જૈવ આરક્ષિત ક્ષેત્રો

💙 જૈવ આરક્ષિત ક્ષેત્રો 💙

* જૈવમંડળમાં પ્રાકૃતિક અને સંસ્કૃતિ વિવિધતા જોવા મળે છે. 

* આ જૈવ આરક્ષિત ક્ષેત્રો યુનેસ્કો દ્વારા સ્થાપિત કરવામાં આવે છે. 

* UNESCO : United Nations Educational, Scintific and Cultural Organization 

* જૈવ આરક્ષિત ક્ષેત્ર જમીન પર અને સમુદ્ર પર બંને વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવે છે.

* MAB ( મેન એન્ડ બાયોસ્ફિયર ) કાર્યક્રમ અંતર્ગત તેને માન્યતા આપવામાં આવી છે જે યુનેસ્કો દ્વારા ચલાવવામાં આવે છે. 

* પ્રાકૃતિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતી ભૂમિ નો મોટો વિસ્તાર સ્થળીય કે જલીય પારીતંત્રનો સમાવેશ કરે તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર કહેવામાં આવે છે. 

* પારિસ્થિતિકી ના અંતર્ગત વૃક્ષો અને જીવોની અખંડિતતા નું સંરક્ષણ તથા સાંસ્કૃતિક વિવિધતાને જાળવી રાખવી એ જૈવ આરક્ષિત ક્ષેત્રનો હેતુ છે. 

* જૈવ આરક્ષિત ક્ષેત્ર નો મુખ્ય હેતુ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ નિશ્ચિત કરવો.

* ભારત સરકાર દ્વારા 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા છે જેમાંથી 12 ને વિશ્વ નેટવર્ક પર એટલે કે યુનેસ્કોની યાદીમાં સ્થાન મળ્યું છે.

* વિશ્વમાં કુલ 131 દેશોમાં 727 જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે. 

* જૈવ આરક્ષિત ક્ષેત્ર ને ભાગમાં વહેંચવામાં આવે છે જે આંતરિક રીતે સંકળાયેલા જ હોય છે.

(ફોટો ક્લીયર ના દેખાય તો ફોટા પર ક્લિક કરીને ફોટો ઓપન કરો, આભાર)

|| 1) કોર ઝોન :-

* આ ઝોન સૌથી વધારે સુરક્ષિત ક્ષેત્ર હોય છે.
* તે રાષ્ટ્રીય ઉદ્યાન પણ હોઈ શકે છે. 
* કોરઝોનમાં માનવીય પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. 
* આ વિસ્તાર એવી પ્રજાતિઓ થી ભરપૂર હોય છે જે માત્ર તે જ વિસ્તારમાં જોવા મળતી હોય છે. 
* આ ક્ષેત્રમાં વિશેષ વનસ્પતિ તથા પ્રાણીઓની પ્રજાતિઓ ને સંરક્ષણ આપવામાં આવે છે. 

|| 2) બફર ઝોન :-

* કોર જોન પછી નો વિસ્તાર કે જે કોરઝોન ની ચારેબાજુએ રહેલો હોય છે તેને બફર ઝોન કહે છે. 
* આ ક્ષેત્રોમાં લોકોની અવરજવર, ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ વસવાટ જેવી ક્રિયાઓ શક્ય છે. 
* આ વિસ્તાર પણ સુરક્ષિત અને સંરક્ષિત જ હોય છે પરંતુ માનવ ક્રિયાઓ એવી રીતે કરવામાં આવે છે કે જેનાથી પર્યાવરણને નુકસાન ન થાય. 
* આ ક્ષેત્રમાં શિક્ષા, પ્રશિક્ષણ, પર્યટન, મનોરંજન જેવી ક્રિયાઓ માટે અનુમતિ છે. 
* મુખ્યત્વે આ ક્ષેત્ર સંશોધન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 

|| 3) સંક્રમણ ઝોન :-

* જૈવ આરક્ષિત ક્ષેત્ર સૌથી બહારનો વિસ્તાર એટલે સંક્રમણ ઝોન. 
* બફરઝોનની ચારે બાજુ ફેલાયેલો ભાગ છે તેનો વિસ્તાર ખૂબ મોટો હોય છે. 
* આ ક્ષેત્રને સહયોગ ક્ષેત્ર પણ કહે છે. 
* આ ક્ષેત્રમાં જૈવવિવિધતા ની જાળવણી ત્યાંના સ્થાનિક લોકોના સહયોગથી કરી શકાય છે. 
* સંક્રમણ ઝોન નો મુખ્ય હેતુ વિકાસશીલ કાર્યો તથા યોજનાઓથી સંબંધિત છે. 
* આ ક્ષેત્ર નો ઉપયોગ મનોરંજન અને પર્યટન માટે પણ થાય છે. 
* જૈવ આરક્ષિત ક્ષેત્ર માં પ્રવેશ માટે વન્યજીવ સંરક્ષણ અધિકારી લોકોને વન્યજીવ પર સંશોધન, ફોટોગ્રાફી, વૈજ્ઞાનિક સંશોધન, પર્યટન, રાષ્ટ્રીય ઉદ્યાન તથા અભયારણ્યમાં વ્યાપારની બાબતોમાં અનુમતિ પત્ર આપી શકે છે, પરંતુ તેની શરત એ છે કે અનુમતિ પત્ર આપનાર મુખ્ય વન્ય જીવ સંરક્ષણ પાસે સંરક્ષણ સંબંધિત નિયંત્રણ તથા સંચાલનની સત્તા હોવી જોઈએ.

ભારતના જૈવઆરક્ષિત ક્ષેત્રો



(ફોટો ક્લીયર ના દેખાય તો ફોટા પર ક્લિક કરીને ફોટો ઓપન કરો, આભાર)

{{ ભારતના 18 જૈવ આરક્ષિત ક્ષેત્રોની યાદી નીચે મુજબ છે }}

* || 1. નીલગીરી જૈવઆરક્ષિત ક્ષેત્ર
* વર્ષ :- 1986
* વિસ્તાર :- 5520 ચોરસ કિલોમીટર
* રાજ્ય :- તમિલનાડુ, કેરળ, કર્નાટક 
* સ્થળ :- મૃદુમલાઈ, મુકુર્થી, બાંદીપુર, નાગરહોલ, નીલમબાર, સાયલન્ટ વેલી, શિરવાની 
* પ્રાણીસૃષ્ટિ :- નીલગીરી પહાડી બકરી, સિંહપૂછ ધરાવતા વાનર

* || 2. નંદાદેવી જૈવઆરક્ષિત ક્ષેત્ર
* વર્ષ :- 1988
* વિસ્તાર :- 5860 ચોરસ કિલોમીટર
* રાજ્ય :- ઉતરાખંડ 
* સ્થળ :- ચામોલી, પીથોરાગઢ, બાગેશ્વર
* પ્રાણીસૃષ્ટિ :- હિમચિતા, હિમાલયન કાળા રીંછ

* || 3. નોકરેક જૈવઆરક્ષિત ક્ષેત્ર
* વર્ષ :- 1988
* વિસ્તાર :- 820 ચોરસ કિલોમીટર
* રાજ્ય :- મેઘાલય
* સ્થળ :- પશ્ચિમી ગારો પહાડીઓ
* પ્રાણીસૃષ્ટિ :- લાલપાંડા 

* || 4. ગ્રેટનીકોબાર જૈવઆરક્ષિત ક્ષેત્ર
* વર્ષ :- 1989
* વિસ્તાર :- 885 ચોરસ કિલોમીટર
* રાજ્ય :- અંદમાન નીકોબાર
* સ્થળ :- દક્ષિણી ટાપુઓ
* પ્રાણીસૃષ્ટિ :- ખારાપાણીની મગર

* || 5. મન્નારનો અખાત 
* વર્ષ :- 1989
* વિસ્તાર :- 10,500 ચોરસ કિલોમીટર
* રાજ્ય :- તમિલનાડુ 
* સ્થળ :- રામેશ્વરમ ટાપુ, ઉતર કન્યાકુમારી, શ્રીલંકા કિનારો
* પ્રાણીસૃષ્ટિ :- ડ્યુગોંગ

* || 6. માનસ જૈવઆરક્ષિત ક્ષેત્ર
* વર્ષ :- 1989
* વિસ્તાર :- 2837 ચોરસ કિલોમીટર
* રાજ્ય :- આસામ
* સ્થળ :- કોકાજહર, બોન્ગોઈગોવ, બારપેટા, નલબારી, કામરૂપ, ડરાંગ જીલ્લો 
* પ્રાણીસૃષ્ટિ :- એશીયાઇ હાથી, વાઘ, સોનેરી લંગુર, આસામી છાપરી વાળા કાચબા, નાના ભૂંડ 

* || 7. સુંદરવન જૈવઆરક્ષિત ક્ષેત્ર
* વર્ષ :- 1989
* વિસ્તાર :- 9630 ચોરસ કિલોમીટર
* રાજ્ય :- પશ્ચિમ બંગાળ
* સ્થળ :- ગંગા અને બ્રહ્મપુત્રાનો મુખત્રિકોણ પ્રદેશ
* પ્રાણીસૃષ્ટિ :- રોયલ બેંગાલ ટાઈગર

* || 8. સિમલીપાલ જૈવઆરક્ષિત ક્ષેત્ર
* વર્ષ :- 1994
* વિસ્તાર :- 4374 ચોરસ કિલોમીટર
* રાજ્ય :- ઓડીસા
* સ્થળ :- મયુરભંજ કિલ્લો
* પ્રાણીસૃષ્ટિ :- ગોર (આંખલો), એશીયાઇ હાથી, રોયલ બેંગાલ ટાઈગર

* || 9. દિબ્રુ સૈખોવ જૈવઆરક્ષિત ક્ષેત્ર
* વર્ષ :- 1997
* વિસ્તાર :- 765 ચોરસ કિલોમીટર
* રાજ્ય :- આસામ
* સ્થળ :- દિબ્રુગઢ અને ટીનસુકીયા જીલ્લો 
* પ્રાણીસૃષ્ટિ :- સફેદ પાંખવાળું લાકડાનું બતક, પાણીની ભેંસ, ટોપીવાળા લંગુર

* || 10. દીહાંગ દિબાંગ જૈવઆરક્ષિત ક્ષેત્ર
* વર્ષ :- 1998
* વિસ્તાર :- 5111.50 ચોરસ કિલોમીટર
* રાજ્ય :- અરૂણાચલ પ્રદેશ 
* સ્થળ :- સીઆંગ અને દિબાંગ ખીણ
* પ્રાણીસૃષ્ટિ :- કસ્તુરી મૃગ, મિશ્મી પહાડી બકરી

* || 11. પંચમઢી જૈવઆરક્ષિત ક્ષેત્ર
* વર્ષ :- 1999
* વિસ્તાર :- 4926 ચોરસ કિલોમીટર
* રાજ્ય :- મધ્યપ્રદેશ
* સ્થળ :- બેતુલ જીલ્લો, હોશંગાબાદ જીલ્લો, છિદવારા જીલ્લો
* પ્રાણીસૃષ્ટિ :- મોટી તેમજ ઉડતી ખિસકોલી

* || 12. કાંચનજંઘા જૈવઆરક્ષિત ક્ષેત્ર
* વર્ષ :- 2000
* વિસ્તાર :- 2619.92 ચોરસ કિલોમીટર
* રાજ્ય :- સિક્કિમ 
* સ્થળ :- કાંચનજંઘા
* પ્રાણીસૃષ્ટિ :- બર્ફીલા ચિતા, લાલપાન્ડા 

* || 13. અગસ્થ મલાઈ જૈવઆરક્ષિત ક્ષેત્ર
* વર્ષ :- 2001
* વિસ્તાર :- 3500 ચોરસ કિલોમીટર
* રાજ્ય :- કેરળ, તમિલનાડુ
* સ્થળ :- નેપ્યર, પેપારા, શેદુરૂની
* પ્રાણીસૃષ્ટિ :- નીલગીરી પહાડી બકરી, હાથી

* || 14. અચાનકમર જૈવઆરક્ષિત ક્ષેત્ર
* વર્ષ :- 2005
* વિસ્તાર :- 3835.51 ચોરસ કિલોમીટર
* રાજ્ય :- મધ્યપ્રદેશ, છતીસગઢ
* સ્થળ :- અન્નુપુર, ડીંડોરી, બિલાસપુર જીલ્લો
* પ્રાણીસૃષ્ટિ :- ચૌશીન્ગા હરણ, સારસ, સફેદપીઠ વાળા ગીધ, સ્કેર ગૃવ દેડકા 

* || 15. કચ્છનો અખાત
* વર્ષ :- 2008
* વિસ્તાર :- 12,454 ચોરસ કિલોમીટર
* રાજ્ય :- ગુજરાત 
* સ્થળ :- કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર
* પ્રાણીસૃષ્ટિ :- જંગલી ગધેડા (ઘુડખર)

* || 16. કોલ્ડ રણ (ઠંડુ રણ)
* વર્ષ :- 2009
* વિસ્તાર :- 7770 ચોરસ કિલોમીટર
* રાજ્ય :- હિમાચલ પ્રદેશ 
* સ્થળ :- પીનવેલી રાષ્ટ્રીય ઉદ્યાન, ચંદ્રતાલ, સારચુ, કીબર અભયારણ્ય
* પ્રાણીસૃષ્ટિ :- સ્નો લેપર્ડ

* || 17. સેસાચલમ પર્વત 
* વર્ષ :- 2010
* વિસ્તાર :- 4755.99 ચોરસ કિલોમીટર
* રાજ્ય :- આંધ્રપ્રદેશ
* સ્થળ :- સેસાચલમ હિલ, ચિતોર, કડાયા જીલ્લો
* પ્રાણીસૃષ્ટિ :- પાતળું લોરીસ

* || 18. પન્ના જૈવઆરક્ષિત ક્ષેત્ર
* વર્ષ :- 2011
* વિસ્તાર :- 2998.98 ચોરસ કિલોમીટર
* રાજ્ય :- મધ્યપ્રદેશ 
* સ્થળ :- પન્ના તથા છતરપુર જીલ્લો
* પ્રાણીસૃષ્ટિ :- વાઘ, ચિતલ. ચિંકારા, સાંભર, સ્લોથ રીંછ


👉 ભારત માં કુલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો માંથી 12 ને યુનેસ્કોની યાદીમાં સ્થાન મળ્યું છે એટલે કે આ 12 ને યુનેસ્કોના "વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફીયર રીઝર્વ" માં સ્થાન અપાયું છે જે નીચે મુજબ છે.

    ||   1. નીલગીરી --- વર્ષ 2000
    ||   2. મન્નારની ખાડી --- વર્ષ 2001
    ||   3. સુંદરવન --- વર્ષ 2001
    ||   4. નંદાદેવી --- વર્ષ 2004
    ||   5. સીમલીપાલ --- વર્ષ 2009
    ||   6. નોકરેક --- વર્ષ 2009
    ||   7. પંચમઢી --- વર્ષ 2009
    ||   8. અચાનકમર --- વર્ષ 2012
    ||   9. ગ્રેટ નિકોબાર --- વર્ષ 2013
    ||   10. અગસ્થમલાઈ --- વર્ષ 2016
    ||   11. કાંચનજંઘા --- વર્ષ 2018
    ||   12. પન્ના --- વર્ષ 2020

THANKS

Post a Comment

0 Comments