JULY 2022 CURRENT AFFAIRS

July 2022 Current Affairs Gujarati


 • તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા કાર્યાલય સંકુલવાણીજ્ય ભવન અને નેશનલ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ એન્યુઅલ ટ્રેડ એનાલીસીસ રેકોર્ડ (NIRYAT) પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું.

 • તાજેતરમાં ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન (IOC) તેની પેટન્ટેડ સ્વદેશી સોલાર કુક ટોપ સુર્યા નુતન નું અનાવરણ કર્યું છે.

 • તાજેતરમાં કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન જી.કિશન રેડ્ડીએ નવી દિલ્હીમાં કલાકારોની પ્રતિભાની ઉજવણી કરતા ઉત્સવ જ્યોતિર્ગમ્યનો શુભારંભ કરાવ્યો.

 • વિશ્વબેન્કે ઉતરાખંડના પહાડી વિસ્તારમાં વરસાદ આધારિત ખેતીને નવી ઉંચાઈઓ પર લઈજવા માટે 1000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજુરી આપી દીધી છે, ઉતરાખંડ કલાઈમેટ રેસીલન્ટ રેઇન-ફેડ ફાર્મિંગ પ્રોજેક્ટ વોટરશેડ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવશે, અને પ્રોજેક્ટ માટે વિશ્વબેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે.

 • RSSના વરિષ્ઠ નેતા ઇન્દ્રેસ કુમારના જણાવ્યા અનુસાર 26મી સિંધુ દર્શન યાત્રાનો પ્રારંભ તીર્થયાત્રીઓના સ્વાગત સાથે લેહમાં કરવામાં આવશે, લેહ ખાતે સિંધુદર્શનનું ઉદ્ઘાટન જોશી મઠના અને ભદ્રીકા આશ્રમના જગદગુરુ શંકરાચાર્ય શ્રી 1008 વાસુદેવન્દ દ્વારા કરવામાં આવશે, ભારત સરકાર 26મી સિંધુ દર્શન યાત્રાના અવસરપર વિશેષ સ્મારક ટપાલ ટીકીટ પ્રસિદ્ધ કરશે.

 • વન નેશન વન રાશન કાર્ડ (ONORC) યોજના લાગુ કરનાર આસામ 36મુ રાજ્ય બન્યું.
 • દિલ્હી એરપોર્ટ અથવા ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ સંપૂર્ણ રીતે હાઇડ્રો અને સોલાર એનર્જી પર ચાલતું દેશનું પ્રથમ એરપોર્ટ બની ગયું છે.

 • વિશ્વનો સૌથી મોટો સજીવ પ્લાન્ટ પશ્ચિમ ઓસ્ટ્રેલીયાના દરિયાકિનારે આવેલા છીછરા પાણીમાં મળી આવ્યો છે, જે પોસીડૉનીયા ઓસ્ટ્રેલીયા તરીકે ઓળખાય છે.

 • તાજેતરમાં જો બીડને રાધા આયંગરને પેન્ટાગોનના ટોચના પદ માટે નિમણુક કરી, રાધા આયંગર પ્લંબ એક ભારતીય અમેરિકન સંરક્ષણ સચિવના ચીફ ઓફ સ્ટાફ તરીકે સેવા આપે છે.

 • ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 4.59 અબજ ડોલર વધીને 596.46 અબજ ડોલર થયો છે, વિશ્વમાં સૌથી વધુ વિદેશી મુદ્રા ભંડાર ધરાવતા દેશોની યાદીમાં ભારત ચોથા ક્રમ પર છે, યાદીમાં ચીન પ્રથમ સ્થાન પર છે.

 • ચીનએ તેનું ત્રીજું વિમાનવાહક જહાજ ફૂજીયાન લોન્ચ કર્યું છે જે દેશનું સૌથી અધ્યતન અને પ્રથમ સંપૂર્ણ સ્વદેશી નૌકા જહાજ છે.

 • 21 જુનના રોજ વિશ્વ સંગીત દિવસ ઉજવવામાં આવે છે, વિશ્વ સંગીત દિવસ 2022ની થીમ : Music on the Interaction

 • રુચિરા કામ્બોજ Unમાં ભારતના આગામી કાયમી પ્રતિનિધિ બનશે, તેઓ ટી.એસ.તિરુમૂર્તિનું સ્થાન લેશે, તેઓ હાલમાં ભૂતાનમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે,

 • તાજેતરમાં ફીફાએ સ્થાનિક આયોજન સમિતિની સાથે મળીને અન્ડર-17 વર્લ્ડકપના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે, વર્લ્ડકપ ભારતમાં યોજાશે અને સેમી ફાઈનલ નું આયોજન ગોવાના પંડિત જવાહરલાલ નહેરુ સ્ટેડીયમમાં થશે જયારે અંતિમ મેચ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડીયમમાં રમાશે, ભારતમાં 11, 14 અને 17 ઓક્ટોબરે ત્રણ મેચ રમાશે, ફાઈનલ ૩૦ ઓક્ટોબર 2022ના રોજ રમાશે.

 • એથલેટીક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે આગામી કોમનવેલ્થ ગેમ્સમાં 37 સભ્યોની ભારતીય એથલેટીક્સ ટીમની આગેવાની નીરજ ચોપરા કરશે.

 • સુનીલ છેતરી સંયુક્ત રીતે 5મો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો.

 • ભારતની મહિલા કુસ્તી ટીમે કીર્ગીસ્તાનના બીશ્કેકમાં અન્ડર-17 એશિયન ચેમ્પિયનશીપનું ટાઈટલ જીત્યું છે.

 • તાજેતરમાં SBIના 67માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
 • SBIના અધ્યક્ષ : દિનેશ કુમાર ખરે
 • SBIનું હેડક્વાર્ટર : મુંબઈ
 • SBIની સ્થાપના : 1 જુલાઈ 1955

 • તાજેતરમાં BIMSTEC દેશો દ્વારા ટેકનોલોજી ટ્રાન્સફર ફેસીલીટી પર કયા સ્થળે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે ? – કોમ્બો
 • BIMSTEC ના કુલ સભ્ય દેશો : 7

 • તાજેતરમાં ભારતના જલ શક્તિ મંત્રાલય દ્વારા ડેમ સેફટી એક્ટ 2021 પર એક રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 • તાજેતરમાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ જસ્ટીસ રંજના પ્રકાશ દેસાઈની નિમણુક કરવામાં આવી.

 • તાજેતરમાં રીન્યુએબલ એનર્જીના ઈંસ્ટોલેશનમાં વર્ષ 2021માટે ભારત વિશ્વમાં ત્રીજા સ્થાન પર રહ્યું છે.

 • તાજેતરમાં ઈસરો દ્વારા સિંગાપોર દેશના ત્રણ સેટેલાઈટને લોન્ચ કરવામાં આવ્યા છે, ત્રણ સેટેલાઈટને PSLV C53 રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યા છે.

 • તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ સીરીઝ રીપોર્ટ 2022 પ્રમાણે ભારતમાં વર્ષ 2035 સુધી શહેરી વસ્તીનું પ્રમાણ વધીને 67.5 કરોડ થઈ જશે.

 • તાજેતરમાં NATO સમીટ 2022નું આયોજન સ્પેન દેશમાં કરવામાં આવ્યું હતું.

 • તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ઉજવણી 2 જુલાઈના રોજ કરવામાં આવી હતી.

 • તાજેતરમાં VPN માટેના નવા નિયમો 28 જુન 2022 થી અમલમાં આવ્યા છે, VPNનું પુરુનામ જણાવો ?
 • VPN : Virtual Private Network
 • તાજેતરમાં ટી.રાજાકુમારને FATFના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો.

 • વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓને એક સાથે લાવનારા એક પ્રભાવશાળી જૂથ G-20 સમીટની બેઠક આગામી વર્ષ 2023 માટે જમ્મુ કાશ્મીરમાં યોજાશે, G20 સમીટમાં ભારતના પ્રતિનિધિત્વનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014થી કરી રહ્યા છે.
 • G20ના અધ્યક્ષ : જોકો વિડોડો (ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતી)
 • G20ની રચના : 26 સપ્ટેમ્બર 1999
 • G20ના સભ્યપદ : 20 સભ્ય

 • યુરોપની સૌથી મોટી સ્ટાર્ટઅપ કોન્ફરન્સ VivaTech 2020’ ભારતને કન્ટ્રી ઓફ યર તરીકે માન્યતા આપી છે.

 • બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) સંરક્ષણ મંત્રાલયની મંજુરી મુજબ 12 રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશોમાં BRO કાફે નામથી વિવિધ રૂટ વિભાગો સાથે 75 આઉટલેટ્સનું નિર્માણ કરશે.
 • BROના DG : લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરી
 • BROની સ્થાપના : 7 મે 1960

 • તાજેતરમાં BSEના ચેરમેન તરીકે એસ.એસ.મુન્દ્રાની નિમણુક કરવામાં આવી, તેઓએ જસ્ટીસ વિક્રમજીત સેનનું સ્થાન લીધું.

 • ભારત અને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓને મદદ કરવામાટે ICICI બેન્કે કેમ્પસ પાવર નામના ડીજીટલ પ્લેટફોર્મનું અનાવરણ કર્યું.

 • નીતિ આયોગના CEO તરીકે પરમેશ્વરન અય્યરની નિમણુક કરવામાં આવી, તેઓએ અમિતાભ કાન્તનું સ્થાન લીધું.
 • નીતિ આયોગના અધ્યક્ષ : નરેન્દ્ર મોદી
 • નીતિ આયોગના ઉપાધ્યક્ષ : સુમન કે બેરી
 • નીતિ આયોગની સ્થાપના : 1 જાન્યુઆરી 2015
 • નીતિ આયોગનું પૂર્વગામી નામ : આયોજન પંચ
 • નીતિ આયોગની મુખ્યાલય : નવી દિલ્હી

 • તાજેતરમાં ભારતીય ઓલમ્પિક એશોસિએશનના કાર્યકારી પ્રમુખ તરીકે અનીલ ખન્નાની નિમણુક કરવામાં આવી.

 • ભારતમાં વર્ટીકલ લોન્ચ શોર્ટ રેંજ સરફેસ ટુ એર મિસાઈલ (VL-SRSAM) નું ઓડીશા રાજ્યના ચાંદીપુરના દરિયાકિનારે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

 • ગુપ્તચર એજન્સીની રીસર્ચ એન્ડ એનાલીસીસ વિંગ (RAW)ના સચિવ તરીકે સામંત કુમાર ગોયલનો કરાર કેન્દ્ર દ્વારા વધુ એક વર્ષ માટે વધારવામાં આવ્યો છે.

 • ઇન્ટેલીજેન્સ બ્યુરોના નવા ડીરેકટર તરીકે તપન કુમાર ડેકાની નિમણુક કરવામાં આવી, જેઓએ અરવિંદ કુમારનું સ્થાન લીધું.

 • તાજેતરમાં ગોવામાં Sao Joao Festival ની ઉજવણી કરવામાં આવી, જે દર વર્ષે 23 જુનના રોજ ઉજવાય છે.

 • IRS અધિકારી નીતિન ગુપ્તાને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

 • તાજેતરમાં  ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે ની ઉજવણી જુલાઈના રોજ કરવામાં આવી હતી. દિવસની ઉજવણીની શરૂઆત 2008ના રોજ કરવામાં આવી હતી.

 • તાજેતરમાં GSTની 47મી બેઠકનું આયોજન ચંદીગઢ ખાતે કરવામાં આવ્યું હતું.

 • તાજેતરમાં એશિયા પેસિફિક સસ્ટેનેબીલીટી ઇન્ડેક્સ 2022માં ભારતના બેંગ્લોર શહેરે ગોલ્ડ સ્ટાનડર્ડ હાંસિલ કર્યું છે.

 • તાજેતરમાં ગુજરાતના જુનાગઢ શહેરમાં ભારતના પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની શરૂઆત થઈ.

 • તાજેતરમાં NMGC દ્વારા નવી દિલ્હીમાં નમામી ગંગે અમૃત વાટિકા ની સ્થાપના કરવામાં આવી.

 • તાજેતરમાં સ્તનધારી જીવ Treeshrewના પ્રાચીન અવશેષ ભારતના જમ્મુકાશ્મીરમાંથી મળી આવ્યા છે, અવશેષો 25 લાખથી 40 લાખ વર્ષ જુના છે.

 • તાજેતરમાં નાગાલેન્ડ ની મુલાકાત દરમિયાન કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે દીમાપુર હની ટેસ્ટિંગ લેબોરેટરીનું સત્તાવાર ઉદ્ઘાટન કર્યું હતું.

 • ઓડિશા સરકારના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ સાહસો (MSME) વિભાગને વિકાસ માટે વિવિધ વિકાસ લક્ષી પહેલો ના આધારે MSME ક્ષેત્રને પ્રોત્સાહન અને વિકાસમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરવા માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં નિયુક્ત કરવામાં આવ્યા છે, એટલે કે ઓડિશા સરકારે નેશનલ MSME એવોર્ડ 2022 માં પ્રથમ પુરસ્કાર જીત્યો, જેમાં બિહાર અને હરિયાણા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા હતા.
 • MSME : Micro, Small & Medium Enterprises

 • કર્ણાટકના બેંગલુરુમાં પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા વન હેલ્થ પાઈલોટ પહેલ શરૂ કરવામાં આવી છે.

 • તાજેતરમાં તેલંગાણા રાજ્ય સરકારે (ટી-હબ) T-Hub સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે.

 • કેન્દ્ર સરકાર 1 જુલાઈ 2022થી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે, કેન્દ્રના નિર્ણયને ધ્યાનમાં હિમાચલ પ્રદેશે સિંગ-યુઝ પ્લાસ્ટિક બાય બેક સ્કીમ શરુ કરી.

 • થોડા સમય પહેલા કર્ણાટક સરકારે કાશી યાત્રા યોજના શરુ કરી છે, કાશીયાત્રા પરિયોજના ઉત્તરપ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની યાત્રા કરવા ઈચ્છતા ૩૦,000 તીર્થયાત્રીઓને પ્રત્યેકને 5000 રૂપિયાની રોકડ સહાય પૂરી પાડે છે.

 • ભારતની સૌથી મોટી ગેસ ઇન્સ્ટીટયુટ GAIL ના નવા ચેરમેન તરીકે ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશનના ફાઈનાન્સ ડીરેક્ટર સંદીપકુમાર ગુપ્તાની નિમણુક કરવામાં આવી છે, સંદીપ કુમાર ગુપ્તા મનોજ જૈનનું સ્થાન લેશે, જે ૩૧ ઓગસ્ટના રોજ નીર્વૃત થવાના છે.
 • GAILનું પૂરું નામ : Gas Authority of India Limited
 • GAILનું મુખ્યમથક : નવી દિલ્હી
 • GAILની સ્થાપના : 1984

 • ભારતીય વાયુસેના ઈજીપ્તમા એક મહિના સુધી ચાલનારા વ્યુહાત્મક નેતૃત્વ કાર્યક્રમમાં ભાગ લેશે, જેમાં ત્રણ સુખોઈ-૩૦ MKI વીમાન અને બે C-17 પરિવહન વિમાન ભાગ લઇ રહ્યા છે.

 • તાજેતરમાં ભારતીય કોસ્ટ ગાર્ડે કેન્દ્રીયકૃત ચુકવણી સીસ્ટમ PADMA શરુ કરી છે.
 • મિસ ઇન્ડિયા વર્લ્ડવાઈડ 2022ના વિજેતા ભારતની બહાર સૌથી લાંબી ચાલતી ભારતીય સૌન્દર્ય સ્પર્ધામાં ખુશી પટેલને બ્રિટીશ બાયોમેડીકલ વિદ્યાર્થી તરીકે જાહેર કરવામાં આવી હતી.

 • મોંગોલિયન બુદ્ધ પૂર્ણિમાના અવસર પર ભગવાન બુદ્ધના ચાર પવિત્ર અવશેષો (કપિલવસ્તુ) મોંગોલિયામાં ગંડન મઠના મેદાનમાં બટસાગાન મંદિરમાં 12 દિવસના પ્રદર્શન પછી ભારતમાં પાછા લાવવામાં આવ્યા, ગાઝીયાબાદમાં કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન મેઘવાલને પવિત્ર અવશેષો અર્પણ કરવામાં આવ્યા હતા, પવિત્ર અવશેષોને ખાસ સી-17 ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા ભારત પરત મોકલાયા હતા.

 • તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ડીજીટલ ઇન્ડિયા વિક 2022 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, થીમ : નવા ભારતની ટેકનોલોજીની ઉત્પ્રેરિત કરવી

 • ગાંધીનગરની નેશનલ ડીફેન્સ યુનિવર્સીટીએ ડ્રોન ઉડ્ડયન કૌશલ્ય પ્રદાન કરવા માટે રીમોટ પાયલોટ ટ્રેનીંગ સેન્ટર સ્થાપવા માટે ડ્રોન આચાર્ય એરિયલ ઇનોવેશન પ્રાઇવેટ લીમીટેડ સાથે સમજુતીકરાર પર હસ્તાક્ષર કર્યા છે.

 • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેન્ગ્લુરુંમાં ટેકનોલોજી અને સેવાઓ પ્રદાન કરવાના સર્વોચ્ચ પ્રદાતા બોશ ઇન્ડિયાના નવા સ્માર્ટ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે.

 • તેલંગાણાના રામગુંડમમાં NTPC દ્વારા ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવરપ્લાન્ટ શરુ કરવામાં આવ્યો, પ્લાન્ટમી ક્ષમતા 100 મેગાવોટની છે અને તે જળાશયના 500 એકરમાં ફેલાયેલો છે.
 • NTPC : નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લીમીટેડ.

 • તાજેતરમાં મુંબઈ સ્થિત વકીલ અને પહેલી વાર ધારાસભ્ય બનેલા રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના સૌથી યુવા સ્પીકર તરીકે ચુંટાઈ આવ્યા છે.

 • બેંગ્લોરની વીજ કંપની BESCOM કર્નાટકના બેંગ્લોરમાં EV ચાર્જીંગ સ્ટેશન વિષે માહિતી આપવા માટે EV મિત્ર મોબાઈલ એપ તૈયાર કરી છે.

 • રાજ્યોના સ્ટાર્ટ-અપ રેન્કિંગ 2021ની ત્રીજી આવૃત્તિમાં ગુજરાત અને કર્ણાટક શ્રેષ્ઠ પ્રદર્શન તરીકે ઉભરી આવ્યા હતા, જયારે મેઘાલયને પુર્વોતર રાજ્યોમાં ટોચનું સન્માન મળ્યું હતું.

 • હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરએ હિમાચલ માર્ગ પરિવહન નિગમની બસોમાં રાજ્યની સરહદોની અન્ડર મહિલા મુસાફરોને ભાડામાં 50% રાહત આપવા માટે નારી કો નમન નામની યોજના શરુ કરી છે, મુખ્યમંત્રીએ 15 એપ્રિલના રોજ હિમાચલ દિવસ પર ભાડામાં 50% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી.

 • તાજેતરમાં રાજ્સ્થાનના સીકર જીલ્લાના રોહિલ (ખંડેલા તહસીલ) માં યુરેનિયમનો મોટો ભંડાર મળી આવ્યો છે, તે રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુરથી લગભગ 120 કિમીના અંતરે સ્થિત છે, આંધ્રપ્રદેશ અને ઝારખંડ પછી રાજસ્થાન ત્રીજું રાજ્ય બન્યું છે જેને યુરેનિયમ મળ્યું છે.

 • રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન (NMCG) નવી દિલ્હીમાં યમુના નદી પર કાલિંદી કુંજ ઘટ પર નમામી ગંગે અમૃત વાટિકાની સ્થાપના કરી હતી, જેમાં 75 વૃક્ષો વાવવામાં આવ્યા છે.

 • ભારતીય સેનાના ડેઝર્ટ કોર્પ્સે જોધપુર (રાજસ્થાન)માં સરહદ અને તટીય સુરક્ષાના પાસાઓ પર સુરક્ષા મંથન 2022 નું આયોજન કર્યું હતું.

 • HCL ટેકનોલોજીને માઈક્રોસોફ્ટ પાર્ટનર ઓફ યર એવોર્ડ્સ 2022 પ્રાપ્ત થયો.

 • તાજેતરમાં ગાંધી અને ચંપારણ સત્યાગ્રહ : સિલેક્ટ રીડીંગ નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું, પુસ્તકનું સંપાદન જાદવપુર યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર સુરંજન દાસ દ્વારા કરવામાં આવ્યું હતું.

 • હેચેટ ઇન્ડિયાએ પાંચ વખતના વર્લ્ડ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદના વ્યાપકપણે વખાણાયેલા સંસ્મરણો માઈન્ડ માસ્ટર : વિનિંગ લેસન ફ્રોમ ચેમ્પિયનસ લાઈફ ની વિસ્તૃત આવૃત્તિ બહાર પાડવામાં આવશે. પુસ્તક 15 જુલાઈએ લોન્ચ કરવામાં આવશે.

 • DRDO કર્ણાટકના ચિત્રદુર્ગ ખાતે એરોનોટીકલ ટેસ્ટ રેંજથી માનવરહિત હવાઈ ફ્લાઈંગ વિંગ ટેકનોલોજી પ્રવિમાનની પ્રથમ ઉડાનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
 • DRDO ના અધ્યક્ષ : જી.સતીશ રેડ્ડી
 • DRDOની સ્થાપના : 1 જાન્યુઆરી 1958
 • DRDOનું મુખ્યાલય : નવી દિલ્હી

 • તાજેતરમાં રાષ્ટ્રીય ખાધ સુરક્ષા અધિનિયમ 2022ના અમલીકરણ માટેના રાજ્ય રેન્કિંગમાં ઓડીશાએ ટોચનું સ્થાન મેળવ્યું, ત્યારબાદ ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશનો ક્રમ આવે છે.

 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા સેનાની અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતી પર આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જીલ્લાના ભીમારાવ ખાતે ૩૦ ફૂટની કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

 • CBSE બોર્ડે બોર્ડની પરીક્ષાના પરિણામ, સેમ્પલ પેપર અને અન્ય વિગતોને સિંગલ વિન્ડોમાં સુવ્યવસ્થિત કરવા માટે પરીક્ષા સંગમ નામનું પોર્ટલ શરુ કર્યું છે.

 • કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોતમ રૂપાલાએ ભારતની પ્રથમ એનીમલ હેલ્થ સમીટનું ઉદ્ઘાટન કર્યું છે.

 • નવી દિલ્હીમાં વિજ્ઞાન અને પ્રોધ્યોગીકી મંત્રી ડો.જીતેન્દ્રસિંહએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિના સન્માનમાં જાહેર વહીવટમાં ડો.રાજેન્દ્ર પ્રસાદ મેમોરીયલ એવોર્ડની સ્થાપના કરી.

 • તાજેતરમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા તાલકટોરા સ્ટેડીયમ નવી દિલ્હી ખાતે આઝાદી અમૃત મહોત્સવ ની ભાવનાથી હરિયાળી મહોત્સવ નું આયોજન કરશે.

 • ભારતની પ્રથમ સ્વાયત્ત નેવિગેશન સુવિધા તીહાનનું ઉદ્ઘાટન IIT હૈદરાબાદના કેમ્પસમાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહએ કર્યું.

 • યેશ અતીદ પાર્ટીના નેતા યેર લેપીડ સત્તાવાર રીતે ઈઝરાઈલના 14માં વડાપ્રધાન બન્યા છે, તેમને નફ્તાલી બેનેટનું સ્થાન લીધું છે.

 • ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ (AIIA) ના ડીરેક્ટર તનુજા નેસરીને યુકેની સંસદ દ્વારા આયુર્વેદ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

 • મિશેલ પુનાવાલાને યુનાઈટેડ કિંગડમમાં NRI વર્લ્ડ સમીટ 2022માં કળામાં તેમના યોગદાન બદલ પ્રતિષ્ઠિત શિરોમણી એવોર્ડ આપવામાં આવ્યો છે.

 • તાજેતરમાં ભારતના લેફ્ટનન્ટ જનરલ મોહન સુબ્રમણ્યમને દક્ષીણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં ફોર્સ કમાંડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેઓએ ભારતના લેફ્ટનન્ટ જનરલ શૈલેશ ટીનીકરનું સ્થાન લીધું.

 • ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહે સ્ટુઅર્ટ બ્રોડ સામે 29 રન ફટકારીને ટેસ્ટ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ સર્જતા લેજન્ડરી બ્રાયન લારાની સિદ્ધીથી એક રન વધુ બનાવ્યો હતો, વિશ્વ રેકોર્ડ 18 વર્ષ સુધી બ્રાયન લારાના નામે રહ્યો હતો.

 • ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ અને ક્રિકેટર રવી શાસ્ત્રીને લાઈવ કન્ટેન્ટ, સ્પોર્ટ્સ સ્ટેટેસ્ટિકસ અને -કોમર્સ માર્કેટપ્લેસ એવા FanCode (ફેનકોડ) ના નવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે.

 • હાલની યુવા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન અલફિયા પઠાણ અને ગીતિકાએ કઝાકિસ્તાનના નુર-સુલતાનમાં ચાલી રહેલા અલોર્ડા કપમાં ગોલ્ડમેડલ મેળવ્યો છે.

 • મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીનની ઉપસ્થિતિમાં રૂ.25,600 કરોડના રોકાણ અને અનુદાન સાથે રાજ્યમાં 300 એકરનો સેમીકન્ડકટર હાઈટેક પાર્ક બનાવવા માટે તમિલનાડુ અને સિંગાપોર સ્થિત મેસર્સ IGSS વેન્ચર્સ લીમીટેડ વચ્ચે સમજુતીકરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

 • તાજેતરમાં ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગને ઇન્ડિયા એનીમલ હેલ્થ પુરસ્કાર મળ્યો છે, કેન્દ્રીય કાયદા રાજ્યમંત્રી એસ.પી.સિંહ બધેલની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પશુપાલન વિભાગના નિયામક ફાલ્ગુની ઠાકરને પુરસ્કાર અર્પણ કરાયો હતો.

 • કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શ્રીનગરમાં svami રામાનુજાચાર્યના સ્ટેચ્યુ ઓફ પીસ નું વર્ચ્યુઅલ અનાવરણ કર્યું હતું જે સોનવર વિસ્તારમાં એક મંદિરમાં આવેલુ છે.

 • તાજેતરમાં યોજાયેલી વિશ્વ યોગ સ્પર્ધામાં જાનવી મહેતાએ ત્રણ મેડલ જીત્ય છે, તેઓ ભાવનગરના વતની છે, તેઓએ બે સુવર્ણ ચંદ્રક અને એક રજત ચંદ્રક મેળવ્યા છે.

 • તાજેતરમાં વડાપ્રધાન સ્ટ્રીટ વેન્ડરના આત્મનિર્ભર ફંડ (PM સ્વનીધી) યોજનાની બીજી વર્ષગાંઠના અવસરે આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પૂરીએ સ્વનિધિ મહોત્સવ નો શુભારંભ કરાવ્યો હતો, મહોત્સવ 9 થી 31 જુલાઈ દરમ્યાન ઉજવવામાં આવશે.

 • કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરાયેલા પત્રમાં વરિષ્ઠ અધિકારી આર.કે.ગુપ્તાને નાયબ ચૂંટણી કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેઓ ટી.શ્રીકાંતની જગ્યાએ હોદ્દો સંભાળશે.

 • દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ નિર્માણ કામદારોને તેમની ક્ષમતાઓમાં સુધારો કરવામાં મદદ કરવા માટે મિશન કુશળ કામદાર ની શરૂઆત કરી હતી.

 • તાજેતરમાં IIT મદ્રાસે વ્યક્તિગત કેન્સર નિદાન માટે AI સાધન વિકસાવ્યું.

 • સાઉથ કોરિયાના યેઓસુ શહેરમાં યોજાયેલી ફાઈનલમાં ભારતના કાનપુરના રહેવાસી પલ્લવી સિંઘે મીસીસ યુનિવર્સ ડિવાઈનનો તાજ વિજેતા બની હતી, મીસીસ યુનિવર્સ ડિવાઈનમાં 110 દેશોએ ભાગ લીધો હતો.

 • નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા (NHAI) અને મહારાષ્ટ્ર મેટ્રોએ નાગપુરમાં .14 કિલોમીટરની લંબાઈ સાથે સૌથી લાંબા ડબલ ડેકર વાયડક્ટના નિર્માણનો રેકોર્ડ બનાવ્યો છે.

 • શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશનના જુન મહિનાના ડેલ્ટા રેન્કિંગમાં ઝારખંડ 76.19 ના ઓવરઓલ સ્કોર સાથે ટોચ પર છે.

 • ભારતનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ એરપોર્ટ લેહ એરપોર્ટ બનશે.
 • એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ચેરમેન : સંજીવ કુમાર
 • એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાની સ્થાપના : 1 એપ્રિલ 1995

 • વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદીએ નવા સંસદ ભવનની છત પર બનેલા રાષ્ટ્રીય પ્રતિકનું અનાવરણ કર્યું, પ્રતિકનું નિર્માણ સંસદ ભવનના સેન્ટ્રલ હોલની ટોચ પર કરવામાં આવ્યું હતું.

 • રાષ્ટ્રીય પ્રતિક કાંસ્યનું બનેલું છે, જેનું કુલ વજન 9500 કિલોગ્રામ છે અને તેની ઊંચાઈ 6.5 મીટર છે.

 • પ્રતિકના ટેકામાટે લગભગ 6500 કિલો વજનના સ્ટીલનું સહાયક માળખું પણ બનાવવામાં આવ્યું છે.

 • નવી સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતિકના નિર્માણની વિભાવનાની રૂપરેખા અને પ્રક્રિયા માટીના બંધારણ અને કમ્પ્યુટર ગ્રાફિકથી માંડીને બ્રોન્ઝ-કાસ્ટિંગ અને પોલિશિંગ સુધીના આઠ જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થઈ છે.

 • અમદાવાદ અને કેરળને ટાઈમ મેગેઝીનના 2022ના વિશ્વના મહાન સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું.

 • તાજેતરમાં પંચકુલામાં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) ના 17મા કેમ્પસનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલે કર્યું હતું.

 • પૂર્વ-પ્રાથમિક સ્તરે કેન્દ્રની નવી શિક્ષણ નીતિ (NEP) ને લાગુ કરવાની પ્રક્રિયા શરુ કરનાર ઉતરાખંડ દેશનું પહેલું રાજ્ય બન્યું છે.

 • હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર તાજેતરમાં મેકમોહન લાઈન : સેન્ચ્યુરી ડીસ્કોર્ડ નામના પુસ્તકનું વિમોચન કર્યું હતું, પુસ્તક અરુણાચલ પ્રદેશના પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ આર્મી ચીફ જનરલ જે.જે.સિંહ દ્વારા લખવામાં આવ્યું છે અને પુસ્તક ભારત-ચીન સીમા વિવાદ પર જનરલ જે.જે.સિંહના અનુભવો અને સંશોધનો પર આધારિત છે.

 • તાજેતરમાં યુનિક આઇડેન્ટિફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા (UIDAI)  Aadhar FaceRD” નામની નવી મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટીફીકેશન ફીચર લોન્ચ કર્યું છે.
 • UIDAIના CEO : સૌરભ ગર્ગ
 • UIDAIની સ્થાપના : 28 જાન્યુઆરી 2009
 • UIDAIનું મુખ્યાલ્ય : નવી દિલ્હી

 • તાજેતરમાં ફોર્બ્સની યાદીમાં અમેરિકાની સૌથી ધનિક સ્વ-નિર્મિત મહિલાઓની યાદીમાં ભારતીય અમેરિકન અબજોપતિ મહિલા જયશ્રી ઉલ્લાલને 1.7 અબજ ડોલરની નેટવર્થ સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે.

 • તાજેતરમાં શિન્ઝો આબેને જાપાન દેશની સરકારે મરણોપરાંત દેશનો સૌથી મોટો પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.

 • તાજેતરમાં ભારતએ વિયતનામ દેશ સાથે રાજનૈતિક સંબંધોના 50 વર્ષ પૂર્ણ કર્યા છે, અવસર પર લોન્ચ કરેલ logoમાં બને દેશોના રાષ્ટ્રીય પક્ષી અને રાષ્ટ્રધ્વજ નો સમાવેશ કરેલ છે.

 • તાજેતરમાં 19 વર્ષની જાનવી ડાંગેતીએ દક્ષીણ પોલેન્ડના ક્રાકોવ સ્થિત એનાલોગ એસ્ટ્રોનોટ ટ્રેનીંગ સેન્ટરમાંથી (AATC) એનાલોગ એસ્ટ્રોનોટ પ્રોગ્રામ પૂરો કરનારી સૌથી નાની ઉમરની વ્યક્તિ બનીને રેકોર્ડ બનાવ્યો છે.

 • તાજેતરમાં ગુજરાતના મનોજભાઈ સોલંકી નામના ખેડૂતને હળધર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

 • તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા કરવામાં આવેલ જાહેરાત પ્રમાણે ભારત 2025 સુધીમાં યુરીયાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનશે, હાલ 260 લાખ ટન યુરિયાનું ઉત્પાદન કરે છે.

 • ફિનલેન્ડના ટેમ્પેરેમાં ચાલી રહેલી વર્લ્ડ માસ્ટર્સ એથલેટીક્સ ચેમ્પિયનશીપમાં ભારતની 94 વર્ષીય દોડવીર ભગવાની દેવી ડાગરેએ 100 મટર સ્પ્રિન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

 • બહેરીનમાં મનામા ખાતે યોજાયેલી અન્ડર-20 એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં ભારતીય કુસ્તીબજોએ 22 મેડલ મેળવ્યા હતા.

 • તાજેતરમાં દક્ષીણ ભારતના સૌપ્રથમ નેનો યુરીયા કારખાનાની આધારશીલા કર્ણાટક રાજ્યમાં રાખવામાં આવી.

 • તાજેતરમાં સેમસંગ કંપનીએ વિશ્વની સૌથી ઝડપી ગ્રાફિક્સ DRAM ચીપ વિકસિત કરી છે.
 • તાજેતરના જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપ દ્વારા અંતરીક્ષમાંથી તારાના નિર્માણની ઈમેજ કેપ્ચર કરવામાં આવી છે.

 • તાજેતરમાં ક્રોએશિયા દેશએ પોતાનું ચલણ બદલીને યુરોને પોતાની નવી રાષ્ટ્રીય મુદ્રા બનાવી છે.

 • તાજેતરમાં તારંગા હિલ-અંબાજી-આબુરોડ ની નવી રેલલાઈનને મંજુરી આપવામાં આવી છે, રેલ્વે લાઈનની લંબાઈ 116.65 કિલોમીટર છે.

 • તાજેતરમાં ઇન્કમટેક્ષ દિવસની ઉજવણી આજ રોજ એટલે કે 24 જુલાઈના રોજ કરવામાં આવી, દિવસની ઉજવણી CBDT દ્વારા કરવામાં આવે છે.

 • તાજેતરમાં ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સીસ્ટમ સાથે વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડીવાઈસને એકીકૃત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ બન્યું છે.

 • તાજેતરમાં આવેલા હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત 87મા સ્થાન પર છે.

 • તાજેતરમાં ભારત રંગ મહોત્સવ 2022નું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું.

 • તાજેતરમાં સ્માર્ટ સીટી મિશન હેઠળના ભંડોળના ઉપયોગને લગતા રાજ્યોની યાદીમાં તમિલનાડુ પ્રથમ ક્રમ પર છે.

 • દર વર્ષે વિશ્વ મગજ દિવસ 22 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે.

 • તાજેતરમાં ગુજરાતના તાપીજીલ્લામાં વન પેદાશ આધારિત ઉત્પાદનોનું વેચાણ કેન્દ્ર સહ્યાદ્રી મોલ ની શરૂઆત કરવામાં આવી.

 • તાજેતરમાં નાસાનો એર એન્ડ સ્પેસ પ્રોગ્રામ પૂર્ણ કરનાર સૌપ્રથમ ભારતીય મહિલા જાનવી ડાંગેતી બની છે.

 • તાજેતરમાં પ્રથમ ખેલો ઇન્ડિયા ફેન્સીંગ મહિલા લીગનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું.

 • તાજેતરમાં અમીત શાહ દ્વારા ગાંધીનગરમાં ગુજરાત પોલીસની -FIR  સીસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

 • તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સૌપ્રથમ પેસેન્જર ડ્રોનનું ઉદ્ઘાટન કરવામાં આવેલું તેનું નામ વરુણ છે.

 • તાજેતરમાં નીતિ આયોગ દ્વારા ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્ષના ત્રીજા સંસ્કરણ ને જાહેર કરવામાં આવ્યું.

 • તાજેતરમાં BCCIના નવા એથીક્સ ઓફિસર વિનીત સરન બન્યા છે.

 • તાજેતરમાં નેશનલ ફિલ્મમ એવોર્ડના 68માં સંસ્કરણને જાહેર કરવામાં આવ્યું છે.

 • તાજેતરમાં શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ રાનીલ વિક્રમસિંઘ બન્યા છે.

 • તાજેતરમાં વર્ષ 2018ના સમર ઓલમ્પિકનું આયોજન અમેરિકાના લોસ એન્જલસ સ્થળે કરવા અંગે જાહેરાત કરવામાં આવી છે.

 • તાજેતરમાં UNEPના નેશનલ ગુડવિલ એમ્બેસેડર સુશ્રી દિયા મિર્ઝા અને પર્યાવરણ કાર્યકર શ્રી અફરોઝ શાહને સામાજિક ન્યાય 2021 માટેના પ્રતિષ્ઠિત મધર ટેરેસા મેમોરીયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

 • મધર ટેરેસા મેમોરીયલ એવોર્ડ વિશે :
 • મધર ટેરેસા એવોર્ડ 2004થી વાર્ષિક અથવા દ્વિવાર્ષિક રીતે આપવામાં આવે છે.

 • એવોર્ડ હાર્મની ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે, જે મુંબઈમાં અબ્રાહમ મથાઈ દ્વારા બનાવવામાં આવેલ સંસ્થા છે.

 • મધર ટેરેસાના નામનો એકમાત્ર એવોર્ડ છે કે જેની સમીક્ષા અને માન્યતા સિસ્ટર પ્રેમા, સુપીરીયર જનરલ ઓફ મિશનરીઝ ચેરીટી દ્વારા કરવામાં આવી છે.

 • પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

 • વારાણસીને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની પ્રથમ સાંસ્કૃતિક અને પર્યટન રાજધાની જાહેર કરવામાં આવશે.

 • કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહએ કોલકત્તાની હુગલી નદીમાં ચોથું P-17A સ્ટીલ્થ ફ્રિગેટ દુનાગીરી લોન્ચ કર્યું હતું, પ્રોજેક્ટ 17A નું ઉત્પાદન ફ્રિગેટ ગાર્ડન રીચ શીપબિલ્ડર્સ લીમીટેડ દ્વારા કરવામાં આવ્યું છે.

 • રાજસ્થાને ભારતમાં પ્રથમ ડીજીટલ લોક અદાલતની શરૂઆત કરી.

 • પુષ્કરસિંહ ધામી ઈમર્જીંગ પ્લેયર અપગ્રેડેશન સ્કીમ લોન્ચ કરવામાં આવશે, મુખ્યમંત્રી ઈમર્જીંગ સ્પોર્ટ્સપર્સન અપગ્રેડેશન સ્કીમ 29 ઓગસ્ટ 2022ના રોજ શરુ કરવામાં આવશે.

 • NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરાયેલા જગદીપ ધનખરના રાજીનામા બાદ લા ગણેશનએ પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તરીકેના શપથ લીધા.

 • તાજેતરમાં મુખ્યમંત્રી પુસ્કરસિંહ ધામીએ ઉતરાખંડમાં મંદિરો પર પૂર્વ IAS અધિકારી સુશ્રી આરાધના જોહરી દ્વારા લિખિત પુસ્તક બિયોન્ડ મીસ્ટી વિલ ટેમ્પલ ટેલ્સ ઓફ ઉતરાખંડનું વિમોચન કર્યું હતું.

 • ભારતીય યુવાનોમાં નશીલા દ્રવ્યોના દુરઉપયોગની સમસ્યાનું સમાધાન કરવા માટે, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 272 સૌથી સંવેદનશીલ જીલ્લાઓમાં ડ્રગ ફ્રી ઇન્ડિયા અભિયાન શરુ કર્યું છે.

 • નીતિ આયોગના ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ 2021 ની ત્રીજી આવૃત્તિમાં કર્ણાટક, મણીપુર અને ચંડીગઢ ટોચ પર છે.

 • દેશની જાહેર ક્ષેત્રની અગ્રણી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ખાતાધારકોને વધુ સુવિધા આપવા વોટ્સએપ બેન્કિંગ સુવિધા શરુ કરી છે.
 • SBIના અધ્યક્ષ : દિનેશ કુમાર ખારા
 • SBIનું મુખ્યમથક : મુંબઈ, સ્થાપના : 1 જુલાઈ 1955

 • તાજેતરમાં સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર નરીન્દર બત્રાએ અંગત કારણોનું કારણ આગળ ધરીને ભારતીય ઓલમ્પિક એશોસિએશન (IOA), આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન (FIH)ના પ્રમુખ તેમજ આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ (IOC) ના સભ્યતરીકેનું રાજીનામું આપી દીધું છે.

 • આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ સ્વનિર્ભર નારી યોજના શરુ કરી છે.

 • તાજેતરમાં પ્રધાનમંત્રી વય વંદના યોજનાના પાંચ વર્ષ હવે પૂર્ણ થઈ ગયા છે, કાર્યક્રમનું સત્તાવાર લોકાર્પણ 21 જુલાઈ 2017ના રોજ કરવામાં આવ્યું હતું.

 • ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને હાલના BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીનું બ્રિટીશની સાંસદ દ્વારા સમ્માન કરવામાં આવ્યું છે.

 • જાપાનની સરકારે મરણોપરાંત ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને દેશના સર્વોચ્ચ સન્માન કોલર ઓફ સુપ્રીમ ઓર્ડર ઓફ ક્રાયસેન્થેમમ તરીકે સમ્માનિત કરવામાં આવ્યા છે.

 • તાજેતરમાં ભારતીય વહીવટકર્તા નરીન્દર બત્રાના રાજીનામાં બાદ આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન (FIH) ઈજીપ્તના સૈફ અહમદને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા.
 • FIHનું વડુંમથક : લુસાને, સ્વીત્ઝરલૅન્ડ
 • FIHના CEO : થીએરી વેઇલ
 • FIHની સ્થાપના : 7 જાન્યુઆરી 1924

 • દર વર્ષે 20 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ ઉજવવામાં આવે છે, 20 જુલાઈ 1969ના રોજ યુનાઈટેડ સ્ટેટ્સના એપોલો-11 મિશન સાથે ચંદ્ર પર પ્રથમ માનવ ઉતરણની યાદમાં દિવસને પસંદ કરવામાં આવ્યો હતો. 9 ડીસેમ્બર 2021ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે 20 જુલાઈને આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ તરીકે ઉજવવામાં આવશે.

 • ફોર્બ્સ રીયલ ટાઈમ અરબપતિઓની યાદીમાં ગૌતમ અદાણી ચોથા સૌથી ધનિક વ્યક્તિ બન્યા.

Post a Comment

0 Comments