ગુજરાતનાં સાંસ્કૃતિક વન


વન મહોત્સવ : 😃

  • 1 થી 7 જુલાઈ 
  • ભારતમાં 1950 માં વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા સૌપ્રથમ દિલ્લીના રાજઘાટ ખાતે વૃક્ષ નું વાવેતર કરીને કરવામાં આવી હતી.
  • ગુજરાતમાં જે કોઈ જગ્યા ધાર્મિક, ઐતિહાસિક કે ભૌગોલિક મહત્વ ધરાવતી હોય ત્યાં વન નું નિર્માણ કરવામાં આવે છે.
  • 2004 સુધી રજ્યકક્ષાનો વન મહોત્સવ ગુજરાતના પાટનગર ખાતે યોજવાની વર્ષો જૂની પ્રણાલી અમલ માં હતી, પરંતુ 2005 માં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ વન મ્હોત્સવ રાજ્યનાં પાટનગર ની બહાર યોજવાનો નવતર અભિગમ અપનાવ્યો.
ALSO READGSEB Textbook

સંસ્કૃતિક વનોના હેતુઓ :
  • ઔષધીય વૃક્ષોથી લોકોને માહિતગાર કરવા 
  • વૃક્ષોથી લોક કલ્યાણ 
  • વૃક્ષો પ્રત્યે પ્રેમ ભાવના 
  • ધાર્મિક સ્થળોનો વિકાસ 
  • રોજગારી ઉત્પન્ન કરવી 
  • ઉજાણી સ્થળ વધારવા ( ઉજાણી = પીકનીક ના સ્થળ)
  • જૈવ વિવિધતા અને પર્યાવરણમાં સુધારો લાવવાની ક્રિયા કરવી 
  • પ્રાચીન સંસ્કૃતિથી લોકોને માહિતગાર કરવા

(ફોટો ક્લીયર ના દેખાય તો ફોટા પર ક્લિક કરીને ફોટો ઓપન કરો, આભાર)

સૌથી મોટું વન :- રામ વન (157 એકર) - 63.53 હેક્ટર 
સૌથી નાનું વન :- હરિહર વન (3.95 એકર) - 1.6 હેક્ટર 


(ફોટો ક્લીયર ના દેખાય તો ફોટા પર ક્લિક કરીને ફોટો ઓપન કરો, આભાર)

1) પુનીત વન :- 
  • લોકાર્પણ - 6/7/2004 
  • "માં બાપ ને ભૂલશો નહી" નાં રચયિતા સંત પુનીત મહારાજ ના નામ પરથી પુનીતવન
  • આ વન માં ગ્રહ, નક્ષત્ર, રાશી, સંસ્કૃતિ અને આસ્થાને કેન્દ્રબિંદુમાં રાખી વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે.
  • આ વનમાં નક્ષત્રવન, રાશીવન, નવગ્રહવન અને પંચવટીવનની રચના કરવામાં આવેલ છે.
  • શિવલિંગ જેવો આકાર દેખાય તે માટે 3161 બીલીવૃક્ષનું વાવેતર કરવામાં આવેલ છે (બીલીવૃક્ષોનું શિવલિંગ)
  • આ વન માં એમ્ફી થીયેટર તેની રમણીયતામાં વધારો કરે છે.
  • નવ ગ્રહ, બાર રાશી અને 27 નક્ષત્રોના આરાધ્ય વૃક્ષ ઉગાડવામાં આવ્યા છે.

2) માંગલ્ય વન :- 
  • લોકાર્પણ - 17/7/2005 
  • અંબાજી-બનાસકાંઠા ખાતે આવેલું છે.
  • નવપરણીત 501 નવયુગલ દ્વારા કરવામાં આવેલ વૃક્ષ વાવેતર એ માંગલ્યવન નો ચીરસ્મરણીય પ્રસંગ છે.
  • આ વન માં જુદા જુદા રોપાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી ઓમ આકાર ની "ઓમવાટીકા" આવેલી છે.
  • સરોવરના એક કિનારે થી બીજા કિનારે જવા માટે બનાવેલો લાકડાનો "ગાર્ડનબ્રીજ" આ જગ્યા નું અનેરું આકર્ષણ છે.

3) તીર્થકર વન :- 
  • લોકાર્પણ - 13/7/2006 
  • આ વન તારંગા-મહેસાણા ખાતે આવેલ છે, અહી ભગવાન અજીતનાથનું પુરાણું મંદિર આવેલું છે.
  • આ મંદિર 1185 માં કુમારપાળ દ્વારા બંધાવવામાં આવ્યું હતું.
  • જૈન ધર્મ ના 24 તીર્થકરો એ અહી વૃક્ષ નીચે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરેલ હોવાથી આ વૃક્ષો કેવલીવૃક્ષો તરીકે જૈનો માં આદર ધરાવે છે.
  • આ કારણે અહી કેવલી વૃક્ષો ધરાવતું તીર્થકર વન તૈયાર કરવામાં આવેલ છે.
  • તીર્થકર વન ની રચના કલ્પવૃક્ષ યંત્ર પ્રમાણે કરવામાં આવી છે.
  • રાશીવન, નક્ષત્રવન, નવગ્રહવન, શ્રીપર્ણી વન, વન કુટીર વગેરે બનાવવામાં આવેલ છે.
  • આ સ્થળને પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવેલ છે.

4) હરિહર વન :- 
  • લોકાર્પણ - 23/7/2007 
  • આ વન ગીરસોમનાથ જીલ્લા માં આવેલું છે.
  • વિસ્તાર ની દ્રષ્ટિએ સૌથી નાનું વન છે ( વિસ્તાર :- 1.6 હેક્ટર )
  • આ વન માં શિવપંચાયત વન, શ્રીકૃષ્ણ ગૌલોક ધામ વન, હરીશંકરી વન, રુદ્રાક્ષવન, જ્યોતિલિંગ વન, સપ્તર્ષિ વન, પંચવલ્કલ વન, સ્મૃતિવન વગેરે જેવી વૃક્ષ વાટીકાઓ અહી આવેલી છે.

5) ભક્તિ વન :- 
  • લોકાર્પણ - 18/7/2008
  • આ વન સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે આવેલું છે.
  • આ વન રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 પર આવેલ છે. 
  • આ વનનો 12 એકર જેટલો વિસ્તાર 3 ભાગમાં વહેચવામાં આવ્યો છે.
    • તુલસીકુંડ
    • ભક્તિવન સંકુલ
    • પુનીતવન
  • "નીરોગી બાળ વર્ષ" ને ધ્યાન માં રાખી ને આયુર્વેદિક મહત્વ ધરાવતી વિવિધ વનસ્પતિઓનું "નીરોગી બાળ વન" ઉભું કરવામાં આવેલ છે. [ નીરોગી બાળ વર્ષ - 2008-2009 ]
  • 51 શક્તિપીઠ, નવદુર્ગાવન તથા તુલસીકુંડમાં 108 તુલશીનું વાવેતર કરવામાં આવ્યું છે.

6) શ્યામળ વન :- 
  • લોકાર્પણ - 18/7/2009 
  • શામળાજી ખાતે મેશ્વો નદી ના કિનારે આવેલું છે.
  • શામળાજી ખાતે  ભગવાન વિષ્ણુનું વિખ્યાત મંદિર આવેલું છે.
  • કોપી સિંગ પ્રકારના વૃક્ષ આવરણ ધરાવતા બે ડુંગર ની વચ્ચે આ જગ્યા આવેલી છે.
  • આ વન માં કોતરણી વાળું મુખ્ય પ્રવેશદ્વાર, દશાવતારવન, નક્ષત્ર વન, રાશીવન, ધન્વન્તરી વન, દેવવન, સ્મૃતિ વન, ગ્રહવાટિકા, ખેત વનીકરણ નિદર્શન પ્લોટ, આધુનિક નર્સરી, બામ્બુ સિટમ ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ટ્રી મ્યુઝિયમવગેરે આવેલું છે. 

7) પાવકવન :- 
  • લોકાર્પણ :- 30/7/2010 
  • ભાવનગર માં પાલીતાણા ખાતે આવેલું છે.
  • આ વન માં 95 જાતના વૃક્ષો ઉગાડવામાં આવેલ છે.
  • અહી અમૃત મહોત્સવ વન, વિહંગવન, રાયણવન, આરોગ્યવન, ડમરા વાટિકા વન, સુશ્રુત વન, તીર્થકર વન, રાશીવન, નક્ષત્ર વન, શેત્રુંજય વન, કમલ કુંડ વન વગેરે જેવા વનો આવેલા છે.

8) વિરાસત વન :-
  • લોકાર્પણ  - 31/7/2011 
  • આ વન પંચમહાલ માં પાવાગઢની તળેટીમાં જેપુરા ગામે આવેલું છે. 
  • વિશ્વામિત્રી નદીના કિનારે આવેલ છે.
  • આ વન ને સાત થીમ આધારિત વિકસાવેલ છે 
    • આનંદવન 
    • આરોગ્યવન
    • આરાધ્યવન
    • સાંસ્કૃતિકવન
    • આજીવિકાવન
    • નિસર્ગવન
    • જૈવિકવન
  • મુલાકાતીઓના વિશ્રામ માટે વનકુટીર આવેલું છે.
  • મુલાકાતીઓના અલ્પાહાર માટે કેફેટેરીયા આવેલું છે.

9) ગોવિંદગુરૂ સ્મૃતિ વન :-
  • લોકાર્પણ - 30/7/2012 
  • ગામ - માનગઢ, તાલુકો - સંતરામપુર, જીલ્લો - મહીસાગર
  • આ સ્થળે અંગ્રેજોની વેઠ મજુરી વિરુદ્ધ અવાજ બુલંદ કરનાર આદિવાસીઓએ ગોવિંદ ગુરુ ની રાહબરી હેઠળ તારીખ 17/11/1913 ના રોજ અંદાજે 1500 થી વધારે લોકોએ શહીદી વહોરી હતી.
  • માનગઢ ને મહીસાગર નુ જલિયાંવાલા બાગ હત્યાકાંડ તરીકે ઓળખવામાં આવે છે.
  • આ સ્થળે ગુરુ ગોવિંદ ના કર્યો અંગે જન જાગૃતિ ફેલાવવા માટે એક પ્રદશન કક્ષ, શહીદો ની સ્મૃતિમાં અમર જ્યોતિ સ્તંભ ઉપરાંત શહીદ વન, વિશ્રામ કુટીર, તુલસીકુંડ, કમળ કુંડ, રાશીવન, નક્ષત્ર વન, બિલ્વ વન, કેકેટાઈ કોર્નર તથા માનગઢ ની દ્રશ્યાવલી ઝાંખી કરાવતો એક નિસર્ગ ઝરુખો આવેલ છે.
  • આ વન માં 5000 વૃક્ષો તથા આજુ બાજુ ના વન વિસ્તાર અને ખેતરો માં 1 લાખ વૃક્ષો ઉછેરવામાં આવેલ છે.
  • આ કાર્યક્રમ માં 50000 જેટલી આજુબાજુ ની જનમેદની હાજર રહી હતી.

10) નાગેશ વન :-
  • લોકાર્પણ - 2/8/2013 
  • દ્વારકાથી 17 કિમી દુર નાગેશ્વર પાસે નાગેશ વન આવેલ છે.
  • આ વન માં નવગ્રહ વન, રાશીવન, પંચવટી વન, ચરકવન, ગુગળવન, તુલસીવન, બીલીવન, વડ પીપળ વાટિકા, પામગ્રુવ, શેલ્ટર બેલ્ટ વાવેતર તૈયાર કરવામાં આવેલ છે.
  • ભગવાન કૃષ્ણ એ દારૂકા રાક્ષસ નો વધ અહી કર્યો હોવાથી તેની યાદ માં દારૂકા વન ઉભું કરવામાં આવેલ છે.
  • આ વન માં માનસરોવર ના ફરતે તેની પાળ ઉપર જાંબુ, અર્જુન, સાદળ, વડ, પીપળ અને દેશી બાવળ નું વાવેતર કરી ને શુશોભિત કરવામાં આવેલ છે.
  • અહી 9000 રોપા ઉછેરવામાં આવ્યા છે.
  • આ વન  માં પ્રવેશ દ્વાર, વનકુટીર, માનસરોવર તળાવ, વોચ ટાવર, કૈલાશ પર્વત, મરીન ઇન્ટરપ્રીટેશન કેન્દ્ર તૈયાર કરવામાં આવેલ છે.
  • જેમાં કૈલાશ પર્વત પર નયન રમ્ય ભગવાન શિવપરિવારની મૂર્તિઓ, યોગેશ્વર રૂપના શ્રી કૃષ્ણની મૂર્તિ, ભગવાન શ્રી કૃષ્ણ ના પંચજન્ય શંખ નું સ્થાપન કરવામાં આવેલ છે.

11) શક્તિ વન :- 
  • લોકાર્પણ - 30/7/2014 
  • આ વન રાજકોટમાં જેતપુરપાસે કાગવડ ખાતે આવેલું છે.
  • સાંસ્કૃતિક દ્રષ્ટિ એ મહત્વ ધરાવતા 83,700 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.
  • "નારી તું નારાયણી" થીમ પર બનેલું વન છે.
  • 1111 રોપાઓનું બાળ કન્યા અને વરિષ્ઠ નાગરીકો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે.
  • આ વન માં કમળકુંડ, ગુજરાત ની અસ્મિતા સમાન સાવજનું મોડલ, જલ શક્તિ ની અનુભૂતિ દર્શાવતો પાણીનો ધોધ "ખોડલધરો", નયનરમ્ય તળાવ, નારી તું નારાયણી ને સાર્થક કરતું, નારીને આદર આપતું શિલ્પ, વન ઔષધીથી ઉપચારની સમજ આપતું "વિશ્વાયુશવન", શક્તિના પંચ સ્વરૂપ નું મહત્વ દર્શાવતા વૃક્ષ નું મોડલ વગેરે બનાવવામાં આવેલ છે.
  •  આ ઉપરાંત, પંચવટી, કદમકુંજ, નવગ્રહવન, ચંદનવાટિકા, બિલ્વાવન, અશોકવાટિકા, વાંસના કુંજ, નક્ષત્રવન, રાશીવન, શ્રીપર્ણીવન, મુલાકાતીઓ ને પર્યાવરણ લક્ષી માહિતી પ્રદાન કરતું ઇન્ટરપ્રિટેશન કેન્દ્ર બનાવવામાં આવેલ છે.

12) જાનકી વન :- 
  • લોકાર્પણ - 2/8/2015 
  • આ વન પૂર્ણા નદીના કિનારે આવેલ છે. 
  • આ બહુ આયામી વન છે.
  • આ વન નું લોકાર્પણ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
  • આ વન ચીખલી-સાપુતારા, રાજ્ય ધોરીમાર્ગ ઉપર ઉનાઈ રોડ ના ત્રિભેટે આવેલ છે.
  • આ વનમાં ચંદનવન, નવગ્રહવન, આમ્રવન, સિંદુરીવન, પંચવટીવન, અશોકવાટિકાવન, દેવફળવન, વાલ્મીકી વન, આશ્રમ વન, દશમૂળ વન, વડવન, કાજુવન, નક્ષત્રવન, રાશીવન, રામાયણ વન, બીલીવન, આદિવાસી ઝૂંપડી વગેરે નું નિર્માણ કરવામાં આવેલ છે.
  • આ વન નાં મુખ આકર્ષણો આદિવાસી લોકનૃત્યોના વાજીત્રોનું મ્યુરલ, આદિમાનવનું મ્યુરલ, નારીશક્તિ શિલ્પ, ઉનાઈ માતાજીનું મ્યુરલ, વાંસની વિવિધ બનાવટો, વાલ્મીકી કુટીર વગેરે મુખ્ય આકર્ષણો છે.

13) આમ્રવન :-
  • લોકાર્પણ - 30/7/2016 
  • વલસાડ માં કપરાડા તાલુકામાં બાલાચૌઢી ખાતે આવેલ છે.
  • આ વનમાં રાશીવન, નવગ્રહવન, નક્ષત્રવન, પંચવટી વન, આરોગ્ય વન, આમ્રવન જેવા વનો નું નિર્માણ  કરવામાં આવેલ છે જેમાં કુલ 1,62,541 રોપાઓ રોપવામાં આવેલ છે
  • આંબાની ખેતી અંગે નો વૈજ્ઞાનિક પરિચય, આંબા અંગે વિસ્તૃત માહિતી, વનકુટીર, પૌરાણિક શિવમંદિર વગેરે મુખ્ય આકર્ષણો છે.

14) એકતાવન :- 
  • લોકાર્પણ - 4/8/2016 
  • આનંદીબેન પટેલ દ્વારા લોકાર્પણ 
  • આ વન સુરતમાં બારડોલીના મૌતા ખાતે આવેલું છે 
  • આ વન માં કદમ વન, આમલીવન, રાશીવન, નક્ષત્રવન, પંચવટી વન, અમરવન, કોઠવન, રાયણવન, ચંદન વન, સેતુરવન, નીલગીરીવન, આયુર્વેદિક વન, સિંદુરીવન વગેરે નું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં કુલ 9,707 રોપાઓ રોપવામાં આવેલ છે.
  • સરદાર પટેલ નું સ્મારક અને એકતા સ્તંભ, વન કુટીર, જુદા જુદા ઔષધીય વનો, ફૂલવાટી, કસરતનાં સાધનો વગેરે મુખ્ય આકર્ષણો છે.

15) મહીસાગર વન :- 
  • લોકાર્પણ - 27/7/2016
  • આનંદીબેન પટેલ દ્વારા લોકાર્પણ 
  • આ વન આણંદમાં મહીનદીનું મુખ વ્હોરા ખાડી પાસે આવેલું છે.
  • વ્હોરાખાડી ગામે સુંદર આશ્રમ આવેલો છે, આ આશ્રમ માં બગીચો અને અયોધ્યાનાથનું મંદિર જોવા જેવું છે, આ આશ્રમ ની પાછળ જ નદી કિનારે એક ટેકરી પર વિશાલ જગ્યા માં આ વન આવેલું છે.
  • આ વન માં રાશીવન, નક્ષત્રવન, જૈવિક વન, ચંદન વન, નાળીયેરીવન, કદંબવન, નવગ્રહવન વગેરે જેવા વનો નું નિર્માણ કરવામાં આવેલ છે, આ વન મા કુલ 1,06,292 રોપા રોપવામાં આવેલ છે.
  • સરદાર પટેલ નું સ્ટેચ્યુ, મ્યુરલ વોલ, ક્રોક્રોડાઈલ સ્કલ્પચર, ગજીબો, સારસ પક્ષી સ્કલ્પચર, પવિત્ર મહીસાગર નો નદી કિનારો વગેરે મુખ્ય આકર્ષણો છે.

16) શહીદ વન :-
  • લોકાર્પણ - 24/8/2016
  • આ વન જામનગર નાં ધ્રોલ પાસે ભૂચરમોરી ખાતે આવેલું છે.
  • ભૂચરમોરી નાં યુદ્ધનું વર્ણન ઝવેરચંદ મેઘાણીની રચના "સમરાંગણ" માં છે.
  • આ વન માં રાશીવન, નવગ્રહવન, નક્ષત્રવન, ઝાલાવાડ વન, હાલારવન, સોરઠવન, ગોહિલવાડ વન, આજીવિકા વન, આરોગ્ય વન વગેરે જેવા વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં કુલ 1,03,000 રોપા રોપવામાં આવેલ છે.
  • શહીદ જામ અજાજી નું સ્ટેચ્યુ, વનદેવી મ્યુરલ, બગીચો, રંગીન ફુવારો વગેરે મુખ્ય આકર્ષણો છે.

17) વીરાંજલિ વન :- 
  • લોકાર્પણ - 16/7/2017
  • વિજયભાઈ રૂપાણી દ્વારા લોકાર્પણ
  • આ વન સાબરકાંઠામાં વિજયનગર તાલુકાના પાલ ખાતે આવેલું છે.
  • આ વનમાં નક્ષત્રવન, નવગ્રહવન, રાશીવન, દેવવન, પંચવટીવન, ઔષધીવન, રજવાડી પ્રવેશદ્વાર, ભૂલભુલૈયા, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, "મોતીલાલ તેજાવતનું સ્ટેચ્યુ", એમ્ફી થીયેટર, વોટર ફોલ, ક્રાંતિમશાલ, વાઘસિંહ પક્ષીઓ ના સ્ટેચ્યુ વગેરેનું નિર્માણ કરવામાં આવેલ છે.
  • સામાજિક વનીકરણ નાં નાયબ વનસંરક્ષક જી.એ.બ્રહ્મભટ્ટ એ જણાવ્યું કે પાલગામ ના ગોચરમાં 4.6 હેક્ટર અને હાથમતી નદી કિનારાની 1.2 હેક્ટર મળી ને કુલ 5.8 હેક્ટરમાં આ વન આવેલું છે.
  • કુલ 5.8 હેક્ટર માં 1.08 લાખ રોપા-વૃક્ષો આવેલા છે.

18) રક્ષક વન :- 
  • લોકાર્પણ - 27/7/2018
  • આ વન કચ્છના ભુજ ના સરસપુરમાં રુદ્રમાતા ડેમ સાઈટ ખાતે આવેલ છે.
  • અહી 12 વોલ મ્યુરલ્સ (ભીંતચિત્રો) આવેલા છે, જેમાં પહેલા માં માતા રુદ્રાણીની વાર્તા, ત્રણમાં માધાપર ની વીરાંગનાઓ ની 1971ના વર્ષ ની યુધ્દ્ધ ગાથા અને બાકીના આઠ માં આર્મી, નેવી, એરફોર્સના વિવિધ લડાયક શસ્ત્રો અંગે ના છે.
  • 7.5 લાખ લીટર ની વોટર સંગ્રહ ક્ષમતા ધરાવતું વન છે. 
  • આ ઉપરાંત આરોગ્યવન, રાશીવન, ખજૂરીવન, દેવવન, નક્ષત્રવન, બનાવવામાં આવ્યા છે.

19) જડેશ્વર વન :- 
  • લોકાર્પણ - 3/8/2019
  • આ વન અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આદિનાથ નગર પાસે આવેલું છે.
  • જડેશ્વર વનના નિર્માણ પ્રશંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ "ગ્રીન ગુજરાત" મોબાઈલ એપ નું લોન્ચિંગ કર્યું. 
  • વિજયભાઈ રૂપાણીએ "એક વ્યક્તિ-એક વૃક્ષ" ની જાહેરાત કરી.
  • 15000 વૃક્ષ વાવેતર કરવામાં આવ્યા હતા.

20) રામ વન :-
  • લોકાર્પણ - 2/8/2020
  • આ વન રાજકોટમાં આજીડેમ સાઈટ ખાતે આવેલ છે.
  • ગુજરાત નું સૌથી મોટું વન - રામ વન (156.16 એકર)
  • મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના જન્મદિવસે લોકાર્પણ 
  • જન્મ તારીખ - 02/08/1956
  • 5 ઓગસ્ટ થી અયોધ્યા ખાતે રામ મંદિર નું નિર્માણ શરુ થઈ રહ્યું હતું તેથી વન નું નામ રામ વન રાખવામાં આવ્યું.

21) મારુતિનંદન વન :- 
  • લોકાર્પણ - 14/8/2021
  • આ વન વલસાડ જીલ્લા ના ઉમરગામ તાલુકાના કલગામ ખાતે આવેલ છે.

THANK YOU 💗