APRIL 2022


ü તાજેતરમાં આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રી કુમુદબેન મણીશંકર જોશીનું 88 વર્ષે નિધન થયું છે.

ü કર્નાટકના બેંગ્લોરમાં સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહના હસ્તે ફ્લાઈટ કન્ટ્રોલ સીસ્ટમ ઇન્ટીગ્રેશન કોમ્પ્લેક્ષનું ઉદ્ઘાટન કર્યું હતું.

ü અમેરિકા સ્થિત ભારતીય મૂળના ડૉ. આ શિષ ઝાનીવ્હાઈટ હાઉસ કોવિડ-19 રિસ્પોન્સ કોઓર્ડીનેટર તરીકે નિમણુક કરવામાં આવ્યા છે.

ü સુરેશ રૈનાને માલદીવ સરકાર દ્વારાસ્પોર્ટ્સ આઇકોન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ü તાજેતરમાં 31 માર્ચના રોજ ઇન્ટરનેશનલ ડ્રગ ઇન્વેસ્ટીગેશન ડે ઉજવવામાં આવ્યો હતો. 31 માર્ચના રોજ વર્લ્ડ બેકઅપ ડે પણ ઉજવવામાં આવ્યો હતો. અને આંતરરાષ્ટ્રીય ટ્રાંસજેન્ડર ડે ઓફ વીઝીબીલીટી 31 માર્ચના રોજ ઉજવવામાં આવે છે.

ü 1 એપ્રિલના રોજઉત્કલ દિવસ અથવાઉત્કલ દીબાસા અથવાઓડીશા દિવસ ઉજવવામાં આવે છે.

ü ડેલોઈટ ગ્લોબલ પાવર્સ ઓફ રિટેલિંગ 2022 મુજબ રિલાયન્સ રીટેલ 250ની યાદીમાં 56માં સ્થાને છે, અને અમેરિકાની વોલમાર્ટ યાદીમાં ટોચ પર છે.

ü ઇન્ટરનેશનલ જીયોલોજીકલ કોંગ્રેસની 36મી આવૃત્તિ નવી દિલ્હીમાં યોજાઈ.

ü હુરુન ગ્લોબલ રીચ લીસ્ટ 2022માં એલોન મસ્ક પ્રથમ સ્થાને.

ü ભારતની સૌથી મોટી રજીસ્ટ્રાર અને મ્યુચ્યુઅલ ફંડ્સના ટ્રાન્સફર એજન્ટ કમ્પ્યુટર એઝ મેનેજમેન્ટ સર્વિસીસ (CAMS) લીમીટેડ દ્વારા નેશનલ પેન્શન સીસ્ટમ હેઠળ સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સીનું લાઈવ અને ઓપનીંગ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ü તાજેતરમાં જનરલ બીપીન રાવતની 65મી જયંતીની પૂર્વ સંધ્યાએ ભારતીય સેનાએ 1870માં સ્થપાયેલી દેશની સૌથી જૂની થીંક ટેંક યુનાઈટેડ સર્વિસ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા (USI)માં દિવંગત ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફની યાદમાંચેર ઓફ એકસેલન્સ નું લોકાર્પણ કર્યું હતું.

ü નાગાલેંડ વિધાનસભા ભારતની પ્રથમ પેપરલેસ વિધાનસભા બની છે, જેણે નેશનલ -વિધાન એપ્લીકેશન (NeVA) પ્રોગ્રામને અમલમાં મુક્યો છે, જે પેપરલેસ બની ગયો છે.

ü IT ક્ષેત્રની અગ્રણી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના બોર્ડે રાજેશ ગોપીનાથનને કંપનીના MD અને CEO તરીકે પાંચ વર્ષ માટે ફરીથી નિમણુક કરવાની જાહેરાત કરી છે.

ü ઇન્ડીયન સુપર લીગમાં હૈદરાબાદ એફસીએ કેરાલા બ્લાસ્ટર્સને હરાવીને પ્રથમ ટ્રોફી જીતી છે.

ü તાજેતરમાં ભારતનીરાઈટીંગ વિથ ફાયર ઓસ્કાર 22ની બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર કેટેગરીમાં નોમીનેટ કરવામાં આવી છે.

ü તાજેતરમાં ગુગલે નૌરોઝ પર ડુડલ બનાવ્યું છે. ખરેખર નૌરોઝ પર્શિયન નવા વર્ષનો તહેવાર છે. પર્શિયનમાં નૌરોઝનો અર્થ નવો દિવસ થાય છે, વર્ષે તહેવાર 20 માર્ચે મનાવવામાં આવ્યો હતો.

ü તાજેતરમાં વંશીય ભેદભાવ નાબુદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ તારીખ 21 માર્ચના રોજ ઉજવાયો.

ü NATO 14 માર્ચ 2022થી નોર્વેમાં એક વિશાળ સૈન્ય કવાયતકોલ્ડ રિસ્પોન્સ 2022 હાથ ધરી છે અને તે 1 એપ્રિલ સુધી ચાલુ રહેશે.

ü ભારતીય પેરા એથ્લેટ ધરમબિરે 13મી ફ્ઝા ઇન્ટરનેશનલ પેરા એથ્લેટીકસ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ મેળવ્યો છે.

ü તાજેતરમાં NMDC ડ્રોન આધારિત ખનીજ સંસોધન માટે IIT ખડકપુર સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે.

ü પ્રશાંત ઝવેરી ફ્લીપકાર્ટ હેલ્થ+ ” ના CEO બન્યા છે.

ü ડૉ. તેહમટન એરાચ ઉદવાડીયા દ્વારા મોર ધેન જસ્ટ સર્જરી : લાઈફ લેસન્સ બિયોન્ડ ઓટી નામનું એક પુસ્તક લખ્યું છે. તેમને ભારતમાં લેપ્રોસ્કોપીના પિતા તરીકે ઓળખવામાં આવે છે.

ü ભારતીય સેના અને સેશેલ્સ ડીફેન્સ ફોર્સીસ (SDF) 22 માર્ચથી 31 માર્ચ, 2022 સુધી સેશેલ્સમાં સેશેલ્સ ડીફેન્સ ફોર્સીસ (SDF) ખાતે 9મી સંયુક્ત સૈન્ય કવાયત LAMITIYE-2022 નું આયોજન કરશે. જે દ્વિવાર્ષિક તાલીમ કવાયત છે