભયારણ્યની સરહદ છે. 
* અભયારણ્ય ની વચ્ચે આવેલો નિરીક્ષણ મિનારો મુલાકાતીઓને અભયારણ્યના દ્રશ્યોને માણવાની પુરતી તક આપે છે. 
* આ અભયારણ્યમાં 2 નાનકડા ઝરણાં પણ જોવા મળે છે. 
* આ અભયારણ્યમાં 280 જાતની વનસ્પતિ 130 જાતના પક્ષીઓ અને ૨૦ કરતાં વધુ સસ્તન અને સરીસૃપ જોવા મળે છે. 
* આ એક પ્રાકૃતિક અભયારણ્ય છે. 
* મુખ્ય પ્રજાતિઓ :- ચિંકારા, નીલગાય, શિયાળ, વરુ, જરખ....

|| બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય ||

* આ અભયારણ્ય બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલું છે 
* સ્થાપના :- 7 august 1989 
* વિસ્તાર :- 542.08 ચોરસ કિલોમીટર 
* આ અભયારણ્યમાં થી બાલારામ નદી વહે છે. 
* અહીં ખાંણ ઉદ્યોગના વિકાસને કારણે તેને નુકસાન પહોંચ્યું છે. 
* મુખ્ય પ્રજાતિઓ :- નીલગાય, રીંછ, દીપડો, વરુ, ઝરખ, જંગલી, બિલાડી, પક્ષીઓ....

|| પાનીયા અભયારણ્ય ||

* આ અભયારણ્ય અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલ છે. 
* સ્થાપના :- 1989 
* વિસ્તાર :- 39.63 ચોરસ કિલોમીટર 
* આ અભયારણ્યને ચાચાઈ પાણીયા અભ્યારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. 
* મુખ્ય પ્રજાતિઓ :- સિંહ, ચિતલ, હરણ, દીપડો, ચોશિંગા, હરણ, વરુ, પેંગોલિન, બ્લુબુલ....

|| બરડીપાડા અભયારણ્ય ||

* આ અભયારણ્યનું બીજું નામ પૂર્ણા અભયારણ્ય છે. 
* આ અભયારણ્ય ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. 
* સ્થાપના :- july 1990 
* વિસ્તાર :- 160.84 ચોરસ કિલોમીટર 
* આ અભયારણ્ય પૂર્ણા નદી તેમજ તેની ઉપનદી ગિરા નદી ની બાજુમાં આવેલું છે. 
* આ જંગલોમાં વર્ષે 2500 મિલિમીટર કરતાં પણ વધુ વરસાદ પડે છે જેથી ગુજરાતના સૌથી ગાઢ જંગલો આવેલા છે. 
* 700 જેટલી વનસ્પતિ વિવિધતા તથા 139 જેટલી પક્ષી ની પ્રજાતિઓ 1999 થી 2003 ના સમયગાળામાં નોંધવામાં આવી હતી. 
* 116 જેટલી કરોળિયા ની પ્રજાતિઓ 2000 થી 2001 ના સમયગાળામાં નોંધવામાં આવી હતી. 
* મુખ્ય પ્રજાતિઓ :- વાંદરા, સાબર, હરણ, દીપડો, ઝરખ, ચિતલ.... 

|| જાંબુઘોડા અભયારણ્ય ||

* આ અભયારણ્ય પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે આવેલ છે. 
* સ્થાપના :- મે 1990 
* વિસ્તાર :- 130.38 ચોરસ કિલોમીટર 
* આ અભયારણ્ય ચાપાનેર થી 20 કિલોમીટર ના અંતરે આવેલ છે અને વડોદરાથી 90 કિલોમીટરના અંતરે આવેલ છે. 
* આ અભયારણ્યમાં બનાવવામાં આવેલા બે બંધ કડાડેમ અને ટારગોલ ડેમમાંથી પોતાની પાણીની જરૂરિયાત પૂરી કરે છે. 
* જાંબુઘોડા અભયારણ્ય ની એક લાક્ષણિકતા એ પણ છે કે તે પર્વતીય વિસ્તારમાં આવેલું એક જૂજ માનવ વસવાટ ધરાવતું અભયારણ્ય છે. 
* આઝાદી પહેલાં આ વિસ્તાર જાંબુઘોડા રજવાડા સાથે સંકળાયેલ હતો. 
* મુખ્ય પ્રજાતિઓ :- રીંછ, દીપડો, જંગલી, બિલાડી, ઝરખ, વરુ, ચોશિંગા હરણ, કાળીયાર....

|| કચ્છ ઘોરાડ અભયારણ્ય ||

* આ અભયારણ્ય કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના નલિયા ખાતે આવેલું છે. 
* સ્થાપના :- જુલાઇ 1992  
* વિસ્તાર :- 2.03 ચોરસ કિલોમીટર 
* આ અભયારણ્ય નલિયા પાસે જખો ગામની નજીક આવેલું છે. 
* આ અભયારણ્ય લાલા પર જણ ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે. 
* મુખ્ય પ્રજાતિઓ :- ઘોરાડ, ચિંકારા, વરુ, હુંબારા, બસ્ટાર્ડ, નીલગાય....

|| મિતિયાલા અભયારણ્ય ||

* આ અભયારણ્ય અમરેલી ખાતે આવેલ છે.
* સ્થાપના :- 2004 
* વિસ્તાર :- 18.22 ચોરસ કિલોમીટર 
* આ એક પ્રાકૃતિક અભયારણ્ય છે. 
* મુખ્ય પ્રજાતિઓ :- સિંહ, દીપડો, ચિતલ, હરણ, સાંભર, ચિંકારા.....

|| ગીરનાર અભયારણ્ય ||

* આ અભયારણ્ય જુનાગઢ ખાતે આવેલું છે.
* સ્થાપના :- 2008 
* વિસ્તાર :- 178.87 ચોરસ કિલોમીટર 
* મુખ્ય પ્રજાતિઓ :- એશિયાટિક સિંહ 

|| કામધેનું અભયારણ્ય ||

* આ અભયારણ્ય પોરબંદર જીલ્લામાં (ધરમપુર, રાણાવાવ ખાતે) આવેલું છે. 
* સ્થાપના :- 2015 
* ગુજરાતમાં ગાયો માટે નું એક માત્ર અભયારણ્ય એટલે કામધેનું અભયારણ્ય.

❤ ભારતના અભયારણ્યો ❤

|| જમ્મુકાશ્મીર માં આવેલા અભયારણ્યો ||

* અચબલ અભયારણ્ય 
* બાલતાલ અભયારણ્ય 
* ગુલમાર્ગ અભયારણ્ય 
* હીરપોરા અભયારણ્ય  
* હોકારસર અભયારણ્ય 
* કાનજી અભયારણ્ય 
* કારાકોરમ અભયારણ્ય 
* લાચીપોરા અભયારણ્ય 
* લીમબર અભયારણ્ય 
* નંદીની અભયારણ્ય 
* રામનગર અભયારણ્ય 
* સુરીનસર માનસર અભયારણ્ય 
* તોનગ્રી અભયારણ્ય 

|| રાજસ્થાનમાં આવેલા અભયારણ્યો ||

* સારિસ્કા અભયારણ્ય
* બારેથા અભયારણ્ય 
* બાસી અભયારણ્ય 
* ચંબલ અભયારણ્ય 
* ગરહિલ અભયારણ્ય 
* જૈસમંદ અભયારણ્ય 
* જસવંત સાગર અભયારણ્ય 
* જવાહર સાગર અભયારણ્ય 
* કેવલાદેવી અભયારણ્ય
* કુંભલગઢ અભયારણ્ય 
* નહારગઢ અભયારણ્ય 
* રામગઢ વિશધારી અભયારણ્ય 
* સવાઈ માનસિંહ અભયારણ્ય 
* સોંઢા માતા અભયારણ્ય 
* તાલ છપર અભયારણ્ય 
* વન વિહાર અભયારણ્ય

|| મધ્યપ્રદેશમાં આવેલા અભયારણ્યો ||

* બોરી અભયારણ્ય 
* ગાંધી સાગર અભયારણ્ય 
* બાગદરા અભયારણ્ય 
* કરેરા અભયારણ્ય 
* કેન ધારીયાલ અભયારણ્ય 
* કુનો અભયારણ્ય 
* નરસિંહગઢ અભયારણ્ય 
* નેશનલ ચંબલ અભયારણ્ય 
* પંચમઢી અભયારણ્ય 
* નૌરાદેહી અભયારણ્ય 
* ફેન અભયારણ્ય 
* ફનપથા અભયારણ્ય 
* રાતાપાણી ટાઈગર રીઝર્વ
* સરદારપુર અભયારણ્ય 
* સિંઘોરી અભયારણ્ય 
* સિંચૌલી અભયારણ્ય 
 
|| મહારાષ્ટ્રમાં આવેલા અભયારણ્યો ||

* ભીમશંકર અભયારણ્ય 
* બોર અભયારણ્ય 
* ચાપરાલા અભયારણ્ય 
* ગાંધારી અભયારણ્ય 
* અનેરડમ અભયારણ્ય 
* જૈકવાડી અભયારણ્ય 
* કાલસુબાઈ હરિશચંદ્ર અભયારણ્ય
* કોયના અભયારણ્ય 
* ક્તેપુરના અભયારણ્ય  
* માલવન મરીન અભયારણ્ય 
* મેલઘાટ અભયારણ્ય 
* નાગઝીરા અભયારણ્ય 
* નંદપુર માદમેશ્વર અભયારણ્ય 
* પેનગંગા અભયારણ્ય 
* રાધાનગરી અભયારણ્ય 
* તાનસા અભયારણ્ય 
* વેઇનગંગા અભયારણ્ય 
* Yawal અભયારણ્ય

|| આંધ્રપ્રદેશ (તેલંગણા) માં આવેલા અભયારણ્યો ||

* પાપીકોન્ડા અભયારણ્ય 
* કોલ્લેરુ પક્ષી અભયારણ્ય
* કોરીંગા વન્યજીવ અભયારણ્ય 
* ગુંદલા બ્રહ્મેશ્વરમ અભયારણ્ય 
* Kumbalakonda અભયારણ્ય 
* Koundinya અભયારણ્ય 
* ક્રિષ્ના અભયારણ્ય
* Lanjamadugu અભયારણ્ય 
* રોલાપાડુ અભયારણ્ય 
* Kawal અભયારણ્ય 
* કિન્નરાસની અભયારણ્ય 
* પ્રાનાહિતા અભયારણ્ય 
* શિવારામ અભયારણ્ય 

|| ઉત્તરપ્રદેશમાં આવેલા અભયારણ્યો ||

* ચંદ્રપ્રભા અભયારણ્ય 
* નવાબગંજ અભયારણ્ય 
* પીલીભીત અભયારણ્ય 
* હસ્તિનાપુર અભયારણ્ય 
* કૈમૂર અભયારણ્ય
* કિશનપુર અભયારણ્ય 
* ઓખલા પક્ષી અભયારણ્ય 
* મહાવીર સ્વામી અભયારણ્ય 
* સમાસપુર અભયારણ્ય 
* રાનીપુર અભયારણ્ય 
* સોહાગી બારવા અભયારણ્ય 
* સેન્ડી પક્ષી અભયારણ્ય 
 
|| ઉતરાખંડમાં આવેલા અભયારણ્યો ||

* ગોવિંદ પશુવિહાર અભયારણ્ય 
* બીન્સાર અભયારણ્ય 
* કેદારનાથ અભયારણ્ય 
* Sonanadi અભયારણ્ય 
* Askot Must Deer અભયારણ્ય 
* માલન પશુવિહાર અભયારણ્ય 

|| પંજાબમાં આવેલા અભયારણ્યો ||

* અબોહર અભયારણ્ય 
* બીર એશ્વવાન અભયારણ્ય 
* બીર ભાડસન અભયારણ્ય 
* બીર બુન્નેરહેરી અભયારણ્ય 
* બીર મેહસવાલા અભયારણ્ય 
* બીર મોતીબાગ અભયારણ્ય 
* હરીકે તળાવ અભયારણ્ય 
* ઝાઝર બચોલી અભયારણ્ય 
* નંગલ અભયારણ્ય 
* Takhni-Rehampur અભયારણ્ય 
 
|| હિમાચલપ્રદેશમાં આવેલા અભયારણ્યો ||

* બન્દલી અભયારણ્ય 
* Chail અભયારણ્ય 
* ચુરધર અભયારણ્ય 
* દરલાઘાટ અભયારણ્ય 
* Kais પક્ષી અભયારણ્ય 
* કાલાટોપ અને ખજૈર અભયારણ્ય 
* કાનાવર અભયારણ્ય 
* કુગતી અભયારણ્ય 
* માજાથાલ અભયારણ્ય 
* નૈનાદેવી અભયારણ્ય 
* નારગુ અભયારણ્ય 
* રક્ષમ ચિતકુલ અભયારણ્ય 
* રેણુકા અભયારણ્ય 
* રૂપીભાભા અભયારણ્ય 
* શીલી અભયારણ્ય 
* તાલરા અભયારણ્ય 
* Tirthan અભયારણ્ય 
* શિકારીદેવી અભયારણ્ય 

|| અરુણાચલપ્રદેશમાં આવેલા અભયારણ્યો ||

* સીસા ઓરચીડ અભયારણ્ય 
* દીબંગ અભયારણ્ય 
* ઇટાનગર અભયારણ્ય 
* કામલંગ અભયારણ્ય 
* Mehao અભયારણ્ય 
* કાને અભયારણ્ય 
* Eaglenest અભયારણ્ય 
* Talley Valley અભયારણ્ય 

|| આસામમાં આવેલા અભયારણ્યો ||

* ગરમપાની અભયારણ્ય 
* સોના-રૂપા અભયારણ્ય 
* બોર્નડી અભયારણ્ય 
* દીપોર બીલ અભયારણ્ય 
* Laokhowa અભયારણ્ય 
* પોબીતોરા અભયારણ્ય 
* Pabha અભયારણ્ય 
* Hoollongapar અભયારણ્ય 

|| બિહારમાં આવેલા અભયારણ્યો ||

* કાંવર સરોવર પક્ષી અભયારણ્ય 
* ગૌતમ બુદ્ધ અભયારણ્ય 
* ભીમબંધ અભયારણ્ય 
* કૈમૂર અભયારણ્ય 
* રાજગીર અભયારણ્ય 
* વિક્રમશીલા અભયારણ્ય 
* નગી ડેમ અભયારણ્ય 

|| છતીસગઢમાં આવેલા અભયારણ્યો ||

* તમોર પીંગલા અભયારણ્ય 
* સીતાનદી અભયારણ્ય 
* ભૈરમગઢ અભયારણ્ય 
* અચાનકમર અભયારણ્ય 
* પામેદ અભયારણ્ય 
* ઉદન્તી અભયારણ્ય 
* સેમારસોટ અભયારણ્ય 

|| ગોવામાં આવેલા અભયારણ્યો ||

* ભગવાન મહાવીર અભયારણ્ય 
* બોન્દલા અભયારણ્ય 
* સલીમઅલી પક્ષી અભયારણ્ય 

|| હરિયાણામાં આવેલા અભયારણ્યો ||

* બીર શિકારગઢ અભયારણ્ય 
* ચૌતાલા અભયારણ્ય 

|| ઝારખંડમાં આવેલા અભયારણ્યો ||

* ઉધવા સરોવર પક્ષી અભયારણ્ય 
* ડાલમા અભયારણ્ય 
* પલામુ અભયારણ્ય
* ગૌતમ બુદ્ધ અભયારણ્ય 
* લાવાલોંગ અભયારણ્ય 
* પાલકોટ અભયારણ્ય 
* Parasnath અભયારણ્ય 
* Topchanchi અભયારણ્ય 

|| કર્નાટકમાં આવેલા અભયારણ્યો ||

* અરાબિહિત્તુ અભયારણ્ય 
* ભદ્રા અભયારણ્ય 
* ભીમગાદ અભયારણ્ય 
* બ્રહ્મગીરી અભયારણ્ય 
* બીલીગીરી રંગા સ્વામી અભયારણ્ય 
* દાંદેલી અભયારણ્ય 
* ગુદાવી પક્ષી અભયારણ્ય 
* ઘાટ પ્રભા પક્ષી અભયારણ્ય 
* મેલકોટ અભયારણ્ય 
* નુગુ અભયારણ્ય 
* પુષ્પગીરી અભયારણ્ય 
* રંગનાથીટ્ટુ અભયારણ્ય 
* શરાવતી વેલી અભયારણ્ય 
* સોમેશ્વર અભયારણ્ય 
* તુંગભદ્રા અભયારણ્ય 
* વેણુગોપાલ અભયારણ્ય 
* Shettihalli અભયારણ્ય 

|| કેરળમાં આવેલા અભયારણ્યો ||

* અરાલામ અભયારણ્ય 
* ચીમ્મોની અભયારણ્ય 
* ચિનાર અભયારણ્ય 
* ઇડુક્કી અભયારણ્ય 
* માલાબાર અભયારણ્ય 
* નેય્યાર અભયારણ્ય 
* પેરામ્બીકુલમ અભયારણ્ય 
* પેપ્પારા અભયારણ્ય 
* શેન્દુરૂની અભયારણ્ય 
* Wayanad અભયારણ્ય 

|| મેઘાલયમાં આવેલા અભયારણ્યો ||

* ભાગમરા અભયારણ્ય 
* સીજુ પક્ષી અભયારણ્ય 
* Nongkhyllem અભયારણ્ય 

|| ઓડીશામાં આવેલા અભયારણ્યો ||

* સુતાબેટા અભયારણ્ય 
* બાદરામા અભયારણ્ય 
* બઈસીપાલી અભયારણ્ય
* ચિલ્કા પક્ષી અભયારણ્ય 
* દેબ્રીગઢ અભયારણ્ય 
* ગહીરમાથા અભયારણ્ય 
* હદગઢ અભયારણ્ય 
* કાર્લાપટ અભયારણ્ય 
* ખાલાસુની અભયારણ્ય 
* કોટગઢ અભયારણ્ય 
* લાખારીવેલી અભયારણ્ય 

|| સિક્કીમમાં આવેલા અભયારણ્યો ||

* ફામબોન્ડ લહો અભયારણ્ય 
* માએનામ અભયારણ્ય 
* પાન્ગોલખા અભયારણ્ય 

|| ત્રિપુરામાં આવેલા અભયારણ્યો ||

* ચારીલામ અભયારણ્ય 
* ગૌમતી અભયારણ્ય 
* સેપાહીજાલા અભયારણ્ય 
* ત્રીશ્ના અભયારણ્ય 

|| તમિલનાડુમાં આવેલા અભયારણ્યો ||

* કારીકિલ્લી પક્ષી અભયારણ્ય 
* પોઈન્ટ કાલીમેર અભયારણ્ય 
* પુલીકટ સરોવર પક્ષી અભયારણ્ય 
* વાલાનાડુ અભયારણ્ય 
* વેદાનથાંગલ અભયારણ્ય 
* વેતનગુડી અભયારણ્ય 

|| પશ્ચિમ-બંગાળમાં આવેલા અભયારણ્યો ||

* બાલાભપુર અભયારણ્ય 
* બેથુદાહરી અભયારણ્ય 
* વિભૂતિભૂષણ અભયારણ્ય 
* ચાપરામરી અભયારણ્ય 
* જોરપોખરી અભયારણ્ય 
* લોથીન આઈસલેન્ડ અભયારણ્ય 
* મહાનંદા અભયારણ્ય 
* મૂર્તિ અભયારણ્ય 
* રામનાબગન અભયારણ્ય 
* રાજગંજ અભયારણ્ય 
* સેનચાલ અભયારણ્ય 

THANK YOU 😘

Post a Comment

0 Comments