Surendranagar District

Surendranagar district


સુરેન્દ્રનગર જીલ્લાના તાલુકાઓ

ક્રમ તાલુકાઓ
1 વઢવાણ
2 લીંબડી
3 સાયલા
4 ચોટીલા
5 મુળી
6 ધ્રાંગધ્રા
7 દસાડા
8 લખતર
9 ચુડા
10 થાનગઢ

સુરેન્દ્રનગર જીલ્લાની ભૌગોલિક સ્થિતિ

ભૌગોલિક સ્થાન

અક્ષાંશ : 22.00 થી 23.45 ઉત્તર અક્ષાંશ

રેખાંશ 69.45 થી 72.15 પૂર્વ રેખાંશ

ક્ષેત્રફળ : 10,489 ચો.કિમી.

નદીઓ : લીંબડી ભોગાવો, વઢવાણ ભોગાવો, ઉમેઈ, રૂપેણ, કંકાવટી, સુખભાદર, ફાલ્કુ અને બ્રાહ્મણી

મુખ્ય ડેમો : નાયકા ડેમ, ધોળીધજા ડેમ (વઢવાણ ભોગાવો નદી પર) થોરીયાળી ડેમ (લીંબડી ભોગાવો નદી પર)

તળાવ : જોગાસર તળાવ, માનસર તળાવ

ડુંગર : ચોટીલાનો ડુંગર

જીલ્લાની સરહદ

ઉત્તર : કચ્છનું નાનું રણ, પાટણ, મહેસાણા

દક્ષીણ : બોટાદ, રાજકોટ

પૂર્વ : અમદાવાદ

પશ્ચિમ : મોરબી

રાજકીય સ્થિતિ

તાલુકા : 10 

નગરપાલિકા : 7

વિધાનસભા બેઠક : 5 

લોકસભા બેઠક : 1 

---------------------------------

1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સાથે જ સુરેન્દ્રનગર જીલ્લાની સ્થાપના કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જીલ્લાનો ઈતિહાસ

  • સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર એટલે સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો ભોગાવો નદીના કિનારા પર વસેલ છે.
  • સૌરાષ્ટ્રની સીમા સુરેન્દ્રનગર જિલ્લા થી શરૂ થાય છે.
  • સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા નજીક પ્રાગ ઐતિહાસિક યુગ ના સાધનો મળી આવ્યા છે.
  • લીંબડી તાલુકાના રંગપુર ખાતેના ઉત્ખનન દરમિયાન પ્રાપ્ત થયેલી અવશેષો હડપ્પા સંસ્કૃતિ સાથે સંકળાયેલ છે.
  • આ ધરતી ઉપર હડપ્પન અને હડપ્પન પશ્ચિમી સંસ્કૃતિના અણસાર પણ મળ્યા છે.
  • આ પ્રદેશ ઉપર આઠમી અને નવમી સદી દરમિયાન ચાપ વંશનું શાસન હતું શાસન હતું જેનું વડું મથક વઢવાણ હતું.
  • ગુજરાત પર સિદ્ધરાજ જયસિંહના શાસન વખતે આ પ્રદેશ તેમના પ્રભુત્વમાં આવતો હતો.
  • વઢવાણ નો કિલ્લો અને ભોગાવો નદીના કિનારે સતી રાણકદેવી નું મંદિર સિદ્ધરાજ જયસિંહ બંધાવ્યું હોવાનું માનવામાં આવે છે.
  • ઝાલાઓના જન્મની વાત કરીએ તો ઝાલાઓ પહેલા મખવાન કહેવાતા હતા અને મખવાન શબ્દ અપભ્રંશ થતાં મખવાણ કહેવાયા.
  • અહીંના શાસક શ્રી હરપાલદેવ સિંહજી ને ત્રણ પુત્રો હતા. સોઢાજી, માગુજી અને શેખડાજી.
  • એક કથા અનુસાર એક દિવસ જ્યારે ત્રણેય પુત્રો રમી રહ્યા હતા ત્યારે એક હાથી ગાંડોતુર બની ને ત્યાં આવી ચડ્યો હાથી.
  • પોતાના પુત્રોને મારી નાખશે તેવો વિચાર આવતાં જ તેમની માતા એટલે કે શ્રી આદ્યશક્તિનો અદ્રશ્ય શક્તિ નો હાથ લાંબો થયો, ઝરૂખામાં માતાના લાંબા થયેલાં એ હાથે ત્રણ નિજ કુમારોને બાળકોને  ઉચકી લીધા અને તેમને બચાવી લીધા.
  • અહીંથી જ તેમના વંશજો ઝાલા કહેવાયા અને કુમારોના મિત્રોને ટાપલી મારી અલગ કરી બચાવી લીધા જે ટાપલીયા ચારણ ના નામે જાણીતા બન્યા.
  • આ દિવસથી તેમના પુત્રો ઝાલા કહેવાયા અને ઝાલાઓએ તેમના નિવાસ ની આ ભૂમિને ઝાલાવાડ નામ આપ્યું
  • ૧૦ મી સદીથી ૧૯૪૮ સુધી અહીં ઝાલાવંશનું રાજ હતું અને એટલે આ પ્રદેશ ઝાલાવાડ તરીકે ઓળખાય છે.
  • એક માત્ર મૂળી જ્યાં પરમાર રાજપૂતો રાજ કરતાં હતા તે સિવાય અહીંના તમામ રજવાડા ઉપર ઝાલા વંશનું શાસન હતું.
  • સુરેન્દ્રનગર એક વેળાએ બ્રિટીશ પોલીટીકલ એજન્ટ નું થાણું હતું અને વઢવાણ કેમ્પ તરીકે જાણીતું હતું.
  • વઢવાણના રાજવીને એક એજન્ટે 1946માં થયેલા આ કેમ્પને રાજવીના પુત્ર શ્રી સુરેન્દ્રસિંહજી ઝાલા ના નામ પર થી સુરેન્દ્રનગર નામ આપ્યું હતું.
  • ૧૯૪૮માં નાના રજવાડાઓનું વિલીનીકરણ થયું ત્યારે સૌરાષ્ટ્રના વઢવાણ, લીંબડી, લખતર, સાયલા, ચુડા, જૈનાબાદ, આણંદપુર, ચોટીલા, ઝીંઝુવાડા, ભોઈકા, દસાડા, વિઠલગઢ તથા વડોદ ના જોડાણ થી સુરેન્દ્રનગર જીલ્લાનો જન્મ થયો.

સુરેન્દ્રનગર જીલ્લાની વિશેષતા

  • કપાસનું સૌથી વધુ ઉત્પાદન સુરેન્દ્રનગરમાં થાય છે.
  • ગુજરાતનો સૌથી મોટો લોકમેળો સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે યોજાય છે.
  • ગુજરાતના કપાસના વ્યાપાર માટેનું પ્રથમ એસોસિયેશન સુરેન્દ્રનગરમાં આવેલ છે.
  • સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં સૌથી વધુ ફાયર ક્લે અગ્નિ જીત માટે મળે છે.
  • એશિયાનું સૌથી મોટું પંપીંગ સ્ટેશન સુરેન્દ્રનગર ના ઢાંકી માં આવેલું છે.
  • સૌથી વધુ પાતાળ કુવા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે.
  • ગુજરાતના સુરેન્દ્રનગરના ખારાઘોડા સ્થળ ખાતે ગુજરાતનું સૌથી વધુ મીઠાનું ઉત્પાદન થાય છે.

નદી અને તેના કિનારે વસેલા શહેરો

નદી કિનારે વસેલા શહેરો
વઢવાણ ભોગાવો સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી
લીંબડી ભોગાવો સુરેન્દ્રનગર, લીંબડી, સાયલા
ઉમઈ નદી લખતર
નીમ્ભણી નદી સાયલા
સુખભાદર નદી સાયલા
ફાલ્કુ નદી ધ્રાંગધ્રા
ચંદ્રભાગા નદી ધ્રાંગધ્રા
વાંસળ નદી ચુડા
નાગડુકિયો નદી ચુડા
જાબુરી નદી ચોટીલા
દુધાળા નદી ચોટીલા

ધ્રાંગધ્રા

  • ધ્રાંગધ્રા એ ફાલ્કુ નદી અને ગોધરા નદીના કિનારે વસેલું છે.
  • આ શહેર ઝાલા રાજવીનું ગામ છે.
  • રાજવીઓના સમયમાં આ ગામનું નામ ધ્રંગ ધરા હતું, ત્યારબાદ ધ્રાંગધરા થઈ હાલમાં ગોધરા નામથી ઓળખાય છે.
  • ધ્રાંગધ્રા રાજવીઓના સમયમાં સૌરાષ્ટ્ર કેમિકલ નામથી ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી.
  • આ કેમિકલ ફેક્ટરીમાં સોડાએસ નો ઉત્પાદન કરવામાં આવતું હતું.
  • ધ્રાંગધ્રા રાજ્યોનું વિલીનીકરણ થતાં આ ફેક્ટરી ખાનગી કંપનીમાં રૂપાંતરિત થઈ હાલ ધ્રાંગધ્રા કેમિકલ્સ લિમિટેડ નામથી કાર્યરત છે.
  • ધ્રાંગધ્રા નજીક પ્રાગૈતિહાસિક પથ્થર યુગના સાધનો મળ્યા છે.
  • ધાંગધ્રા તાલુકાના ધુમક ગામે દ્રૌપદીનાં કુંડ તરીકે ઓળખાતા પ્રાચીન કુંડ અને જુના મંદિરોના અવશેષો આવેલાં છે.
  • આ ઉપરાંત આ તાલુકામાં મધુરભૂવન, જોગાસર તળાવ, માનસર તળાવ અને સીતળા માતાજીનું મંદિર આવેલું છે.
  • અહીં આવેલ કંકાવટીની માત્રી વાવ રક્ષિત સ્મારક છે.
  • ધ્રાંગધ્રા મીઠા ઉદ્યોગ તેમજ પથ્થરની ઘડાઈ કામના કુશળ કારીગરો માટે જાણીતું છે.
  • અહીં ગુલાબી પથ્થર ધાંગધ્રાના પથ્થર તરીકે જાણીતા છે માટે ધ્રાંગધ્રાને પિંક સીટી તરીકે ઓળખવામાં આવે છે.
  • શિલ્પી કામ માટે જાણીતા ધ્રાંગધ્રાના સોમપુરા બંધુઓ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.
  • ધ્રાંગધ્રા તાલુકામાં ઘુડખર અભયારણ્ય આવેલું છે જે જંગલી ગધેડા માટે પ્રખ્યાત છે.

થાન - પાંચાલ પ્રદેશ

  • થાનને ભારતના અતિપ્રાચીન પ્રદેશોમાં નું એક માનવામાં આવે છે.
  • એક દંતકથા અનુસાર સતયુગ ની વાત સાથે પાંચાળ પ્રદેશ સંકળાયેલું છે.
  • સ્વયમ નારાયણ અને લક્ષ્મીજી એ આ પ્રદેશની મુલાકાત લીધી હોવાની દંતકથા પણ પ્રચલિત છે.
  • આ પ્રદેશની દ્રૌપદીના વિખ્યાત સ્વયંવર ની વાત પાંડવકાળની એક અદભૂત શૌર્ય કથા છે.
  • થાનગઢ ચિનાઈ માટીના ઉદ્યોગનું ગુજરાત નું મોટું મથક છે.
  • થાનગઢમાં ચિનાઈ માટીના વાસણો બનાવવાનું પ્રસિદ્ધ કારખાનુ પરશુરામ પોટરી આવેલું છે (પરશુરામ પોટરી નામ નું કારખાનું મોરબી જિલ્લામાં પણ આવેલ છે)
  • આ પ્રદેશમાં આવેલા મહત્વના સ્થળો જેવાકે ત્રિનેત્રેશ્વર સ્થાન એવું તરણેતર, કંડોળા ખાતેનું સૂર્યદેવની ભવ્ય પ્રતિમા ધરાવતું સૂર્યમંદિર, વાસુકી અને બાંડુકા (બાંડિયા બેલી)
  • થાનગઢ પેંડા, સિરામિક ઉદ્યોગ અને માટીના રમકડા પ્રખ્યાત છે.
  • હાસ્ય કલાકાર શ્રી શાહબુદ્દીન ભાઇ રાઠોડ ની જન્મભૂમિ પણ થાનગઢ છે.

ચોટીલા - ચંડી ચામુંડા માતાજી

  • માતાજીનું સ્થાનક ચોટીલા પર્વતની ટોચ પર આવેલું છે.
  • ચોટીલા ડુંગર ની ઊંચાઈ આશરે 250 ફૂટ એટલે કે 340 મીટર જેટલી છે.
  • ચંડી ચામુંડા માતાજી ની ઉત્પત્તિ અંગે એક લોકવાયકા પ્રચલિત છે, હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો બહુ જ ત્રાસ આપતા હતા ઋષિ-મુનિઓએ યજ્ઞ કરી આદ્યશક્તિ માં ની પ્રાર્થના કરી ત્યારે આદ્યશક્તિ માં હવન કુંડ માંથી તે જ સ્વરૂપે પ્રગટ થયા પ્રગટ થયેલ.
  • મહાશક્તિ એ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો સંહાર કરી તેમના માથા કાપી અને અંબિકાને રજૂ કર્યા ત્યારે શ્રી મા અંબા એ કહ્યું કે આજથી ચામુંડા દેવી તરીકે તારી પૂજા કરવામાં આવશે.
  • ચંડ અને મુંડ રાક્ષસનો સંહાર કરનાર મહાશક્તિ ચંડી ચામુંડા તરીકે ઓળખાય છે.
  • માંડવની ટેકરીઓ માં સૌથી ઊંચું શિખર ચોટીલા છે.
  • આ ડુંગર નું નિર્માણ જવાળામુખી વિસ્ફોટને કારણે થયું છે એટલે કે આ અગ્નિકૃત ખડકો થી બનેલ છે.
  • આ ડુંગર નો આકાર શંકુ જેવો છે.
  • પહાડનું બાળક એવા શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ ભૂમિ ચોટીલા છે.
  • ચોટીલા ડુંગરની તળેટીમાં ભક્તિ વનની રચના થી છે જેમાં સૌથી વધુ તુલસીનું વાવેતર કરવામાં આવ્યું છે.

વઢવાણ

  • વઢવાણ એ અગાઉના દિવસોમાં વર્ધમાન પુરી તરીકે જાણીતું હતું.
  • વઢવાણના મહાન જૈન તીર્થંકર ભગવાન વર્ધમાન પરથી ઉતરી આવ્યું છે.
  • વઢવાણ એ સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર છે.
  • વઢવાણ એ ભોગાવો નદીના કિનારે વસેલું છે.
  • અહીં શ્રી રાણકદેવી તેમજ વાઘેશ્વરી માતા નું મંદિર આવેલું છે.
  • વઢવાણમાં કવિશ્રી દલપતરામ નો જન્મ થયો હતો.
  • વઢવાણના રાજવી શ્રી સુરેન્દ્રસિંહજી ઝાલા ના નામ પર થી સુરેન્દ્રનગર નું નામ રાખવામાં આવ્યું છે.
  • વઢવાણ નો કિલ્લો સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યો હતો.
  • વઢવાણમાં ગંગાવાવ અને માધા વાવ આવેલ છે.
  • ગંગવો કુંડ પણ વઢવાણ માં આવેલ છે.
  • અહીં સ્વામિનારાયણ મંદિર પણ જોવાલાયક છે.
  • વઢવાણના મરચા પ્રખ્યાત છે.

સાયલા

  • સાયલામાં લાલજી મહારાજ ની જગ્યા આવેલી છે અને તે ગામ ભગતના ગામ તરીકે ઓળખાય છે.
  • ધાધલપુર ગામે અણહિલવાડ પાટણના કર્ણદેવ સોલંકીના રાણી શ્રી મીનળદેવી એકવાર ધોળકા જતા અહીં રોકાયા હતા અહીંના એક સિદ્ધ સંતના દર્શન અને આશીર્વાદથી તેમને પુત્ર થયો હતો.
  • વર્ષ 1957-58 સાયલાના સેજકપુરથી પાષાણયુગ પછીના યુગના કેટલાક સાધનો મળી આવ્યા હતા.
  • આ સાધનોમાં મુખ્યત્વે શિકારીઓ અને માછલીઘર નો સમાવેશ થાય છે.
  • સાયલામાં ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર નો આશ્રમ આવેલો છે.
  • સાયલા ખાતે ડોળીયાનું ભવ્ય જિનાલય આવેલું છે.
  • અહીં નો કિલ્લો અને અડાળા નુ તળાવ તેમજ ધૂંધળીનાથ સંત, મીનળવાવ અને સેજકપરનો નવલખો (શિવ મંદિર) પ્રસિદ્ધ છે.
  • લાલજી મહારાજ :  વિક્રમ સંવત ૧૮૫૬ ના ચૈત્ર સુદ ૯ના રોજ સોમવારે વાંકાનેર પાસેના સીંધાવદર ગામે વણિક કુટુંબમાં પૂજ્ય લાલજી મહારાજ નો જન્મ થયો હતો.
  • સાયલા તાલુકામાં બ્રહ્મરાક્ષસ નો ત્રાસ હોવાથી સાયલા ઠાકોર સાહેબ મદાર સિંહ પહેલા તરફથી આમંત્રણ આપતા પૂજ્ય લાલજી મહારાજ સાયલા પધાર્યા હતા.
  • બ્રહ્મરાક્ષસ નો ત્રાસ દૂર કરી પ્રજાજનોના આગ્રહથી વિક્રમ સંવત ૧૮૮૯ ની સાલમાં સાયલા ગામે પૂજ્ય લાલજી મહારાજ ની જગ્યા ની સ્થાપના કરવામાં આવી.
  • આ મંદિરમાં વિક્રમ સંવત ૧૯૧૪માં શ્રી રામ લક્ષ્મણ જાનકી તથા દીવ બંદર થી પધારેલા શ્રી શેષનારાયણ ભગવાન તથા પંચદેવની મૂર્તિઓ આવેલી છે.

દસાડા

  • એક સમયે ગાઢ જંગલો વચ્ચે આ ગામ આવેલું હતું.
  • આ જંગલોમાં વેજ આયરનો નેસડો હતો.
  • જેના નામ પરથી અહીં વેજાસર તળાવ આવેલું છે અને વૈજનાથ મહાદેવનું સ્થાનક આવેલું છે.
  • દસાડામાં આવેલ પંચાસર વિસ્તારના જંગલમાં વનરાજ ચાવડા નો જન્મ થયો હતો.

મુળી

  • મૂળી તાલુકામાં આવેલ દુધઈ વડવાળા મંદિર આશરે ૨૫૦ વર્ષ જૂનું રબારી સમુદાયનું યાત્રાધામ છે.
  • બ્રહ્માનંદ સ્વામીએ બંધાવેલું સ્વામિનારાયણ મંદિર, નકશીદાર હવેલી તેમજ માંડવરાયજી નું પ્રખ્યાત મંદિર મુળી ખાતે આવેલું છે.
  • સરાનું મેલડી માતાનું સ્થાનક અને ઉમરડા નું ૧૪૦ વર્ષ જૂનું બિલેશ્વર મહાદેવનું મંદિર પણ જોવાલાયક છે.

લીંબડી

  • લીમડી માં આવેલ ભૃગુપુર ખાતે ભૃગુ ઋષિનું નિવાસ સ્થાન હોવાની લોકવાયકા પ્રચલિત છે.
  • અહીં આવેલ ગંગેશ્વર મહાદેવ પાસે ગંગવો કુંડ અને જસમા ઓડણ નું મંદિર આવેલું છે.
  • રંગપુર ગામ પઢાર જાતિના લોકોએ વસાવ્યું હોવાની માન્યતા છે.
  • ૧૧૦૦ વર્ષ પુરાણા શિયાણી ગામે પ્રાચીન જૈનતીર્થ આવેલું છે.
  • લીમડી શહેરમાં ગાંધી સ્મૃતિ મંદિર, કુલનાથ મહાદેવ, સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પાર્ક, રામકૃષ્ણ મિશન, કબીર આશ્રમ, જાખણનું ત્રિમૂર્તિ મંદિર, ચોકડી ચરમળીયા મંદિર આવેલ છે.

રંગપુર

  • રંગપુર એ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલું હડપ્પન સભ્યતા નું સ્થળ છે.
  • ગુજરાતમાં ૧૯૩૧માં શોધાયેલું આ પ્રથમ હડપ્પન સ્થળ છે.
  • વર્ષ ૧૯૩૫માં ભારતીય પુરાતત્વ વિભાગના એમ.એસ.વત્સની આગેવાની હેઠળ રંગપુરનું ઉત્ખનન કાર્ય શરૂ થયું હતું.
  • ડોક્ટર એસ.આર.રાવએ આ સ્થળને ચાર સમયગાળામાં અને ત્રણ ઉપ સમયગાળામાં વર્ગીકૃત કર્યું છે.
  • અહીંથી છીપની બંગડીઓ, છીપના મણકા, ચળકતા લાલ અને કાળા મૃત પાત્રો, તાંબાની બંગડીઓ અને પથ્થરના ઘન આકાર ના તોલા પ્રાપ્ત થયેલ છે.

ઝીંઝૂવાડા બંદર - ઝીંઝૂવાડા દરવાજા

  • મધ્યકાલીન સમયમાં ગુજરાતના સાગર કિનારે ૮૪ જેટલા નાના મોટા બંદરો હતા.
  • આમાના ૬૨ બંદરો ૧૯૪૨ સુધી સૌરાષ્ટ્રના કિનારે હતા.
  • ભૌગોલિક ફેરફારના કારણે જમીનના તળમાં ફેરફાર થયા અને સમુદ્ર દૂર થતો ગયો.
  • આ વખતે સૌરાષ્ટ્ર કાંઠાના બંદરો નામશેષ બનતા ગયા, આ નામશેષ બંદરોમાનું એક નામ છે ઝીંઝુવાડા બંદર.
  • ઝીંઝુવાડા કિલ્લાના બુરજ ઉપર એક પ્રાચીન સ્તંભના આકારમાં ઊભેલી ધાતુની દંડ જેવી રચના દીવાદાંડી હોવાનું સ્થાનિક લોકો જણાવે છે.
  • અહી ઉદયન મંત્રી દ્વારા બનાવવામાં આવેલો કિલ્લો પણ આવેલો છે.

સુરેન્દ્રનગર જીલ્લાના રક્ષિત સ્મારકો

ક્રમ સ્મારકો ગામ તાલુકો
1 જીન દરવાજો ઝીંઝુવાડા દસાડા
2 ઢીંક દરવાજો ઝીંઝુવાડા દસાડા
3 દક્ષીણ દરવાજો ઝીંઝુવાડા દસાડા
4 પશ્ચિમ દરવાજો ઝીંઝુવાડા દસાડા
5 મડાપોળ દરવાજો ઝીંઝુવાડા દસાડા
6 રાજેશ્વરી દરવાજો ઝીંઝુવાડા દસાડા
7 સરોવર ઝીંઝુવાડા દસાડા
8 જીણાનંદ કુંડ ઝીંઝુવાડા દસાડા
9 ગંગવો કુંડ અને ચાર મંદિર દેદાદરા વઢવાણ
10 મણવા મામાનું મંદિર દેદાદરા વઢવાણ
11 રાતબા ઉર્ફે રાજબાઈની વાવ રામપુરા વઢવાણ
12 ગંગાવાવ વઢવાણ વઢવાણ
13 માધાવાવ વઢવાણ વઢવાણ
14 રાણકદેવીનું મંદિર વઢવાણ વઢવાણ
15 પ્રાચીન ટીંબો રંગપુર લીંબડી
16 સુરજદેવળ સૂર્ય મંદિર થાનગઢ ચોટીલા
17 નવલખા મંદિર સેજકપુર સાયલા
18 પ્રાચીન વસાહત, ટીંબો સેજકપુર સાયલા
19 અનંતેશ્વર મંદિર ભડીયા અણંદપુર ચોટીલા

પ્રખ્યાત કુંડ

ક્રમ કુંડ સ્થળ
1 દ્રોપદીના કુંડ (ઘૂમક) ધ્રાંગધ્રા
2 સપ્તકુંડ (ભ્રુગુપુર) ચુડા
3 ગંગવો કુંડ વઢવાણ
4 બ્રહ્મકુંડ, વિષ્ણુકુંડ, શિવકુંડ તરણેતર
5 ત્રિનેત્રમ કુંડ તરણેતર
6 નળ દમયંતી કુંડ ઝીંઝુવાડા
7 જીણાનંદ કુંડ ઝીંઝુવાડા

પ્રખ્યાત વાવ

ક્રમ વાવ સ્થળ
1 કંકાવટીની માત્રી વાવ ધ્રાંગધ્રા
2 રાજબાઈ વાવ રામપરા
3 ગંગાવાવ વઢવાણ
4 માધાવાવ વઢવાણ
5 ચૌમુખી વાવ (ચોબારી) ચોટીલા


પ્રાચીન અને જાણીતા નામો

ક્રમ સ્થળ નામ
1 સુરેન્દ્રનગર ઝાલાવાડ
2 વાસંગી વાસુકી
3 બાડુંકા બાંડીયાબેલી
4 થાન પાંચાલ પ્રદેશ
5 ધ્રાંગધ્રા ધ્રંગ ધરા


પ્રખ્યાત વસ્તુઓ

ક્રમ સ્થળ વસ્તુઓ
1 થાન પેંડા, સિરામિક ઉદ્યોગ, માટીના રમકડા
2 વઢવાણ મરચા
3 ધ્રાંગધ્રા પથ્થર


સુરેન્દ્રનગર જિલામાં આવેલા અભયારણ્યો

ક્રમ સ્થળ અભયારણ્ય
1 ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્ય
2 લખતર નળસરોવર પક્ષી અભયારણ્ય


જોવાલાયક સ્થાપત્યો

ભૂતનાથ મહાદેવ મંદિર

  • ચુડા તાલુકામાં ભૂતનાથ મહાદેવ નું (મંદિર) આ પ્રાચીન શિવાલય આવેલું છે.
  • કહેવાય છે કે અહીં પહેલા એક ભોંયરું હતું અને જે જુનાગઢ સુધી વિસ્તરેલું હતું.
  • અહીં પ્રાચીન પાણીની વાવ પણ આવેલી છે જેના પર અત્યંત કલાત્મક કોતરણી થયેલી છે.
  • આ મંદિર ચુડા રાજવીઓનું એક સમયે રાજ મંદિર હતું.

સૂર્યમંદિર - સુરજદેવળ

  • થાનનો મધ્ય કિલ્લો કંડોલ (કંડોળા) તરીકે જાણીતો હતો.
  • આ કંડોળા ખાતે સૂર્યદેવની ભવ્ય પ્રતિમા ધરાવતું સૂર્યમંદિર (સુરજદેવળ) આવેલું છે.
  • પુરાણો અનુસાર સત્યયુગમાં સૂર્યવંશના પ્રતાપી રાજવી માંધાતા ના હાથે અહીં સૂર્ય મંદિરનું નિર્માણ થયું હતું.
  • એક લોકવાયકા મુજબ, વાલોજી પાછળ પાવાગઢ થી જામ અબડાનું સૈન્ય પડ્યું ત્યારે જામ વાલોજીએ થાનના કિલ્લામાં આશરો લીધો હતો.
  • જામ અબડાએ થાનના કિલ્લાને ચારે તરફથી ઘેરી લીધો.
  • ચિંતિત વાલોજીને કાઠીઓના ઇષ્ટદેવ સૂર્યદેવે સ્વપ્નમાં આવી દર્શન દઈ સહાયની ખાતરી આપી, વાલોજી કાઠી હિંમતથી જામ અબડા સાથે લડ્યા.
  • જામ અબડાને કચ્છમાં નાસી જવું પડ્યું અને ઉપકારવશ વાલોજીએ કંડોળા ટેકરી પરના પ્રાચીન સૂર્ય મંદિરનો જીણોદ્ધાર કરાવ્યો.
  • હાલ આ મંદિર પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

નવલખા શિવ મંદિર

  • સાયલા તાલુકાના સેજકપર ગામ માં પ્રાચીન સ્થાપત્ય કલાનું બેનમૂન નવલખા મંદિર આવેલું છે.
  • આ મંદિરનું શિખર સંપૂર્ણ કોતરણીવાળા પથ્થરો થી બનેલું છે.
  • મંદિરના પ્રવેશ પર પગથિયા પાસે ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે.
  • મંદિરની ફરતે દિવાલો પર વિવિધ મુદ્રા માં ઉભેલા આભૂષણ ધારી માનવાકૃતિની અદભૂત કોતરણી કરવામાં આવી છે.
  • આ મંદિરના દરેક સ્તંભો પર પણ વિવિધ કોતરણી કરવામાં આવેલી છે.

ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર

  • ત્રિનેત્રેશ્વર નામનો અપભ્રંશ થતાં તરણેતર થયું છે.
  • આ મંદિરનો જીર્ણોધ્ધાર લખપતના રાજવી કરણસિંહજી એ તેની પુત્રી કરણબા યાદમાં ૧૯૦૨માં કરાવ્યો હતો.
  • નાગર શૈલી માં બંધાયેલા આ મંદિરમાં ત્રણે બાજુએ 10-10 પગથિયા ધરાવતા બ્રહ્મકુંડ, વિષ્ણુ કુંડ અને શિવ કુંડ આવેલા છે.
  • આ કુંડો માં મંદિર નું પ્રતિબિંબ પડે છે.
  • તરણેતર ની આસપાસ નો વિસ્તાર વાસુકી નાગની ભૂમિ તરીકે જાણીતો છે.
  • આ મંદિરના સાનિધ્યમાં તરણેતર મેળાનું આયોજન થાય છે.
  • દંતકથાઓ : 
  • સ્કંધ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી અને તેઓને 1001 કમળ ચડાવવાના હતા.
  • મૂર્તિ ઉપર 1000 કમળ ચડાવ્યા અને છેલ્લું એક કમળ ખૂટયું ત્યારે તેમણે પોતાનું નેત્ર શિવજી ઉપર ચડાવ્યું ત્યારથી તે ત્રિનેત્રેશ્વર કહેવાયા.
  • કામદેવની પત્ની રતી એ ભગવાન શંકરના ત્રિનેત્ર લિંગની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે.
  • બીજી એક દંતકથા મુજબ ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ ના મંદિર ની ફરતા કુંડમાં પાંચ ઋષિઓએ ભેગા થઈ ગંગાજીના અવતરણ માટે આવાહન કરી ગંગાજી નું પ્રાગટ્ય કર્યું હતું.

વણીન્દ્રાધામ સ્વામીનારાયણ મંદિર

  • વણીન્દ્રા ધામ સ્વામીનારાયણ મંદિર પાટડી ખાતે આવેલું છે.
  • આ મંદિરનો ઉદ્ઘાટન સમારંભ 30 સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ થયો હતો.
  • આ મંદિર 17 ઓક્ટોબર 2017 ના રોજ ધનતેરસના દિવસે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
  • આ મંદિરનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
  • આ મંદિરમાં ૮૦ લાખ લીટર પાણીમાં 35 કળશો ધરાવતું નાનું જળાશય આવેલું છે.

ત્રીમંદિર - સુરેન્દ્રનગર

  • આ મંદિર સુરેન્દ્રનગરમાં મુળી રોડ નજીક આવેલું છે.
  • મંદિરમાં જ્ઞાની પુરુષ પૂજ્ય દાદા ભગવાન પર એક માહિતીપ્રદ મ્યુઝિયમ અને મિની થિયેટર બનાવવામાં આવેલ છે.
  • પૂજ્ય દાદા ભગવાનના મંદિરના સ્વપ્નદ્રષ્ટા હોવાથી તેમની દ્રષ્ટિએ ત્રિ મંદિર નું નિર્માણ થયું છે.
  • તેમનો દ્રષ્ટિકોણ એક બિનસાંપ્રદાયિક મંદિર બનાવવાનો હતો.
  • અહીં એક સંગ્રહાલય પણ આવેલું છે.

અનંતેશ્વર મહાદેવ મંદિર

  • ચોટીલા નજીક ઠાંગાની ટેકરીઓના નીચાણમાં અનહિલવાડના રાજવીઓનું એક થાણું હતું.
  • અહીંનું વિખ્યાત અનંતેશ્વર મહાદેવ નું મંદિર સિધ્ધરાજ જયસિંહ બંધાવ્યું હોવાનું માનવામાં આવે છે.
  • સ્થાનિક લોકો અનુસાર આ મંદિરનું નિર્માણ 1068 વિક્રમ સંવંતમાં અનંત કે આનંદ ચુડાસમાએ કર્યું હતું.
  • મહંમદ ગઝનવીએ ગુજરાત પર ચડાઈ કરી ત્યારે તેણે આ મંદિર પણ લુંટ્યું હતું.

ચરમળીયા મહાદેવ

  • ચુડા તાલુકાના ચોકડી ગામ માં આ પ્રસિદ્ધ મંદિર આવેલું છે.
  • આ મંદિર વિશે અનેક લોક કથાઓ પ્રચલિત છે.
  • સો વર્ષ પહેલા એક સાધુ મહાત્માએ જમીનમાં સમાધિ લઇ ને સર્પ યોનીમાં પ્રવેશ કર્યો, ત્યારથી આજ દિન સુધી નાગ દેવતા તરીકે આ સ્થળને માનવામાં આવે છે.
  • નાગ પંચમીના દિવસે અહીં મેળો ભરાય છે.


શ્રી ધુંધળીનાથનું પુતળું

  • શ્રી ધૂંધળીનાથ નું પૂતળું સાયલા તાલુકાના ધાંધલપુર ગામે આવેલું છે.
  • અહીં દર વર્ષે ભાદરવા સુદ સાતમનો લોકમેળો ભરાય છે.
  • ધૂંધળીનાથ જ્ઞાતિએ કોળી હતા.
  • આ જગ્યાએ જૂની પુરાણી વાવ પણ આવેલી છે.

ઝીંઝુવાડાનો કિલ્લો

  • સોલંકી સિધ્ધરાજ જયસિંહે ઈ.સ. ૧૧૦૯ (સંવંત 1165 મહા સુદ - ૪, રવિવાર) મા આ ગઢ નું મુહૂર્ત કર્યું હતું.
  • આ ગઢ નું બાંધકામ ઉપાધ્યાય ભાણા ના પુત્ર વાસેશ્વર વોહરા ને સોંપ્યું હતું.
  • આ કિલ્લાના હાલ ચાર દરવાજાઓ હયાત જોવા મળે છે.
  • આ કિલ્લાના બુરજો ઉપર એક પ્રાચીન સ્તંભના આકારમાં ઉભેલી ધાતુના દંડ જેવી રચના દીવાદાંડી છે.
  • સિંહસર તળાવના કિનારા ઉપર સુંદર કોતરણી કરવામાં આવેલી છે.
  • અહીં રાજબાઇ માતાનું મંદિર પણ આવેલું છે.

ભૃગુ આશ્રમ - ભૃગુપુર

  • ચુડા તાલુકાના ભુગુપુર ગામમાં આ અતિ પૌરાણિક આશ્રમ આવેલો છે.
  • કહેવાય છે કે, ભૃગુઋષિ (ભૃગુ સંહિતા) અહીં થઈ ગયા હતા.
  • ચુડા શહેરથી ભૃગુપુર ગામ સુધી નદીમાં સપ્ત કુંડ આવેલો હતો.
  • અહીં જસમા ઓડણ ની પ્રખ્યાત સમાધિ પણ આવેલી છે.
  • અહીં ભૃગુનાથ મહાદેવ નું મંદિર આવેલું છે.
  • ભૃગુઋષિના નામ પરથી આ ગામનું નામ ભૃગુપુર પડેલ હોવાની માન્યતા છે.
  • અહીં ગંગવો કુંડ પણ આવેલો છે, જ્યાં ભાદરવી અમાસના દિવસે નાહવાનું વિશેષ મહત્વ રહેલું છે.

હવા મહેલ - વઢવાણ

  • વઢવાણના રાજા દાજીરાજજી વઢવાણમાં જયપુરના હવા મહેલ ની પ્રતિકૃતિ બનાવવા માગતા હતા.
  • રાજા દાજીરાજજી નું નિધન થતાં તેમની આ મહેલ બનાવવાની ઈચ્છા પૂરી થઈ શકી નહીં.
  • ત્યારબાદ ઝાલા શાસકોના યુગ દરમિયાન આ મહેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
  • આ મહેલ સોમપુરાના કારીગરો દ્વારા બનાવવામાં આવેલ છે.

જોવાલાયક સ્થળો

સ્થળનું નામ તાલુકો
જૈન દેરાસર (ડોળીયા) સાયલા
ધારેશ્વર મહાદેવ (સમઢીંયાળા) સાયલા
નારીચાણા હનુમાન મંદિર ધ્રાંગધ્રા
ખારેશ્વર મહાદેવ (નરાળી ગામ) ધ્રાંગધ્રા
સુરજમહેલ ધ્રાંગધ્રા
વચ્છરાજ બેટ ધ્રાંગધ્રા
ઠાંગાનાથ મહાદેવ(કાળાસર) ચોટીલા
અનસુયા માતાજી મંદિર (અમરાપર) ચોટીલા
બાવન હનુમાનની જગ્યા (નાની મોલડી ગામ) ચોટીલા
ભીમોરા ગુફા ચોટીલા
અનંતેશ્વર મહાદેવ ચોટીલા
ગોબીનાથનું ભોયરું ચોટીલા
વાસુકીદાદાનું મંદિર થાનગઢ
મુનીનું દેવળ થાનગઢ
માંડવરાયજી મંદિર મુળી
તલસાણીયા મહાદેવનું મંદિર લખતર
વટેશ્વર મહાદેવ (વણા) લખતર
ગેથળા હનુમાન લખતર
રાજમહેલ વઢવાણ
રાજરાજેશ્વરી માતાનું મંદિર (ઝીંઝુવાડા) દસાડા
સવા ભગતનું પીપળીધામ દસાડા

તરણેતરનો મેળો

  • આ મેળાનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ માં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં થાય છે.
  • ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ સુધી આ મેળો આયોજિત થાય છે.
  • આ મેળાને ગુજરાતના ભાતીગળ લોકમેળા તરીકે ઓળખવામાં આવે છે.
  • પ્રાગૈતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર વિસ્તાર દ્વીપકલ્પ હતો પાછળથી તે પાંચાળ તરીકે ઓળખાયો.
  • દંતકથા મુજબ આ વિસ્તારમાં અર્જુને દ્રૌપદીના સ્વયંવરમાં મત્સ્યવેધ કર્યો હતો.
  • ગંગાજીના અવતરણને નિમિત્ત બનાવી માણસો પોતાના પિતૃઓનું અસ્થિવિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે ઋષિ પંચમીના દિવસે તરણેતર આવતા થયા.
  • પાંચાળ ભૂમિ ની તળપદા કોળી જ્ઞાતિ માં આ મેળાનું સૌથી વધુ મહત્વ છે.
  • તરણેતરના મેળામાં રૂપાળા ભરત ભરેલ, મોતી, બટનિયા, આભલા અને ફૂમતા રૂમાલથી શણગારેલી છત્રી ઓ પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે.
  • ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય છે.
  • ચોથના દિવસે રાસ ગરબા, દુહા છંદની રમઝટ બોલે છે.
  • ટીટોડો અને હુંડારાસ આ મેળાનું આગવું અંગ છે.
  • ઋષિ પાંચમેં વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળીયાદ ના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવનગજની ધજા ચડાવવામાં આવે છે.
  • આ દિવસે મંદિરની ત્રણેય દિશામાં આવેલા કુંડમાં નાહવા નું અનેરું મહાત્મ્ય રહેલું છે.
  • સાંજે ગંગા વિદાય આરતી થાય છે.
  • તરણેતરના મેળાને યુવાન પ્રેમીઓનું મિલન સ્થળ પણ કહી શકાય છે.
  • અહીં એક નાની બનેવી બજાર પણ ભરાય છે જ્યાં બનેવીના પૈસાથી ખરીદી થતી હોવાની પ્રથાને કારણે તેને બનેવી બજાર ની ઉપમા મળેલી છે.
  • આ મેળામાં ગ્રામીણ રમતોને જીવંત કરવા સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાતે ગ્રામીણ ઓલમ્પિકની પણ પહેલ કરી છે.
  • આ મેળામાં રાજ્ય સરકારે બીજું મહત્વનું કાર્ય પશુ પ્રદર્શન સ્પર્ધા યોજવાનું કર્યું છે.
  • વર્ષ 2008થી પશુ પ્રદર્શન સ્પર્ધામાં શ્રેષ્ઠ ગુણધર્મો વાળા પશુઓ તથા તેના થકી મળતું ઉચ્ચ વળતર તથા તેમનું સારામાં સારી રીતે પાલન કઈ રીતે કરી શકાય તે બાબતોનું જ્ઞાન આપવામાં આવે છે.

વઢવાણનો લોકમેળો

  • વઢવાણ રાજવીએ સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરવા માટે અડધી સદી પહેલા રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ માં આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.
  • તરણેતરના મેળા બાદ વઢવાણનો જન્માષ્ટમીનો લોકમેળો જિલ્લામાં બીજા સ્થાન પર છે.
  • પાંચ દાયકા પહેલા વઢવાણ રાજવી જોરાવરસિંહ ના સમયે રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ માં લોકમેળાનો પ્રારંભ થયો હતો.
  • વઢવાણના લોકમેળામાં એક સમયે સામસામે પાટલા નાખીને જુગાર રમાતો હતો આથી વઢવાણ નો મેળો જુગારીયો મેળો પણ ગણાતો હતો.
  • દર વર્ષે રાંધણ છઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી અને નોમ એમ ચાર દિવસ જન્માષ્ટમી લોકમેળો યોજાય છે.
  • લોકમેળામાં સૌપ્રથમવાર ટ્રેનો દોડાવવાનો પ્રારંભ વઢવાણ જન્માષ્ટમી લોકમેળામાં થયો હતો, આજે પણ વઢવાણ ના મેળા માં મેદાનમાં જન્માષ્ટમીએ રેલ્વે ટ્રેન દોડે છે.

સુરેન્દ્રનગર જીલ્લાની મહાન વિભૂતિઓ

ક્રમ વિભૂતિઓ જન્મ ક્ષેત્ર
1 સરદારસિંહ રાણા કંથારિયા (લીંબડી) ક્રાંતિકારી પ્રવૃત્તિ
2 સુખલાલજી લીંબડી સાહિત્યકાર
3 દલપતરામ વઢવાણ સાહિત્યકાર
4 સ્વામી આનંદ શિયાણી સાહિત્યકાર
5 ચુનીલાલ શાહ વઢવાણ સાહિત્યકાર
6 લાભશંકર ઠાકર સેડલા સાહિત્યકાર
7 કુંદનિકા કાપડીયા લીંબડી સાહિત્યકાર
8 ઝવેરચંદ મેઘાણી ચોટીલા લેખક, કવી, પત્રકાર
9 માનસિંહજી ઝાલા લીંબડી રાજવી
10 હેમુ ગઢવી ઢાંકણીયા (સાયલા) લોકગાયક
11 ગુલાબ મહમદ શેખ સુરેન્દ્રનગર કવી અને ચિત્રકાર
12 અમૃતલાલ શેઠ લીંબડી પત્રકારત્વ
13 ડીમ્પલ કાપડિયા ચોટીલા ફિલ્મ અભિનેત્રી

Post a Comment

0 Comments