અક્ષાંશ અને રેખાંશ

✅ અક્ષાંશ (Latitude) 


(ફોટો ક્લીયર ના દેખાય તો ફોટા પર ક્લિક કરીને ફોટો ઓપન કરો, આભાર)

|| વિષુવવૃત થી કોઈ પણ જગ્યાનું કોણીય માપ એટલે અક્ષાંશ.
|| પૃથ્વીના ગોળા પર આડી દોરેલી કાલ્પનિક રેખા ને અક્ષાંશ કહેવાય છે.
|| અક્ષાંશ એકબીજા ને સમાંતર હોય છે.
|| ઝીરો અંશ રેખાંશને વિષુવવૃત (EQUATOR) કહેવાય છે. જે પૃથ્વી ની મધ્ય માંથી પસાર થાય છે.
|| વિષુવવૃતથી ઉપર 90 અંશ અક્ષાંશ સુધી ઉતર ગોળાર્ધ કહેવાય છે અને વિષુવવૃતથી નીચે 90 અંશ અક્ષાંશ સુધી દક્ષીણ ગોળાર્ધ કહેવાય છે.
|| સૌથી મોટો અક્ષાંશ એટલે વિષુવવૃત.
|| સૌથી મોટો વૃત એટલે વિષુવવૃત.
|| અક્ષાંશની ટોટલ સંખ્યા 181 છે ( ઉતર ગોળાર્ધમાં 90, દક્ષીણ ગોળાર્ધમાં 90, વિષુવવૃત પોતે 1 )
|| બે અક્ષાંશ વચ્ચેનું અંતર 111 કિલોમીટર.
|| બે અક્ષાંશ વચ્ચે સૌથી વધુ અંતર વિષુવવૃત પર જોવા મળે છે.
|| વૃતો ની સંખ્યા :- 179 (બે ધ્રુવો (પોલ) બાદ કરતા)
 

✅ રેખાંશ (Longitude) ✅


(ફોટો ક્લીયર ના દેખાય તો ફોટા પર ક્લિક કરીને ફોટો ઓપન કરો, આભાર)

|| ઉતરધ્રુવ થી દક્ષીણધ્રુવ ને જોડતી ઉભી રેખા એટલે રેખાંશ.
|| પૃથ્વી ના ગોળા પર દોરેલી ઉભી કાલ્પનિક રેખા એટલે રેખાંશ.
|| બે રેખાંશ વચ્ચેનું મહતમ અંતર વિષુવવૃત પર હોય છે અને ધ્રુવો પર શૂન્ય થઈ જાય છે. ત્યાં એક બિંદુ પર મળી જાય છે.
|| રેખાંશ એ અર્ધ વર્તુળ છે.
|| લંડન નજીક ગ્રીનવિચ વૈધશાળા પરથી પસાર થતી કાલ્પનિક રેખાને 0 અંશ રેખાંશ કહેવાય છે. તેની પૂર્વ તરફ 180 અંશ સુધી બધા રેખાંશ ને પશ્ચિમ રેખાંશ કહેવાય છે.
|| રેખાંશ ની કુલ સંખ્યા 360 છે.
|| બધાજ રેખાંશ ધ્રુવો પર ભેગા થાય છે.
|| બધાજ રેખાંશ ની લંબાઈ સમાન હોય છે.
|| બે રેખાંશ વચ્ચે નો સમય 4 મિનીટ હોય છે.
|| એક રેખાંશ ને બીજા રેખાંશ ના સ્થાન પર આવતા 4 મિનીટ નો સમય લાગે છે.
|| 360 ડીગ્રી ઘુમવા માટે પૃથ્વી ને 24 કલાક સમય લાગે છે. આથી એક રેખાંશ અંતર કાપતા પૃથ્વી ને 4 મિનીટ નો સમય લાગે છે. 
|| રેખાંશ ના આધારે પૃથ્વી ના કોઈ પણ ભાગ નો સમય નિર્ધારિત કરવામાં આવે છે.
|| ઝીરો ડીગ્રી રેખાંશ ને GMT કહેવાય છે.
|| GMT - Greenwich Meridian Time (આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય રેખા)
|| 1972 પહેલા GMT તરીકે ઓળખાતું હતું પરંતુ હવે UTC તરીકે ઓળખાય છે.
|| (UTC - Universal Time Cordinated)
|| ગ્રીનીવિચ રેખા યુરોપના યુનાઈટેડ કિંગડમ, સ્પેન, ફ્રાંસ, આફ્રિકાના ધાના, અલ્જીરીયા, માલી, ટોગો અને એન્ટાર્કટીકા માં થઈ ને પસાર થાય છે.
|| ભારત ની IST (Indian Standard Time) લાઈન 82.5 એ આવેલી છે.
|| અહી... 1 ડીગ્રી = 4 મિનીટ
              2 ડીગ્રી = 8 મિનીટ
              3 ડીગ્રી = 12 મિનીટ
             .
             .
             .
             82.5 ડીગ્રી = 330 મિનીટ
                             = 5 કલાક 30 મિનીટ
|| GMT કરતા આપડે 5 કલાક 30 મિનીટ આગળ છીએ તેથી મોબાઈલ માં કે અન્ય જગ્યાએ GMT+5:30 લખેલું હોય છે.
|| પૃથ્વી પશ્ચિમ થી પૂર્વ તરફ ફરતી હોવાથી પૂર્વબાજુ નો સમય આગળ રહે છે.

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તક ચેપ્ટર : 5 : અક્ષાંશ અને રેખાંશ 

THE END 


Post a Comment

0 Comments