ગુજરાતના તહેવારો

તહેવારો વિષે એક ઝાંખી :-

ભારત એ તહેવારોનો દેશ છે. આપણે અનેક ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. આપણા દેશમાં વિવિધ ધર્મ પાળનારા લોકો રહે છે તેથી આપણા દેશમાં ઘણા ધાર્મિક તહેવારો ધામધૂમથી ઉજવાય છે. તહેવારો આપણી સંસ્કૃતિ પરંપરા નું જતન કરે છે અને ભૌતિકવાદ તરફ જઇ રહેલી આધુનિક પ્રજાને જીવન જીવવાનો સાચો માર્ગ ચીંધે છે.

આપણા દેશમાં મુખ્યત્વે હિંદુ, મુસ્લિમ, જૈન ધર્મ, બોદ્ધ ધર્મ, ખ્રિસ્તી અને જરથોસ્તી ધર્મના તહેવારો ઉજવાય છે. દિવાળી, શિવરાત્રી, જન્માષ્ટમી, હોળી, નવરાત્રિ, દશેરા, ગણેશ ચતુર્થી વગેરે હિન્દુ ધર્મના મુખ્ય તહેવારો છે. દિવાળી હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. દિવાળી એ “માફ કરો અને ભૂલી જાઓ” ની ભાવનાનો સંદેશ આપનારો તહેવાર છે. તે આપણા સામાજિક સંબંધોને વધુ મજબૂત બનાવે છે.

પર્યુષણ જૈન ધર્મનો મોટો તહેવાર છે. જેમાં ભાઈ-બહેનો ઉપવાસ રાખીને આકરી તપસ્યા કરે છે. પર્યુષણના દિવસોમાં જૈન નિયમિત દેરાસરમાં જાય છે અને પ્રતિક્રમણ કરે છે. જૈન ભાઈ-બહેનોએ એકબીજાને મિચ્છામી દુક્કડમ કહીને પરસ્પરની ક્ષમા યાચના કરે છે. બકરી ઈદ, રમઝાન ઈદ, મોહરમ વગેરે ઇસ્લામ ધર્મના તહેવારો છે. મુસલમાન ભાઈઓ ખૂબ આનંદ અને પૂર્વક આ તહેવારો ઉજવે છે. પતેતી પારસીઓનો મુખ્ય તહેવાર છે. આ દિવસે તેઓ અગિયારીમાં જઈને પૂજા-અર્ચના કરે છે. શીખો વૈશાખી નો અને બૌદ્ધ બુદ્ધજયંતીનો તહેવાર ઉજવે છે તો નાતાલ ખ્રિસ્તીઓનો તહેવાર છે આ દિવસે ખ્રિસ્તી દેવળમાં જઇ ને પ્રાર્થના કરે છે અને એકબીજાને નાતાલની શુભેચ્છા પાઠવે છે.

તહેવારો આપણા એકધારા જીવનમાં આવે છે. આપણે સાથે મળીને તહેવારો ઉજવતા હોવાથી પરસ્પર નો પરિચય વધે છે. સંબંધો વધુ ગાઢ બને છે અને લોકો વચ્ચે ભાઈચારો કેળવાય છે. તહેવારો દરમિયાન આનંદ અને ઉલ્લાસનું અનેરું વાતાવરણ સર્જાય છે. ધાર્મિક તહેવારોની અસરને લીધે લોકોમાં દયા, પ્રેમ, ક્ષમા, સહનશીલતા અને સુવિધા જેવા ગુણો કેળવાય છે.

ધાર્મિક તહેવારોની ઉજવણીમાં કેટલીકવાર સાચી ધાર્મિકતાને બદલે ધર્મનો આડંબર વધારે દેખાય છે. આથી ધાર્મિક તહેવારો ઉજવવા પાછળ ની શુદ્ધ ભાવના ઓછી થતી જાય છે. ઉત્સવ યોજવા માટે ઘણીવાર લોકો પાસેથી બળજબરીથી ફંડફાળા નું ઉઘરાણુ કરવામાં આવે છે. તહેવારો દરમિયાન થતાં લાઉડ સ્પીકરના લીધે અવાજનું પ્રદુષણ ફેલાય છે. વૃદ્ધો માટે અવાજ નું પ્રદૂષણ સહન કરવું ખૂબ જ અઘરું થઈ પડે છે. કેટલીકવાર ધાર્મિક ઉત્સવોમાં હતી કે કોઈ શહેરમાં ફાટી નીકળતા કોમી તોફાનનું નિમિત્ત પણ બને છે. ધાર્મિક તહેવારો નું હાર્દ સચવાય તે આપણી સૌની ફરજ છે.


વસંત પંચમી મહા વદ પાંચમ :

*વસંત પંચમી વસંતઋતુના આગમનની વધામણીના હેતુ થી મનાવવામાં આવે છે.

*વસંત પંચમી મહા વદ પાંચમના દિવસે મનાવવામાં આવે છે.

*આ દિવસે પૂર્વ ભારત નેપાળ તથા ઉત્તર ભારતમાં દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. 

*આ સમયે ખેતરમાં સરસવનાં પીળાં ફૂલ ખીલ્યા હોય છે તેથી લોકો આ દિવસે પીળાં વસ્ત્રો પહેરી સરસ્વતી માતાની પૂજા કરે છે. 

*આ દિવસે કવિ-લેખક ગાયક વાદક નૃત્યકાર નાટ્યકાર પોતાના સાધનોની પૂજા કરે છે.

*આ દિવસે દેવી સરસ્વતીની પૂજા થતી હોવાથી તેને જ્ઞાનપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે.


મકરસંક્રાંતિ ૧૪ જાન્યુઆરી :

*મકરસંક્રાંતિ હિન્દુઓ નો મુખ્ય તહેવાર માનવામાં આવે છે.

*આ હિન્દુઓનો એક માત્ર એવો તહેવાર છે જે પ્રતિવર્ષ નિશ્ચિત અંગ્રેજી તારીખ એટલે કે ૧૪મી જાન્યુઆરીએ જ આવે છે.

*આ દિવસે પવિત્ર જળમાં સ્નાન નું પણ ખૂબ જ મહત્વ રહેલું છે.

*હિંદુ પંચાંગ મુજબ આ દિવસે સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં પ્રવેશ કરે છે.

*ઋતુ પરિવર્તનની ભાવના અને પાક સારો થશે તેવી આશા સાથે આ તહેવાર સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે.

*ગુજરાતમાં લોકો પતંગ ઉડાડીને મકરસંક્રાંતિના તહેવાર ને ઉજવે છે.

*મકરસંક્રાંતિ ભારતના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે જેમ કે પંજાબમાં લોહરી, તમિલનાડુમાં પોંગલ, આસામમાં બીહુ, આંધ્રપ્રદેશમાં ભોગી...


મહાશિવરાત્રી મહાવદ તેરસ :

*મહા શિવરાત્રી મહા વદ તેરસના દિવસે આવે છે.

*આ દિવસે શિવભક્તો મંદિરમાં જઈને બીલીપત્ર દૂધ ચડાવીને ભગવાન શિવની પૂજા કરે છે.

*આ દિવસે ગુજરાત રાજ્યના જૂનાગઢમાં ભવનાથ નો મેળો ભરાય છે તેમજ આ ભવનાથનો મેળો મીની કુંભ મેળા તરીકે ઓળખાય છે.

*આ મેળામાં રાત્રે બાર વાગ્યે નીકળતી સાધુ-સંતોની રવેડી જોવાનું વિશેષ મહત્વ છે 


હોળી ફાગણ માસની પૂનમ :

*હિંદુ પંચાંગ મુજબ હોળી ફાગણ માસની પૂનમે આવે છે.

*પરંપરા મુજબ હોળી બે દિવસે મનાવવામાં આવે છે આગલા દિવસે હોલિકા દહન થાય છે અને બીજા દિવસે ધૂળેટી ઉજવાય છે.

*લોકો એકબીજાને રંગો ઉડાડીને ધુળેટી ઉજવે છે.

*હોળીના તહેવાર સાથે બે પરંપરાગત પૌરાણિક કથા જોડાયેલી છે હિરણ્યકશ્યપ અને પ્રહલાદ ની વાર્તા તેમ જ રાધા અને કૃષ્ણ નો રાસ.

*જુદાજુદા પ્રદેશમાં હોળી જુદા જુદા નામે ઓળખાય છે જેમકે વ્રજમાં લઠ્ઠામાર હોળી, બિહારમાં ફ્ગુઆ, પંજાબમાં હોલા-મહલ્લા, મહારાષ્ટ્રમાં રંગ પંચમી...

 

શ્રી હનુમાન જયંતી ચૈત્ર માસની પૂર્ણિમા :

*ચંદ્ર માસની પૂર્ણિમા એટલે શ્રી હનુમાનજીનો જન્મ દિવસ.

*આ દિવસને શ્રી હનુમાન જયંતી તરીકે ઉજવવામાં આવે છે.

*લોકો આ દિવસે મંદિરમાં તથા પોતાના ઘરમાં હનુમાન ચાલીસાના પાઠ કરે છે.


રક્ષાબંધન શ્રાવણ માસની પૂર્ણિમા :

*રક્ષાબંધન ભાઈ બહેન ના પરસ્પર સ્નેહ અને પ્રેમ નો તહેવાર છે.

*રક્ષાબંધન પ્રતિવર્ષ શ્રાવણ માસની પૂર્ણિમાએ મનાવવામાં આવે છે.

*આ દિવસે બહેન પોતાના ભાઇની રક્ષા થાય તે માટે કપાળ પર તિલક કરી હાથમાં રક્ષાપોથી બાંધે છે.

*જુદા જુદા રાજ્યો તેમજ જુદા જુદા વિસ્તાર મુજબ રક્ષાબંધન જુદી જુદી રીતે ઉજવાય છે મહારાષ્ટ્રમાં નાળિયેરી પૂર્ણિમા / શ્રાવણી, મહારાષ્ટ્ર તેમજ દક્ષિણ ભારતમાં અવની અવીત્તમ.

*રક્ષાબંધન તહેવારે સ્વદેશી આંદોલન સમયે રવીન્દ્રનાથ ટાગોર પણ રક્ષાસૂત્ર બાંધતા હતા.

*આજે પણ દેશની બહેનો પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર બાંધી આ તહેવારની ઉજવણી કરે છે.


જન્માષ્ટમી શ્રાવણ વદ આઠમ :

*ભવિષ્ય પુરાણ મુજબ શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની આઠમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો.

*આ દિવસ શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીના રૂપે ઉજવાય છે.

*હિન્દુ ધર્મ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણના માતા દેવકી અને પિતા વાસુદેવને હતા તેમજ ભગવાન શ્રીકૃષ્ણનું પાલનપોષણ કરનાર માતા જશોદા અને પિતા નંદબાબા હતા.

*આ દિવસે દેશમાં દહીહાંડી પ્રતિયોગિતા નું આયોજન થાય છે જેમાં મુંબઈની દહી હાંડી પ્રતિયોગિતા નું વિશેષ મહત્વ છે.


શ્રી રામ નવમી ચૈત્ર સુદ નોમ :

*ભગવાન શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નોમના દિવસે થયો હતો.

*શ્રીરામ નવમીના દિવસે જ ચૈત્ર નવરાત્રી કે વસંત નવરાત્રિ સમાપ્ત થાય છે.

*આ દિવસે લોકો વ્રત રાખી "રામચરિતમાનસ" ના બાલકાંડ નો પાઠ કરે છે.

*દક્ષિણ ભારતમાં શ્રી રામ નવમી "કલ્યાણઉત્સવ" તરીકે મનાવવામાં આવે છે 


ગોવર્ધનપૂજા દિવાળીના આગળના દિવસે :

*ભારતમાં દીવાળીના આગલા દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે.

*ઉત્તર ભારતમાં ગોવર્ધનપૂજા તેમ જ દક્ષિણ ભારતમાં માટ્ટુ પોંગલ ના રૂપમાં આ દિવસ મનાવવામાં આવે છે.

*તમિલનાડુમાં આ દિવસે પશુ મેળાનું આયોજન કરવામાં આવે છે. 


કડવાચોથ આસો વદ-૧૪ :

*આસો વદ ચોથના દિવસે સૌભાગ્યવતી સ્ત્રી પોતાની પતિના દીર્ઘાયુષ્ય માટે વ્રત કરે છે.

*આખા દિવસ દરમિયાન સ્ત્રી વ્રત રાખે છે અને કંઈ જમતી નથી.

*આ વ્રતનો પ્રારંભ સવારે 04:00 થી થાય છે અને રાત્રીના ચંદ્રમાના દર્શન પછી તે પૂર્ણ થાય છે.


ધનતેરસ :

*આસો વદ તેરસ ના દિવસે ભગવાન ધન્વંતરિ (વિષ્ણુ અને દેવોના વૈદ્ય) નો જન્મ થયો હતો.

*આ દિવસને ધનતેરસ તરીકે ઉજવાય છે.

*આ દિવસે લોકો સોના ચાંદીની વસ્તુઓ ની ખરીદી કરે છે.

*ભારત સરકાર આ દિવસને રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસના રૂપમાં મનાવે છે. 


અખા ત્રીજ અક્ષયતૃતીયા વૈશાખ સુદ ત્રીજ :

*વૈશાખ સુદ ત્રીજને અખાત્રીજ ના રૂપમાં મનાવવામાં આવે છે. 

*હિંદુ તથા જૈન ધર્મના લોકો આ તહેવાર મનાવે છે.

*અખાત્રીજ નો અર્થ થાય છે કે "જેનો વિનાશ થતો નથી તે" 

*આ દિવસે ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે.

*જૈન ધર્મમાં અખાત્રીજનું વિશેષ મહત્વ રહેલું છે આ દિવસે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ની તપસ્યા નું એક વર્ષ પૂર્ણ થયું હતું. આ વ્રતનું સમાપન તેમણે શેરડીના રસથી કર્યું હતું. 


દશેરા દુર્ગાપૂજા આસો સુદ દશમ :

*હિન્દુ ધર્મમાં દુર્ગાપૂજા દુર્ગામાતા આદ્યશક્તિ તરીકે ઓળખાય છે.

*ભારતમાં સમગ્ર વર્ષ દરમિયાન બે અઠવાડિયા સુધી દુર્ગા માતાની આરાધના માટે પ્રખ્યાત છે ચૈત્ર નવરાત્રિ અને શરદ નવરાત્રી

*નવરાત્રીના સમયે દુર્ગા માતાની નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે.

*લોક માન્યતા અનુસાર મહિષાસુર નામના રાક્ષસનો દુર્ગા માતાને વધ કર્યો હતો. અને ભગવાન શ્રી રામ અને રાવણ ને હરાવવા માટે દુર્ગા માતા એ વીજયશ્રી ના આશીર્વાદ આપ્યા હતા.

*આ દિવસે ભગવાન શ્રી રામ વિજય થયા હતા તેથી આ દિવસે વિજયાદશમી તરીકે ઉજવાય છે.

*આ પર્વ ખરાબ તત્વ ઉપર સારા તત્વના વિજ્યના રૂપમાં મનાવવામાં આવે છે.

*બંગાળ, આસામ, ઓડિશા રાજ્ય માં દુર્ગા પૂજા ને અકાલબોધન, શારદા ઉત્સવ તથા માની પૂજાના રૂપમાં ઉજવવામાં આવે છે.

*બાંગ્લાદેશમાં તેને ભગવતી પૂજાના નામે ઓળખવામાં આવે છે.

*દુર્ગા પૂજા ને ગુજરાત, ઉત્તરપ્રદેશ, પંજાબ, કેરળ અને મહારાષ્ટ્રમાં નવરાત્રિના રૂપે ઉજવવામાં આવે છે.

*તમિલનાડુમાં "બોમ્મઇ કોલુ" નામથી ઓળખવામાં આવે છે.

*આંધ્રપ્રદેશમાં "બોમ્માલા કોલુવુ" નામથી ઓળખવામાં આવે છે.

*હિમાચલ પ્રદેશમાં કુલ્લુ દશેરા અને કર્ણાટકમા મૈસુર દશેરા ના નામે ઓળખાય છે.

*ભારતમાં દુર્ગાપૂજા પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્રમાં વિશેષ ઉત્સાહથી મનાવવામાં આવે છે.

*નવરાત્રિના સમયમાં મોટા મોટા પંડાલોમાં માતાજીની આરાધના કરવામાં આવે છે.


દિવાળી આસો માસની અમાસ :

*પ્રકાશનું પર્વ દિવાળી આસો માસની અમાસે મનાવવામાં આવે છે.

*એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષના વનવાસ બાદ અયોધ્યા પાછા આવ્યા હતા.

*અયોધ્યા વાસીઓએ ભગવાન શ્રીરામના આગમનના વધામણા કરવા ઘીના દીવા પ્રગટાવ્યા હતા.

*જૈન ધર્મના લોકો આ દિવસને ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામીના મોક્ષપ્રાપ્તિના સ્વરૂપમાં બનાવે છે.

*શીખ લોકો તેને સુવર્ણ મંદિરનો શિલાન્યાસ (1577) તેમજ ગુરુ ગોવિંદસિંહની જેલમાંથી મુક્તિ ના રૂપે મનાવવામાં આવે છે.

*દિવાળી અસત્ય પર સત્યના વિજયના રૂપમાં મનાવવામાં આવે છે

*દિવાળી ની તુલના પશ્ચિમી સંસ્કૃતિના ક્રિસમસ તહેવાર સાથે કરવામાં આવે છે 


ભાઈ બીજ કારતક સુદ બીજ :

*ભાઈ બીજ ને ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે.

*ભાઈ બીજને "યમદ્વિતીય" પણ કહેવામાં આવે છે

*ભાઈ બીજ કારતક સુદ બીજના દિવસે એટલે કે દિવાળીના બે દિવસ પછી મનાવવામાં આવે છે.

*એવી માન્યતા છે કે આ દિવસે યમરાજ તેમની બહેન યમુના ના ઘરે ગયા હતા તેથી યમુના એવું વરદાન આપ્યું કે જે ભાઈ પોતાની બહેનને ત્યાં જશે તેને યમરાજનો ભય નહીં રહે.


ગણેશ ચતુર્થી ભાદરવા માસની ચતુર્થી :


*ભારતમાં ભાદરવા માસની ચતુર્થીના મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, કેરલ, કર્ણાટક વગેરે રાજ્યોમાં ગણેશ ચતુર્થી તરીકે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે.

*ગણેશ ચતુર્થીનું આ ઉત્સવ ૧૦ ૧૧ દિવસ પછી અનંત ચતુર્દશી એ પૂર્ણ થાય છે.

*એવો ઉલ્લેખ મળે છે કે છત્રપતિ શિવાજી મહારાજે મોકલો ને હરાવવા તથા લોકોને એક જૂથ કરવા માટે ગણેશ ચતુર્થી ઉજવવાની શરૂઆત કરી હતી.

*લોકમાન્ય તિલકે પણ રાષ્ટ્રીય આંદોલન સમયે લોકોને એક જૂથ કરવા ઈ.સ.1893 માં ગણેશ ચતુર્થી ઉજવવાની શરૂઆત કરી હતી.

*ગણેશ ચતુર્થી એ લોકો પોતાના ઘરે પણ શ્રી ગણપતિજીનું પૂજન અર્ચન કરવા મૂર્તિ લઈ આવે છે ત્યારબાદ અનંત ચતુર્દશી એનું વિસર્જન કરે છે.


રથયાત્રા અષાઢી બીજ :

*રથયાત્રા દર વર્ષે ભારતમાં અષાઢી બીજના દિવસે મનાવવામાં આવે છે.

*પ્રતિવર્ષ ભારતમાં બે રથયાત્રાનું ખૂબ જ મહત્વ રહેલું છે એક ઓડિશાની જગન્નાથપુરીની અને બીજું અમદાવાદની જગન્નાથ પુરી.

*રથયાત્રાના દિવસે ભગવાન કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં બિરાજમાન થઈ નગર ભ્રમણ કરવા નીકળે છે.

*એ ભગવાન કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નીચે મુજબના રથમાં બિરાજમાન થાય છે ભગવાન શ્રીકૃષ્ણ (જગન્નાથ) નો રથ - ગરુડધ્વજ, ભાઈ બલરામ નો રથ - તાલધ્વજ, બહેન સુભદ્રાનો રથ - પદ્મધ્વજ. 


જલજીલણી ઉત્સવ :

*ભાદરવા સુદ એકાદશીએ ભાલ પંથકમાં જલજીલણી એકાદશી નો ઉત્સવ ઉજવવામાં આવે છે.

*વરસાદ ના નવા જળ ને વધાવવા માટે ઠાકોરજીને પાલખીમાં બેસાડી ગામના તળાવમાં વિહાર માટે લઈ જવામાં આવે છે.

*નવા જળથી ઠાકોરજીની મૂર્તિને સ્નાન કરાવવામાં આવે છે અને સૌને પ્રસાદ વહેંચવામાં આવે છે. 


ઋષિ પંચમી :

*ઋષિ પંચમી નો તહેવાર ભાદરવા સુદ પાંચમના દિવસે મનાવવામાં આવે છે.

*આ દિવસે ખેડયા વિનાની ઊગેલું જ અનાજ ખાવા નો મહિમા રહેલો છે. 


નાગ પાંચમ :

*નાગ પાંચમ નો તહેવાર શ્રાવણ મહિનાની પાંચમી ઉજવવામાં આવે છે.

*ગુજરાતના ખેડૂતો અને માલધારી માટે નાગપાંચમના તહેવારોનું વિશેષ મહત્વ છે.

*વર્ષ દરમિયાન ખેતરમાં કામ કરતી પ્રજા અને તેમના પશુધનને બચાવવા માટે નાગપાંચમ નું વ્રત સ્ત્રીઓ રાખે છે.

*નાગ પાંચમ વ્રત દરમિયાન ઘરમાં પાણિયારે કુલર નો પ્રસાદ ધરાવવામાં આવે છે.

*કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં ભુજીયા ડુંગર ઉપર મુજબ દેવની પૂજા કરવામાં આવે છે.