ગુજરાતના મુખ્યમંત્રીઓ

ગુજરાતના મુખ્યમંત્રીઓ

[ TRICK : જીવ બળે હિત ઘનશ્યામ ચીમન બામા બામા અમા ચી છે કે સુશંદી કે નમો નમઃ નમો નમઃ આનંદી વિજય ભુપેન્દ્ર ]

1.  જીવ - ડો. જીવરાજ મહેતા
2.  બળે - બળવંતરાય મહેતા
3.  હિત - હિતેન્દ્રભાઈ દેસાઈ
4.  ઘનશ્યામ - ઘનશ્યામભાઈ ઓઝા
5.  ચીમન - ચીમનભાઈ પટેલ 
6.  બા - બાબુભાઈ પટેલ 
7.  મા - માધવસિંહ સોલંકી
8.  બા - બાબુભાઈ પટેલ
9.  મા - માધવસિંહ સોલંકી
10.  અ - અમરસિંહ ચૌધરી
11.  મા - માધવસિંહ સોલંકી
12.  ચી - ચીમનભાઈ પટેલ
13.  છે - છબીલદાસ મહેતા
14.  કે - કેશુભાઈ પટેલ 
15.  સુ - સુરેશ મહેતા
16.  શં - શંકરસિંહ વાઘેલા
17.  દી - દિલીપભાઈ પરિખ
18.  કે - કેશુભાઈ પટેલ
19.  નમો - નરેન્દ્ર મોદી
20.  નમઃ - નરેન્દ્ર મોદી
21.  નમો - નરેન્દ્ર મોદી
22.  નમઃ - નરેન્દ્ર મોદી
23.  આનંદી - આનંદીબેન પટેલ
24.  વિજય - વિજયભાઈ રૂપાણી
25.  ભુપેન્દ્ર - ભુપેન્દ્રભાઈ પટેલ 

❤ મુખ્યમંત્રીઓનું વિવરણ ❤


(1) ડો. જીવરાજ મહેતા

ડોક્ટર જીવરાજ મહેતા નો જન્મ 29 ઓગસ્ટ ૧૮૮૭માં અમરેલીમાં થયો હતો.

તેમનું અવસાન 7 નવેમ્બર ૧૯૭૮માં થયું હતું.

મે ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્ય ના પ્રથમ મુખ્યમંત્રી તરીકે હોદ્દો સંભાળ્યો.

ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા ના શાસનમાં ગુજરાત વિધાનસભાની વર્ષ 1962માં પ્રથમ ચૂંટણી થઈ.

ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા ના સમયમાં ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૬૧ મુજબ ગુજરાતમાં એપ્રિલ ૧૯૬૩ થી પંચાયતી રાજ નો અમલ થયો.

ડોક્ટર જીવરાજ મહેતા સૌથી મોટી ઉંમરે મુખ્યમંત્રી બનનાર હતા.

ડોક્ટર જીવરાજ મહેતાએ લન્ડન માં અભ્યાસ કરી ડોક્ટર બન્યા.

૧૯૧૫માં લન્ડન થી ભારત પાછા આવ્યા અને 1924માં વડોદરા રાજ્યના ચીફ મેડિકલ ઓફિસર બન્યા.

રાજ્યના પ્રથમ મહિલા કુલપતિ બનનાર હંસાબહેન મહેતા સાથે 1924માં લગ્નગ્રંથિથી જોડાયા.

* વડોદરાના બાજવા ખાતે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કંપની ની સ્થાપના ડોક્ટર જીવરાજ મહેતા ના સમયમાં થઈ અને અંકલેશ્વર ખાતે તેલ ક્ષેત્ર શોધાયું

૧૯૬૧માં ભાવનગરમાં રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજાયું

તેમના શાસનમાં ગુજરાત યુનિવર્સિટી બાબતેનું વિધેયક, ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક, ગુજરાત સહકારી મંડળી વિધેયકખેતીની જમીન અને ગણોતધારા બાબત (1950) સુધારા જેવા પ્રગતિશીલ કાર્યો થયા.

તેમના સમયમાં કોઈલી રિફાઇનરીની સ્થાપના નું કામ ચાલુ થયું.

કોંગ્રેસમાં આંતરીક ગજગ્રાહ ચાલતા હતા તેના લીધે ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૩ ના રોજ ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા પોતાના સાથીઓ સાથે રાજીનામું આપ્યું. 


(2) બળવંતરાય મહેતા

* બળવંતરાય મહેતા નો જન્મ 19 ફેબ્રુઆરી ૧૯૯૯માં ભાવનગરમાં થયો હતો.

* બળવંતરાય મહેતાનું અવસાન 19 સપ્ટેમ્બર 1965માં કચ્છમાં થયું હતું.

* જીવરાજ મહેતાએ રાજીનામું આપતા 9 સપ્ટેમ્બર ૧૯૬૩ થી બળવંતરાય મહેતા મુખ્યમંત્રી બન્યા.

* ૧૯૨૩માં નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ એક વર્ષની સજા થઇ.

* ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ છાવણી નું સફળ સંચાલન કર્યું.

* બળવંતરાય મહેતા અને ૧૯૩૦માં ધોલેરાના મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ બે વર્ષની કારાવાસની સજા થઈ

* ૧૯૪૦માં બળવંતરાય મહેતા એ વ્યક્તિગત સત્યાગ્રહ માં ભાગ લેવા બદલ એક વર્ષની કેદની સજા થઇ.

* ૧૯૪૨ની હિંદ છોડો આંદોલનમાં બે વર્ષના કારાવાસની સજા થઈ.

* 15 જાન્યુઆરી ૧૯૪૮ના રોજ ભાવનગર રાજ્યમાં જવાબદાર રાજતંત્ર રજાતા ભાવનગર ના મુખ્ય મંત્રી બન્યા.

* ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮નાં રોજ સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં તેઓ નાયબ મુખ્યમંત્રી બન્યા.

* તેમની અધ્યક્ષતા માં પંચાયતીરાજ માટેની સમિતિ રચાઈ અને તેઓ ભારતમાં પંચાયતી રાજના પ્રણેતા બન્યા.

* તેમના શાસન સમયે ધુવારણ વીજ મથક ની સ્થાપના થઈ, વડોદરામાં કોઇલી રિફાઇનરી એ તેનું કાર્ય શરૂ કર્યું અને તેમના સમયમાં દરેક જિલ્લાઓમાં ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવી.

* 7 માર્ચ 1965ના રોજ બળવંતરાય મહેતા ના સમયમાં કંડલા ફ્રી ટ્રેડ ઝોન સ્થપાયો.

* તેમના સમયમાં સૌરાષ્ટ્રમાં ભાદર, શેત્રુંજય અને દાંતીવાડા બંધ બનાવવામાં આવ્યા.

* વર્ષ 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કચ્છની સરહદે 19 સપ્ટેમ્બર ૧૯૬૫ ના રોજ હવાઇ નિરીક્ષણ દરમિયાન સુથરી બંદર પાસે પાકિસ્તાને તેમનું વિમાન તોડી પાડતાં બળવંતરાય મહેતાનું અવસાન થયું હતું. 


(3) હિતેન્દ્રભાઈ દેસાઈ

* હિતેન્દ્રભાઈ દેસાઈ નો જન્મ ૯ ઓગષ્ટ ૧૯૧૫ માં સુરત ખાતે થયો હતો.

* તેમના શાસનમાં દેવસ્થાન ઇનામ નાબૂદી નો કાયદો પસાર કરવામાં આવ્યો હતો.

* હિતેન્દ્રભાઇ દેસાઇના શાસનમાં પછાત વર્ગના વિદ્યાર્થીઓને મફત છાત્રાલયો, શિષ્યવ્રુતિઓ તેમજ ફી માફી જેવી સવલતો આપવામાં આવી.

* વલસાડ જિલ્લામાં આવેલા પારડીની ઘાસિયા જમીન ના ૧૪ વર્ષ જૂના પ્રશ્નોનું નિરાકરણ થયું.

* ૧૯૪૧માં વ્યક્તિગત સત્યાગ્રહ અને ૧૯૪૨માં હિંદ છોડો આંદોલનમાં સક્રિય ભાગ લીધો.

* તેઓના સમયમાં શહીદ સ્મારક નો પ્રશ્નો ઉકેલવામાં આવ્યો.

* હિતેન્દ્રભાઇ દેસાઇના શાસન સમયે જ 1971માં માધ્યમિક શિક્ષણ મફત જાહેર થયું.

* વર્ષ ૧૯૬૯માં કૉંગ્રેસના સંસ્થા કોંગ્રેસ અને ઇન્દિરા કોંગ્રેસ એમ બે ભાગ પડ્યા.

* ૧૯૬૯માં વડોદરા ખાતે ભારતના પ્રથમ પેટ્રોકેમિકલ્સ સંકુલ ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ (ipcl) ની સ્થાપના થઈ.

* ૧૯૬૮માં કચ્છ ટ્રીબ્યુનલ નો ચુકાદો આવ્યો અને છડા બેટનો પાકિસ્તાનમાં સમાવેશ થયો.

* હિતેન્દ્રભાઇ દેસાઇના સમયમાં 11 ફેબ્રુઆરી ૧૯૭૧ના રોજ ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવવામાં આવ્યું.

* ૧૯૭૧માં હિતેન્દ્રભાઈ ની સરકારને રાજીનામું આપવાની ફરજ પડતા ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું.

* ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન સમયે શ્રીમન્નારાયણ ગુજરાતના રાજ્યપાલ હતા.

* 13 મે ૧૯૭૧ના રોજ રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું અને તે લગભગ દસ મહિના સુધી રાષ્ટ્રપતિ શાસન અમલમાં રહ્યું.

* માર્ચ ૧૯૭૨ માં ગુજરાત ની ચોથી વિધાનસભાની ચૂંટણી થઈ જેમાં ગુજરાત વિધાનસભાની 168 બેઠકો પૈકી ઇન્દિરા કોંગ્રેસને 139 બેઠકો મળી અને ઇન્દિરા ગાંધીના નિર્ણય અનુસાર ઘનશ્યામભાઈ ઓઝા ને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. 


(4) ઘનશ્યામભાઈ ઓઝા

* ઘનશ્યામભાઈ ઓઝા નો જન્મ 25 ઓક્ટોબર ૧૯૧૧ના રોજ ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં થયો હતો.

* ૧૭ માર્ચ ૧૯૭૨ ના રોજ ૬૧ વર્ષની ઉંમરે ઘનશ્યામભાઈ ઓઝા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

* મુખ્યમંત્રી બન્યા તે પહેલાં કેન્દ્રીય મંડળમાં રાજ્યકક્ષાના ઉદ્યોગ પ્રધાન હતા.

* ગુજરાતમાં તેમના શાશનમાં માધ્યમિક શિક્ષણ વિધેયક બિલ પસાર થયું અને તે મુજબ માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના થઈ.

* ગ્રામ વિકાસ માટે રૂરલ હાઉસિંગ બોર્ડની રચના તેમના સમયમાં થઈ.

* આદિવાસીઓના કલ્યાણ માટે આદિ જાતિ વિકાસ કોર્પોરેશનની રચના ઘનશ્યામભાઈ ઓઝા ના સમયમાં થઈ.

* કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે ઘનશ્યામભાઈ ઓઝા એ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. 


(5) ચીમનભાઈ પટેલ

* ચીમનભાઈ પટેલ નો જન્મ 3 જૂન ૧૯૨૯ના રોજ વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના ચીખોદરા ગામે થયો હતો.

* તેવો અર્થશાસ્ત્રના અધ્યાપક હતા.

* રાજ્યના આઠમા અને ૧૫માં એમ બે વખત મુખ્યમંત્રી બન્યા હતા.

* 17 જુલાઈ ૧૯૭૬ના રોજ ઇન્દિરા ગાંધીના વિરોધ છતાં ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

* ચીમનભાઈ પટેલ ગુજરાતના સૌથી નાની વયના મુખ્યમંત્રી હતા.

* ચીમનભાઈ પટેલના શાસનમાં અનાજની અછત ના લીધે અનાજના ભાવમાં વધારો થયો હતો અને તેના કારણે રોટી રમખાણ અને નવનિર્માણ આંદોલન થયું.

* નવનિર્માણ આંદોલન 72 દિવસ અને સરકારી આંકડા પ્રમાણે ૧૦૪ ના મોત થયા હતા.

* નવનિર્માણ શબ્દ પુરુષોત્તમ માવળંકર એ આપ્યો હતો.

* ચીમનભાઈ પટેલ નર્મદા યોજના માટે પ્રયત્નશીલ હતા.

* નવનિર્માણ આંદોલનને કારણે ચીમનભાઈ પટેલે 9 ફેબ્રુઆરી 1974ના રોજ રાજીનામું આપ્યું અને ગુજરાતમાં બીજી વખત રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું.

* ગુજરાતમાં બીજી વખત રાષ્ટ્રપતિ શાસન સમયે કે.કે.વિશ્વનાથન ગુજરાતના રાજ્યપાલ હતા.

* આ રાષ્ટ્રપતિ શાસન 16 મહિના માટે અમલમાં રહ્યું.

* 18 જૂન ૧૯૭૫માં ગુજરાતમાં જનતા મોરચાની સરકાર બની અને બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

* ચીમનભાઈ પટેલે કિસાન મજદૂર લોક પક્ષ (કીમલોપ) ની સ્થાપના કરી.

* ચીમનભાઈ પટેલ 4 માર્ચ ૧૯૯૦ માં ફરી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

* નયા ગુજરાત મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ નું સ્વપ્ન હતું.

* ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪ ના રોજ હૃદયરોગના હુમલામાં તેમનું અવસાન થયું. 


(6) બાબુભાઈ પટેલ 

* બાબુભાઈ જશભાઈ પટેલ નો જન્મ ૯ ફેબ્રુઆરી ૧૯૧૧ના રોજ નડિયાદમાં થયો હતો.

* ગુજરાતમાં નવમા અને 11 માં મુખ્યમંત્રી બન્યા.

* માત્ર ૨૬ વર્ષની ઉંમરે મુંબઈ રાજ્યની ધારાસભામાં ચૂંટાયા હતા.

* 18 જૂન 1975ના રોજ ગુજરાતના નવમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.

* એક વર્ષ બાદ ફરીથી ચૂંટાતા 11 એપ્રિલ 1977ના રોજ ફરીથી રાજ્યના ૧૧ માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.

* બાબુભાઈ પટેલના શાસનમાં ગુજરાતમાં ત્રીજી વખત રાષ્ટ્રપતિ શાસન અમલી બન્યું.

* આ રાષ્ટ્રપતિ શાસન સમયે ગુજરાતમાં કે.કે.વિશ્વનાથન રાજ્યપાલ હતા.

* બાબુભાઈ પટેલ પછી ૨૪ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ માધવસિંહ સોલંકી મુખ્ય મંત્રી બન્યા.

* બાબુભાઈ જશભાઈ પટેલ ના શાસનમાં ૧૯૭૯માં મોરબીમાં પૂર હોનારત થઈ અને મચ્છુ ડેમ તૂટ્યો.

* બાબુભાઈ પટેલે લોકપાલ અને લોકાયુક્ત ની નિમણૂક, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી, બંધ મિલો નું સંચાલન વગેરે પ્રશ્નો હલ કરવાના પગલાં લીધા હતા.

* બાબુભાઈ જશાભાઈ પટેલના શાસનમાં ભાવનગર યુનિવર્સિટી ની સ્થાપના થઈ (હાલ ભાવનગર યુનિવર્સિટી નું નામ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી છે) 

* બાબુભાઈ પટેલના શાસનમાં જ શિક્ષણમાં 10+2+3 પેટર્ન અમલમાં આવી.

* જાન્યુઆરી 1978માં અન્ય પછાત જ્ઞાતિઓ માટે બાબુભાઈ જશભાઈ પટેલની સરકારે ૧૦ ટકા અનામત જગ્યાઓ રાખવાનો નિર્ણય લીધો.

* આ સરકારે ગરીબી દૂર કરવા માટે અંત્યોદય યોજના અમલી બનાવી.

* માતૃભાષામાં વહીવટ કરવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો.

* વર્ષ 1980માં કેન્દ્રમાં ઇન્દિરા ની સરકાર આવતા બાબુભાઈ મંત્રીમંડળ ને તરફ કર્યું અને ગુજરાતમાં ચોથી વખત રાષ્ટ્રપતિ શાસન અમલી બન્યું.

* આ રાષ્ટ્રપતિ શાસન સમયે ગુજરાતના રાજ્યપાલ શારદા મુખરજી હતા.

* આમ ગુજરાતની રાજનીતિમાં બાબુભાઈ જશભાઈ પટેલ ના સમયમાં મુખ્યમંત્રી પદ હેઠળ બે વાર રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું.

જુન ૧૯૮૦માં ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ઈન્દિરા કોંગ્રેસને બહુમતી મળતા કોંગ્રેસ પક્ષના માધવસિંહ સોલંકી ફરી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

* દેશમાં આંતરિક કટોકટી સમયે બાબુભાઇ જશભાઇ પટેલે સફળતાપૂર્વક શાસન કર્યું હતું. 


(7) માધવસિંહ સોલંકી

* માધવસિંહ સોલંકી નો જન્મ 29 જુલાઈ ૧૯૨૭ના રોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદર ગામે થયો હતો.

* સૌપ્રથમ 24 ડિસેમ્બર 1976ના રોજ ગુજરાતના 10 માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા પરંતુ ૧૯૭૭ની ચૂંટણીમાં ઇંદિરા ગાંધીનો પરાજય થતા માધવસિંહ 10 એપ્રિલ ૧૯૭૭ના રોજ રાજીનામું આપ્યું.

* ૧૯૮૦માં કોંગ્રેસ ફરીથી વિજય થતા ગુજરાતમાં કોંગ્રેસને 139 બેઠકો મળતાં 7 જૂન ૧૯૮૦ ના રોજ માધવસિંહ સોલંકી ગુજરાતના બારમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા અને પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી ની મુદત પૂરી કરનાર પ્રથમ મુખ્યમંત્રી બન્યા.

* ૧૯૮૫માં કોંગ્રેસને 149 બેઠકો મળતા 11 માર્ચ ૧૯૮૫ના રોજ ગુજરાતના 13 મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા પરંતુ અનામત આંદોલનના લીધે 6  july 1985 ના રોજ રાજીનામું આપવું પડ્યું.

* તેઓ ગુજરાતના પ્રથમ બિનસવર્ણ મુખ્યમંત્રી હતા.

* માધવસિંહ સોલંકીએ કુલ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

* માધવસિંહ સોલંકી 1988 અને 1991માં એમ બે વખત કેન્દ્રમાં વિદેશ પ્રધાન તરીકે હોદ્દો સંભાળ્યો હતો.

* માધવસિંહ સોલંકીએ ચૂંટણીમાં મતો ખેંચવા માટે KHAM થિયરી અપનાવી જે KHAM નો અર્થ ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ થાય છે.

* સરદાર સરોવર માટે વર્લ્ડ બેંક પાસેથી રૂપિયા ૫૦૦ કરોડની લોન તેમના સમયમાં મળી હતી.

* તેમના શાસન સમયે ગુજરાતમાં ઉદ્યોગનો વિકાસ થતા ગુજરાતી દેશમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

* તેમના સમયમાં પછાત વર્ગ માટે કુટુંબપોથી દાખલ કરવામાં આવી હતી.

* ધોરણ ૫-થી અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ તેમના સમયમાં થયો.

* તેમના સમયમાં 1982માં રાજ્યમાં ગુર્જર લક્ષ્મી લોટરી શરૂ કરાઈ.

* ભરૂચ ખાતે ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની (જીએનએફસી) નું કારખાનું સ્થાપવામાં આવ્યું.

* તેમના શાસન સમયે મધ્યાહન ભોજન યોજના શરૂ થઈ.

* યુનિવર્સિટી સુધી કન્યા શિક્ષણને મફત જાહેર કરવામાં આવ્યું.

* તેમના શાસનમાં 20 એપ્રિલ 1981ના રોજ સામાજિક અને આર્થિક પછાતો અંગે બીજા પંચ નું આયોજન થયું જેના અધ્યક્ષ પદે જસ્ટીસ સી વી રાણે હતા.

* જે પંચે વર્ષ 1983 ના ઓક્ટોબર માસમાં સરકારને અહેવાલ સુપરત કર્યો.

* તેમના શાસનમાં વર્ષ 1982માં વડોદરામાં કોમી તોફાનો ફાટી નિકળ્યા.

* સામાજિક અને આર્થિક પછાત વર્ગના પંચની ભલામણોને અનુસરતાં ગુજરાતમાં ઘણી જગ્યાએ અનામત વિરોધી આંદોલન શરૂ થયા.

* આ સાથે માધવસિંહ હટાવ ઝુંબેશ શરૂ થઈ અને કેન્દ્રને માધવસિંહ સોલંકીને હટાવવાની ફરજ પડી.

* માધવસિંહ સોલંકીના રાજીનામા પછી 6 july 1985 ના રોજ અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી બન્યા. 


(8) અમરસિંહ ચૌધરી

* અમરસિંહ ચૌધરી નો જન્મ ૩૧ જુલાઇ ૧૯૪૧ના રોજ સુરત જિલ્લાના વ્યારા તાલુકામાં ડોલવણ ગામે થયો હતો. (હાલ વ્યારા તાલુકો તાપી જિલ્લામાં આવેલ છે)

* તેઓ વ્યવસાયે એન્જિનિયર હતા.

* અનામત આંદોલનના પરિણામે માધવસિંહ સોલંકીને રાજીનામું આપવું પડ્યું તેમના સ્થાને 6 july 1985 ના રોજ ગુજરાતના 14માં મુખ્યમંત્રી બન્યા.

* અમરસિંહ ચૌધરી ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા.

* અમરસિંહ ચૌધરીના સમયમાં સતત ત્રણ વર્ષ દુષ્કાળ પડયો હતો.

* સતત ત્રણ વર્ષ સુધી દુષ્કાળ માટે લોકોને અને પાણી પૂરું પાડવા માટે મહેનત કરી હતી.

* રાજકોટને દરરોજ ગાંધીનગર થી બે ટ્રેનો ભરી પાણી પૂરું પાડવામાં આવતું હતું.

એપ્રિલ 1988માં નર્મદા કોર્પોરેશનની રચના કરી 

* અમરસિંહ ચૌધરી એ તારીખ 24 જુલાઈ ૧૯૮૮ ના રોજ પોલીસ યુનિયનની માન્યતા રદ કરી કડક હાથે કામ લીધું હતું.

* અમરસિંહ ચૌધરી 100 સિંચાઈ યોજનાને મંજૂરી આપી હતી.

* વર્ષ 1989માં લોકસભાની ચૂંટણી થઈ જેમાં કોંગ્રેસને ઓછી બેઠકો જ મળતા તેનો પરાજય થયો.

* આજ ચૂંટણીમાં કોંગ્રેસની સખત હાર બદલ નૈતિક જવાબદારી સ્વીકારી 9 ડિસેમ્બર 1989ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યાર બાદ ફરી માધવસિંહ સોલંકી મુખ્ય મંત્રી બન્યા.

* તેમના સમયમાં નિરાધાર વૃધ્ધો માટે પેન્શન યોજના તેમજ નર્મદામાંથી પીવાના પાણીની પાઈપલાઈનની યોજનાને મંજૂરી મળી.

* તેમના સમયમાં ૧૯૮૬માં રથ યાત્રાને પરવાનગી ન આપતાં, પણ રથયાત્રા નીકળતાં ફાટી નીકળેલી હિંસામાં 56 મોત થયા હતા. 


(9) છબીલદાસ મહેતા

* છબીલદાસ મહેતા નો જન્મ ૪ નવેમ્બર ૧૯૨૫ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા ગામે થયો હતો.

* ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪ ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલ નું હૃદય રોગના હુમલામાં અવસાન થતાં છબીલદાસ મહેતા 17 ફેબ્રુઆરી ૧૯૯૪ ના રોજ મુખ્યમંત્રી બન્યા.

* છબીલદાસ મહેતા ચીમનભાઈ પટેલના મંત્રીમંડળના નાણાપ્રધાન હતા.

* છબીલદાસ મહેતા ના સમયમાં ગ્રામ પંચાયતોને મફત પાણી આપવાની યોજના શરૂ થઈ.

* છબીલદાસ મહેતા ના સમયમાં વ્યવસાય વેરો નાબુદ કર્યો.

* છબીલદાસ મહેતા નો કાર્યકાળ એક વર્ષ નો રહેતા કોઈ મહત્વના મોટા નિર્ણય ન લઈ શકાયા. 


(10) 
સુરેશ મહેતા

* સુરેશ મહેતા નો જન્મ ૫ ઓગસ્ટ ૧૯૩૬ના રોજ કચ્છના માંડવી ખાતે થયો હતો.

* તેમણે જજ તરીકેની ફરજો નિભાવી હતી.

* કેશુભાઈ સામે આંતરિક વિરોધ ઉભો થતાં સમાધાનની ભૂમિકા રૂપે 21 ઓક્ટોબર ૧૯૯૫ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.

* સુરેશ મહેતા ના શાસનમાં ગુજરાતમાં પાંચમી વખત રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું.

* આ રાષ્ટ્રપતિ શાસન સમયે ગુજરાતમાં કૃષ્ણપાલસિંહ રાજ્યપાલ હતા.

* કચ્છમાંથી મુખ્યમંત્રી બનનાર પ્રથમ મહાનુભાવ એટલે સુરેશ મહેતા.

* સુરેશ મહેતા ના સમયમાં રાજ્યમાં આદિવાસી કોલેજ કન્યાઓને મફત સાયકલ આપવામાં આવી.

* તેમના સમયમાં બંધ કાપડ મિલોનાં કામદારોના ચડત લેણા ચૂકવવા ફંડની યોજના શરૂ કરવામાં આવી. 


(11) 
શંકરસિંહ વાઘેલા

* શંકરસિંહ વાઘેલા નો જન્મ 31 જુલાઈ 1940ના રોજ ગાંધીનગર જિલ્લામાં થયો હતો.

* શંકરસિંહ વાઘેલાએ ૪૪ જેટલા ધારાસભ્યોનું સમર્થન મેળવીને રાષ્ટ્રીય જનતા પક્ષ નામના પક્ષની સ્થાપના કરી.

* શંકરસિંહ વાઘેલા 23 ઓક્ટોબર ૧૯૯૬ ના રોજ ગુજરાતના વિસમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.

* કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લેતાં શંકરસિંહ વાઘેલાને 27 ઓક્ટોબર 1998ના રોજ રાજીનામું આપવાની ફરજ પડી અને 28 ઓક્ટોબર 1997ના રોજ દિલીપભાઈ પરીખ મુખ્યમંત્રી બન્યા.

* શંકરસિંહ વાઘેલાએ મુખ્યમંત્રી પદ છોડ્યા પછી કેન્દ્રમાં કાપડ મંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યો.

* શંકરસિંહ વાઘેલાના સમયમાં ગુજરાતની અસ્મિતાને આગળ વધારવાના પગલાં લેવામાં આવ્યા હતા.

* શંકરસિંહ વાઘેલાએ વહીવટી ક્ષેત્રે લોકોની સુગમતા માટે 2 ઓક્ટોબર 1998ના રોજ આણંદ, દાહોદ, નર્મદા, નવસારી અને પોરબંદર મળીને પાંચ નવા જીલ્લા ની રચના કરી.

* શંકરસિંહ વાઘેલાના સમયમાં પ્રવીણ તોગડિયાની ધરપકડ કરીને જેલમાં પૂરવામાં આવ્યો.

* ડાર્ક ઝોન ઉઠાવી લઈ ખેડૂતોને 18 કલાક વીજળી આપવામાં આવી.

* તેમના સમયમાં ડોક્ટરો માટેના ટીકુ પંચના અહેવાલના અમલ કરવામાં આવ્યો.

* શંકરસિંહ વાઘેલાએ ગુજરાતી સાહિત્ય પરિષદને મોટી આર્થિક સહાય કરી હતી. 


(12) 
દિલીપભાઈ પરિખ

* દિલીપભાઈ પરીખનો જન્મ 14 ફેબ્રુઆરી ૧૯૩૮ના રોજ મુંબઈ ખાતે થયો હતો.

* તેમનું મૂળ વતન ગુજરાતનો ખેડા જિલ્લો છે.

* કોંગ્રેસે ટેકો પાછો ખેંચવાનો નિર્ણય કરતા શંકરસિંહ વાઘેલા ની જગ્યાએ 27 ઓક્ટોબર ૧૯૯૭ ના રોજ રાજ્યના 21 માં મુખ્યમંત્રી બન્યા.

* તેમણે 4 માર્ચ ૧૯૯૮ સુધી હોદ્દો સંભાળ્યો.

* સૌથી ઓછા દિવસો માટે મુખ્યમંત્રી પદે રહેનાર દિલીપભાઈ પરીખ હતા.

* તેમનો સમયગાળો ખૂબ જ ટૂંકો હોવાથી કોઇ નોંધપાત્ર કે મહત્વની કામગીરી થઇ શકી નહીં. 


(13) કેશુભાઈ પટેલ

* કેશુભાઈ પટેલનો જન્મ 24 જુલાઈ 1930ના રોજ રાજકોટ ખાતે થયો હતો.

* ગુજરાત વિધાનસભાની દસમી ચૂંટણીના ભાજપને ૧૧૭ બેઠકો સાથે બહુમતી મળી અને કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા.

* શ્રી શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં ભાજપ માં વિદ્રોહ થતા કેશુભાઈ પટેલને 21 ઓક્ટોબર ૧૯૯૫ ના રોજ મુખ્યમંત્રી તરીકે ખસેડી સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.

* કેશુભાઈ પટેલના સમયમાં ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે ગોકુળ ગ્રામ યોજના અમલી બની.

* કેશુભાઈ પટેલ ઇન્ફોટેક નીતિ અમલમાં લાવ્યા.

* ગાંધીનગર ખાતે ઇન્ફોસિટી નો શિલાન્યાસ કેશુભાઇ પટેલની સરકારના સમયમાં થયો હતો.

* 26જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં આવેલા ધરતીકંપ મોટા પાયે જાનમાલનું નુકસાન કર્યું હતું.

* આ ધરતીકંપ વગેરે જેવા કારણોસર થી કેશુભાઈ પટેલ દૂર થયા અને 7 october  2001 થી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. 


(14) નરેન્દ્ર મોદી

* નરેન્દ્ર મોદીનો જન્મ ૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે થયો હતો.

* ગુજરાતની રાજનીતિમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પદે સૌથી લાંબો સમયગાળો પસાર કરનાર વ્યક્તિ છે.

* 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવતા નરેન્દ્ર મોદીએ ચોથીવાર ગુજરાતના મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા.

* નરેન્દ્ર ભાઈ મોદી નું પૂરું નામ નરેન્દ્ર ભાઈ દામોદરદાસ મોદી છે.

* તેમના નામે ચાર વખત સરકાર બનાવવાનો રેકોર્ડ છે.

* તેમના સમયમાં નવા સાત જિલ્લાની રચના કરવામાં આવી હતી અને ગાંધીનગર મહાનગરપાલિકા ની રચના થઈ.

* તેમના સમયમાં સુજલામ સુફલામ યોજના માં પ્રગતિ સાધવામાં આવી.

* ગુજરાતમાં આજે દેશમાં આધુનિક ગુજરાત આજે દેશમાં ઔદ્યોગિક હબ બની રહ્યું છે જેને સાણંદ માં આવેલા તાતા નેનો કે ફોર્ડ પ્રોજેક્ટ થી જોઈ શકીએ છીએ.

* નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૦૧માં જ્યારે સૌ પ્રથમ વાર મુખ્યમંત્રી બન્યા ત્યારે ધરતીકંપના કારણે સર્જાયેલા નુકસાનમાંથી લોકોના પુનર્વસનનું કામ મુખ્ય હતું.

* આ સાથે નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યના વિકાસ માટે પંચામૃત યોજના ઘડી કાઢી હતી જેથી આ યોજનાના પાંચ અંગો દ્વારા રાજ્યનો સર્વાંગી વિકાસ થાય.

* નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ સમિટ, રાષ્ટ્રીય આયુર્વેદ સમિટ જેવા કાર્યક્રમો પણ યોજાયા છે.

* પ્રેમ તીર્થ, સંઘર્ષમાં ગુજરાત, કેળવે તે કેળવણી, આંખ આ ધન્ય છે, જ્યોતિપુંજ, સેતુબંધ આ બધા પુસ્તક નરેન્દ્રભાઇ મોદીએ લખેલા છે. 


(15) આનંદીબેન પટેલ

* આનંદીબેન પટેલનો જન્મ 21 નવેમ્બર ૧૯૪૧ના રોજ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખરોડ ગામે થયો હતો.

* આનંદીબહેન નું મૂળ નામ આનંદીબહેન જેઠાભાઈ પટેલ છે જેઓ ના લગ્ન શિક્ષણશાસ્ત્રી એવા મફતભાઈ પટેલ સાથે થયા છે.

* શિક્ષિકા તરીકેની કારકિર્દી ૧૯૯૦માં રાષ્ટ્રપતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે પુરસ્કાર મળ્યો છે.

* તેમણે ધોરણ 8 નું વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક તૈયાર કર્યું છે.

* ૧૯૯૪-૯૫ માં ચીનના બેઈજિંગ ખાતે યોજાયેલ વર્લ્ડ વુમન કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો.

* તેઓ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે.

* આનંદીબેન પટેલ નો અભ્યાસ એમ.એસ.સી, બી.એડ્ (ગોલ્ડમેડાલિસ્ટ) છે.

* ૧૯૬૮થી મોહિનીબા કન્યા વિદ્યાલયમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક અને આચાર્ય તરીકે આનંદીબહેને ફરજ બજાવી હતી.

* આનંદીબહેન વર્ષ 1986માં ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા હતા.

* વર્ષ 1994માં ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌપ્રથમ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

* આનંદીબહેન વર્ષ 1998માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર અમદાવાદના માંડલથી ધારાસભ્ય બન્યા હતા.

* 2002ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવનાર આનંદીબહેને શિક્ષણ અને બાળ કલ્યાણ મંત્રી નું પદ આપવામાં આવ્યું હતું.

* વર્ષ ૧૯૮૫માં સૌપ્રથમ દુષ્કાળગ્રસ્ત વિસ્તારની મુલાકાત પશ્ચાત પ્રજાની સ્થિતી અંગે આનંદીબહેને અનુકંપા અનુભવી હતી.

* ૨૨ મે ૨૦૧૪ ના રોજ આનંદીબહેને વ્યક્તિ તરીકે ગુજરાતના 15માં મુખ્યમંત્રી પદે સોગંદ લીધા હતા.

* આનંદીબેન પટેલ 13મી વિધાનસભામાં અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે.

* તેમણે ગતિશીલ ગુજરાત નું સૂત્ર આપ્યું હતું.

* તેમણે પોતાના રાજીનામાની જાણ ફેસબુક પર કરી હતી.

* આનંદીબહેનને મુખ્યમંત્રી પદે કમલા બેનીવાલે શપથ લેવડાવ્યા હતા. 


(16) વિજયભાઈ રૂપાણી

* વિજય રૂપાણી નો જન્મ 2 ઓગસ્ટ ૧૯૫૬ના રોજ બર્મા મ્યાનમાર ના રંગુનમાં થયો હતો.

* વિજય રૂપાણી નું પૂરું નામ વિજયભાઈ રમણીકલાલ રૂપાણી છે.

* આનંદી બહેન પટેલના રાજીનામા બાદ 7 ઓગસ્ટ 2016ના રોજ ગુજરાતના અઠ્ઠાવીસમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.

* તેઓએ બી.એ, એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કરેલો છે.

* તેઓ ૨૪ વર્ષની ઉંમરે ભાજપમાં જોડાયા હતા.

* ૧૯૯૬ થી ૧૯૯૭ સુધી રાજકોટના મેયર પદે પણ કાર્ય કર્યું હતું.

* 2006માં તેઓ રાજ્યના ટુરિઝમ વિભાગના અધ્યક્ષ અને 2006 થી ૨૦૧૨ દરમિયાન રાજ્ય સભાના સાંસદ તરીકે કામગીરી કરેલી છે.

* 2013માં તેઓ મ્યુનિસિપલ ફાઇનાન્સ લોર્ડના ચેરમેન પદે રહેલા છે.

* તેઓએ સૌરાષ્ટ્ર સ્ટોક એક્સચેન્જના ડાયરેક્ટર પદે પણ કાર્ય કરેલું છે.

* તેઓ સંકલ્પ પત્ર અમલીકરણ સમિતિના અધ્યક્ષ પણ રહેલા છે.

* તેઓ એકમાત્ર કેબિનેટ મિનિસ્ટર છે કે જેઓએ કટોકટી સમયે જેલવાસ ભોગવ્યો હોય.

* તેઓ 2015માં રાજકોટ પશ્ચિમની બેઠક પરથી ધારાસભ્ય તરીકે પેટાચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા.

* વિજયભાઈ રૂપાણીએ ચૌદમી વિધાનસભા ની ચૂંટણી જીતી લેતાં તેઓને બીજી વખત ગુજરાતના મુખ્ય મંત્રી બનવાનો અવસર પ્રાપ્ત થયો હતો. 


(17) ભુપેન્દ્રભાઈ પટેલ 

* ભુપેન્દ્ર પટેલ નો જન્મ તારીખ 15 જુલાઈ 1962ના રોજ અમદાવાદ ખાતે થયો હતો.

* ભૂપેન્દ્ર પટેલ નું પૂરું નામ ભુપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ છે.

* ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17 માં મુખ્યમંત્રી છે.

* તે ભારતીય જનતા પક્ષના નેતા છે અને ઘાટલોડિયા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની બેઠક ના સભ્ય છે.

* ભૂપેન્દ્ર પટેલે એપ્રિલ 1982માં અમદાવાદની સરકારી પોલિટેકનિક માંથી સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા ની પદવી મેળવી છે.

* તેઓ વ્યવસાયે બિલ્ડર છે.

* ક્રિકેટ અને બેડમિન્ટનમાં તેઓ ખૂબ રૂચિ ધરાવે છે.

* ભૂપેન્દ્ર પટેલ દાદા ભગવાન દ્વારા સ્થાપિત અક્રમ વિજ્ઞાન ચળવળના અનુયાયી છે.

* 1999માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ પદે રહ્યા હતા.

* ભૂપેન્દ્ર પટેલ 2008 થી ૨૦૧૦ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પદે રહ્યા હતા.

* ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

* ઘાટલોડીયા મતવિસ્તાર માટે ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા ત્યારે તેઓ ૧ લાખ ૧૭ હજાર મત ની વિક્રમજનક સ્થિતિથી જીત્યા હતા.

* તેઓની પત્ની નું નામ હેતલ પટેલ છે.


રાષ્ટ્પતિ શાશન(ફોટો ક્લીયર ના દેખાય તો ફોટા પર ક્લિક કરીને ફોટો ઓપન કરો, આભાર)

THANK YOU

Post a Comment

0 Comments