રાષ્ટ્રીય ઉદ્યાનો, ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો, ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો

❤ રાષ્ટ્રીય ઉદ્યાનો ❤

    *રાષ્ટ્રીય ઉદ્યાન એ એક આરક્ષીત ક્ષેત્ર છે.

    *રાષ્ટ્રીય ઉદ્યાનમાં વનસ્પતિ, વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણનું એકસાથે રક્ષણ કરાય છે.

    *અહીં જે તે પ્રદેશના મૂળનિવાસી પક્ષી કે પ્રાણી અને સંરક્ષણ આપવામાં આવે છે.

    *માનવીય ગતિવિધિ જેવી કે શિકાર, ખેતી, ચરાય માટે પાલતુ પશુઓ ના આવન જાવન પર  પ્રતિબંધ હોય છે.

    *રાષ્ટ્રીય ઉદ્યાનની રચના ભારતની સંસદ કે જે તે રાજ્યની વિધાનસભામાં સામાન્ય કાયદો બનાવીને કરી શકાય છે.

    *રાષ્ટ્રીય ઉદ્યાનની સીમામાં ફેરફાર કરવા માટે પણ કાયદો પસાર કરવો પડે છે.

    *રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઇપણ પ્રકારની માનવિય પ્રવૃત્તિને છૂટ આપવામાં આવતી નથી.

    *રાષ્ટ્રીય ઉદ્યાન એક કરતાં વધારે પરિસ્થિતિકી તંત્ર ધરાવે છે.

    *ભારતમાં IUCN ના નિયમો અનુસાર શ્રેણી ૨ મુજબના સંરક્ષિત ક્ષેત્રો ગણવામાં આવે છે.

    *ભારતમાં કુલ ૧૦૪ જેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે અને ગુજરાતમાં ૪ રાષ્ટ્રિય ઉદ્યાનો આવેલા છે.

    *ભારતમાં સૌથી વધુ 9 રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશમાં આવેલા છે આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર મા પણ 9 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે.

❤ ગુજરાતના રાષ્ટ્રીયઉદ્યાનો ❤



(ફોટો ક્લીયર ના દેખાય તો ફોટા પર ક્લિક કરીને ફોટો ઓપન કરો, આભાર)

|| ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ||

* આ રાષ્ટ્રીય ઉદ્યાન જૂનાગઢ અને ગીર સોમનાથ ખાતે આવેલ છે. 
* સ્થાપના :- 1975 
* વિસ્તાર :- 258.71 ચોરસ કિલોમીટર 

        *** ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તાર :- 258 ચોરસ કિલોમીટર
        *** ગીર અભયારણ્ય વિસ્તાર :- 1153 ચોરસ કિલોમીટર
        *** કુલ ગીર જંગલ વિસ્તાર :- 1411 ચોરસ કિલોમીટર

* પાનીયા અને મિતિયાલા અભ્યારણ પણ ગીત ગીરના ભાગ ગણવામાં આવે છે. 
* આ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જૂનથી સપ્ટેમ્બર સુધી બંધ રહે છે. 
* ગીર વિસ્તારમાં હિરણ, શેત્રુંજી, ધાતરડી, સાંગાવડી, શિંગોડા, મછુન્દ્રી, રૂપેણ, રાવલ એમ મુખ્ય સાત નદી આવેલી છે.
* કમલેશ્વર બંધ ગીરની જીવાદોરી ગણાય છે. 
* 1955 માં સમતાપાઉ એન્ડ રાયજાદા ના ગીરના સર્વેક્ષણ મુજબ ૪૦૦થી વધુ વનસ્પતિ પ્રજાતિ મળી આવી છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશ્વવિદ્યાલયે તેના સર્વેક્ષણમાં આ આંકડો 507 નોંધ્યો છે. ગીર નો સિંહ પુસ્તક મુજબ ૬૦૦ કરતાં વધુ પ્રજાતિઓ છે. 
* જૂનાગઢના નવાબ દ્વારા ઇસ. 1900 માં ગીરના જંગલને સિંહો માટે રક્ષિત જાહેર કરાયો હતો ત્યારે માત્ર ૧૫ સિંહ જ હતા. 
* સિંહ પ્રજનન કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં 180 નસ્લ ને રક્ષણ અપાયેલ છે. 
* 2375 પ્રાણી પ્રજાતિ ધરાવતી ગીર પ્રાણી સૃષ્ટિમાં 39 પ્રકારના સસ્તન પ્રાણીઓ, 300 કરતાં વધુ પ્રકારના પક્ષીઓ, 37 પ્રકારના સરિસૃપો અને 2000 થી વધુ પ્રકારના કીટકો નો સમાવેશ થાય છે.
* 1964 ના ચેમ્પિયન એન્ડ શેઠના વર્ગીકરણ મુજબ ગીરના જંગલને "અતિશુષ્ક સાગ જંગલ" તરીકે વર્ગીકૃત કરાયું છે.
* પશ્ચિમ ભારતનું સૌથી મોટું શુષ્ક પાનખર જંગલ ગીર છે. 
* જુનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં કુત્રિમ વીર્ય સંયન કેન્દ્ર આવેલ છે.
* આ કેન્દ્ર દ્વારા સમગ્ર વિશ્વમાં 126 શુદ્ધ અશિયાઈ સિંહો મોકલવામાં આવ્યા હતા. 
* મુખ્ય પ્રજાતિઓ :- સિંહ (વિશ્વ સિંહ દિવસ :- 10 ઓગસ્ટ), દીપડો, હરણ, ઝરખ, સાબર, ગુડનાર, ચિંકારા, જંગલી ભૂંડ, મગર, પક્ષીઓ, નીલગાય, કાળિયાર, વાંદરા.....

(ફોટો ક્લીયર ના દેખાય તો ફોટા પર ક્લિક કરીને ફોટો ઓપન કરો, આભાર)

* COWID 19 ના કારણે આ 2020 ની ગણતરી માટે 5 અને 6 જુન ના રોજ પુનમ અવલોકન પદ્ધતિ હાથ ધરી હતી.
* આ પદ્ધતિ ને બીટ ચકાસણી (બ્લોક કાઉન્ટ મેથડ) તરીકે પણ ઓળખવામાં આવે છે.
* 2020ની ગણતરી મુજબ સિંહો ની સંખ્યા 674 થઈ તેમાં....
        161 નર
        260 માદા 
        45 નર પાઠડા 
        49 માદા પાઠડા
        22 વણ ઓળખાયેલા પાઠડા
        137 સિંહ બાળ
        ટોટલ - 674 
* 2015મા સિંહો નું વિસ્તરણ ક્ષેત્ર 22,000 ચોરસ કિલોમીટર હતું જે વધી ને 2020મા 30,000 ચોરસ કિલોમીટર થયું છે.
* 5 વર્ષમાં (2015-2020) સુધીમાં સિંહ ની વસતી 29% વધી અને સિંહનું વિસ્તરણ ક્ષેત્ર 36% વધ્યું છે. 

|| દરિયાઈ (મરીન) રાષ્ટ્રીય ઉદ્યાન ||

* આ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર ખાતે આવેલ છે. 
* (કચ્છના અખાતમાં જોડિયા થી ઓખા સુધી નો દરિયા કિનારો)
* સ્થાપના :- 1982 
* વિસ્તાર :- 162.89 ચોરસ કિલોમીટર 
* સૌરાષ્ટ્રના ઉત્તર કિનારે ઓખા થી જોડીયા વચ્ચેના ઓછી ભરતીવાળા છીછરા પાણીવાળા સમુદ્રમાં પીરોટન ટાપુ ની આસપાસ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવેલ છે. 
* કચ્છના અખાત નો આ વિસ્તાર પરવાળા, ઓક્ટોપસ અને મોતી બનાવતી પર્લ ઓઈસ્ટર અને કાલુ માછલી ઓ તેમજ ડોલ્ફિન માછલી જેવા દરિયાઈ જીવો માટે જાણીતો છે.
* આ દરિયાઈ વિસ્તારમાં મોજા ખૂબ શાંત રહે છે અને હૂંફાળું પાણી આ પ્રકારની દરિયાઈ સૃષ્ટિ માટે અનુકૂળ છે.
* ગુજરાત સરકારે 1982 માં જામનગરના દરિયાકાંઠાના 162 ચોરસ કિલોમીટર ને મરીન નેશનલ પાર્ક તરીકે અને 457 ચોરસ કિલોમીટરના વિસ્તારને દરિયાઈ જીવસૃષ્ટિ માટે ના અભયારણ્ય જાહેર કર્યો છે.
* મુખ્ય પ્રજાતિઓ :- વાદળી (સ્પોન્જ), પરવાળા (કોરલ), જેલીફિશ, અષ્ટભુજ (ઓક્ટોપસ), તારામાછલી,  મલારિયા, ડોલ્ફિન, ડુગોંગ.....

|| વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ||

* આ રાષ્ટ્રીય ઉદ્યાન નવસારી ખાતે આવેલ છે. 
* અંબિકા નદીના કિનારે આવેલા દક્ષિણ ગુજરાતના ખાસ કરીને ડાંગ જિલ્લાનાં ગાઢ વનોનો સમાવેશ થાય છે. 
* સ્થાપના :- એપ્રિલ 1979 
* વિસ્તાર :- 23.99 ચોરસ કિલોમીટર 
* વઘઈ અને બીલીમોરા ને જોડતી સરા લાઇન તરીકે ઓળખાતી નેરોગેજ રેલવે લાઈન પણ આ ઉદ્યાનની ઉત્તર દિશા માંથી પસાર થાય છે. 
* આ ઉદ્યાનમાં સ્થાનિક ભાષામાં ક્ત્સ (કટસ) તરીકે ઓળખાતા વાંસના વનો આવેલાં છે જે આ ઉદ્યાનની શોભા વધારે છે. 
* અહીં 1952 થી એક પણ વૃક્ષ નું પતન થયું નથી. 
* અહીં કિલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર આવેલ છે તે અંબિકા નદીના કિનારા પર વસેલ કિલાદ ગામ ખાતે છે. 
* મુખ્ય પ્રજાતિઓ :- દીપડો, ઝરખ, ચિત્તલ, બેન્કર....

|| કાળિયાર (વેળાવદર) રાષ્ટ્રીય ઉદ્યાન ||

* આ રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર ના વલભીપુર ખાતે આવેલું છે.
* સ્થાપના :- july 1976
* સ્થાપના થઇ ત્યારે વિસ્તાર :- 17.8 સી ચોરસ કિલોમીટર 
* ૧૯૮૦માં ઉમેરવામાં આવેલ વિસ્તાર :- 16.22 ચોરસ કિલોમીટર 
* ટોટલ વિસ્તાર :- 34.08 ચોરસ કિલોમીટર 
* આ સ્થળ પહેલા ભાવનગર ના રજવાડા ની વિડી (ઘાસભૂમિ) હતી. 
* આ ઉદ્યાનને ગુજરાત રજવાડાનું ઉપ-શુષ્ક-જીવ ભૌગોલિક જૈવિક ક્ષેત્ર તરીકે વર્ગીકૃત કરાયું. 
* પટ્ટાઇ વિષેના (હેરિયર) બ્રિટિશ નિષ્ણાંત રોજર ક્લાર્ક મુજબ શિયાળામાં અહીં રાત વાસા માટે એકઠા થતા હેરિયર જાતના શિકારી પક્ષીની સંખ્યા આખા વિશ્વમાં સૌથી વધારે છે. 
* આ સમયે હેરિયર પક્ષીની સંખ્યા અંદાજે ૩૦૦૦ જેટલી જોવા મળે છે. 
* વિશ્વનું સૌથી મોટું કાળીયાર નું રાષ્ટ્રીય ઉદ્યાન છે. 
* ખડમોર પક્ષી ધરાવતું એકમાત્ર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એટલે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. 
* મુખ્ય પ્રજાતિઓ :- કાળિયાર, વરુ, ખડમોર, હેરિયર....

❤ ભારતના રાષ્ટ્રીયઉદ્યાનો ❤


ભારતમાં કુલ 104 રાષ્ટ્રીયઉદ્યાન આવેલા છે
રાજ્ય સંખ્યા રાષ્ટ્રીયઉદ્યાનનું નામ
ગુજરાત 4 ગીર રાષ્ટ્રીયઉદ્યાન
દરિયાઈ (મરીન) રાષ્ટ્રીયઉદ્યાન
વાંસદા રાષ્ટ્રીયઉદ્યાન
કાળીયાર રાષ્ટ્રીયઉદ્યાન
જમ્મુ કાશ્મીર 3 દ્ચીગામ રાષ્ટ્રીયઉદ્યાન
કિશ્તવર રાષ્ટ્રીયઉદ્યાન
સલીમઅલી રાષ્ટ્રીયઉદ્યાન
લદાખ 1 હેમીસ રાષ્ટ્રીયઉદ્યાન (સૌથી મોટો રાષ્ટ્રીયઉદ્યાન)
રાજસ્થાન 5 Desert રાષ્ટ્રીયઉદ્યાન
કેવલાદેવ રાષ્ટ્રીયઉદ્યાન
મુકુન્દરા હિલ્સ રાષ્ટ્રીયઉદ્યાન
રણથંભોર રાષ્ટ્રીયઉદ્યાન
સારિસ્કા રાષ્ટ્રીયઉદ્યાન
મધ્યપ્રદેશ 9 બાંધવગઢ રાષ્ટ્રીયઉદ્યાન
કાન્હા રાષ્ટ્રીયઉદ્યાન
માધવ રાષ્ટ્રીયઉદ્યાન
પન્ના રાષ્ટ્રીયઉદ્યાન
ઇન્દિરા પ્રિયદર્શિની પેંચ રાષ્ટ્રીયઉદ્યાન
સંજય રાષ્ટ્રીયઉદ્યાન
સાતપુરા રાષ્ટ્રીયઉદ્યાન
વનવિહાર રાષ્ટ્રીયઉદ્યાન
Fossil (જીવાશ્મ) રાષ્ટ્રીયઉદ્યાન
મહારાષ્ટ્ર 6 જવાહરલાલ નહેરુ પેંચ રાષ્ટ્રીયઉદ્યાન
ચાંદોલી રાષ્ટ્રીયઉદ્યાન
ગુગામલ રાષ્ટ્રીયઉદ્યાન
નવેગાવ રાષ્ટ્રીયઉદ્યાન
સંજયગાંધી (બોરીવલી) રાષ્ટ્રીયઉદ્યાન
તાડોબા રાષ્ટ્રીયઉદ્યાન
આંધ્રપ્રદેશ 3 પાપીકોન્ડા રાષ્ટ્રીયઉદ્યાન
વેંકતેશ્વર રાષ્ટ્રીયઉદ્યાન
રાજીવગાંધી (રામેશ્વરન) રાષ્ટ્રીયઉદ્યાન
તેલંગાણા 3 મહાવીર હરીના વનસ્થળી રાષ્ટ્રીયઉદ્યાન
મૃગવની રાષ્ટ્રીયઉદ્યાન
કાસુ બ્રહ્માનંદ રેડ્ડી રાષ્ટ્રીયઉદ્યાન
ઉત્તરપ્રદેશ 1 દુધવા રાષ્ટ્રીયઉદ્યાન
ઉત્તરાખંડ 6 ગંગોત્રી રાષ્ટ્રીયઉદ્યાન
જીમ કોર્બેટ રાષ્ટ્રીયઉદ્યાન
નંદાદેવી રાષ્ટ્રીયઉદ્યાન
રાજાજી (ચિલ્લા) રાષ્ટ્રીયઉદ્યાન
વેલી ઓફ ફ્લાવર રાષ્ટ્રીયઉદ્યાન
ગોવિંદ રાષ્ટ્રીયઉદ્યાન
હિમાચલ પ્રદેશ 5 ગ્રેટ હિમાલય રાષ્ટ્રીયઉદ્યાન
ખીરગંગા રાષ્ટ્રીયઉદ્યાન
ઇન્દેર કિલ્લા રાષ્ટ્રીયઉદ્યાન
પીનવેલી રાષ્ટ્રીયઉદ્યાન
સિમ્બલબરા રાષ્ટ્રીયઉદ્યાન
અરુણાચલ પ્રદેશ 2 મૌલીંગ રાષ્ટ્રીયઉદ્યાન
નામદફા રાષ્ટ્રીયઉદ્યાન
આસામ 5 દિબરૂ સૈખોવા રાષ્ટ્રીયઉદ્યાન
કાજીરંગા રાષ્ટ્રીયઉદ્યાન
માનસ રાષ્ટ્રીયઉદ્યાન
નામેરી રાષ્ટ્રીયઉદ્યાન
રાજીવગાંધી ઓરંગ રાષ્ટ્રીયઉદ્યાન
બિહાર 1 વાલ્મીકી રાષ્ટ્રીયઉદ્યાન
છતીસગઢ 3 ઇન્દ્રાવતી રાષ્ટ્રીયઉદ્યાન
ગુરુ ઘાસીદાસ (સંજય) રાષ્ટ્રીયઉદ્યાન
કાંગેર ઘાટી રાષ્ટ્રીયઉદ્યાન
ગોવા 1 મોલ્લેમ રાષ્ટ્રીયઉદ્યાન
હરિયાણા 2 કાલેસર રાષ્ટ્રીયઉદ્યાન
સુલતાનપુર રાષ્ટ્રીયઉદ્યાન
ઝારખંડ 1 બેતલા રાષ્ટ્રીયઉદ્યાન
કર્નાટક 5 અંશી રાષ્ટ્રીયઉદ્યાન
બાંદીપુર રાષ્ટ્રીયઉદ્યાન
બન્નેરઘાટા રાષ્ટ્રીયઉદ્યાન
કુદ્રેમુખ રાષ્ટ્રીયઉદ્યાન
નાગરહોલ રાષ્ટ્રીયઉદ્યાન
કેરળ 6 અનામુંડી શોલા રાષ્ટ્રીયઉદ્યાન
એરાવીકુલમ રાષ્ટ્રીયઉદ્યાન
મથીકેતન શોલા રાષ્ટ્રીયઉદ્યાન
પામ્બાદુમ શોલા રાષ્ટ્રીયઉદ્યાન
પેરિયાર રાષ્ટ્રીયઉદ્યાન
સાઇલેન્ટ વેલી રાષ્ટ્રીયઉદ્યાન
મણીપુર 1 કૈબુલ લામજાઓ રાષ્ટ્રીયઉદ્યાન
મેઘાલય 2 બલફક્કરમ રાષ્ટ્રીયઉદ્યાન
નોકરેક રાષ્ટ્રીયઉદ્યાન
મિઝોરમ 2 મુર્લેન રાષ્ટ્રીયઉદ્યાન
ફોંગપુઈ બ્લુ માઉન્ટેન રાષ્ટ્રીયઉદ્યાન
નાગાલેંડ 1 Intanki રાષ્ટ્રીયઉદ્યાન
ઓડીશા 2 ભીતરકણીકા રાષ્ટ્રીયઉદ્યાન
સિમલીપાલ રાષ્ટ્રીયઉદ્યાન
સિક્કિમ 1 કાચનજંઘા રાષ્ટ્રીયઉદ્યાન
ત્રિપુરા 2 બિસન (રાજબારી) રાષ્ટ્રીયઉદ્યાન
કલાઉડેડ લેપર્ડ રાષ્ટ્રીયઉદ્યાન
તમિલનાડુ 5 Guindy રાષ્ટ્રીયઉદ્યાન
ગલ્ફ ઓફ મન્નાર રાષ્ટ્રીયઉદ્યાન
ઇન્દિરા ગાંધી અન્નામલાઈ રાષ્ટ્રીયઉદ્યાન
મૃદુમલાઈ રાષ્ટ્રીયઉદ્યાન
મુકુર્થી રાષ્ટ્રીયઉદ્યાન
પશ્ચિમ બંગાળ 6 બુક્ષા રાષ્ટ્રીયઉદ્યાન
ગોરુંમારા રાષ્ટ્રીયઉદ્યાન
જલદાપારા રાષ્ટ્રીયઉદ્યાન
ન્યોરા વેલી રાષ્ટ્રીયઉદ્યાન
સીંગાલીલા રાષ્ટ્રીયઉદ્યાન
સુંદરવન રાષ્ટ્રીયઉદ્યાન
અંદમાન નિકોબાર 9 કેમ્પબેલ રાષ્ટ્રીયઉદ્યાન
ગેલેથીઆ રાષ્ટ્રીયઉદ્યાન
મહાત્મા ગાંધી મરીન રાષ્ટ્રીયઉદ્યાન
મિડલબટન આયલેન્ડ રાષ્ટ્રીયઉદ્યાન
માઉન્ટ હેરીયટ રાષ્ટ્રીયઉદ્યાન
નોર્થ બટન આયલેન્ડ રાષ્ટ્રીયઉદ્યાન
રાની ઝાંસી સમુદ્રી રાષ્ટ્રીયઉદ્યાન
સેડલ પીક રાષ્ટ્રીયઉદ્યાન
સાઉથ બટન આયલેન્ડ રાષ્ટ્રીયઉદ્યાન (સૌથીનાનો રાષ્ટ્રીયઉદ્યાન)

Post a Comment

0 Comments