MAY 2022 current affairs gujarati


  • મહારાષ્ટ્ર અને ગુજરાતે 1 મે 2022ના રોજ રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી કરી, દ્વિભાષી મુંબઈ રાજ્યને 1 મે 1960ના રોજ બોમ્બે પુનર્ગઠન અધિનિયમ 1960 દ્વારા બે અલગ અલગ રાજ્યોમાં વિભાજીત કરવામાં આવ્યું હતું, જેમાં મરાઠીભાષીઓ માટે મહારાષ્ટ્ર અને ગુજરાતીભાષી માટે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી.

  • બિહારના ભોજપુર ખાતે યોજાયેલા વીર કુંવરસિંહ વિજયોત્સવ” કાર્યક્રમમાં એક સાથે 78,220 રાષ્ટ્રધ્વજ ફરકાવીને ભારતે ગીનીશબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે, ઐતિહાસિક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ ઉપસ્થિત રહ્યા હતા.

  • ઝારખંડનો જામતાડા દેશનો એકમાત્ર એવો જીલ્લો બન્યો છે કે જ્યાં તમામ ગ્રામપંચાયતમાં સામુદાયિક પુસ્તકાલયો છે.

  • અલ રીહલા ફીફા વર્લ્ડ કપ કતાર 2022 માટે બોલનું અનાવરણ એડીડાસ દ્વારા કરવામાં આવ્યું છે.

  • અનુરાગ ઠાકુરે ખેલો ઇન્ડિયા યુનિવર્સીટી ગેમ્સ 2021નો લોગો, માસ્કોટ, જર્સી અને એન્થમનું લોકાર્પણ કર્યું.

  • 2 એપ્રિલના રોજ વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે ઉજવવામાં આવ્યો અને વર્ષની થીમ : “Inclusive Quality Education For All”

  • 2 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય બાળ પુસ્તક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું, દિવસ ઇન્ટરનેશનલ બોર્ડ ઓન બુક્સ ફોર યંગ પીપલ (IBBY) દ્વારા 1967થી દર વર્ષે ઉજવવામાં આવે છે.

  • સ્પોર્ટ્સ ડીજીટલ એક્સપિરિયન્સ સેન્ટર શરુ કરવા માટે મણીપુર સરકારે સેમસંગ સાથે સમજુતી કરી છે.

  • હંગેરીના વડાપ્રધાન તરીકે વિક્ટર ઓર્બાન ચોથી વખત જીત્યા

  • અલ ડોરાડો વેધર વેબસાઈટ મુજબ મહારાષ્ટ્રનું ચંદ્રપુર 43.2 ડીગ્રી સેલ્સિયસ મહતમ તાપમાન સાથે વિશ્વનું ત્રીજું સૌથી ગરમ શહેર નોંધાયું.

  • 83મી નેશનલ ટેબલ ટેનીસ ચેમ્પિયનશીપ 2022 જે 18 થી 25 એપ્રિલ દરમ્યાન સાઈ ઇન્ડોર ટ્રેનીંગ સેન્ટર શિલોંગ (મેઘાલય) ખાતે યોજાઈ.

  • ઇન્ડિયા બોટ એન્ડ મરીન શો (IBMS) ની ચોથી આવૃત્તિ કોચીમાં યોજવામાં આવી હતી.

  • ભારતીય વાયુસેનાએ ચેતક હેલીકોપ્ટર દ્વારા 60 વર્ષની ભવ્ય સેવાની ઉજવણી કરી હતી.

  • પોલેન્ડની ટેનીસ સ્ટાર ઈગા સ્વિયટેકે” આખરી મેચમાં જાપાનની નાઓમી ઓસાકાને હરાવીને 2022ની મિયામી ઓપન ટેનીસ ટુર્નામેન્ટમાં વિજેતા બની છે.

  • યુપીનું આગ્રા વેક્યુમ આધારિત ગટર સીસ્ટમ સ્થાપિત કરનારું પ્રથમ શહેર બન્યું છે.

  • ઈન્ડીગો સ્વદેશી નેવિગેશન સીસ્ટમ ગગન નો ઉપયોગ કરી ને વિમાન ઉતારનારી એશિયાની પ્રથમ એરલાઈન બની ગયી છે.(ગગન નું પૂરું નામ : જીપીએસ-આસીસ્ટેડ જીઓ-ઓગમેન્ટેડ નેવિગેશન)

  • ABPMJAY હેઠળ 100% ઘરોને આવરી લેનાર પ્રથમ જીલ્લો જમ્મુનો સાંબા જીલ્લો બન્યો છે.

  • મહારાષ્ટ્ર ભારતનું પહેલું એવું રાજ્ય બન્યું છે કે જેણે વ્યક્તિગત યુનિક આઇડેન્ટિફીકેશન નંબર દ્વારા સ્થળાન્તરીત કામદારોની હિલચાલપર નજર રાખવા માટે વેબસાઈટ આધારિત માઈગ્રેશન ટ્રેકિંગ સીસ્ટમ (MTS) વિકસાવી છે.

  • મહારાષ્ટ્રએ મહારાષ્ટ્ર જીન બેંક પ્રોજેક્ટ” ને મંજુરી આપી છે.

  • હરિયાણાના કૃષિ પ્રધાન જે.પી.દલાલએ 10 કરોડ રૂપિયાના પ્રારંભિક ભંડોળ સાથે મુખ્યમંત્રી બાગવાણી વીમા યોજના” નું પાક વીમા પોર્ટલ શરુ કર્યું છે.

  • તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ડે ફોર માઈન અવેરનેસ એન્ડ આસિસ્ટન્સ ઇન માઈન એક્શન 4 એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો.

  • શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.

  • તાજેતરમાં ઓસ્ટ્રેલીયાએ ઇંગ્લેન્ડને 71 રનથી હરાવીને ICC મહિલા વર્લ્ડ કપ 2022 વિજેતા બન્યું છે.

  • ભારતની અપરાજીતા શર્માની પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ટેલિ- કોમ્યુનિકેશન યુનિયન (ITU) પદ માટે પસંદગી કરવામાં આવી છે.

  • તાજેતરમાં શ્રીરામ ચૌલિયાએ Crunch Time : Narendra Modi’s National Security Crises નામનું પુસ્તક લખ્યું છે, પુસ્તકનું વિમોચન વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ નવી દિલ્હી સ્થિત ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે કર્યું હતું.

  • મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને સલામત પરિવહન પૂરુ પાડવા માટે આંધ્રપ્રદેશના ચીતુરમાં પોલીસે She Auto’ Stand ની સ્થાપના કરી છે.

  • ગ્રામીણ ક્ષેત્ર અને મહિલા વિકાસ માટે Flipkart Foundationની શરૂઆત કરવામાં આવી છે.

  • તાજેતરમાં પુલિત્ઝર પુરસ્કાર વિજેતા અમેરિકન કવી રિચર્ડ હોવર્ડનું અવસાન થયું છે.

  • તાજેતરમાં મિયામી ઓપન ટેનીસ ટુર્નામેન્ટ 2022ની 37મી આવૃત્તિનું આયોજન ફ્લોરીડાના મિયામી ગાર્ડનમાં કરવામાં આવ્યું હતું.

  • લેફ્ટનન્ટ જનરલ બી.એસ.રાજુ (બગ્ગાવલ્લી સોમશેખર રાજુ) ને આર્મી સ્ટાફના નવા ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવમાં આવ્યા છે.

  • વડાપ્રધાન નરેન્દ્રમોદીએ કર્નાટકના બેંગ્લોરમાં સેમીકોન ઇન્ડિયા 2022 કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું.

  • વિનય મોહન કવાત્રાએ ભારતના નવા વિદેશ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે, તેઓ હર્ષવર્ધન શ્રુંગલાનું સ્થાન લેશે.

  • બિહારના પૂર્ણિયા જીલ્લામાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ભારતના પ્રથમ ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે.

  • છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલએ મુખ્યમંત્રી મીતાન યોજના” શરુ કરી છે. યોજના હેઠળ છ્તીશગઢના રહેવાસીઓ તેમના ઘરે લગભગ 100 જાહેર સેવાઓનો લાભ લઈ શકે છે. યોજના ની સેવા માટે ટોલફ્રી નંબર 14545 પર મીતાન” નો સંપર્ક કરી શકે છે.

  • તાજેતરમાં સ્પેસ ડેટા સ્ટાર્ટઅપ Pixxel SpaceXના ટ્રાન્સપોર્ટર-4 મિશન પર પોતાનો પ્રથમ સંપૂર્ણ ઓપરેશનલ સેટેલાઈટ TD-2 લોંચ કર્યો હતો.

  • ટ્રેવર નોહ હોસ્ટ તરીકે પ્રથમ વખત MGM ગ્રાન્ડ ગાર્ડન એરેના ખાતે 64મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

  • તાજેતરમાં ટાટાગ્રુપએ 7 એપ્રિલના રોજ સુપર એપ લોંચ કરી, જે વિમાન, હોટલ, દવાઓ અને કરીયાણાને એક પ્લેટફોર્મ પર એક સાથે લાવશે.

  • બાળ લેખક અને ઈતિહાસકાર દેવિકા રંગાચારીએ ક્વીન ઓફ ફાયર” નામની એક નવલકથા લખી છે, જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પર લખવામાં આવી છે.

  • નરેન્દ્રમોદીને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી નવાજવામાં આવશે.

  • લેફ્ટનન્ટ જનરલ વાઈસ ચીફ મનોજ પાંડેને આગામી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવશે.

  • દિલ્હી સરકારે વધારાના અભ્યાસક્રમની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે શાળાના સમય પછી દિલ્હીની સરકારી શાળાઓ માટેહોબી હબ સ્થાપવાની યોજના શરુ કરી છે.

  • આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડીએ ગુંટુર જીલ્લાના તાડેપલ્લીમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના નવા 13 જીલ્લાઓનું ઉદ્ઘાટન કર્યું છે. નવા 13 જીલ્લાઓનો ઉમેરો થતા હવે આંધ્રપ્રદેશમાં કુલ 26 જીલ્લાઓ છે.

  • કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને બિરસા મુંડા જનજાતિ નાયક” નામના પુસ્તકનું વિમોચન કર્યું છે. પુસ્તક આલોક ચક્રવાલ દ્વારા લખવામાં આવ્યું છે.

  • પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ INS વિક્રાંત ભારતીય નૌકાદળને સોપવામાં આવશે, 40,000 ટનના વિમાનવાહક જહાજે ગ્યા વર્ષે ઓગસ્ટમાં તેની પ્રથમ પાંચ દિવસની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી, અને જહાજનું નિર્માણ 2009થી ચાલી રહ્યું હતું.

  • રાજસ્થાનના બાડમેર જીલ્લાના બલોત્રા વિસ્તારમાં આવેલા મિંયા કા બડા રેલ્વે સ્ટેશનનું નામ બદલીને મહેશ નગર હોલ્ટ કરવામાં આવ્યું છે.

  • ઈસરોના ચેરમેન એસ.સોમનાથે જણાવ્યું હતું કે શુક્ર ગ્રહની સપાટીની નીચે શું છે તેનો અભ્યાસ કરવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા શુક્રની કક્ષામાં અવકાશયાન મોકલશે.
  • (ડીસેમ્બર 2024 - શુક્ર મિશન)
  • ISROની સ્થાપના : 15 ઓગસ્ટ 1969

  • તાજેતરમાં ભારત સરકારે IFS વિનય મોહન કવાત્રાને ભારતના નવા વિદેશ સચિવ તરીકે નિયુક્ત કર્યા છે, તેઓ હર્ષવર્ધન શૃંગલાનું સ્થાન લેશે.

  • SBI સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ સેલેરી પેકેજ (CAPSP) યોજના દ્વારા BSFના જવાનોને નાણાકીય ઉકેલો પ્રદાન કરવા માટે BSF સાથે સમજુતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

  • તાજેતરમાં પર્યાવરણ મંત્રી શ્રી ભુપેન્દ્ર યાદવે પ્રકૃતિ ગ્રીન પહેલ શરુ કરવાની જાહેરાત કરી છે.

  • સુચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સુચના અને પ્રસારણ મંત્રાલયનું બ્રોડકાસ્ટ સેવા પોર્ટલ” લોંચ કર્યું છે.

  • કેનેડીયન ફોટોગ્રાફર અંબર બ્રેકનના કામલુપ્સ રેસિડેન્શિયલ સ્કુલ” ફોટોને 2022નો વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ યરનો એવોર્ડ મળ્યો છે.

  • 64માં ગ્રેમી એવોર્ડમાં 2 ભારતીય સંગીતકારોએ ગ્રેમી એવોર્ડ મેળવ્યા છે, પ્રથમ દાહોદની પુત્રવધુ ફાલ્ગુની શાહ અને દ્વિતીય રિકી કેજ.

  • તાજેતરમાં 6 એપ્રિલના રોજ વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે.

  • લદાખમાં લેહ જીલ્લાના ગ્યા-સાસોમા ગામોમાં ક્ષેત્રના સમૃદ્ધ સાંસ્કૃતિક ઈતિહાસને જાળવી રાખવા અને તેણે પ્રોત્સાહન આપવા માટે એક સામુદાયિક સંગ્રહાલય ખોલવામાં આવ્યું છે.

  • મુંબઈની એક પત્રકાર આરીફા જોહરીને 2021 માટે ચમેલી દેવી જૈન પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નેધરલેંડની મુલાકાત દરમ્યાન પીળા રંગના ટ્યુલીપ ફૂલની એક પ્રજાતિને મૈત્રી નામ આપ્યું.

  • 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે.

  • રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા 5 એપ્રિલ થી 30 એપ્રિલ 2022 સુધી ઓપરેશન એલર્ટ” યોજવામાં આવ્યું હતું.

  • તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે જેલમાં બંધ કેદીઓ માટે જીવલા યોજના હેઠળ પર્સનલ લોન આપવાનો નિર્ણય કર્યો છે. (મરાઠીમાં જીવલાનો અર્થ સ્નેહ થાય છે)

  • ઓડીશા ભારતનું પ્રથમ આદિજાતિ આરોગ્ય નિરીક્ષણ” (TriHOb) સ્થાપિત કરશે.

  • તેલંગાણા સરકારે ઉદ્યોગના ભાગીદારો સાથે મળીને હૈદરાબાદના ડૉ.રેડ્ડીઝ ઇન્સ્ટીટયુટ ઓફ લાઈફ સાયન્સીસ ખાતે ફલો કેમેસ્ટ્રી ટેકનોલોજી હબની સ્થાપના કરવામાં આવી છે. હબનું ઉદ્ઘાટન ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પ્રિન્સિપલ સેક્રેટરી જયેશ રંજનએ કર્યું હતું.

  • 7 એપ્રિલના રોજ તુત્સી સમુદાય 1994ના રવાન્ડાના નરસંહાર પર પ્રતિબિંબનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે.

  • એલેક્ઝાન્ડર વુસીચ સર્બિયાના રાષ્ટ્રપતી તરીકે ફરીથી ચૂંટાયા છે.

  • કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ દ્વારા સહકારી બેંક નંદીની ક્ષીરા સમૃદ્ધિ સહકારી બેંક ની સ્થાપના કરી છે, અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સહકારી બેંકનો લોગો લોન્ચ કર્યો હતો.

  • WHO અનુસાર વિશ્વની 99% વસતી પ્રદુષિત હવામાં શ્વાસ લઈ રહી છે.

  • એમેઝોનએ તેના સેટેલાઈટ ઈન્ટરનેટ લોંચ માટે ત્રણ કંપનીઓ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. (PROJECT KUIPER) કુઈપર સેટેલાઈટને તૈનાત કરવા માટે સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

  • 9 એપ્રિલના રોજ CRPFનો 57મો શૌર્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો.
  • તાજેતરમાં યુનિયન બેન્કે સુપર-એપ UnionNXT” અને ડીજીટલ પ્રોજેક્ટ SAMBHAV લોંચ કર્યો.

  • તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે.સ્ટાલિને કાવલ ઉથવી એપ લોન્ચ કરી છે, જે નાગરિકોને કોઈપણ ઈમરજ્ન્સી દરમ્યાન પોલીસ સહાય લેવામાં મદદ કરે છે.

  • ઝારખંડમાં સરહુલ ફેસ્ટીવલ 2022 ની ઉજવણી કરવામાં આવી. તે ચૈત્રના હિંદુ મહિનામાં અમાવસ્યા પછીના ત્રણ દિવસ પછી ઉજવવામાં આવે છે. સરહુલ શબ્દ વૃક્ષપૂજા સાથે સંબંધિત છે.

  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને ઓસ્ટ્રેલીયાના રન મશીન રશેલ હેન્સને માર્ચ 2022 માટે ICC મેન્સ એન્ડ વિમેન્સ પ્લેયર ઓફ મંથ જાહેર કરવામાં આવ્યા છે.

  • હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરએ ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાના મૂળ ગામ પાણીપતમાં સ્ટેડીયમ બનાવવાની જાહેરાત કરી છે.

  • ભારત-કિર્ગીસ્તાન સંયુક્ત વિશેષ દળોની ખંજર 2022 કવાયતની નવમી આવૃતી યોજાઈ હતી.

  • લોકોને હસાવવા માટે દર વર્ષે મે મહિનાના પહેલા રવિવારે વર્લ્ડ કોમેડી ડે ઉજવવામાં આવે છે, વર્ષે દિવસ 1 મેના રોજ ઉજવવામાં આવ્યો હતો. 1998માં મુંબઈમાં પ્રથમ વખત વર્લ્ડ કોમેડી ડેની ઉજવણી કરવામાં આવી હતી. તેનો શ્રેય લાફ્ટર યોગા મુવમેન્ટના સ્થાપક ડૉ.મદન કટારીયાને જાય છે.

  • 1 મેના રોજ વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસની ઉજવણી કરવામાં આવે છે, દિવસની શરૂઆત 1886માં થયી હતી.

  • તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડ (HAL) અને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (IAI) ભારતમાં નાગરિક પેસેન્જર એરક્રાફ્ટને મલ્ટી મિશન ટેન્કર ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં પરિવર્તિત કરવા માટે સમજુતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે.

  • રાષ્ટ્રીય મહિલા આયોગે (NCW) (National Commission for women) માનવ તસ્કરીના કેસોને પહોચી વળવા, મહિલાઓ અને છોકરીઓમા જાગૃતિ લાવવા, તસ્કરી વિરોધી એકમોની ક્ષમતાને નિર્માણ અને તાલીમ આપવા માટે માનવ તસ્કરી વિરોધી સેલ ની શરૂઆત કરી છે.

  • રમતગમત મંત્રાલયે ડોપિંગ નાબુદી માટે યુનેસ્કોના ભંડોળમાં 72,124 અમેરિકન ડોલરની રકમનું યોગદાન આપ્યું છે.

  • યુવા બાબતો અને રમતગમત મંત્રી : અનુરાગસિંહ ઠાકુર

  • DRDO ઓડીશાના દરિયાકાંઠે ચાંદીપુર સ્થિત ઇન્ટીગ્રેટેડ ટેસ્ટીંગ રેન્જ પર સોલીડ ફ્યુઅલ ડક્ટેડ રેમજેટ (SFDR)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

  • કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે ડીજીટલ ડેશબોર્ડ ફોર ડીસ્ટ્રિક્ટ ગંગા કમિટીઝ પરફોર્મન્સ મોનીટરીંગ સીસ્ટમ (GDPMS) શરુ કરી છે.

  • ચીને લોંગ માર્ચ-4c રોકેટ પર જીકુકન સેટેલાઈટ લોન્ચ સેન્ટરથીનવો પૃથ્વી નિરીક્ષણ માટેનો ઉપગ્રહ ગાવફેન-3 03 ને સફળતાપૂર્વક લોંચ કર્યો છે.

  • ભારત-કિર્ગીસ્તાન સંયુક્ત વિશેષ દળોની ખંજર 2022 કવાયતની નવમી આવૃતી યોજાઈ હતી.

  • તાજેતરમાં રાજસ્થાનમાં ગણગૌર ઉત્સવ ઉજવવામાં આવ્યો છે.

  • વિશ્વ ટુના દિવસ દર વર્ષે 2 મેના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે, દિવસની સ્થાપના યુએન દ્વારા 2016માં ટુના માછલીના મહત્વ વિષે જાગૃતિ લાવવા માટે કરવામાં આવી હતી.

  • બ્રાઝીલના રિયો ડી જાનેરો શહેરમાં આવેલા લેન્ડસ્કેપ ગાર્ડન સીટીઓ બેર્લ માકર્સને યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
  • તાજેતરમાં રીપોર્ટસ વિધાઉટ બોર્ડર્સએ 20મો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્ષ 2022 બહાર પાડ્યો છે, જેમાં ભારત 150માં ક્રમ પર છે. જેમાં નોર્વે પ્રથમ, ડેન્માર્ક દ્વિતીય અને સ્વીડન ત્રીજા ક્રમ પર છે. જયારે ઉત્તરકોરિયા 180 દેશોની યાદીમાં છેલ્લા ક્રમ પર રહ્યું છે, વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ દર વર્ષે 3 મેના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે.

  • ભૂતપૂર્વ ક્મપ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (CAG) અને વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે નીમેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટ્ર્સ (CoA) ના વડા વિનોદ રાયે Not Just A Nightwatchman : My Innings With BCCIનામનું પુસ્તક લખ્યું છે.

  • હાલમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને 7 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી છે, અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 8 એપ્રિલ 2015ના રોજ યોજનાની જાહેરાત કરી હતી.

  • યુનિવર્સીટી ગ્રાન્ટ કમીશન (UGC) દ્વારા દિલ્હી યુનિવર્સીટી (DU) માં ભીમા ભોઈ ચેર અને ગુરુ ઘાસીદાસ યુનિવર્સીટી બિલાસપુર (GGV) છતીસગઢને યુનિવર્સીટી અધિકૃત કરવામાં આવ્યા છે.

  • કેન્દ્રીય મંત્રીમંડળએ અટલ ઇનોવેશન મિશન (AIM) ને માર્ચ 2023 સુધી ચાલુ રાખવાની મંજુરી આપી દીધી છે.

  • કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન જી.કિશન રેડ્ડીએ નવી દિલ્હીની લલિત કલા અકાદમી ગેલેરીમાં 62માં રાષ્ટ્રીય કલા પ્રદર્શન અને કમાણી ઓડીટોરીયમમાં સંગીત નાટક અકાદમી પુરસ્કાર વિજેતા પરફોર્મન્સ ફેસ્ટીવલનું ઉદ્ઘાટન કર્યું હતું.

  • રાજનાથસિંહ અને ડૉ.એસ જયશંકર વોશીંગ્ટન ખાતે ભારત અને અમેરિકા વચ્ચે 2+2 વાટાઘાટોમાં ભાગ લેશે.

  • 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવવામાં આવે છે.

  • કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલે નવી દિલ્હીમાં Homeopathy-People’s Choice For Wellness થીમ પર બે દિવસીય વૈજ્ઞાનિક પરિષદનું ઉદ્ઘાટન કર્યું છે.

  • બર્મિંગહામ (ઇંગ્લેન્ડ) 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમ્યાન કોમનવેલ્થ ગેમ્સ-2022ની આવૃત્તિની યજમાની કરશે.

  • તાજેતરમાં ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) તેની ઈમ્પેક્ટ રેન્કિંગ 2022 ની આવૃત્તિ જાહેર કરી છે જેમાં ભારતે ચોથું સ્થાન મેળવ્યું છે. જેમાં વેસ્ટર્ન સિડની યુનિવર્સીટી (ઓસ્ટ્રેલીયા) રેન્કિંગમાં ટોચ પર છે.

  • તાજેતરમાં FAO તેનું The state of the World’s Forests પ્રકાશન બહાર પાડ્યું છે.
  • FAOના મહાનિર્દેશક : કયુ ડોન્ગ્યું
  • FAOનું મુખ્યમથક : રોમ, ઇટલી
  • FAOની સ્થાપના 16 ઓક્ટોબર 1945

  • કેરળના મલપ્પુરમના માન્જેરી સ્ટેડીયમમાં પૂરી થયેલી 75મી સંતોષ ટ્રોફી 2022માં કેરળે પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી પશ્ચિમબંગાળને હરાવીને જીત મેળવી છે. કેરળની ઘરઆંગણે રમાનારી સંતોષ ટ્રોફી ટુર્નામેન્ટમાં ત્રીજી જીત છે.

  • તાજેતરમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ.વૈકયા નાયડુએ 43 પ્રસિદ્ધ કલાકારોને વર્ષ 2018 માટે સંગીત નાટક અકાદમી ફેલોશીપ અને સંગીત નાટક પુરસ્કારથી નવાજ્યા છે.

  • નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરીટી (NTCA) ની 20મી બેઠક અરુણાચલ પ્રદેશના પક્કા ટાઈગર રીઝર્વમાં મળી હતી અને તેનું નેતૃત્વ કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભુપેન્દ્ર યાદવે કર્યું હતું.

  • તાજેતરમાં દક્ષીણ મધ્ય રેલ્વેએ તેના ડીવીઝનના 6 મુખ્ય સ્ટેશનો પર વન સ્ટેશન વન પ્રોડક્ટ પહેલ શરુ કરી છે.

  • SpaceX તેના અવકાશ યાત્રી એસ્કોટર્સ સાથે ત્રણ શ્રીમંત ઉદ્યોગપતીઓને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર રવાના કર્યા છે.

  • 2026માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ઓસ્ટ્રેલીયામાં થશે.

  • તાજેતરમાં અત્યાર સુધીની સૌથી દુરની ગેલેક્સી HD1 ગેલેક્સી શોધવામાં આવી છે. હાર્વર્ડ સ્મિથસોનીયન સેન્ટર એસ્ટ્રોફીઝીક્સમાં ફેબિયો પેકુચીએ તેના સાથીદારો સાથે મળીને ગેલેક્સી HD1 ની શોધ કરી છે. ગેલેક્સી લગભગ 33.4 અબજ પ્રકાશવર્ષ દુર છે.

  • દીપિકા પલ્લીકલ કાર્તિક અને સૌરવ ઘોસાલેએ સ્કોટલૅન્ડના ગ્લાસગોમાં યોજાયેલી વર્લ્ડ ડબલ સ્ક્વોશ ચેમ્પિયનશીપમાં પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

  • શ્રી રામનાથ કોવિંદ દ્વારા પોરબંદર જીલ્લામાં આવેલ માધવપુર ઘેડ ગામમાં વાર્ષિક માધવપુર મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

  • નરેન્દ્રમોદીએ વિડીયો કોન્ફરન્સિંગ મારફતે ગુજરાતમાં અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના છાત્રાલય અને શિક્ષણ સંકુલનું ઉદ્ઘાટન કર્યું, સાથે હીરમણી આરોગ્ય ધામ નો પણ શિલાન્યાસ કરશે.

  • તાજેતરમાં રોની -સુલીવાન 2022 વર્લ્ડ સ્નુકર ચેમ્પિયનશીપ વિજેતા બન્યો છે.

  • જૈન (ડીમ્ડ-ટુ-બી યુનિવર્સીટી) ખેલો ઇન્ડિયા યુનિવર્સીટી ગેમ્સ (KIUG) 2021ની બીજી આવૃત્તિમાં 20 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સાથે ગેમ્સની વિજેતા બની છે.

  • તેલંગાણા સરકારે નેથન્ના વીમા” યોજના હેઠળ વીમાં કવચ વધાર્યું છે, તેલંગાણા રાજ્યસરકારે નેથન્ના વીમા (વણકરનો વિમો) યોજના હેઠળ હેન્ડલૂમ અને પાવરલૂમ વણકરો માટે વીમા કવચના વિસ્તરણની જાહેરાત કરી છે.

  • દિલ્હી સરકારે વધારાના અભ્યાસક્રમની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે શાળાના સમય પછી દિલ્હીની સરકારી શાળાઓ માટે હોબી હબ” સ્થાપવાની યોજના શરુ કરી છે.

  • તાજેતરમાં 15 સભ્યોની ભારતીય બોક્સિંગ ટુકડીએ ફૂકેટમાં રમાયેલી થાઇલેન્ડ ઓપન ઇન્ટરનેશનલ બોક્સિંગ ટુર્નામેન્ટ 2022માં 3 ગોલ્ડ, 4 સિલ્વર, 3 બ્રોન્ઝ મેડલ સહીત કુલ 10 મેડલ મેળવ્યા છે. જેમાં ગોલ્ડ મેડલ વિજેતાઓ ગોવિંદ સાહની, અનંત પ્રહલાદ ચોપડે અને સુમિત છે, અને સિલ્વર મેડલ વિજેતાઓ અમિત પંઘાલ, મોનિકા, વરીન્દ્ર સિંહ, આશિષ કુમાર છે જયારે બ્રોન્ઝ મેડલ વિજેતાઓ મનીષા, પૂજા અને ભાગ્યબતી કચારીનો સમાવેશ થાય છે.

  • ઉતરાખંડના મુખ્યમંત્રી પુસ્કરસિંહ ધામીએ 1064 એન્ટી કરપ્શન” નામની મોબાઈલ એપ લોન્ચ કરી છે. મોબાઈલ એપ ઉતરાખંડના વિજીલન્સ ડીપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

  • PM મોદીએ જુનાગઢમાં આવેલ ઉમિયા માતા મંદિરના 14માં સ્થાપના દિવસને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યું હતું.

  • તાજેતરમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીને નામગીરીપેટાઈ પંચાયત સંઘના પીલીપકુટ્ટઈ ખાતે પેરિયાર મેમોરિયલ સમથુવપુરમનું ઉદ્ઘાટન કર્યું હતું.

  • તાજેતરમાં અભિનેતા અને પટકથા લેખક શિવકુમાર સુબ્રમણ્યમનું અવસાન થયું છે.

  • આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આસામના સૌથી પ્રખ્યાત કવી નીલમણી ફુકનને વર્ષ 2021 માટે 56માં જ્ઞાનપીઠનો દેશનો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

  • 13 એપ્રિલના રોજ સિયાચીન દિવસ ઉજવવામાં આવે છે. ભારતીય સેનાની સાહસની યાદમાં ઓપરેશન મેઘદૂત” હેઠળ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

  • 13 એપ્રિલ : આંતરરાષ્ટ્રીય પાઘડી દિવસ (શીખ ધર્મ)

  • હરિયાણાના મુખ્યમંત્રી મોહરલાલ ખટ્ટરએ રેતી અને અન્ય ખાણકામ સામગ્રી વહન કરતા વાહનોને ટેગ કરવા માટે વ્હીકલ મુવમેન્ટ ટ્રેકિંગ સીસ્ટમ (VMTS) શરુ કરી છે.

  • હંગેરીના વડાપ્રધાન તરીકે વિક્ટર ઓર્બાન ચોથી વખત જીત્યા.

  • ભારતના પ્રથમ ગ્રીનફિલ્ડ અનાજ આધારિત ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન બિહારમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા કરવામાં આવ્યું. અનાજ આધારિત ઇથેનોલ પ્લાન્ટ 105 કરોડ રૂપિયામાં બનાવવામાં આવ્યો હતો. ઇસ્ટર્ન ઇન્ડિયા બાયોફ્યુઅલ્સ પ્રાઈવેટ લીમીટેડએ પ્લાન્ટ સ્થાપ્યો છે.

  • તાજેતરમાં એર માર્શલ સંજીવ કપૂરે નવી દિલ્હી સ્થિત વાયુસેના મુખ્યાલયમાં ભારતીય વાયુસેનાનાં મહાનિર્દેશક (નિરીક્ષણ અને સુરક્ષા) પદનો કાર્યભાર સંભાળ્યો છે.

  • તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (UN-FAO) અને આર્બરડે ફાઉન્ડેશને સંયુક્ત રીતે મુંબઈ અને હૈદરાબાદને 2021 ટ્રી સીટી ઓફ વર્લ્ડ તરીકે માન્યતા આપી છે.

  • ભોપાલના કુશાભાઉ ઠાકરે ઓડીટોરીયમમાં ઇન્ટરેક્ટીવ ફોરમ ઓન ઇન્ડીયન ઈકોનોમી (IFIE) દ્વારા આયોજિત ચેમ્પિયન્સ ઓફ ચેન્જ પુરસ્કાર મધ્યપ્રદેશ 2021 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • આસામના દીમા હ્સાઓ જીલ્લામાં અનેક મેગાલીથીક પથ્થરની બરણી મળી આવી છે, ઇન્ડોનેશિયા અને લાઓસ માત્ર બે અન્ય સ્થળો  છે જ્યાંથી આવી બરણી મળી આવી છે. આસામમાંથી મળેલી બરણીને પ્રથમ વાર વર્ષ 1929માં બ્રિટીશ સનદી અધિકારી જોન હેનરી હટન અને જેમ્સ ફિલિપ મિલ્સે જોઈ હતી.

  • 15 એપ્રિલના રોજ હિમાચલ દિવસ મનાવવામાં આવે છે.

  • ઝારખંડના જમશેદપુરમાં પ્રથમ ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ વિમેન્સ તીરંદાજી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

  • ભારતની સાયબર સ્થિતિને મજબુત કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય સરકારી અધિકારીઓ અને મુખ્ય ક્ષેત્રના સંગઠનો માટે National Cyber Security Incident Response Exercise (NCX India) નું આયોજન કરી રહ્યું છે.

  • હરિયાણા ફાઈનલમાં તમીલનાડુને હરાવીને 12મી સીનીયર મેન્સ નેશનલ હોકી ચેમ્પીયનશીપ વિજેતા બન્યું છે. ટુર્નામેન્ટ મધ્યપ્રદેશના ભોપાલમાં યોજવામાં આવી હતી.

  • કેન્દ્રીય સ્ટીલ મંત્રાલય દ્વારા નેશનલ મેટલર્જીસ્ટ એવોર્ડ 2021 એનાયત કરવામાં આવશે, કેન્દ્રીય સ્ટીલ મંત્રી શ્રી રામચંદ્ર પ્રસાદસિંહ કાર્યક્રમનું આયોજન કરશે.

  • પીએમ મોદીએ જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન જીતો કનેક્ટ 2022 ના ઉદ્ઘાટન સત્રને સંબોધન કરવા માટે વિડીયો કોન્ફરન્સિંગનો ઉપયોગ કર્યો હતો, તેમના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કાર્યક્રમની થીમમાં સબકા પ્રયાસ ની ભાવનાનો ઉલ્લેખ કર્યો હતો, પ્રતિષ્ઠિત જીતો કનેક્ટ 2022- વિશ્વની સૌથી મોટી ઈચ્છિત વૈશ્વિક સમિટમાંની એક છે, ગંગાધામ પુણે દ્વારા 6 થી 8 મે દરમ્યાન ત્રણ દિવસીય જીતો કનેક્ટ - 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું.

  • યુપીના ગામડાઓને મફતમાં હાઈ-સ્પીડ ઇન્ટરનેટ ક્નેક્ટીવિટી આપવામાં આવશે, યુપી સરકાર રાજ્યના ગામોમાં 58,000 થી વધુ સ્થળોએ મફત વાઈફાઈ સુવિધા પ્રદાન કરશે.

  • AIMA સુજીત સરકારને ડીરેક્ટર ઓફ યર એવોર્ડથી સ્મ્મનીત કાર્ય છે.

  • તાજેતરમાં નાસાની ઓર્બિટલ કાટમાળ પ્રોગ્રામ ઓફીસના ઓર્બિટલ કાટમાળ ક્વાર્ટરલી ન્યુઝના તાજેતરના અહેવાલ મુજબ પૃથ્વી ની સપાટીના 2000 કિલોમીટરની નજીક પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં 10 સેમીથી મોટા અવકાશી ભંગારના 25,182 ટુકડાઓ છે.

  • BCCI સચિવ અને અમિત શાહના દીકરા જય શાહને ICC ક્રિકેટ સમિતિના બોર્ડના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

  • તાજેતરમાં એરપોર્ટસ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) 2021 માટે વિશ્વના ટોચના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટની સૂચી જાહેર કરી છે, જેમાં હાટર્સફિલ્ડ-જેક્શન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ 75.7 મીલીયન મુસાફરો સાથે ટોચ પર છે. મુસાફરોની અવર જવર માટે ટોચના 10 એરપોર્ટ માંથી 8 એરપોર્ટ અમેરિકાના છે અને 2 ચીનના છે.

  • ભારત સ્ટ્રીટ ચાઈલ્ડ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની યજમાની કરશે.

  • તાજેતરમાં સ્વનિધિ સે સમૃદ્ધિ કાર્યક્રમ” મીનીસ્ટ્રી ઓફ હાઉસીગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા ભારતના 14 રાજ્ય અને કેન્દ્રશાષિત પ્રદેશો ઉપરાંત 126 શહેરોમાં શરુ કરવામાં આવ્યો છે.
  • દેશની સૌથી મોટી પ્રશ્ન જવાબ સ્પર્ધા સબકા વિકાસ મહા ક્વીઝ નો શુભારંભ કરવામાં આવ્યો.

  • મણીપુરના મુખ્યમંત્રી એન.બીરેન સિંહના જણાવ્યા મુજબ ઉતરપૂર્વ ક્ષેત્રનો સૌથી ઉંચો 165 ફૂટનો રાષ્ટ્રધ્વજ મણીપુરના મોઈરાંગ સ્થિત આઝાદ હિંદ ફૌજ- ઇન્ડીયન નેશનલ આર્મી મુખ્યાલય સંકુલમાં ફરકાવવામાં આવશે.

  • તમિલનાડુએ 71મી સીનીયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ડીફેન્ડીંગ ચેમ્પિયન પંજાબને હરાવીને પુરુષ વર્ગનું ટાઈટલ પોતાના નામે કરી લીધું છે.

  • તમિલનાડુની સરકારી શાળાઓમાં હવે મધ્યાહન ભોજનની સાથે નાસ્તો પણ મળશે, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીને જાહેરાત કરી છે કે ધોરણ 1 થી 5 સુધીના તમામ સરકારી પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓને તમામ કામકાજના દિવસોમાં પૌષ્ટિક નાસ્તો આપવામાં આવશે, મધ્યાહ્ન ભોજન સાથે નાસ્તો આપનાર તમિલનાડુ પ્રથમ રાજ્ય બની જશે.

  • મધ્યાહ્ન ભોજન યોજના વિષે માહિતી : સૌપ્રથમ 1982માં તમિલનાડુ રાજ્યએ અને ત્યારબાદ 1984માં ગુજરાત રાજ્યએ યોજના અમલમાં મૂકી.

  • દિલ્હી સરકાર દ્વારા પૂર્વ દિલ્હીમાં સ્થિત 25,000 ઘરોને મુખ્યમંત્રી મફત ગટર કનેક્શન યોજના” હેઠળ મફત ગટર કનેક્શન આપવામાં આવશે.

  • કેન્દ્ર સરકારે પંજાબ કેડરના નિવૃત IPS અધિકારી ઇકબાલ સિંહ લાલપુરાને રાષ્ટ્રીય અલ્પસંખ્યક સંયોગના અધ્યક્ષ તરીકે ફરીથી નિયુક્ત કર્યા છે.

  • ભારતીય લેખક પ્રેમ રાવતએ મુંબઈમાં ભારતીય ઉપખંડમાટે પોતાનું પુસ્તક Here Yourselfનું વિમોચન કર્યું છે.

  • ભારતીય ઓઈલ રીફાઈનરી ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ (BPCL) ગ્રાહકોનો અનુભવ સુધારવા માટે Microsoft સાથે કરાર કર્યા છે.

  • નેધરલેન્ડે દક્ષીણ આફ્રિકાના પોચેફસ્ટ્રુમમાં જર્મનીને હરાવીને FIH (The Federation Internationale de Hockey) જુનીયર મહિલા હોકી વર્લ્ડકપ 2022નું ચોથુ ટાઈટલ જીત્યું છે.

  • તાજેતરમાં (E-NAM) નેશનલ એગ્રીકલ્ચર માર્કેટને 6 વર્ષ પૂર્ણ થયા છે.

  • તાજેતરમાં 16 વર્ષીય ચેસ ખેલાડી આર. પ્રજ્ઞાનાનંધા આઈસલેન્ડના રેકજાવિકમાં યોજાયેલી પ્રતિષ્ઠિત રેકજાવિક ઓપન ચેસ ટુર્નામેન્ટ વિજેતા બન્યો છે.

  • તમિલનાડુએ વર્ષથી 14 એપ્રિલ 2022ના રોજ બી. આર. આંબેડકરની જન્મજયંતીને સમાનતા દિવસ” તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. ચેન્નાઈના આંબેડકર મણીમંડપ ખાતે આંબેડકરની કાંસાની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવશે... ( પહેલા તમિલનાડુ સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરના રોજ .વી.રામાસામીની જન્મજયંતીને સામાજિક ન્યાય દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી ચુક્યું છે)

  • પેરીસમાં 20મી ભારત-ફ્રાંસ વચ્ચે સંયુક્ત સ્ટાફ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • રાષ્ટ્રપતી રામનાથ કોવિંદએ માતૃભુમીની રક્ષા કરનારા 13 જાબાઝ જવાનોને શૌર્ય ચક્ર એનાયત કર્યા હતા, આમાંથી 6 જવાનોને મરણોપરાંત સમ્માન આપવામાં આવ્યું હતું, જયારે આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને પરમ વિશિષ્ટ સેવા મેડલ મળ્યો હતો,   જનરલ મનોજ પાંડેએ 30 એપ્રિલ 2022ના રોજ 29માં આર્મી ચીફ તરીકેની જવાબદારી સાંભળી હતી.

  • ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ નવી દિલ્હીમાં Modi@20 : Dreams Meeting Delivery પુસ્તકનું વિમોચન કર્યું હતું, ‘Modi@20’ બ્લુક્રાફ્ટ ડીજીટલ ફાઉન્ડેશન દ્વારા સંપાદિત અને સંકલિત સંકલન છે.

  • હરિયાણાના કૃષિ મંત્રી જયપ્રકાશ દલાલે ચારા-બીજાઈ યોજના (ઘાસચારા-વાવણી યોજના) શરુ કરી છે, યોજના પાછળનો હેતુ : રાજ્યની ઘાસચારાની તંગી અને રખડતા ઢોરને આવરી લેવા.

  • ભારતીય બેડમિન્ટન ખેલાડી મિથુન મંજુનાથે બેડમિન્ટન ટુર્નામેન્ટ ઓર્લીયન્સ માસ્ટર્સ 2022માં પુરુષ સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે.

  • ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટીમ સાઉધીને 14 એપ્રિલ 2022ના રોજ ન્યુઝીલેન્ડ ક્રિકેટ એવોર્ડ્સમાં સર રીચાર્ડ હેડલી મેડલ થી નવાજવામાં આવ્યા છે, સર રીચાર્ડ હેડલી મેડલ ન્યુઝીલેન્ડનું સર્વોચ્ચ ક્રિકેટ સન્માન છે.

  • કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે તાજેતરમાં નવી દિલ્હીના NASC કેમ્પસમાં ખરીફ અભિયાન 2022-23 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદની શરૂઆત કરી હતી.

  • ઇન્ડોનેશિયામાં કંપનીના વ્યવસાયનું નેતૃત્વ કરતા LV વૈધનાથનને P&G India (પ્રોક્ટર એન્ડ ગેમ્બલ ઇન્ડિયા) ના નવા CEO તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે મધુસુદન ગોપાલનનું સ્થાન લીધું છે.

  • તાજેતરમાં આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ એક લાખ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો પર ટેલી-કન્સલ્ટન્સી સુવિધા -સંજીવની શરુ કરી હતી.

  • તાજેતરમાં અનુરાગ ઠાકુરએ મુંબઈમાં 40મી હુનર હાટનું ઉદ્ઘાટન કર્યું, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેન્દ્ર સરકારના તેજસ કાર્યક્રમ દ્વારા આગામી દિવસોમાં 30,000 કુશળ કર્મચારીઓ ને UAE મોકલવામાં આવશે તેવી જાહેરાત કરી હતી, ઉપરાંત તેમણે કહ્યું કે હુનર હાટ લોકલ ફોર વોકલ ને પ્રમોટ કરી રહી છે.

  • ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજધાની ભુવનેશ્વરમાં કલિંગા સ્ટેડીયમમાં FIH મેન્સ હોકી વર્લ્ડ કપ 2023 ના લોગોનું અનાવરણ કર્યું હતું. ભુવનેશ્વર અને રાઉરકેલા શહેરોમાં યોજાનારી ચતુષ્કોણીય ટુર્નામેન્ટ 13 થી 29 જાન્યુઆરી 2023 દરમ્યાન યોજાશે.

  • તાજેતરમાં ભારતના દક્ષીણ વિસ્તારમાં ટમેટા ફ્લુ નામનો રોગ જોવા મળ્યો, જે સૌથી વધુ 5 વર્ષથી ઓછી ઉમરના બાળકોને થાય છે.

  • ભારત અને જર્મન હાઈડ્રોજન ટાસ્ક ફોર્સ પર કેન્દ્રીય ઉર્જા, નવી અને પુન:પ્રાપ્ય ઉર્જા મંત્રી રાજકુમાર સિંહ અને જર્મનીના આર્થિક અને આબોહવા પરિવર્તન મંત્રી મંત્રી ડૉ.રોબર્ટ હેબેકે સમજુતી કરાર કર્યા છે.

  • તાજેતરમાં પત્રકારત્વ, પુસ્તક, નાટક અને સંગીતમાં પુલિત્ઝર પુરસ્કાર વિજેતાઓની 106મી કેટેગરીની જાહેરાત કરવામાં આવી હતી.

  • દક્ષીણ કોરિયાના 13માં નવા રાષ્ટ્રપતિ તરીકે યુન-સુક-યોલની નિમણુક કરવામાં આવી.
  • (દક્ષીણ કોરિયાની રાજધાની : સિયોલ)
  • (દક્ષીણ કોરિયાનું ચલણ : વોન)

  • તાજેતરમાં ડેન્માર્કની રાજધાની કોપનહેગનમાં ચાલી રહેલી સ્વીમીંગ સ્પર્ધામાં ભારતના સાજન પ્રકાશે 200 મીટર બટરફ્લાય કેટેગરીમાં ગોલ્ડ અને વેદાંત માધવને 1500 મીટર ફ્રી સ્ટાઈલ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતી નિમિતે વિડીયોકોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના મોરબી ખાતે બાપુ કેશવાનંદજીના આશ્રમ ખાતે ભગવાન હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

  • દર વર્ષે 17 એપ્રિલના રોજ વિશ્વ હિમોફીલીયા દિવસ ઉજવવામાં આવે છે, વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફીલીયાના સ્થાપક ફ્રેંક સ્કેનબલના જન્મદિવસના માનમાં તારીખ પસંદ કરવામાં આવી હતી, વર્ષે વિશ્વ હિમોફીલીયા દિવસની 31મી આવૃત્તિ છે, અને દિવસ 1989થી ઉજવાય છે.

  • PayTM વડાપ્રધાન મ્યુઝીયમનું સત્તાવાર ડીજીટલ પેમેન્ટ ભાગીદાર બન્યું, ભારતના પૂર્વ વડાપ્રધાનોને શ્રધાંજલિ સમાન મ્યુઝીયમનું નરેન્દ્ર મોદી દ્વારા 14 એપ્રીલના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને નરેન્દ્ર મોદીએ મ્યુઝીયમની પહેલી ટીકીટ ખરીદી હતી.

  • નાગપુર સ્થિત 96 વર્ષ જૂની સંસ્થા બ્લાઇન્ડ રીલીફ એશોશીયેશન નાગપુર અને માસ કેપેસિટીદક્ષીણ કોરિયા નોર્થ એટલાન્ટીક ટ્રીટ્રી ઓર્ગેનાઈઝેશન (NATO) ના કો-ઓપરેટીવ સાયબર ડીફેન્સ સેન્ટર ઓફ એક્સેલન્સ (CCDCOE) માં જોડાનાર પ્રથમ એશિયન દેશ બની ગયો છે.

  • ફિલિપાઇન્સના મનિલામાં એક્ઝિક્યુટિવ બોર્ડ અને જનરલ એસેમ્બલીની બેઠકઆ ભારતને 2022-2024 માટે એશોશિએશન ઓફ એશિયન ઈલેકશન ઓથોરીટીઝ (AAEA) ના નવા પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યું છે.

  • ભારતીય આર્કીટેકટ બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશીને પ્રતિષ્ટિત રોયલ ગોલ્ડ મેડલ 202થી નવાજવામાં આવ્યા, રોયલ ઇન્સ્ટીટયુટ ઓફ બ્રિટીશ આર્કીટેકટ યુનાઈટેડ કિંગડમ દ્વારા આપવામાં આવતો રોયલ ગોલ્ડ મેડલ આર્કીટેક્ચર ક્ષેત્રે વિશ્વના સર્વોચ્ચ સમ્માનોમાનું એક છે.

  • એલેક્ઝાન્ડર વુસીચ સર્બિયાના રાષ્ટ્રપતી તરીકે ફરીથી ચૂંટાયા છે.

  •  ડેવલોપમેન્ટ એન્ડ રીસર્ચ બોર્ડ દ્વારા દ્રષ્ટિહીન લોકો માટે ભારતની પ્રથમ ઇન્ટરનેટ રેડિયો ચેનલ રેડિયો અક્ષ શરુ કરવામાં આવી.

  • AIMA સુજીત સરકારને ડીરેક્ટર ઓફ યર એવોર્ડથી સ્મ્મનીત કાર્ય છે.

  • તાજેતરમાં કર્ણાટકે રોબીન ઉથપ્પાને બ્રેઈન હેલ્થ ઇનિશિયેટીવના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે.

  • 19 એપ્રિલના રોજ વિશ્વ લીવર દિવસ” ઉજવવામાં આવે છે.

  • 20 એપ્રિલના રોજ સંયુક્ત રાષ્ટ્ર ચાઇનીઝ ભાષા દિવસ ઉજવવામાં આવે છે. દિવસની ઉજવણી કંગીજીને શ્રધાંજલિ આપવા માટે કરવામાં આવે છે. પ્રથમ ચાઇનીઝ ભાષા દિવસ 12 નવેમ્બર 2010માં ઉજવવામાં આવો હતો, પરંતુ 2011થી 20 એપ્રિલે ઉજવવામાં આવે છે.

  • નાગપુર સ્થિત 96 વર્ષ જૂની સંસ્થા બ્લાઇન્ડ રીલીફ એશોશીયેશન નાગપુર અને માસ કેપેસિટી ડેવલોપમેન્ટ એન્ડ રીસર્ચ બોર્ડ દ્વારા દ્રષ્ટિહીન લોકો માટે ભારતની પ્રથમ ઇન્ટરનેટ રેડિયો ચેનલ રેડિયો અક્ષ શરુ કરવામાં આવી.

  • હરિયાણા ફાઈનલમાં તમીલનાડુને હરાવીને 12મી સીનીયર મેન્સ નેશલ હોકી ચેમ્પીયનશીપ વિજેતા બન્યું છે. ટુર્નામેન્ટ મધ્યપ્રદેશના ભોપાલમાં યોજવામાં આવી હતી.

  • બાળ લેખક અને ઈતિહાસકાર દેવિકા રંગાચારીએ ક્વીન ઓફ ફાયર” નામની એક નવલકથા લખી છે, જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પર લખવામાં આવી છે.

  • તાજેતરમાં દક્ષીણ મધ્ય રેલ્વેએ તેના ડીવીઝનના 6 મુખ્ય સ્ટેશનો પર વન સ્ટેશન વન પ્રોડક્ટ” પહેલ શરુ કરી છે.

  • તાજેતરમાં 15 સભ્યોની ભારતીય બોક્સિંગ ટુકડીએ ફૂકેટમાં રમાયેલી થાઇલેન્ડ ઓપન ઇન્ટરનેશનલ બોક્સિંગ ટુર્નામેન્ટ 2022માં 3 ગોલ્ડ, 4 સિલ્વર, 3 બ્રોન્ઝ મેડલ સહીત કુલ 10 મેડલ મેળવ્યા છે. જેમાં ગોલ્ડ મેડલ વિજેતાઓ ગોવિંદ સાહની, અનંત પ્રહલાદ ચોપડે અને સુમિત છે, અને સિલ્વર મેડલ વિજેતાઓ અમિત પંઘાલ, મોનિકા, વરીન્દ્ર સિંહ, આશિષ કુમાર છે જયારે બ્રોન્ઝ મેડલ વિજેતાઓ મનીષા, પૂજા અને ભાગ્યબતી કચારીનો સમાવેશ થાય છે.

  • તાજેતરમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ લકઝરી બ્રાંડ લુઇસ વીટનની પ્રથમ ભારતીય બ્રાંડ એમ્બેસેડર બની છે.

  • નોબેલ પારિતોષિક વિજેતા સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી અને પ્રખ્યાત લેખક ફ્રેંક વિલ્ઝેકને 2022નો પ્રતિષ્ઠિત ટેમ્પલટન પુરસ્કાર આપવામાં આવ્યો છે.

  • શુટર ધનુષ શ્રીકાંતએ બ્રાઝીલના કોશિયાસ ડો સુલમાં ચાલી રહેલા 24માં બહેરા અને મૂંગા ઓલમ્પિકમાં પુરુષોની 10 મીટર એર રાઈફલ ઇવેન્ટમાં ગોલ્ડ અને શૌર્ય સૈનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, સાથે યુક્રેન 19 ગોલ્ડ, 6 સિલ્વર અને 13 બ્રોન્ઝ સાથે ટોચ પર છે અને 2 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ સાથે ભારત મેડલ લીસ્ટમાં આઠમાં ક્રમે છે.

  • તાજેતરમાં ગુજરાતના દાહોદમાં 22 હજાર કરોડ રૂપિયાની વિકાસ યોજનાનું ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું.

  • ભારતીય-અમેરિકન નૌકાદળના કમાન્ડર શાંતિ શેઠીને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના સંરક્ષણ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, શાંતિ શેઠી અમેરિકાના નૌકાદળમાં મોટા યુદ્ધ જહાજના પ્રથમ ભારતીય-અમેરિકન કમાન્ડર છે.

  • તાજેતરમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સીટી ગેમ્સ 2021માટે મોબાઈલ એપ્લીકેશન શરુ કરવામાં આવી. પ્રકારની પ્રથમ પહેલમાં તકનીકી રાજધાની બેંગ્લોરમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુનિવર્સીટી ગેમ્સની બીજી આવૃત્તિની પોતાની મોબાઈલ એપ્લીકેશન હશે.

  • કોવિડ-19 સામે લડતા આરોગ્ય સંભાળ કામદારો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ વીમા યોજના (PMGKP) ને વધુ 180 દિવસ માટે લંબાવવામાં આવી છે. યોજના ની શરૂઆત 30 માર્ચ 2020ના રોજ કરવામાં આવી હતી.

  • કેન્દ્રીય બંદર, શીપીંગ અને જળમાર્ગ તથા આયુષ મંત્રી સર્વાંનંદ સોનોવાલના જણાવ્યા મુજબ પ્રથમ ઇન્ક્રેડિબલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્રુઝ કોન્ફરન્સ 2022 મુંબઈ ખાતે યોજાશે.

  • ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર વરિષ્ઠ IAS અધિકારી નરેશ કુમારને દિલ્હીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

  • તાજેતરમાં NMDC ને 2022માં PRSI એવોર્ડ આપવામાં આવ્યો હતો, નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ (NMDC) પબ્લિક રિલેશન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા (PRSI) પબ્લિક રિલેશન્સ એવોર્ડ 2022માં ચાર કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

  • કેરળ અને નેધરલેન્ડએ કોસમોસ માલાબારીક્સ” પ્રોજેક્ટ માટે સમજુતીકરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા છે.

  • હર્ષદા શરદ ગરૂડે ગ્રીસના હેરક્લીઓનમાં યોજાયેલી IWF જુનીયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનારી સૌપ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે, તેણે 45 કિલોગ્રામ વેઇટ કેટેગરી જીતવા માટે કુલ 153 કિલોગ્રામ વજન ઊંચક્યું હતું.

  • સ્ટીલ પ્રધાન રામચંદ્ર પ્રસાદ સિંહે વૈશ્વિક સ્તરે ભારતના સ્ટીલ ક્ષેત્રના નોંધપાત્ર પ્રદર્શન માટે પ્રશંશા કરતા જણાવ્યું હતું કે ટોચના 10 દેશોમાં ભારતનો સમાવેશ થયો છે.

  • ઓલમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA) દ્વારા સપ્ટેમ્બરમાં ચીનના હાંગઝોઉમાં યોજાનારી એશિયન ગેમ્સ 2022 દેશમાં કોવીડ19 ના વધતા કેસોને કારણે 2023 સુધી મુલતવી રાખવામાં આવી છે, એશિયન ગેમ્સ 2022 મૂળરૂપે 10 થી 25 સપ્ટેમ્બર દરમ્યાન યોજાવાની હતી.

  • વિલિયમ શેક્સપિયરની જન્મ તારીખ અને મૃત્યુની તારીખ બંનેની ઉજવણી માટે 23 એપ્રિલને અંગ્રેજી ભાષા દિવસ તરીકે ઉજવાય છે. ઉપરાંત સ્પેનીશ ભાષા દિવસ પણ 23 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે.

  • નીતિ આયોગ અને યુનીસેફ ઇન્ડિયા સાથે મળીને ઇન્ડીયાઝ ચિલ્ડ્રન્સ સ્ટેટ્સ : સ્ટેટ્સ એન્ડ ટ્રેન્ડસ ઇન મલ્ટીડિસીપ્લીનરી ચાઈલ્ડ ડેવલપમેન્ટ વિષયપર પ્રથમ અહેવાલ વિકસાવશે અને લોન્ચ  કરશે.

  • નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય શાખા NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટસ લીમીટેડ (NIPL) જાહેરાત કરી છે કે BHIM UPI સમગ્ર UAEમાં NEOPAY ટર્મિનલ્સ પર શરુ કરવામાં આવી છે.

  • ઈમેન્યુઅલ મેક્રોન ફ્રાંસની રાષ્ટ્રપતી પદની ચૂંટણીમાં મરીન લી પેનને હરાવીને ફરી એકવાર રાષ્ટ્રપતી બન્યા છે.

  • 2019માં નેશનલ મિશન ફોર ક્લીન ગંગાએ ટ્રી ક્રેઝ ફાઉન્ડેશનના સહયોગથી ગંગા ક્વેસ્ટની શરૂઆત કરવામાં આવી, જે એક ઓનલાઈન ક્વીઝ છે, વર્ષની ગંગા ક્વેસ્ટની શરૂઆત 7 એપ્રિલ 2022થી થઈ હતી અને આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ તરીકે ઉજવવામાં આવતા 22 મે ક્વીઝનો છેલ્લો દિવસ છે.

  • કૃષિ અને ખેડુત કલ્યાણ મંત્રાલય દ્વારા ખેડૂતોની ભાગીદારી પ્રાથમિકતા અમારી અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

  • માલદીવની ત્રણ દિવસની મુલાકાત દરમ્યાન નૌકાદળના વડા એડમિરલ આર.હરી કુમારે ભારત અને માલદીવ દ્વારા સંયુક્ત પણે તૈયાર કરવામાં આવેલા પ્રથમ નેવિગેશન ચાર્ટનું અનાવરણ કર્યું હતું.

  • તાજેતરમાં વિશ્વની સૌથી વૃદ્ધ જાપાની મહિલા કેન તનાકાનું 119 વર્ષની વયે અવસાન થયું છે.

  • કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે પંચકુલામાં ચોથી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ઓફીશીયલ જર્સી અને થીમ સોંગ” ના સત્તાવાર લોગો સાથે મેસ્કોટ ધાકડ ની શરૂઆત કરી હતી, હરિયાણા 4 જુન થી 13 જુન દરમ્યાન પંચકુલા, ચંડીગઢ, શાહાબાદ, અંબાલા અને દિલ્હીમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની ચોથી આવૃત્તિનું આયોજન કરશે.

  • 12મી IBA મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ તુર્કીના ઈસ્તંબુલમાં શરુ થઈ, ઇવેન્ટમાં 93 દેશોના 400થી વધુ બોક્સરો ભાગ લેવાના છે, જે પ્રતિષ્ઠિત ઇવેન્ટની 20મી વર્ષગાંઠ પણ છે, ઓલમ્પિક ખેલાડી લવલીના બોર્ગોહેન ભારતીય દેશનું પ્રતિનિધિત્વ કરશે.

  • ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા (ICAI) સ્થાપનાના 118 વર્ષમાં પ્રથમ વખત એકાઉન્ટન્ટસ ના કુંભ, 21મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ એકાઉન્ટન્ટસ (WCOA) ની યજમાની ભારત દેશ કરશે.

  • તાજેતરમાં નૌસેનાના કમાન્ડરોનું પ્રથમ સંમેલન નવી દિલ્હીમાં યોજવામાં આવ્યું હતું, નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ જયશંકર દ્વારા કોન્ફરન્સને સંબોધિત કરવામાં આવી હતી.

  • કેન્દ્રીય ગ્રામીણ અને વિકાસ પ્રધાન ગીરીરાજ સિંહ અને કેન્દ્રશાષિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ રાજ્યની પંચાયતી રાજ સંસ્થાઓના સભ્યોને રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2022 એનાયત કર્યા હતા.

  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ ફાર્માસ્યુટિકલ એન્ડ મેડીકલ ડીવાઈસની સાતમી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું છે.

  • તાજેતરમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ લકઝરી બ્રાંડ લુઇસ વીટનની પ્રથમ ભારતીય બ્રાંડ એમ્બેસેડર બની છે.
  • ઈરાકના સુલેમાનીયાહમાં યોજાયેલા એશિયા કપ 2022 સ્ટેજ-2માં ભારતીય તીરંદાજોએ 8 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ સહીત કુલ 14 મેડલ્સ મેળવ્યા હતા.

  • મહિલા તીરંદાજ પ્રનિત કૌર, અદિતિ સ્વામી અને સાક્ષી ચૌધરીની ભારતીય ટીમે કોન્ટીનેન્ટલ મીટમાં કઝાખસ્તાનને હરાવીને ભારતનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

  • ભારત માટે પ્રથમેશ ફૂગે, રિષભ યાદવ અને જાવકર સમાધાનની પુરુષ ટીમે બીજો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

  • પ્રથમેશ ફૂગે અને પ્રણિત કૌરએ એશિયા તીરંદાજી કપમાં ત્રીજો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

  • તાજેતરમાં ભારતીય મહિલા હોકી ટીમની પૂર્વ કેપ્ટન એલ્વેરા બ્રીટો નું અવસાન થયું છે.

  • તાજેતરમાં ઓડીશાના જાણીતા લેખક અને વર્ષ 2020ના પદ્મશ્રીથી સમ્માનિત બીનાપાની મોહંતીનું 85 વર્ષની વયે અવસાન થયું છે.

  • પેરીસ પુસ્તક મહોત્સવ 2022માં ભારત અતિથી વિશેષ તરીકે સહભાગી થયું હતું, ફ્રાંસના રાષ્ટ્રપતી ઈમેન્યુઅલ મેક્રોનએ 2018માં મોદી સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે 2022માં યોજાનારા પેરીસ બુક ફેસ્ટીવલ 2022માં ભારતને ગેસ્ટ ઓફ ઓનર કન્ટ્રી તરીકે સ્થાન આપવામાં આવશે. પેરીસ બુક ફેસ્ટીવલની શરૂઆત 21 એપ્રિલ 202થી થઈ હતી.

  • યુનેસ્કો વર્લ્ડ બુક કેપિટલ 2022 ગ્વાડલજારા મેક્સિકોને જાહેર કરવામાં આવ્યું, વર્લ્ડ બુક કેપિટલ એડવાઈઝરી કમિટીની ભલામણ પર યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ ઓડ્રી એઝોલે દ્વારા ગ્વાડલજારા  મેક્સિકોને વર્ષ 2022 માટે વર્લ્ડ બુક કેપિટલ જાહેર કરવામાં આવ્યું.

  • આન્દ્રે રૂબલેવે નોવાક જોકોવિચને હરાવીને સર્બિયા ઓપનનું ટાઈટલ મેળ્વ્યુ.

  • વડાપ્રધાન નરેન્દ્રમોદીએ જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારમાં સાંબાના પલ્લી ગામ ખાતે 500 KVના સોલાર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું, આને કારણે તે દેશની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત બની છે.

  • ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા (ICAI) સ્થાપનાના 118 વર્ષમાં પ્રથમ વખત એકાઉન્ટન્ટસ ના કુંભ, 21મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ એકાઉન્ટન્ટસ (WCOA) ની યજમાની ભારત દેશ કરશે.

  • દર વર્ષે એપ્રિલના છેલ્લા અઠવાડીયામાં વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, વર્ષે 24 થી 30 એપ્રિલ. વર્ષે રસીકરણ સપ્તાહની થીમ : લોંગ લાઈફ ફોર ઓલ

  • 25 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ દીવસ ઉજવાય છે.

  • તાજેતરમાં છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલએ પોતાના બજેટ નિવેદનમાં રાજ્ય કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પરત કરવા અને માસિક ધારાસભ્ય લોકલ એરિયા ડેવલપમેન્ટ મનીને ચાર ગણી કરવાની જાહેરાત કરી હતી.

  • ભારતીય સેનાએ મણીપુરના બિષ્ણુપુર જીલ્લામાં ગરીબ વિદ્યાર્થીઓમાટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવા કોચિંગ સેન્ટર ખોલ્યું છે.

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મધ્યપ્રદેશ સ્ટાર્ટઅપ પોલીસીનો શુભારંભ કરાવ્યો અને ઇન્દોરમાં આયોજિત મધ્યપ્રદેશ સ્ટાર્ટઅપ કોન્કલેવમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા સ્ટાર્ટઅપ સમુદાય સાથે વાત કરી હતી, ઉપરાંત પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશ સ્ટાર્ટઅપ પોર્ટલનું પણ અનાવરણ કર્યું હતું.

  • એશિયાનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય ફૂડ એન્ડ હોસ્પીટાલિટી મેળો AAHAR-2022 જેનું આયોજન નવી મેદાન, ખાતે કરવામાં આવ્યું હતું. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરીટી (APEDA) દ્વારા ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન (ITPO) ના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું, મેળો 26 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી ચાલ્યો હતો અને મેળાની 36મી આવૃત્તિ છે.

  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ ફાર્માસ્યુટિકલ એન્ડ મેડીકલ ડીવાઈસની સાતમી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું છે.

  • યુનાઈટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (UNEP) સર ડેવિડ એટનબરોને ચેમ્પિયન ઓફ અર્થ” લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી નવાજ્યા છે. રસીકરણ સપ્તાહની ઉજવણી પ્રથમ વાર 2012માં શરુ કરવામાં આવી હતી.

  • વર્લ્ડ સમિટમાં મેઘાલયની -પ્રપોઝલ સીસ્ટમને UN એવોર્ડ  ઇન્ફર્મેશન સોસાયટી ફોરમ એવોર્ડ 2022થી નવાજવામાં આવી છે.

  • 25 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ દીવસ ઉજવાય છે.

  • ઉતરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારના પ્રયાસોથી રામપુરની ગ્રામપંચાયત પટવાઈ ખાતે ભારતનું પ્રથમ અમૃત સરોવર બનાવવામાં આવ્યું છે. રામપુરમાં અમૃત સરોવર તરીકે વિકસિત કરવા માટે 75 તળાવની પસંદગી કરવામાં આવી હતી.

  • ભારતના પ્રોટીન ક્રિસ્ટલોગ્રાફીનો પાયો નાખનાર અગ્રણી સ્ટ્રકચરલ બાયોલોજીસ્ટ અને પદ્મશ્રી વિજેતા એમ.વિજયનનું 80 વર્ષની વયે અવસાન થયું છે.

  • ભારત સરકારે નેટફ્લીક્સ સાથે મળીને વુમન ચેન્જ-મેકર્સ” વિડીયો સીરીઝ બહાર પાડી છે.

  • તાજેતરમાં હરિયાણા સરકાર દ્વારા -લર્નિંગ” યોજના શરુ કરવામાં આવી છે, જે હેઠળ લગભગ 3 લાખ વિદ્યાર્થીઓને તેમના ઓનલાઈન શિક્ષણમાં મદદ કરવા માટે ટેબ્લેટ કમ્પ્યુટર્સ આપવામાં આવશે.

  • ત્રીપુરાના નવા મુખ્યમંત્રી તરીકે માણિક સાહાની નિમણુક, તેઓએ બિપ્લબ કુમાર દેબનું સ્થાન લીધું.

  • ગૃહમંત્રી અમિતશાહે હૈદરાબાદમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ના પરિસરમાં નેશનલ સાયબર ફોરેન્સિક લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું, ગૃહ મંત્રાલયે ડીસેમ્બર 2021માં હૈદરાબાદમાં CFSLમાં પુરાવાના હેતુસર NCFL ની સ્થાપના કરવાની મંજુરી આપી હતી.

  • માલદીવની ત્રણ દિવસની મુલાકાત દરમ્યાન નૌકાદળના વડા એડમિરલ આર.હરી કુમારે ભારત અને માલદીવ દ્વારા સંયુક્ત પણે તૈયાર કરવામાં આવેલા પ્રથમ નેવિગેશન ચાર્ટનું અનાવરણ કર્યું હતું.

  • બાંગ્લાદેશની શૈક્ષણિક ચેરીટી સંસ્થા બીદાનંદો” ના સ્થાપક કિશોર કુમાર દાસની યુકેના કોમનવેલ્થ પોઈન્ટ્સ ઓફ લાઈટ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.

  • કેરળ અને નેધરલેન્ડએ કોસમોસ માલાબારીક્સ પ્રોજેક્ટ માટે સમજુતીકરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા છે.

  • તાજેતરમાં ભારતીય મહિલા હોકી ટીમની પૂર્વ કેપ્ટન એલ્વેરા બ્રીટો નું અવસાન થયું છે.
  • મોંગોલિયાના ઉલાનબટાર ખાતે યોજાયેલી એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપ 2022ની 35મી આવૃત્તિમાં ભારતે 17 મેડલ જીત્યા છે. ભારતીય કુસ્તીબાજોએ 1 ગોલ્ડ, 5 સિલ્વર અને 11 બ્રોન્ઝ એમ કુલ 17 મેડલ જીત્યા છે. ગોલ્ડ મેડલ મેળવનાર ભારતીય રવીકુમાર દહીયા છે.
  • નીતિ આયોગ દ્વારા ની:શુલ્ક જાહેર ઉપયોગ માટે નેશનલ ડેટા એન્ડ એનાલીટીક્સ પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી હતી, નીતિઆયોગના વાઈસ ચેરમેન શ્રી સુમન બેરીએ પ્લેટફોર્મનો શુભારંભ કરાવ્યો હતો.

  • સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે મુંબઈના મઝગાવ ડોક ખાતે બે મેડ-ઇન-ઇન્ડિયા યુદ્ધ જહાજ INS “સુરત અને INS “ઉદયગીરી નું લોકાર્પણ કર્યું છે.

  • પશ્ચિમ મધ્ય રેલ્વેએ બેટરી-સંચાલિત ડ્યુઅલ-મોડ લોકોમોટીવ નવદૂત વિકસાવ્યું છે, એન્જીન બંને મોડ એટલે કે બેટરી અને પાવર પર ચાલે છે.

  • દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનીલ બૈજલે અંગત કારણોસર પોતાનું રાજીનામું આપ્યું છે.

  • વર્ષનો લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ 20 મે ના રોજ ઉજવવામાં આવ્યો, દિવસ દર વર્ષે મે મહિનાના ત્રીજા શુક્રવારે ઉજવવામાં આવે છે, વર્ષે 16મો લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ છે, 2022ની થીમ : ઇકોસીસ્ટમની પુન:સ્થાપના માટે મુખ્ય પ્રજાતિઓની પુન:પ્રાપ્તિ અને દિવસ 2006થી ઉજવવામાં આવે છે.

  • પ્લમબેકસ ઇન્ડિયા એક્ઝીબીશનમાં ઇન્ડિયા ટેપ પ્રોજેક્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતું, સમારંભનું ઉદ્ઘાટન આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપસિંહ પૂરીએ કર્યું હતું, તેમણે ભારત નળ પ્રોજેક્ટની પણ જાહેરાત કરી હતી.

  • પંજાબ મંત્રીમંડળએ ચોખાની તકનીકની સીધી વાવણીનો ઉપયોગ કરીને ડાંગર ઉગાડતા ખેડૂતો માટે એકર દીઠ 1500 રૂપિયાના પ્રોત્સાહનને મંજુરી આપી છે.

  • CSIR-NAL દ્વારા ડીઝાઇન અને વિકસિત કરવામાં આવેલા હંસા-એનજી 2 સીટર ફ્લાઈંગ ટ્રેનર એરક્રાફ્ટે DRDOની એરોનોટીકલ ટેસ્ટ રેન્જ ચેલાકેરે ખાતેની ઇન-ફ્લાઈટ એન્જીન રીલાઈટનું પરીક્ષણ સફળ રહ્યું.

  • પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને લોક મિલની” યોજના શરુ કરી છે, રાજ્યના લોકોને તેમની ફરિયાદોના નિવારણ માટે સિંગલ-વિન્ડો પ્લેટફોર્મ પ્રદાન કરવાના હેતુથી ઇન્ટરેક્ટીવ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે.

  • લિયોનેલ મેસ્સીએ 130 મીલીયન અમેરિકન ડોલરની આવક સાથે ફોર્બ્સ હાઈએસ્ટ પેઈડ એથ્લીટસ 2022ની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે, અને બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સ 121.2 મીલીયન અમેરિકન ડોલર સાથે બીજા સ્થાન પર છે, જયારે ક્રિસ્ટીયાનો રોનાલ્ડો 115 મીલીયન ડોલર સાથે ત્રીજા સ્થાને છે.

  • તાજેતરમાં હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા ભારતે યુનાઈટેડ નેશન્સ (UN) ને 8,00,000 અમેરિકન ડોલરનું યોગદાન આપ્યું છે.

  • 14 મેના રોજ આંતરરાષ્ટ્રીય યાયાવર પક્ષી દિવસ ઉજવવામાં આવ્યો, 2006માં તેની શરૂઆતથી દિવસ વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે, 14 મે અને 8 ઓક્ટોબરના રોજ દીવસની ઉજવણી કરવામાં આવે છે.

  • વડાપ્રધાન નરેન્દ્રમોદી બુદ્ધ પૂર્ણિમાના અવસર પર નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર લુમ્