ઔષધીય વનસ્પતિઓ

ઔષધીય વનસ્પતિઓ


|| 1.  આદુ :-

* આદુ નું વૈજ્ઞાનિક નામ જિંગીબર ઓફીસીનસેલે છે.

* આદુ નો છોડ લગભગ બે ફૂટ ઊંચો થાય છે.

* આદુનાં પાન વાંસના ઝાડને મળતા આવે છે.

* આદુને સૂકવીને પછી છોલવાથી સુંઠ તૈયાર થાય છે.

* બંગાળ, ચેન્નઈ, ધાંગધ્રા વગેરે સ્થળોથી પુષ્કળ પ્રમાણમાં સુંઠ મળી આવે છે.

* આદુ ખોરાક પચાવવામાં ઘણું સારું કામ કરે છે.

* ગરમ ઘી માં ગોળ મેળવી એકરસ થાય ત્યારે સૂંઠનો પાવડર મેળવી ખાવાથી ખાંસી નો કફ પાકીને નીકળી જાય છે.

|| 2.  આંબળા :-

* આમળા નું વૈજ્ઞાનિક નામ emblica officinalis છે.

* આમળાનું ઝાડ સૂકા પાનખર જંગલોમાં થાય છે અને તેનાં પાંદડાં આમલી જેવા હોય છે.

* તેના પર દિવાળી એટલે કે કારતક મહિનાની આસપાસ ફળ લાગી જાય છે અને તે પણ બજારમાં પોષ-મહા મહિના સુધી વેચાતાં મળે છે.

* આમળાને ધાત્રી પણ કહે છે.

* ત્રિફળામાં આમળા નો ઉપયોગ થાય છે.

* આમળાનું શરબત ઘણું રુચિકર તથા ગરમી દૂર કરનાર છે.

* આમળાને સંસ્કૃતમાં અમૃતા કહે છે.

* આમળાનો ઉપયોગ મુરબ્બો તથા અથાણું તરીકે પણ થાય છે.

|| 3.  આમલી :-

* આમલીના ઝાડ આપણા દેશમાં બધે જ જોવા મળે છે.

* આમલીનો ઉપયોગ વધારે ઝાડામાં ચોખાના ઓસામણ સાથે આમલીનું પાણી અપાય છે.

* તે અવાજ નું પ્રદૂષણ અટકાવે છે.

* વીંછીના ડંખ પર કચુકા ને ઘસીને લગાડવાથી તે ચોંટી જશે અને ઝેર શોષી છૂટો પડે છે.

* ઉનાળામાં પિત્ત શમન માટે તેના પાણીમાં ગોળ મેળવી સેવન કરવામાં આવે છે.

* આમલીના ફુલ ખાટા, સ્વાદિષ્ટ અને રુચિકર હોય છે.

|| 4.  મીંઢી આવળ :-

* મીંઢી આવળના વેલા જમીન પર પથરાય છે.

* ઝાડા કરાવવા માટે તેના પાનને રાત્રે પલાળીને સવારે ગાળી કે ઉકાળો કરીને પીવામાં આવે છે.

|| 5.  આવળ :-

* આવળ ભારતીય ઉપખંડમાં જોવા મળતી એક વનસ્પતિ છે.

* તે ભારતના મોટાભાગના પ્રદેશોમાં થાય છે.

* સોનેરી રંગના ફૂલો થી આ છોડ તરત ઓળખાઈ જાય છે.

* આંખો માટે હિતકારક છે.

* આવળ નો ઉપયોગ પગ મચકોડાઈ અને સોજો આવે ત્યારે પાન બાફીને બાંધવાથી સારો લાભ થાય છે.

|| 6.  અશોક :-

* અશોક નો મહત્વ નો ઉપયોગ તેની છાલને સુકવીને માસિક ધર્મમાં અત્યાધિક એટલે કે વધારે પડતો રક્તસ્ત્રાવ રોકે છે.

|| 7.  આંબો :-

* આંબા નું વૈજ્ઞાનિક નામ મેગ્નીફેરા ઇન્ડિકા છે.

* આંબાના ઝાડ ભારત દેશમાં સર્વત્ર જોવા મળે છે.

* આંબા પર વર્ષમાં એકવાર શિયાળામાં ફૂલ આવે છે અને તેના પર કેરીઓ થઈ તે ઉનાળામાં પાકે છે.

* કેરીના રસના સેવનથી શરીરમાં સારા પ્રમાણમાં લોહી વધે છે.

* કાચી કેરીના જાતજાતના અથાણા બનાવાય છે.

* તેમ જ ઉનાળામાં કાચી કેરીના છીણ નો રસ નીચોવી તેમાં ગોળ કે ખાંડ મેળવી પીવાથી ગરમી એટલે કે લુ દુર થાય છે.

* કેરીનો મુરબ્બો બનાવી ખાવામાં વપરાય છે.

* ગોટલીનું ચૂર્ણ મધ સાથે આપવાથી હરસ અને સફેદ પ્રદર રોગ મટે છે.

* નસકોરી ફૂટે ત્યારે ગોટલીનો રસ નાક માં નાખવો જોઈએ.

|| 8.  ડમરો :-

* ડમરો એક સુગંધિત છોડ છે.

* તે બાગ-બગીચામાં તેમજ ઘર આંગણે ઉછેરવામાં આવે છે.

* તેના પાનના રસના ટીપા કાનના દુખાવામાં ખૂબ જ ઉપયોગી છે.

* કફ મટાડવા માટે પણ ડમરા નો ઉપયોગ થાય છે.

* ડાયાબિટીસ, મરડો અને મસાની બીમારી માં પણ વપરાય છે.

|| 9.  તજપાન :-

* આ વૃક્ષ એરોમેટિક એટલે કે સુવાસિત દ્રવ્યો યુક્ત હોય છે.

* ગુજરાતમાં વનસ્પતિ ઉદ્યાન ગાંધીનગરમાં મોટા વૃક્ષો આવેલા છે.

* ખોરાકને સ્વાદિષ્ટ અને સુપાચ્ય તેમજ શક્તિદાયક બનાવે છે.

* તેની સૂકાયેલી છાલ ગરમ મસાલામાં વપરાય છે.

* સ્વાદે તીખી અને મીઠી હોય છે તથા તેનું તેલ સુવાસિત દ્રવ્ય તરીકે વપરાય છે.

|| 10.  તુલસી :-

* તુલસીનો છોડ ભારતમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે છે.

* તુલસીનો છોડ ૨ થી ૪ ફૂટ ઊંચો થાય છે આ એક બહુવર્ષાયુ છોડ છે.

* તુલસીથી આજુબાજુમાં રોગ ઉત્પન્ન કરનારા જીવાણુ મૃત્યુ પામે છે અને તેનાથી હવા શુદ્ધ થાય છે.

* તુલસી બે જાતની છે કાળી અને ધોળી.

* તુલસીએ તંદુરસ્તી આપનારી છે.

* દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ આદરપૂર્વક વાવવામાં આવે છે.

* તુલસીના એક તોલો પાન લેવા અને તેને અડધા શેર પાણીમાં ઉકાળવા અને પાણી અડધું રહે પછી તેને ગાળીને પીવાથી તાવ, આળસ, સુસ્તી, અરુચિ, બળતરા વગેરે મટે છે.

* આ સિવાય તેના ઔષધી રૂપે ઘણા બધા પ્રયોગો દર્શાવેલા છે.

* એલર્જી વાળા જો એક મહિના સુધી તુલસીનું સેવન કરે તો એલર્જી મટી જાય છે.

|| 11.  દમવેલ :-

* દમવેલ ના મૂળ તથા પાનમાં alkaloid તત્વ હોય છે.

* પેટના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે.

* આખા છોડ ઉપર રૂંવાટી હોય છે.

* અસ્થમા અને મરડો મટાડવા માટે ખૂબ ઉપયોગી છે.

|| 12.  દારૂડી :-

* દારૂડી ના બીજ નો ઉપયોગ પેટના રોગોમાં થાય છે.

* તેના ઓઈલનો ઉપયોગ ચામડીના રોગો માટે દવા તરીકે વપરાય છે.

* દારૂડી એ મૂળ કમળામાં અને ત્વચામાં લેપ માટે વપરાય છે.

|| 13.  દાડમ :-

* દાડમ એ બળતરા અને તરસ મટાડે છે.

* દાડમથી જઠરાગ્નિ વધે છે.

* વધારે પડતા ઝાડા થયા હોય ત્યારે દાડમ નો ઉપયોગ ફાયદાકારક નીવડે છે.

* બાળકોની ખાંસી સમયે એના છોડને ઘસીને પીવડાવવાથી લાભ થાય છે.

|| 14.  દેશી બાવળ :-

* દેશી બાવળ એક વૃક્ષ છે.

* દેશી બાવળ નો મુખ્ય ઉપયોગ બાવળનું દાતણ દાંત ને સાફ કરવા માટે થાય છે અને તેનાથી દાંત મજબુત થાય છે.

|| 15.  ધતુરો :-

* ધતુરા ના છોડ દોઢ બે હાથ ઊંચા હોય છે.

* ધતુરાના બે પ્રકાર છે પ્રથમ કાળો ધતુરો અને દ્વિતીય સફેદ ધતુરો.

* દવા ના ઉપયોગ માં કાળો ધતુરો જ વપરાય છે.

* અત્યંત ઝેરી હોવાથી તેનો ઉપયોગ સામાન્ય માણસે કરવો નહીં.

* સોજો ઉતારવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.

* શ્વાસ ચડે ત્યારે તેને શાંત કરવા તેના બી આપવામાં આવે છે. 

* ધતુરો ઝેરી હોવાથી તેને ઘરઆંગણે રાખવો જોઈએ નહીં.

|| 16.  વાંસ :-

* વાંસ ૧૫થી ૨૦ ફૂટ લાંબો વધે છે.

* તેના પર લાંબા અને પાતળા પાન આવે છે.

* વાસના કુમળા ફૂટતા તેના ફણગા માં ઘણું જોર હોય છે. અને અથાણું બનાવવામાં પણ ઉપયોગી છે.

* આ સિવાય વાંસમાંથી ટોપલા, ટોપલી, ખુરશી, છાપરા વગેરે બનાવવામાં આવે છે.

* વાંસમાંથી વાંસનું કપૂર નીકળે છે.

* વાસ ઈમારતી કામમાં ખૂબ જ વપરાય છે.

|| 17.  લીમડો :-

* ભારતમાં સર્વત્ર કોઈપણ પ્રકારની જમીન ઉપર થતું એ એક વિશાળ વૃક્ષ છે અને તે સરળતાથી અને ઝડપથી ઊગે છે.

* તેના પર સફેદ કલરના ફૂલ આવે છે.

* લીમડાના સેવનથી ઘણા રોગો મટે છે.

* મચ્છરોને મારવા માટે લીમડાના પાન નો ધુમાડો કરવામાં આવે છે.

* ચામડીના રોગોમાં લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પાણી થી નવડાવવામાં આવે છે.

* લીમડાના બીજનું તેલ ચામડીના રોગમાં વપરાય છે.

* સુવાવડી સ્ત્રીને તેના પ્રસવ બાદ ત્રણ ચાર દિવસ લીમડાનો રસ પીવાથી સુવા રોગ થતા નથી.

* તેનો મુખ્ય ઉપયોગ ચામડીના રોગમાં થાય છે.

|| 18.  સરગવો :-

* સરગવો એ એક વૃક્ષ છે.

* સરગવાના મૂળનો કાઢો કરી પીવાથી પથરી તૂટે છે.

* માણસના હાડકાને મજબૂત કરવા માટે સરગવો ખૂબ જ ઉપયોગી છે.

* લંબાઈ વધારવા માટે સરગવાની શીંગના શાકનો ઉપયોગ પણ થાય છે.

|| 19.  સલાઈ :-

* ધૂપ અને અગરબત્તી માં ખૂબ જ ઉપયોગી છે.

* સલાઈ એ એક પ્રકારનું વૃક્ષ છે.

* તેનો ધુમાડો જંતુનાશક ગણાય છે.

* ચામડીના રોગો પર સલાઈ નો ઉપયોગ થાય છે.

|| 20.  સમુદ્રસોખ :-

* ચામડીના રોગો મટાડવા માટે સમુદ્ર શોખ નો ઉપયોગ થાય છે.

* સમુદ્રસોખ ટોનિક તરીકે પણ ઉપયોગી છે.

* સમુદ્ર શોખના વેલા થાય છે.

|| 21.  સપ્તપર્ણ :-

* સપ્તપર્ણ એ એક પ્રકારનું વૃક્ષ છે.

* મુખ્યત્વે તેનો ઉપયોગ મેલેરિયામાં થાય છે.

|| 22.  સર્પગંધા :-

* સર્પગંધા નાનો રુવાંટીવાળું છોડ, બગીચા અથવા ઘર આંગણે ઉછેરવામાં આવે છે.

* ફૂલ સફેદ અને ગુલાબી રંગના ગુચ્છામાં થાય છે.

* શોભા ના છોડ તરીકે કૂંડામાં પણ ઉછેરવામાં આવે છે.

* તેનો મુખ્ય ઉપયોગ હાઈ બીપીમાં થાય છે.

* મૂળનો ઉકાળો આંતરડાના દુખાવામાં અને પાનનો રસ આંખની કીકીની છારી મટાડવામાં થાય છે.

|| 23.  શીકાકાઈ :-

* શિકાકાઈ ના મુખ્ય ઉપયોગ વાળ ધોવામાં થાય છે.

* શિકાકાઈમાં રેનીન પુષ્કળ પ્રમાણમાં હોય છે.

* સાબુ તથા શેમ્પૂની બનાવટમાં ખૂબ જ ઉપયોગી છે.

* પાન અને ફળ નો ઉકાળો વધુ માત્રામાં રેચક અને ઊલટી કરાવનાર તરીકે વપરાય છે.

|| 24.  શતાવરી :-

* શતાવરી ના વેલા કાંટાવાળા હોય છે અને બેથી ચાર ફૂટ ઊંચા વધે છે.

* તેના પર સફેદ રંગના નાના અને સુગંધિત ફૂલો આવે છે.

* તેના મુખ્યત્વે મૂળ ઉપયોગી છે.

* પુષ્ટિ તથા ધાતુ વૃદ્ધિ માટે ઉપયોગી છે.

* મૂળ ખોદવાથી સુતરના તાંતણા ના ઝુમખા જેવા ઝુમખા નીકળે છે.

* જનની ને દૂધ વધારવા તેનો પાવડર દૂધમાં પીવડાવવું જોઈએ.

* રક્ત શુદ્ધિ માટે તેનું શરબત બનાવી વપરાય છે.

|| 25.  શંખ પુષ્પી :-

* શંખપુષ્પી નો મુખ્ય ઉપયોગ યાદ શક્તિ વધારવા માટે થાય છે.

* શંખપુષ્પી નો છોડ પડતર રેતાળ જમીનમાં પથરાયેલો જોવા મળે છે.

* તેના ફૂલ સફેદ જાંબલી રંગના હોય છે.

* શંખપુષ્પીના પાનની ધૂણી દમ અને શ્વાસના રોગોમાં ઉપયોગી છે.

|| 26.  વીંછી કાંટો :-

* વીંછી કાંટોનો ઉપયોગ અસ્થમામાં થાય છે.

* પાંદડા ની લંબાઈ કરતાં તેના પર્ણદંડ વધુ લાંબા હોય છે.

* ન્યુમોનિયા માં તેનો ઉપયોગ પ્રચલિત છે.

|| 27.  રતનજ્યોત :-

* રતન જ્યોત એ એક છોડ છે.

* તેમાંથી બાયોડીઝલ નામ નું એન્જિન ઓઇલ મેળવવામાં આવે છે. જે વાહનો માં બળતણ તરીકે વપરાય છે.

* તેનો ઉપયોગ તેલ અને સાબુ ઉદ્યોગમાં થાય છે.

* બાળકો રતન જ્યોત ના ફળ કે બીજ ખાઈ નહીં તેની કાળજી રાખવી જોઈએ.

|| 28.  લીંડીપીપર :-

* તે એક નાનો વર્ષાયુ છોડ છે.

* જે સર્વત્ર જોવા મળે છે

* લીંડીપીપર નો અર્થ ઉત્તેજક, સ્વાસ્થ્ય કારક, શક્તિવર્ધક, કૃમિનાશક અને ગર્ભાશય સ્ત્રી અવરોધક છે.

* સ્ત્રીના કમરના દુખાવા માટે અને ગેસની તકલીફ માં વપરાય છે.

* જૂની ખાંસીમાં લીંડીપીપર અને મધ અકસીર દવા છે.

* ઉનાળામાં આ છોડ સુકાઈ જાય છે અને વરસાદ પડે નીચે મૂળમાંથી ફરીથી નીકળી વિકાસ પામે છે.

|| 29.  રોશા ઘાસ :-

* સુવાસિત તેલ મેળવવામાં આવે છે.

* તેનો ઉપયોગ સંધિવા તથા મણકા ના દુખાવા પર અન્ય તેલ સાથે ભેળવીને માલિશના રૂપે કરવામાં આવે છે.

|| 30.  બીલી :-

* બીલીના ઝાડ પાનખર છે. 

* શંકર ભગવાનના મંદિરમાં અવશ્ય વાવવામાં આવે છે

* તેના પાન ત્રિદલ હોય છે.

* આ પાન શિવ પૂજામાં વપરાય છે.

* તેના ઝાડ પર કોઠા જેવા ફળ આવે છે.

* તેના ફૂલ સફેદ કલરના અને સુગંધીદાર હોય છે.

* આંખના રોગમાં તેના પાન વાટીને આંખમાં અંજાય છે.

* ગૌમૂત્રમાં બીલી, માટી  તેલ મેળવી પકવીને કાનમાં નાખવાથી તે કાનની બહેરાશ દૂર કરે છે.

* બીલી એ ઘણી પૌષ્ટીક, પાચન અને ગ્રાહી છે.

* આવી દીપન, પાચક અને ગ્રાહી વનસ્પતી ભાગ્યે જ જોવા મળે છે.

|| 31.  બ્રાહ્મી :-

* યાદ શક્તિ વધારવા માટે ઉપયોગ થાય છે.

* ફુલ હલકા અને ભૂરા રંગના થાય છે.

* પ્રમેહ જેવા દર્દો માં પણ વપરાય છે.

* પાનનો રસ બાળકોને ઉધરસ અથવા શ્વાસનળીના સોજામાં ઉપયોગી છે.

* તેના સેવનથી ઉલટી થાય છે.

* બ્રાહ્મી કબજિયાતને દૂર કરે છે.

* બ્રાહ્મી પેશાબ લાવવામાં મદદ કરે છે.

|| 32.  બાવચી :-

* બાવચી નાનો વર્ષાયુ છોડ છે.

* બાવચીના પાન અતિસાર મરડામાં વપરાય છે.

* તેનું બીજ કુષ્ટ રોગમાં ઉપયોગી છે.

|| 33.  નીંબુ :-

* નીંબુ એક પ્રકારનું ઘાસ છે.

* આ ઘાસ માંથી સુગંધિત તેલ મેળવવામાં આવે છે.

* તેનો ઉપયોગ સાબુમાં થાય છે.

* ઘાસનો ઔષધી અને સોડમ માટે ઉપયોગ થાય છે.

* સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં પણ ઉપયોગ થાય છે.

|| 34.  ફુદીનો :-

* ફુદીનો ભારતમાં સર્વત્ર થાય છે.

* તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થને ઔષધિરૂપે કરવામાં આવે છે.

* ફુદીનાના તેલનો મુખ્યત્વે ઉપયોગ ઔષધી, ખાદ્ય અને સૌંદર્ય પ્રસાધન સામગ્રીમાં થાય છે.

|| 35.  ઈસબગુલ :-

* ઇસબગુલ તેના બીજ અને ભુશા માટે વિશ્વ પ્રખ્યાત છે.

* ઈસબગુલ કબજિયાત, પેટના વિકારો માં ઉપયોગમાં લેવામાં આવે છે.

* ઈસબગુલના બીજમાં કોલેસ્ટ્રોલ ઓછા કરવાના ગુણ રહેલા છે.

|| 36.  નીલગીરી :-

* નિલગિરીનું તેલ શરદી, ફેફસાના દર્દી માટે ઉપયોગી છે.

* આ ઉપરાંત તાવ અને મુત્ર કોથળી માં સોજો વગેરે ની સારવારમાં પણ વપરાય છે.

|| 37.  નગોડ :-

* તે મુખ્યત્વે સાંધાના દુખાવામાં ઉપયોગી છે.

|| 38.  કોઠી :-

* કોઠી નું વૃક્ષ થાય છે.

* પિત ચરમરોગ, સ્ત્રીઓમાં પ્રદર રોગમાં ખૂબ જ ઉપયોગી છે.

* તેને અંગ્રેજીમાં વુડ એપલ કહે છે.

* હરસ અને મસા માં પણ ઉપયોગી છે

|| 39.  કેરડા :-

* કેરડા નો ઉપયોગ અથાણામાં વિશેષ પ્રમાણમાં થાય છે.

* કેરડા આયુર્વેદનું ઉત્તમ ઔષધ છે.

* ગુજરાત કરતાં કચ્છ-કાઠિયાવાડમાં તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે.

* કેરડાનું અથાણું ડાયાબિટીસવાળા એ નિયમિત ખાવું જોઈએ.

* પથરી જેવા મૂત્રમાર્ગમાં રોગોમાં થતો મૂત્રનો અવરોધ-દુખાવો કરનાર છે અને કૃમિનો નાશ કરે છે.

* કેરડા નો નિયમિત ઉપયોગ કરવાથી ઘણી વખત ની જૂની કબજિયાત દૂર થાય છે.

* કેરડા નો ઉપયોગ ઉધરસ, શરદી અને કફના રોગોમાં ખૂબ જ હિતાવહ છે.

|| 40.  ખેર :-

* ગુજરાતના મોટાભાગના જંગલમાં ખેલ થાય છે.

* આ એક મોટું કાંટાળું વૃક્ષ છે તેમાંથી કાથો મેળવવામાં આવે છે.

* ૨૦ થી ૩૦ ફૂટ ઊંચા આ ઝાડનું ગૂંદર ખાવાલાયક હોય છે.

* વહેતું લોહી બંધ કરવામાં ખૂબ જ ઉપયોગી છે.

* આના લાકડામાંથી તબલા બનાવવામાં આવે છે.

* તેના પાન મોટા, સંયુક્ત અને ચળકાટ મારતા જાડા હોય છે.

* આ વૃક્ષનો ઉપયોગ લાખ ઉછેર માટે થઈ શકે છે.

|| 41.  ગરમાળો :-

* ગરમાળા નું મોઢું પાનખર ઝાડ થાય છે.

* વસંત ઋતુમાં આ ઝાડ આખું સોનેરી પીળા રંગના પુષ્પોથી છવાયેલું આકર્ષક લાગે છે.

* દેશી સીંગોમાં કાળા રંગનો ચીકણો ગર્ભ હોય છે.

* ગરમાળા નો ઉપયોગ પેટના રોગોમાં વધારે થાય છે.

* સાંધાની પીડા દૂર કરવામાં સાંધા ઉપર ચોપડવામાં આવે છે.

* કાકડા વધીને દુખાવો થાય ત્યારે તેની છાલને પાણીમાં ઉકાળી તેનાં કોગળા કરવાથી આરામ મળે છે.

|| 42.  ગળો :-

* તેનો વેલો થાય છે

* તેનું સંસ્કૃત માં નામ અમૃતા છે.

* બીજા કોઈ પણ ઝાડ પર તેના વેલા ચઢી જાય છે.

* ખાસ કરીને કડવા લીમડા પરની ગળો ઉત્તમ હોય છે એવી માન્યતા છે.

* તેના પાન પીપળના પાન જેવા હોય છે.

* ડાયાબિટીસમાં ખૂબ જ ઉપયોગી છે.

* શરીરના વાયુ, પિત્ત, કફ આ ત્રણે દોષોના વિકારોને દૂર કરીને શરીરને તંદુરસ્ત બનાવે છે.

* આજકાલ મીઠી પેશાબ ના રોગો ઘણા જોવા મળે છે તેમાં ગળો ઘણું સારું કામ આપે છે.

* ગળાના વેલા ઉપર પર્ણો માત્ર ચોમાસા પૂરતા જ રહે છે પછી તે પર્ણ રહિત થઈ જાય છે.

|| 43.  ગુગળ :-

* મારવાડ કચ્છ-સૌરાષ્ટ્ર, સિંધ, સિંગાપુરમાં તેના ઘણાં ઝાડ થાય છે.

* ગુગળ નો ઉપયોગ દુખાવામાં સાંધાના દુખાવામાં અને વાયુના રોગમાં થાય છે.

* યોગરાજ ગૂગળ, કાંચનાર ગૂગળ, ત્રિફળા ગૂગળ વગેરે અનેક દવાની બનાવટોમાંથી તૈયાર થાય છે.

* શરીરની ચરબી ઘટાડવા માટે ગુગળ પાણી સાથે લેવાથી ઘણો ફાયદાકારક છે.

* ગૂગળનું આયુષ્ય અન્ય કરતા ઓછું હોય છે.

* સામાન્ય જનતા તેનો ધૂપ, અગરબત્તી વગેરેમાં ઉપયોગ કરી હવા શુદ્ધ કરે છે.

|| 44.  ગોખરું :-

* ગોખરુ ના બે પ્રકાર જોવા મળે છે પ્રથમ બોડા ગોખરુ દ્વિતીય વેલા ગોખરૂં.

* ગોખરું ના ફળ ઉપર ત્રણ બાજુ કાંટા હોય છે.

* ગોખરું ને તલના છોડ જેવા પાન થાય છે અને જમીનથી એક ફૂટ જેટલો ઊંચો છોડ હોય છે.

* ઉભા ગોખરૂં કચ્છમાં જ થાય છે જ્યારે બેઠા ગોખરુ ગુજરાતમાં બધે જ થાય છે.

* ગોખરૂં શક્તિવર્ધક મનાય છે.

* આ સિવાય તેનો ઉપયોગ પેશાબ લાવવામાં પણ થાય છે.

* એ પથરીને તોડવા માટે પણ તે વપરાય છે.

* શીતળા, ઓરી, અછબડા ની ગરમી કાઢવા માટે પણ વપરાય છે.

|| 45.  અધેડો :-

*નાનો વર્ષાયુ છોડ સર્વત્ર થાય છે.

* અધેડાના બીજને દૂધમાં ખીર તરીકે પીવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી.

* મગજ ના અનેક રોગો ઉપર અકસીર ઔષધ તરીકે વપરાય છે.

* જે જંતુઓના ડંખમાં પણ ઉપયોગી છે.

* કફ અને મેદસ્વીતા તથા મરડામાં ખૂબ જ ઉપયોગ થાય છે.

|| 46.  અર્જુન સાદડ :-

* અર્જુન સાદડ નું ઝાડ થાય છે.

* આની છાલ નો ઉપયોગ હૃદયરોગમાં થાય છે.

* તેનું અર્જુનારિષ્ટ હૃદયરોગના દર્દીને અપાય છે.

|| 47.  અરડૂસી :-

* અરડૂસીના છોડ તો ઘર આંગણે વાવેલા જોવા મળે છે.

* તેની ડાળી જમીનમાં લગાવવાથી તેનો છોડ તૈયાર થઈ જાય છે.

* અરડૂસી ના પાન જામફળ જેવા પણ અણીદાર અને લાંબા હોય છે.

* અરડૂસીના ઉપર ધોળા ફૂલ બેસે છે જે સિંહ ના મોઢા જેવો હોવાથી તેને સિંહાસ્ય પણ કહે છે.

* સુકી અને કફવાળી એમ બંને ઉધરસમાં અરડૂસી ખૂબ જ હિતાવહ છે. 

* કફ છૂટતો ના હોય અને અવાજ કરતો હોય, કાચો કફ હોય, કાઢવામાં તકલીફ થતી હોય તો તેમાં અરડૂસી સારું કામ કરે છે.

* અતિ કડવી હોય છે પરંતુ પેટમાં દવા સ્વરૂપે લીધા બાદ અમૃત નું કામ કરે છે.

|| 48.  અરીઠા :-

* અરીઠા અતિ ઉત્તમ ઔષધ છે.

* અરીઠા ના ઝાડ જૂજ પ્રમાણમાં જોવા મળે છે.

* અરીઠા એ વિષનાશક છે સાપના ઝેર, સોમલ, વછનાગ, અફીણ વગેરેની ઝેરી અસરને દૂર કરવામાં અરીઠાનું પાણી પીવડાવવામાં આવે છે.

* અરીઠાના પાણીથી ગરમ તથા રેશમી કાપડ સાફ થાય છે.

* માથું ધોવામાં પણ અરીઠાનું પાણી ખૂબ જ ઉપયોગી છે.

* ઘરેણાનો મેલ સાફ કરવા માટે અરીઠાનું પાણી સોની લોકો વાપરે છે.

* અરીઠા, આમળા, શિકાકાઈ તથા કપૂરકાચલી ના પાવડર ના પાણીથી શરીર તથા માથું ધોવું શ્રેષ્ઠ ગણાય છે.

|| 49.  અશ્વગંધા :-

* અશ્વગંધા એક વનસ્પતિ છે.

* જે ખાનદેશ બહાર પશ્ચિમ ઘાટ તથા અન્ય અનેક સ્થાનોમાં જોવા મળે છે

* હિન્દીમાં આ છોડને સામાન્ય રીતે અષ્ટગંધ કહેવામાં આવે છે.

* લીલાશ પડતા પીળા રંગનો સૂક્ષ્મ ફૂલવાળો છોડ પડતર ખુલ્લા વિસ્તારમાં જોવા મળે છે.

* આ વનસ્પતિનો છોડ બે હાથ જેટલી ઊંચાઈ ધરાવે છે.

* આ વનસ્પતિ વર્ષાઋતુમાં પેદા થાય છે. પરંતુ કેટલાક સ્થાનો પર બારેમાસ મળતી હોય છે. 

* પાનની લુગદી ચામડીના રોગ તેમજ અશ્વગંધા ક્ષય રોગ માં કામ માં આવે છે.

* મૂળને વાટીને અથવા ઘસીને ઘા તથા સોજા ઉપર લગાવવામાં આવે છે.

* અશ્વગંધા અને શક્તિવર્ધક છે.

* અશ્વગંધા દૂધ અને સાકર સાથે લેવાથી વધુ ફાયદો કરે છે.

|| 50.  આંકડો :-

* શરીરમાં વેદના પર બાહ્ય ઉપચાર તરીકે આંકડા નું દૂધ ઉપયોગી બને છે.

* તે કુદરતનું એર કંડીશનર છે.

* આંકડો એ વાતાવરણને ઠંડું રાખે છે.

* જે જમીન અને હવામાનને ભેજવાળું અને ઠંડુ રાખે છે.

|| 51.  વડ :-

* વડનું ઝાડ બહુ મોટું અને ઘટાદાર હોય છે.

* આ ઝાડને પૂજ્ય ગણવામાં આવે છે. 

* વડસાવિત્રી વ્રત વખતે કુમારિકાઓ આ ઝાડની પૂજા કરે છે.

* ગુજરાતમાં નર્મદા નદીના કિનારે શુકલતીર્થ પાસે મોટો અને જૂનો કબીર વડ આવેલો છે.

* ધાતુ વિકારોમાં વડનું દૂધ ઉત્તમ માનવામાં આવે છે.

* વડની વડવાઈનું દાંતણ કરવાથી દાંત મજબૂત અને ચોખ્ખા થાય છે.

* શારીરિક શક્તિ મેળવવા પતાસામાં વડનું દૂધ એકઠું કરી રોજ તાજુ ખાઈ જવું.

* વડના પાનનો ઉપયોગ પતરાળા બનાવવામાં થાય છે.

* કલકત્તા પાસે હાવડા બોટનીકલ ગાર્ડનમાં વડ નુ મોટામાં મોટું ઝાડ આવેલ છે.

|| 52.  વછનાગ :-

* ગામડાઓમાં આને વાંઢવાન્ઢીંયો કહે છે.

* વછનાગ એ તાવ અને શરદીમાં તેમજ કફ માં ઉપયોગી છે.

|| 53.  વાવડીંગ :-

* વાવડીંગ નો ઉપયોગ કૃમિ નાશક તરીકે બાળકોમાં થાય છે.

* વાવડીંગ એ એક પ્રકારનો છોડ છે.

|| 54.  વિકડો :-

* વિકળો એ એક પ્રકારનું ક્ષુપ છે.

* કમળા ના રોગમાં મુખ્ય ઉપયોગ થાય છે.

|| 55.  મરડાસિંગ :-

* મરડાસિંગ એક પ્રકારનું ક્ષુપ છે.

* તેના પર આમળેલી દોરડી સિંગ આવે છે.

* મુખ્યત્વે નાના બાળકોમાં પેટના રોગોમાં ઉપયોગી છે અને મરડામાં તેનો ઉપયોગ થાય છે.

|| 56.  મામેજવો :-

* તે એક વર્ષાયુ છોડ છે.

* સૂકા છોડ નો પાવડર અને મધનું મિશ્રણ લોહીની શુદ્ધિ માં ઉપયોગી છે.

* ડાયાબિટીસને અંકુશમાં રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે.

|| 57.  માલકાંગણી :-

* તે એક પ્રકારનો વેલો છે.

* તેની છાલ બેરીબેરી માં ઉપયોગી છે.

|| 58.  મીંઢળ :-

* મીંઢળ કૃમિ નાશક તરીકે ઉપયોગી છે.

* સાપના ડંખ ના ઉપચારમાં પણ વપરાય છે.

* તે પડતર વિસ્તારમાં થડ ઉપર કાંટા સાથે જોવા મળે છે.

* શરૂઆતમાં સફેદ ફૂલ અને બાદમાં પીળા ફૂલ થાય છે.

* છાલનો લેપ સંધિવા ના સાંધા ઉપર, પીડાકારક મરડામાં મૂળની છાલ તેમજ જંતુનાશક અને હાડકાના દુખાવામાં વપરાય છે.

|| 59.  મુસળી :-

* તે એક છોડ છે.

* અને તે મુખ્યત્વે શક્તિવર્ધક છે.

|| 60.  કુંવરપાઠું :-

* કુંવરપાઠું સદા લીલુ રહેલું બારેમાસ સર્વત્ર ઉપલબ્ધ છે.

* તેના પાનના અંદરનો પોચો ભાગ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

* દાઝ્યા પર લગાડવામાં તથા ચામડીના રોગોમાં ખુબ જ ઉપયોગી છે.

* આંખો માટે ગુણકારી ગણાય છે.

* કુંવારપાઠાનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં પણ થાય છે.

|| 61.  હરડે :-

* ગુજરાતના વનો માં હરડેના વૃક્ષો જોવા મળે છે.

* લાંબી વજનદાર પાણીમાં ડુબવા વાળી તથા બે થી વધારે તોલા વજનવાળી હરડે ઉત્તમ ગણાય છે.

* જેમ વધારે વજન તેમ કીમતી માનવામાં આવે છે.

* અને માતા તુલ્ય કહી શકાય. જેની મા મરી જાય તેની મા હરડે છે.

* બળવાન બનાવવા માં હરડે ઉપયોગી છે.

* મરેલા ઢોરના ચામડાં ને મજબૂત નરમ બનાવવા માટે હરડે નું પાણી વપરાય છે.

|| 62.  હળદર :-

* હળદર એ એક પ્રકારનો છોડ છે.

* વાગેલા ઘા ઉપર વહેતું લોહી બંધ કરવા હળદરનો ઉપયોગ થાય છે.

* મૂત્રમાર્ગના બધા દર્દો પર હળદર સારું કામ કરે છે.

* હળદર સોજા ઉપર પણ મુખ્ય કામ આપે છે.

|| 63.  સુખડ :-

* મધ્યમ કદનું સદા હરિત વૃક્ષ પાનખર ભેજવાળા જંગલોમાં જોવા મળે છે અને તેનું થડ કાળું હોય છે.

* જાંબલી રંગના ફૂલ તથા જાંબલી રંગના ફળ થાય છે.

* તેનું વૃક્ષ પંદર વર્ષે પરિપક્વ થાય છે.

* ચાલીસ વર્ષનું ચંદન ઉત્તમ માનવામાં આવે છે.

* પેશાબની કોથળી માં સોજો દુખાવો વગેરેમાં ખૂબ જ ઉપયોગી છે.

|| 64.  સાટોડી વેલો :-

* સાટોડી વેલો મુખ્યત્વે મૂત્ર વિરેચક અને સોજાના રોગોમાં ઉપયોગી છે.

|| 65.  સીતાફળ :-

* સીતાફળ પૌષ્ટિક અને પિત્તનાશક છે.

* માથામાં જૂ તથા લીખો મારવા માટે સીતાફળના બી નો ઉપયોગ થાય છે.

|| 66.  બારમાસી :-

* પાન અને ફૂલનો રસ કેન્સર ની દવા તરીકે વપરાય છે.

* ફુલ વાળી ચા પીવાથી બ્લડપ્રેશર અને બેચેની અડધી મીનીટમાં દુર થાય છે.

|| 67.  બોરડી :-

* વીંછી કરડે ત્યાં તેના ઉપર બોરડી તથા ઉમરાળાના પાનની લુગદી લગાડવાથી રાહત થાય છે.

|| 68.  બહેડો :-

* બહેડા ના ઝાડ ઘણા ઊંચા અને મોટા થાય છે અને તે જંગલોમાં જોવા મળે છે.

* જેના ઝાડ પરના ગોળ ફળને બહેડા કહે છે.

* જે પાકીને ઝાડ નીચે ઢગલાબંધ એકઠા થાય છે.

* શરીરની બળતરા પર તેના ઠળિયા ની અંદર ની બીજ વાટીને લેપ કરવાથી મટે છે.

* ચકામાં ઊપડે તે પહેલાં બીજ ઘસીને ચોપડવાથી આરામ થાય છે.

* ત્રિફળા = હરડે + બહેડા + આમળા

|| 69.  બોરસલી :-

* બોરસલી એ એક પ્રકારનું વૃક્ષ છે.

* બોરસલી નો સારામાં સારો ઉપયોગ દાતણ તરીકે થાય છે.

* બોરસલીનું દાંતણ કરવાથી દાંત મજબૂત અને વજ્ર જેવા બને છે.

|| 70.  ભોયરિંગણી :-

* ભોંયરીંગણી એ લક્ષ્મણા તરીકે પણ ઓળખાય છે.

* આ વનસ્પતિનો છોડ જમીન પર ફેલાતો બહુવર્ષાયુ છોડ છે.

* આ છોડના પાન લાંબા, કાંટાવાળા અને લીલા રંગના હોય છે.

* તેના પરના ફૂલ જાંબલી રંગના હોય છે.

* પશ્ચિમ અને ઉત્તર ભારતમાં સૂકા સ્થાનો પર વધારે જોવા મળે છે.

* દશમૂળ  માં વપરાતી 10 વનસ્પતિઓમાંથી આ એક છે.

* દશમૂળ વાયુના રોગો તથા શક્તિ મેળવવામાં કામ આવે છે.

|| 71.  બીયો :-

* બીયો ના લાકડા ને પાણીમાં પલાળી પીવાથી મધુપ્રમેહમાં (ડાયાબીટિસમાં) રાહત રહે છે.

|| 72.  ભિલામો :-

* ધોબી તેના કપડાં પર નિશાન કરવા માટે ભીલામો નો ઉપયોગ કરે છે.

* તેનો ડાઘ કપડાં પરથી જતો નથી.

|| 73.  ભાંગરો :-

* ભાંગરો એક વર્ષીય છોડ છે.

* મુખ્યત્વે વાળના પોષણ માટે તથા વાળની વૃદ્ધી માટે ઉપયોગમાં લેવાય છે.

|| 74.  નાગરવેલ :-

* નાગરવેલના પાનનો ઉપયોગ ખાવામાં થાય છે.

* તેનાથી પાચનક્રિયાને લાભ થાય છે.

|| 75.  પારીજાતક :- 

* પારિજાતક બગીચા તથા ઘર આંગણે વધારે પ્રમાણમાં જોવા મળે છે.

* તે એક પાનખર અને સુંદર વૃક્ષ છે.

* તેના ફૂલમાંથી કેસરી કલરની ડાય બને છે.

* પારિજાતના પાન ખરબચડા હોય છે.

* પારિજાતક પર શ્રાવણથી આસો માસમાં ફૂલ બેસે છે.

* તેના ફૂલ સફેદ કેસરી કલર ના હોય છે.

* ફૂલ ઘણા જ સુવાસિત હોય છે.

* તેના ફૂલ રાત્રે જ ખીલે છે.

* ધાધર પર પારિજાતક ના પાનનો લેપ કરવાથી મટે છે.

|| 76.  પીપળો :- 

* ભારત દેશમાં સર્વત્ર જોવા મળે છે.

* વડના ઝાડની જેમ તેનો ઘણો મોટો વિસ્તાર હોય છે.

* તે જ ઠંડક આપનાર હોય છે.

* અનેક ગુણોવાળું આ ઝાડ ભારતમાં ઘણું પવિત્ર મનાય છે.

* પીપળાના ઝાડ ઉપર લાખ ઉગે છે.

* તે દવાઓમાં ઉપયોગમાં આવે છે. પીપળો એક પવિત્ર વૃક્ષ છે.

* ખસ, ફોલ્લા વગેરે ચામડી પર તેની છાલને પાણીમાં ઘસી ચોપડવાથી મટે છે.

* મુખપાક માં પીપળા નો ઉપયોગ થાય છે.

|| 77.  પીલુ :-

* પીલુ એક પ્રકારનું વૃક્ષ છે.

* પીલુ  ના પાન નો રસ સ્કર્વી રોગના ઉપચારમાં અને તેનું તેલ સંધિવાના માલિશ કરવા માટે ઉપયોગી છે.

|| 78.  ચણોઠી :-

* ચણોઠી એક પાનખર વેલ છે.

* જાડી ઝાંખરામાં વાડ ઉપર દરેક જગ્યાએ જોવા મળે છે.

* પર્ણ આઠથી દસ જોડીમાં આમલી જેવા લંબગોળ હોય છે.

* સફેદ, કાળા કે લાલ રંગનાં બીજ કે જેનું એકસરખું વજન 1 ગ્રામ જેટલું હોય છે એટલે કે રતીભર વજન જેટલું હોય છે.

* ચણોઠી ના પાન વાટીને મધ સાથે સોજાવાળા ભાગ ઉપર લગાડવાથી સોજો મટે છે.

* સફેદ ચણોઠી થી ધી મા ઝેર તરીકે ઉલટી કરાવવા તથા પાનનો રસ ઝાડા બંધ કરવાની દવા માં કામ આવે છે.

* ચણોઠી ના પાન રોચક શક્તિવર્ધક છે.

|| 79.  ચારોડી :-

* ચારોડી નું ઝાડ થાય છે.

* તે ખાવામાં સ્વાદિષ્ટ અને બુદ્ધિપૂર્વક છે.

* ચારોડી નું તેલ બદામના તેલ જેવું બુદ્ધિવર્ધક છે 

|| 80.  ચિત્રક :-

* ચિત્રક એક વર્ષાયુ છોડ છે.

* મૂળનો રસ ચામડીના રોગોમાં ઉપયોગી છે.

* પાન શક્તિવર્ધક અને સ્વાસ્થ્ય ઉત્તેજક છે.

|| 81.  જામફળ :-

* જામફળના વૃક્ષ થાય છે.

* ભાંગના નશામાં જામફળ ખવડાવવાથી તેનો નશો ઊતરે છે.

* હરસ મસાના દર્દીને પાકા જામફળના નાગકેસર નું ચૂર્ણ મેળવી આખી રાત ચાંદની માં રાખી સવારે ખવડાવવાથી મટે છે.

|| 82.  જેઠીમધ :-

* જેઠીમધ નો છોડ થાય છે.

* તે ભારતના ઘણી જગ્યાએ જોવા મળે છે.

* તેના પાન મીંઢી આવળનાં પાન જેવા હોય છે.

* આ છોડના મૂળને જેઠીમધ કહેવામાં આવે છે.

* તેનો સ્વાદ ગળ્યો હોય છે.

* તરસને શાંત કરનાર હોય છે.

* જેઠીમધનું ચૂર્ણ, વાંસ, કપૂર, લીંડીપીપર, મધ સાથે ચાટવાથી ફાયદો થાય છે.

* જેઠીમધ નું લાકડું મોમાં રાખી ચૂસવાથી ખાંસી મટે છે.

* રક્તસ્રાવમાં ખૂબ જ ઉપયોગી છે.

* તે ખરેખર મૂળ નહીં પરંતુ જમીનની અંદર વિકાસ પામતાં પ્રકાંડ હોય છે.

|| 83.  જાસુદ :-

* જાસૂદ એ ગર્ભ સ્ત્રાવ વર્ધક છે.

* આ ઉપરાંત કામોતેજક, પીડાકારક અને જનન અવયવ અવરોધક છે.

* કફ અને તાવમાં ઉપયોગી છે.

|| 84.  જાંબુ :-

* મુખ્યત્વે ડાયાબિટીસ રોગમાં જાંબુ ના બીજ પૂર્ણ ઉપયોગમાં લેવામાં આવે છે.

|| 85.  ટેટુ :-

* તાવ, આંતરડાના કૃમિ તથા ઊલટી મટાડવામાં ઉપયોગી છે. 

* મરડો, અતિસાર ઝાડામાં અકસીર દવા તરીકે ઉપયોગી છે.

|| 86.  કાંચકા :- 

* કાચકા એક વેલા જેવો છોડ થાય છે.

* પેટના રોગો તથા તાવમાં કાચકા ઉપયોગી છે.

|| 87.  કાજુ :-

* કાજુ ના ઝાડ ડુંગરાળ પ્રદેશમાં તેમજ જંગલોમાં થાય છે.

* આફ્રિકા અને દક્ષિણ ભારતમાંથી પુષ્કળ પ્રમાણમાં થાય છે.

* કાજુની ભારતમાંથી નિકાસ કરવામાં આવે છે.

* એનું ફળ ખૂબ જ ઉપયોગી છે.

* કાજુ બળ આપનાર રુચિકર, બુદ્ધિવર્ધક છે.

* કાજુ ના પાન લાંબા જાડા ચળકાટ ધરાવતા હોય છે.

* રંગબેરંગી ફળ સ્વાદિષ્ટ હોય છે અને તે ખાઈ શકાય છે.

|| 88.  કાળી જીરી :-

* લાંબો સીધો કોમળ વાળો છોડ પર જમીન માં ઉગે છે.

* કાળી જીરી ના બીજ કૃમિનાશક છે.

* ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે.

* પાન ના કિનારે દાંતા અને આધાર ભાગ સાંભળતો હોય છે.

* તે એક વર્ષાયુ છોડ છે.

* ફૂલ ગુલાબી રંગના ગુચ્છામાં હોય છે.

|| 89.  કેળ :-

* કેળ એક વર્ષાયુ છોડ છે.

* તેનું થડ અનેક પર્ણોના દંડથી બને છે.

* પ્રદર અને ધાતુ વિકાસમાં ઘી સાથે ઉપયોગી છે.

|| 90.  કેસુડો ખાખરો :-

* કેસૂડાના વૃક્ષો થાય છે.

* ગુજરાતના વનો માં સર્વત્ર જોવા મળે છે.

* ફેબ્રુઆરી-માર્ચમાં નારંગી અથવા લાલ રંગના ફૂલ ના ગુચ્છા આવે છે.

* ચામડીના રોગમાં તેનો વિશેષ ઉપયોગ થાય છે તથા આંતરડાના કૃમિ માટે ખૂબ જ ઉપયોગી છે.

* તેના બીજ લીમડાના રસમાં પીસીને વડવાળી ચામડી પર લગાવવામાં આવે છે.

* કેસુડાના બીજમાં કૃમિનાશક ગુણ જોવા મળે છે.

|| 91.  કોકમ :-

* કોકમ એક વૃક્ષ થાય છે.

* તેના ફળ માંથી નીકળતું તેલ માલિશ માટે ઉપયોગી છે.

* સૌંદર્ય પ્રસાધન બનાવવા માટે તેના તેલનો ઉપયોગ થાય છે.

* રાજપીપળાના વનસ્પતિ ઉદ્યાન માં કોકમના વૃક્ષો જોવા મળે છે.

|| 92.  કૌંચા :-

* કૌંચા ધાતુપુષ્ટિ માટે ઉપયોગી છે.

* શક્તિવર્ધક અને વીર્યવર્ધક છે.

* ભૈરવસિંગ તરીકે કૌંચા ઓળખાય છે.

* કેલીયા નામના વાંદરા તે ખૂબ જ ખાય છે.

|| 93.  કરંજ :-

* કરંજ એક વૃક્ષ થાય છે.

* તેના બીજમાંથી તેલ નીકળે છે જે સંધિવા અને ચામડીના રોગોમાં વપરાય છે.

* સાબુ ઉદ્યોગમાં પણ કરંજ નો ઉપયોગ થાય છે અને તેનુ દાતણ પણ ઉપયોગી છે.

|| 94.  લીલું કરિયાતું :- 

* આનો છોડ ચોમાસામાં અને શિયાળામાં થાય છે.

* વર્ષાયુ ઝાડ, ચોરસ, પાન અતિ લાંબા, જામલી અને સફેદ નાના ભૂલ થાય છે.

* કરિયાતું આયુર્વેદિક મુજબ ઔષધિય મહત્ત્વ ખૂબ જ છે.

* આ છોડ ભારત તથા શ્રીલંકાનો મૂળ નિવાસી છે તથા દક્ષિણ એશિયામાં વ્યાપક રૂપમાં આ વનસ્પતિની ખેતી કરવામાં આવે છે.

* પાણીમાં ઉકાળો બનાવી તાવમાં ઉપયોગ માં લેવામાં આવે છે.

* ડાયાબિટીસના દર્દી માટે તે અસરકારક છે.

* અતિ કડવું પણ દવા તરીકે અમૃત છે.

|| 95.  કરમદા :-

* કરમદા ને એક ગીચ ઝાડી આકારમાં ફેલાતી વનસ્પતિ છે.

* કરમદા નો ઉપયોગ શાક તથા અથાણું બનાવવામાં કરવામાં આવે છે.

* આ વનસ્પતિ ભારત દેશમાં રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, હિમાલયના વિસ્તાર ક્ષેત્રમાં જોવા મળે છે.

* આ ઉપરાંત નેપાળ તથા અફઘાનિસ્તાનમાં પણ જોવા મળે છે.

* તેની ઉપર ફૂલ બેસવાનું માર્ચ મહિનામાં શરૂ થાય છે અને જુલાઇથી સપ્ટેમ્બર મહિના વચ્ચે ફળ પાકી જાય છે.

|| 96.  કડાયો :-

* કડાયો નું વૃક્ષ થાય છે.

* તેનું ગુંદર કપડાંના રંગ કામમાં ઉપયોગી છે.

* દવાઓ બનાવવામાં પણ ઉપયોગી છે

|| 97.  ઉમરડો :- 

* ઉમરડો નું ઝાડ થાય છે.

* જકડાયેલા અંગ પર ઉમરડો નું દૂધ ચોપડવાથી તે મટે છે

|| 98.  ઇન્દ્રજવ :-

* ઇન્દ્રજવ છ થી આઠ ફૂટનું પાનખર જંગલી ઝાડ છે.

* તેના પાન બદામ ના પાન જેવાં હોય છે.

* ઇન્દ્રજવના ફૂલનું શાક કરવામાં આવે છે.

* ઇન્દ્રજવ ની સીંગો લાંબી હોય છે.

* ઇન્દ્રજવ ઘણા કડવા હોય છે.

* પથરી પર ઇન્દ્રજવ ની છાલ દહીમાં ઘસી પિવડાવવાથી ફાયદો થાય છે.

* ઇન્દ્રજવ નો વધારે ઉપયોગ ઝાડા થતા હોય ત્યારે થાય છે.

* મરડા ની દવા માં ઇન્દ્રજવ વપરાય છે

|| 99.  એરંડો :-

* દિવેલા ઝાડો સાફ લાવવા માટે ઉપયોગી છે.

* અનાજને દિવેલથી મેળવી રાખવાથી બગડતું નથી 

|| 100.  અરણી :-

* અરણી નો છોડ થાય છે.

* ગર્ભાશય પર અરણી મહત્વનો પ્રભાવ પાડે છે.

* ગર્ભપાત અટકાવવા માટે ઉપયોગી છે.

THANK YOU ❤

Post a Comment

0 Comments